Book Title: Adhyatma Ratnamala
Author(s): Korshibhai Vijpal Jain
Publisher: Korshibhai Vijpal Jain

View full book text
Previous | Next

Page 11
________________ શ્રી સ્તંભનતીર્થ પાર્શ્વનાથ ચરિત્રની ૨૫૦ પ્રત તથા અઝહરા પાર્શ્વનાથની ૨૫૦ પ્રત ભાવનગરની જૈન સસ્તી વાંચનમાળા સંસ્થા પાસેથી ખરીદી વિના મૂલ્ય જ્ઞાનપિપાસુઓને વહેંચવામાં આવી છે. અને તેજ રીતે શ્રી પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથની ૨૫૦ પ્રતે છપાવી વહેંચી છે. - શ્રી અધ્યાત્મ રાનમાળાની પ્રથમ આવૃતિ રતનબહેનના સ્મરણાર્થ છપાવવામાં આવી હતી. સંવત ૧૯૮૫ માં આ ઉત્તમ પુસ્તકની બીજી આવૃતિ છપાવવા સુગ પ્રાપ્ત થતાં બીજી આવૃતિમાં બેન પાનબાઈની શુભેચ્છાથી ભક્તામર, કલ્યાણમંદિર. રત્નાકર પચીશી અને અષ્ટાદશ સૂત્રે પણ તેમાં ઉમેરવામાં આવ્યા. કાળકમે ત્રીજી આવૃતિ છપાણી અને અધુના આ ચતુર્થ આવૃતિ છપાવવાને સુયોગ પ્રાપ્ત થયો છે. આ અધ્યાત્મ રત્નમાળા, શ્રાવિકારત્ન રત્નબહેનનું સુયોગ્ય સંસ્મરણ રહે એવી અભિલાષા પ્રદર્શિત કરી, રત્નાબહેનના પવિત્ર અમરાત્માની શાશ્વત શાંતિ ઈચ્છીએ છીએ. શ્રીમાન શેઠ કોરશીભાઇના વિદ્યાવ્યાસંગી ગુણાનુરાગી કુટુંબમાં જ્ઞાન પ્રચાર કરવાની જ્યોત જવલંતજ રહે છે. તેમના પૌત્ર શ્રીયુત શાંતિલાલભાઈએ “આર્યધર્મ ” પુસ્તકની બે હજાર પ્રત, “મૃત્યુના મહોંમાં અથવા અમરતલાલનું અઠવાડિયું” અને “મસ્તવિલાસ” નામના પુસ્તકોની એક એક હજાર પ્રત વિનામૂલ્ય વહેંચવા છપાવવામાં આવી છે. આ સગુણ સભાગી રતનબહેન સ્વર્ગવાસી થયા પછી શેઠ કરશીભાઇના કુટુંબમાં ભારે દુઃખકારક બનાવ બન્યો. શેઠ કેરશીભાઈના સુપુત્ર શેઠ રવજીભાઈનું સાડત્રીસ વર્ષની યુવાનવયે, સંવત ૧૯૮૯ ના માહ સુદી ૨ ના રોજ અકાળે અવસાન થયું. સ્વર્ગસ્થ રવજીભાઈએ પોતાના સચ્ચારિત્રથી સારી સુવાસ ફેલાવી હતી. ગર્ભશ્રીમંત, વિદ્યાનુરાગી અને ચારિત્ર્યશીલ કુલના

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 598