Book Title: Adhyatmamatpariksha Shabdasha Vivechan Part 03
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

Previous | Next

Page 9
________________ મુખ્ય પદાર્થોનું સંક્ષિપ્ત દિગ્દર્શન કરીને, “ર દ્વારા નિને' એ પ્રમાણે એ સૂત્રનો અર્થ સ્ત્રીમુક્તિને નહિ સ્વીકારવા અર્થે દિગંબરોના ગ્રંથોમાં કરેલ છે, તે વ્યાકરણ અને શાબ્દબોધની મર્યાદાનું ઉલ્લંઘન કરીને કઈ રીતે કરાયેલ છે, તેની વિચારણા પણ તટસ્થ વિચારકોને ઉપયોગી થાય એ રીતે કરેલ છે. આ રીતે આધ્યાત્મિકોના મતની પરીક્ષા કરીને, સ્વદર્શનમાન્ય સ્ત્રીઓને મુક્તિ સ્વીકારવામાં કોઈ બાધ નથી, તેમ ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું, તેથી આધ્યાત્મિક અને દિગંબરો સાથેની ચર્ચા પૂરી થાય છે. પરંતુ એ ચર્ચાનો ખરેખર સાર શું છે, તે બતાવવા માટે, અધ્યાત્મઉપનિષદ્ નામનો ચરમ વિભાગ ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત કરેલ છે. તેથી વિચારકો સમજી શકે કે દર્શનવાદોમાં પરસ્પર ખંડન-મંડનની પ્રક્રિયા માત્ર સ્વપક્ષના આગ્રહથી કરતા નથી, પરંતુ તત્ત્વની જિજ્ઞાસાથી કરે છે. અને તેવા તત્ત્વજિજ્ઞાસુઓ એ ચર્ચાથી પણ સ્વદર્શનના પક્ષપાતી બનતા નથી, પરંતુ મધ્યસ્થ બનીને કઈ રીતે પરમાર્થ પ્રાપ્ત કરે છે, એ વાત અધ્યાત્મઉપનિષદૂના વક્તવ્યથી પ્રાપ્ત થાય છે. અધ્યાત્મના ઉપનિષદુને બતાવવાં સૌ પ્રથમ ગાથા-૧૭૧માં કહેલ છે કે, “સંયમયોગોમાં જે યત્ન છે તે જ અધ્યાત્મનું પરમ રહસ્ય છે.” ત્યાં પ્રશ્ન ઉભો થાય કે સંયમયોગોમાં યત્ન અતિકષ્ટ સાધ્ય છે, તેથી મોક્ષાર્થી જીવ તેમાં યત્ન કરવા ઇચ્છે તો પણ તેને વિચાર આવે કે, અધિકારી વ્યક્તિ જ પ્રવૃત્તિ કરે તો ફળની પ્રાપ્તિ થાય; પણ જો પોતે દીર્ધસંસારી હોય કે અભવ્ય હોય અને બહુ આયાસસાધ્ય મોક્ષના ઉપાયભૂત ચારિત્રમાં પ્રવૃત્તિ કરે તો પણ ફળ મળે નહિ, તેથી મોક્ષમાં જવાની ઇચ્છાવાળા જીવો પણ મોક્ષના ઉપાયોમાં પ્રવૃત્તિ કરી શકે નહિ. આ પ્રકારની શંકા વિચારકને થાય તેનું સમાધાન કરતાં ગાથા-૧૭૨માં બતાવેલ છે કે, જીવને ભવ્યત્વ-અભવ્યત્વની શંકાથી જ નક્કી થાય છે કે પોતે ભવ્ય છે, અને જેઓ વિષયોથી વિરક્ત છે અને સર્વ ઉદ્યમથી સંયમમાં યત્ન કરે છે તેઓ આસન્નસિદ્ધિક છે. તેથી પોતે પણ જો મોક્ષમાં જવાની ઇચ્છાવાળો હોય તો નક્કી ભવ્ય છે, અને વિષયોથી વિરક્ત થઇને સંયમયોગોમાં યત્ન કરી શકે તેમ જણાય તો દીર્ધસંસારી નથી, તેવો નિર્ણય કરીને બહુ આયાસસાધ્ય પણ ચારિત્રમાં પ્રવૃત્તિ કરી શકે છે, તે વાત યુક્તિથી ગાથા-૧૭રમાં સ્થાપન કરેલ છે. આ રીતે વિષયોથી નિવૃત્ત થઈને સંયમયોગમાં યત્ન કરવાથી અધ્યાત્મની ક્રમસર વૃદ્ધિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે, એમ ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું. ત્યાં કેટલાક કહે છે કે મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિ વૈરાગ્યથી જ થાય છે, અને વૈરાગ્ય અભુક્તભોગીઓને સંભવે નહિ; પરંતુ બધા ભોગોને ભોગવીને ભક્તિ શાંત થઈ ગઈ છે તેઓને જ વૈરાગ્ય સંભવે. માટે ભોગોને ભોગવીને જ્યારે ચિત્ત તે ભોગોથી વિરક્ત બને ત્યારે જ મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. આ પ્રકારની અર્ધવિચારકની શંકાને સામે રાખીને ગાથા-૧૭૩માં અનેક યુક્તિઓથી બતાવેલ છે કે, ભોગમાં પ્રવૃત્તિ કરવાથી ભોગની ઇચ્છા શાંત નથી પરંતુ વૃદ્ધિ પામે છે; અને વૈરાગ્ય પ્રત્યે ભોગની પ્રવૃત્તિ પ્રાયઃ કરીને કારણ બનતી નથી, પરંતુ કાંઈક વૈરાગ્ય પ્રગટ થયેલો હોય તો તેનો નાશ જ કરે છે. જ્યારે વૈરાગ્યનો ઉપાય તો સંસારના સ્વરૂપનું ચિંતવન કરીને વિષયોથી દૂર રહેવું અને સઆલંબન દ્વારા આત્માને તત્ત્વથી ભાવિત કરવો એ જ છે. આમ છતાં કોઇક જીવવિશેષને

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 400