Book Title: Aashirwad 1967 06 Varsh 01 Ank 08 Author(s): M J Gordhandas, Kanaiyalal Dave Publisher: Aashirwad Prakashan View full book textPage 8
________________ મુનિશ્રી ચંદ્રપ્રભસાગર કે જગતમાં વિજય મેળવનારા માણુ સંયમના પ્રતાપે જ વિજય મેળવી શક્યા છે. એમને જીવનપ્રવાહ એયને પ્રાપ્ત કરી શક્યો તેનું કારણ એ જ કે તેને સંયમના કિનારા હતા. કિનારા એક દિવસની વાત છે. વહી જતી નદીના પાણીએ બે બાજુના કિનારાઓને કહ્યું: “તમે અમારી પડખે છે એટલે અમને સ્વતંત્ર રીતે વિહાર કરવામાં મઝા નથી આવતી ગતિ કરવામાં ને પ્રગતિ કરવામાં સ્વતંત્રતા નથી મળતી વિકાસ કરવામાં વધે અવે છે.” પલા કિનારાઓએ કહ્યું: “હે નદી, અમારું નામ છે સંયમના કિનારા. અમે કિનારા તરીકે હટી જઈશું, તૂટી જઈશું કે મટી જઈશું તે હે પાણી, તમે સાગર સુધી પહોંચી નહીં શકે, પરંતુ ખાડાટેકરા કે વનવગડામાં જ વીખરાઈ જશે. તમને તમારા ધ્યેયબિંદુ સુધી-સાગર સુધી પહોંચાડનાર કોણ છે તે તમે જાણો છો ? અમે કિનારા જ છીએ તમારે અમારો આભાર માનવો જોઈએ કે અમે ભલે થોડે અવરોધ કરીએ છીએ, પણ અમે છીએ તે જ તમે સાગર સુધી પહોંચી શકે છે.” આપણે પણ જે જીવનના કેઈ પરમ લક્ષ્ય સુધી પહોંચવું હશે તો આપણું જીવનની આસપાસ પણ સંયમના કિનારા હોવા જોઈશે જ. આપણે જે આ સંયમના કિનારા તોડી નાખીશું તો જીવનનું જે ધ્યેય છે. જીવનને જે ઊંચા પ્રકારનો ઉદ્દેશ છે, ત્યાં પહોંચી શકીશું નહીં. સંયમ નહીં હોય, મર્યાદાઓ - હી હોય તો જીવનના સામાન્ય ક્ષેત્રમાં જ, જવનના વનવગડામાં જ આપણા જીવનની બધી શક્તિઓ વીખરાઈને વેડફાઈ જશે જેમના જીવનપ્રવાહને સ્વનિર્મિત સંયમને કિનારા હતા એવા મહાપુરુષો જ જીવનના પરમ ધ્યેય સુધી પહોંચી શકયા છે. જેના જીવનની આસપાસ સંયમના કિનારા ન હોય છતાં પણ જીવનક્ષેત્રે પ્રગતિ સાધી શક્યો હોય એવા એક પણ માનવીને દાખલો ઇતિહાસમાં ક્યાંય પણ મળી શકતો નથી. માનવ જીવનને ઇતિહાસ આપણને પોકાર કરીને કહે છે સમર્પણ એક એ શી વરસનો વૃદ્ધ રસ્તાની એક બાજુએ ખાડે છેદીને અખો વાવી રહ્યો હતો. કોઈ કે જઈને પૂછ્યું: “દાદા, તમે આ શું કરે છે? . દાદાએ કહ્યું: “હું અને વાવું છું.' એક ટીખળી મ ગુસે વૃદ્ધની મશ્કરી કરતાં કહ્યું: “ અરે દાદા, તમારે તે આ કેવી માયા લાગી છે? આ અબ વાવો છે તે મોટો થય કયારે, એને ફળ આવે ક્યારે અને તમે તે ખાઓ કયારે? ' ડોસાએ કહ્યું: “ભાઈ, આ માયા નથી. આ તો માનવે માનવને જે અર્પણ કરવાનું છે તે અપનું આ એક તર્પણ છે.” પેલાને સમજણ ન પડી. તેણે કહ્યું: “એટલે શું?' વૃદ્ધે કહ્યું: “રર છે ઉપર આ જે અબા છે તે મારા પુરોગામીઓએ વાવેલા છે. તેમની છાયા આજે હું માણું છું અને તેમની કેરી હું જાઉં છું. ત્યારે મને થયું કે હું પણ એકાદો અખો વાવતો જાઉં કે જેથી ભવિષ્યમાં આવનારી પેઢીને એની છાયા મળે અને સાથે કેરી મળે. આપણે બીજાનો લાભ ઉઠાવ્યો છે, તો સાથે સાથે આપણે બીજાને લાભ આપવાને પણ છે.” આ વાત આપણને સૌને એમ કહી જાય છે. કે આપણે સમાજને કંઈક ખાપતા જવાનું છે. સમાજ પાસેથી લેવામાં મહત્તા નથી, મહત્તા તો આપી જવામાં છે. લેવાનું કામ તો બધાય કરી શકે છે. આપનારા દુનિયામાં વિલ હેાય છે. એક ગૃહસ્થ પિતાની નોકરીમાં રહેલા એક દારૂના વ્યસનીને કહ્યું : “વરશાદના દિવસેને માટે કંઈક બચાવી રાખજે.” થોડા દિવસ પછી માલિકે તેને પૂછયું : “તમે કેટલા પૈસા એકઠા કર્યા છે ?” તેણે કહ્યું : “કંઈ પણ નહિ. આપની આજ્ઞાનુસાર મેં પૈસા એકઠા કર્યા હતા; પરંતુ કાલે ખૂબ જ વરસાદ પડયો તેથી બધા દારૂ પીવામાં તણાઈ ગયા.”Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25