Book Title: Adhyatmamatpariksha Shabdasha Vivechan Part 03
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

Previous | Next

Page 10
________________ મુખ્ય પદાર્થોનું સંક્ષિપ્ત દિગ્દર્શન આશ્રયીને ભોગોની પ્રવૃત્તિથી પણ વૈરાગ્ય થઈ શકે છે. આથી જ નિયત ભોગકર્મવાળા તીર્થકર ભગવંતો પોતાના ભોગકર્મને જાણીને ભોગમાં પ્રવૃત્તિ કરે છે, અને ભોગ ભોગવવાથી જ વિષયો પ્રત્યે તેમને વિરક્તભાવ વધે છે, અને જયારે ભોગકર્મ નાશ થાય છે ત્યારે સંયમયોગમાં ઉસ્થિત થાય છે તે વખતે, ગૃહસ્થ અવસ્થાના વૈરાગ્ય કરતાં વિશિષ્ટ પ્રકારનો વૈરાગ્ય તીર્થકરોને હોય છે. આ રીતે ભોગોને ભોગવવાથી થાય છે, વૈરાગ્ય અને ભોગોના ત્યાગપૂર્વક આલંબન દ્વારા અને સંસારના સ્વરૂપના ચિંતવન દ્વારા વૈરાગ્ય થાય છે, તે બતાવીને, ગ્રંથકારશ્રીએ સ્યાદ્વાદને જ સ્થાપન કરેલ છે; તો પણ વૈરાગ્યનો ઉપાય તો વિષયોના ત્યાગપૂર્વક સંયમયોગમાં પ્રવૃત્તિ જ રાજમાર્ગરૂપ છે, અને તેનાથી જ મોટાભાગના જીવો કલ્યાણ સાધી શકે છે; જ્યારે ભોગોને ભોગવીને વૈરાગ્યની ઇચ્છાથી ભોગમાં પ્રવૃત્તિ કરે તો પ્રાયઃ કરીને જીવ દુરંત સંસારમાં ભટકે છે, માટે ભોગથી વૈરાગ્ય કે ભોગના ત્યાગથી વૈરાગ્ય એ પ્રકારનો અનેકાંત હોવા છતાં, મુખ્ય પ્રરૂપણા તો ભોગના ત્યાગથી વૈરાગ્ય છે, એ વાત અનેક યુક્તિઓ દ્વારા ગાથા-૧૭૩માં બતાવેલ છે. વળી, તે વાતને જ પુષ્ટ કરવા માટે કહે છે કે, ભોગથી ભોગની ઇચ્છાનો નાશ થશે તે સંદિગ્ધ છે, અને આયુષ્ય કેટલું છે તે નિર્ણય કરવો અશક્ય છે; તેથી જો ભોગની ઇચ્છાના નાશનો અર્થી ભોગમાં પ્રવૃત્તિ કરે તો કદાચ આયુષ્ય ક્ષય થઈ જાય તો, યોગમાર્ગની પ્રવૃત્તિ સંદિગ્ધ થઈ જાય. વળી, પ્રતિક્ષણ અવિરતિપ્રત્યયિક કર્મબંધ પણ ચાલુ છે જે ભાવિમાં બલવાન અનિષ્ટનું કારણ છે, આ પ્રમાણે ભગવાનના વચનથી નિર્ણય કરીને ક્યો વિવેકી જીવ આત્મકલ્યાણ માટે ભોગમાં પ્રવૃત્તિ કરે ? એ પ્રકારનો ઉપદેશ ગાથા-૧૭૪માં બતાવેલ છે. વળી, કોઈને શંકા થાય છે, જેમનું શરીરબળ સારું હોય તેઓ ચારિત્રમાં પ્રવૃત્તિ કરે તે ઉચિત છે, પરંતુ જેઓનું શરીર રોગથી ગ્રસ્ત છે, શરીરબળ અલ્પ છે તેવા જીવો સંસારથી ભય પામેલા હોવા છતાં ચારિત્રમાં કઈ રીતે પ્રવૃત્તિ કરી શકે ? એ પ્રકારની શંકામાં ગાથા-૧૭પમાં યુક્તિથી બતાવેલ છે કે, આવા જીવોએ પણ પોતાની શક્તિને ગોપવ્યા વગર શક્તિને અનુરૂપ ચારિત્રમાં યત્ન કરવો જોઇએ, જેથી તેવા જીવો પણ અવશ્ય ચારિત્રના ફળને પામે છે. વળી, જેઓ પોતાનું બળ અલ્પ છે અને કાળ વિષમ છે એ પ્રકારે ચિંતા કરીને ચારિત્રમાં શક્તિશાળી હોવા છતાં યત્ન કરતા નથી, તેઓ આર્તધ્યાનવાળા છે; અને બાળમરણથી મૃત્યુ પામીને મનુષ્યભવને વ્યર્થ પસાર કરે છે, એ વાત ગાથા-૧૭૬ અને ગાથા-૧૭૭માં બતાવેલ છે. અહીં કોઈને શંકા થાય છે, તો પણ આવા જીવો પોતાના પાપની ગહ કરીને પાપથી બચી શકશે. તેથી શક્તિ પ્રમાણે સમ્યગ યત્ન નહિ કરનારને પાપની ગહ પણ મિથ્થારૂપ છે, એ વાત યુક્તિથી ગાથા૧૭૮માં બતાવેલ છે, અને સાથે સાથે “મિચ્છા મિ દુદAહું' શબ્દની વિશિષ્ટ શાસ્ત્રીય વ્યુત્પત્તિ શું છે અને તેનો પારમાર્થિક અર્થ શું છે, તેનો બોધ પણ ગાથા-૧૭૮માં કરાવેલ છે. વળી, જેઓ સાધુધર્મ પાળવા માટે સત્ત્વવાળા નથી તેવા જીવો સંયમ ગ્રહણ કરીને વેષમાત્ર ઉપર 'જીવે, તેના કરતાં શ્રાવક તરીકે જીવે તે જ શ્રેષ્ઠ છે, એ વાત યુક્તિથી ગાથા-૧૭૯માં બતાવેલ છે.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 400