Book Title: Adhyatma Ratnamala Author(s): Korshibhai Vijpal Jain Publisher: Korshibhai Vijpal Jain View full book textPage 9
________________ નિરભિમાની, ધર્મ પરાયણ, વિદ્યાવ્યાસંગી આ આદર્શ કુટુંબ ચૌદિશ સુવાસ ફેલાવી રહ્યું. યથા સમયે રવજીભાઈના લગ્ન થયા અને પિતાના બહોળા વ્યાપારમાં પિતાની લાક્ષણિક પ્રવીણતાથી આગળ વધ્યા. રવજીભાઈના સુપુત્ર શાંતિલાલભાઈ અને પુત્રીઓ. ચી. સુંદરબાઈ કેસરબાઈ નિર્મળાબાઈ, રૂક્ષ્મણીબાઈ અને જયવંતીબાઈ શાંતિલાલભાઈને ત્યાં તા. ૨૦-૧૦-૧૯૩૫ ના રોજ પુત્ર રત્ન પ્રાપ્તિ થઈ છે અને તેનું નામ હેમચંદ રાખવામાં આવ્યું છે. - રતન બહેન આ બહોળા કુટુંબના અધિષ્ઠાત્રી દેવી હતા. પુત્રી પાનબાઈ તથા પોત્રીઓને ઉચ્ચ સંસ્કાર પાડવા સદાય તત્પર રહેતા અને પોતે આધુનિક કેળવણીથી વંચિત રહેલા પરંતુ આધુનિક કેળવણીના સુંદર તત્ત્વ ગ્રાહ્ય કરેલા તેથી પિતાના પરિવારને યોગ્ય કેળવણી આપવા આગ્રહ રાખતા. ધર્મપરાયણ શ્રદ્ધાળુ રતન બહેને શ્રી શત્રુંજય શ્રી ગિરનાર અને શ્રી સમેતશિખરજીની મોટી યાત્રા કરી અને અનેક શહેરે અને ગામને જિનાલયોના દર્શન કરી કૃતાર્થ થયા. રતનબહેનના બે વિશિષ્ઠ લક્ષણો હતા. પરેપકાર વૃત્તિ અને વડિલે તરફ પૂજ્યભાવ. દીન હીન જનેને અન્ન અને વસ્ત્ર આપવા એ તેમને નિત્ય ક્રમ હતે. વડિલે તરફનો પૂજ્યભાવ એટલે પ્રબળ હતું કે પિતે છેલ્લા દેશમાં આવ્યા ત્યારે તેમણે પિતાના પૂજ્ય સાસુમા હીરબાઈના ચરણે ધંઈ પીધાં હતાં. સંવત ૧૯૮૩ માં રતનબહેનને કચ્છમાં સ્વજનના લગ્ન પ્રસંગે જવાનું થયું. ત્યાં થોડા દિવસની માંદગી ભોગવી તેમણે સંવત ૧૯૮૩ ને વૈશાખ શુદિ ૧૪ ને શનિવારે પૂલદેહનો ત્યાગ કર્યો. જ્યારે પિતાને એમ લાગ્યું કે હવે આ પૂલદેહ ટકશે નહી ત્યારે રતનબહેને સર્વ કટુંબીજનોને હૃદયથી ખમાવ્યા અને અંત સમયેPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 598