Book Title: Adhyatma Ratnamala
Author(s): Korshibhai Vijpal Jain
Publisher: Korshibhai Vijpal Jain

View full book text
Previous | Next

Page 8
________________ અ૦ સૈ. સ્વર્ગસ્થ શ્રીમતી રતનબાઈનું સંક્ષિપ્ત જીવન ચરિત્ર. આ ચરિત્રના નિરૂપ્ય શ્રીમતી રતનબહેનને જન્મ કચ્છમાં બિદડા ગામમાં સંવત ૧૯૩૬ માં થયો હતો. તેમના પિતા શેઠ લાધાભાઈ તથા માતુશ્રી માંકબાઈ કચ્છમાં કન્યા કેળવણીને પ્રચાર તે સમયમાં તે નહી જે હોઈ, રતન હેનનો શાળામાં અભ્યાસ નામનો જ હતો પરંતુ સરલ હદયી ગુણાનુરાગી તન હેનને ધર્મની આસ્થા અને ઉત્તમ વિચારોનું શિક્ષણ કુટુંબમાં મળી રહ્યા. સંવત ૧૯૪૯ માં ૧૩ વર્ષની વયે તેમનું લગ્ન કચ્છમાં આસબી નિવાસી શેઠ વીજપાલ ભાઈના સુપુત્ર કરશીભાઈ સાથે થયા. કારશી ભાઈનું વય તે વખતે ૨૦ વર્ષનું હતું. શેઠ વીજપાલભાઈ સરલ પ્રકૃતિના ધર્મ પરાયણ અને પ્રમાણિક હતા. તેમને આ સદગુણ સવશે તેમના સુપુત્ર કરશીભાઈમાં ઉતરી આવ્યા હતા. કરશીભાઇના માતુશ્રી હીરબાઈ પણ ઉદારચિત્ત અને દયાવાન હતા. માતાના આ સગુણ પુત્ર કરશી ભાઈમાં ઉતર્યા. કેરશીભાઈએ રંગુનમાં રહી એક વૈર્યશીલ, સાહસિક અને પ્રમાણિક વ્યાપારીની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી અને સ્વોપાર્જિત દ્રવ્યને અનેક શુભ અને પરમાર્થી કાર્યોમાં–વિશેષે કરી જ્ઞાન પ્રચારમાં સદુપયોગ કરી રહ્યા છે. રતનબહેનને સંવત ૧૫૩ માં રંગુનમાં આવવું બન્યું. રંગુનમાં આવી અભ્યાસ શરૂ કર્યો ! સાથેસાથ નિત્યની ક્રિયાઓ ભક્તિભાવ પૂર્વક કર્યા કરતા હતા જ. શ્રી પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે એમની અનન્ય ભક્તિ હતી. રતનબહેનને એક પુત્ર રવજીભાઈ અને એક પુત્રી પાનબાઈ સાંપડયા. વૈભવ હોવા છતાં સાદું જીવન ગાળનાર,

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 598