Book Title: Aashirwad 1967 06 Varsh 01 Ank 08
Author(s): M J Gordhandas, Kanaiyalal Dave
Publisher: Aashirwad Prakashan

View full book text
Previous | Next

Page 12
________________ એકાક્ષરી શબ્દ “એમ” (૩) શ્રી શંકરલાલ જ, જાની આવા પરમ તત્વ સંબંધી સહુ વેદ, સ્મૃતિઓ અને પુરાણોનો એક જ પ્રકારનો મત છે. તેવી જ રીતે ભક્તકવિ ગોસ્વામી શ્રી તુલસીદાસજીએ પણ સમસ્ત વિશ્વવિકાસની અભુત લીલાનું મંડાણ કઈ મહાશક્તિના સંચારથી કે ક્યાં કારણે થી થયું છે તેની ઝીણવટભરી શોધ ભૌતિક વિજ્ઞાનશાસ્ત્રીઓ સંપૂર્ણપણે અત્યારના પરિણામવાદી જગત સમક્ષ મૂકે ત્યારે ખરું. પરંતુ ગહનતાના આ પ્રશ્નનો ઉત્તર આર્ય ઋષિવર એ તો માનવ શરીરની પ્રયોગશાળામાંથી આવે છે કે “વિશ્વવિકાસનું આદિ કારણ ઋત છે અને તે જ પરમ પુરુષ છે.” વળી તેમણે ઘેષણું કરીને કહ્યું છે કે સર્વત્ર વ્યાપી રહેલા અંધકાર અથવા શૂન્યમાંથી એ પરમ સત્ય કે વિશ્વના ઉદ્દભવ બીજ સમા ઋતનો આવિર્ભાવ સકળ સર્જનના પ્રાણેકાણુમાં સંચાર પામતા આદિ શબ્દ “એમ' વડે જ થયો છે. એ એકાક્ષરી શબ્દ એમને તેમણે શબ્દબ્રહ્મ તરીકે ઓળખાવ્યો છે; અને ભારપૂર્વક જણાવ્યું છે કે તેના વડે જ સર્વ ગમ્ય કે અગમ્ય વિભૂતિને વિકાસ અને વિશ્વસર્જનને લીલાવિસતાર થયો છે. યુરોપીય વિદ્વાનો પણ જગતના જ્ઞાનભંડારને પહેલું પુસ્તક વેદ હોવાનું સ્વીકારે છે. તે ખાદિ વેદ ઉદ્દગાતા ઋષિવરોએ તમ સારીરમાં નમwાં સતિ સર્વના રૂટનું કહીને જણાવ્યું છે કે “આ વિશ્વના ઉદ્દભવ પહેલાં બધું જ અંધકારમય હતું. તે અલ્પકારની વચ્ચે અને તેથીયે પર અતિ ઓજસ્વી અને મહિમાવાન સર્વને પાદુર્ભાવ થયે હતો. તે સ્વયંભૂ અને સકળ જ્ઞાનસ્વરૂપ સત્યે જ પિતાની ઈચ્છાશક્તિ વડે અંધકારને પડદો ઊંચકીને પિતાની સર્જનશક્તિને ફેટ કર્યો હતો; અને અવ્યક્તરૂપે પોતાનો મહિમા વિસ્તાર્યો હતો. આ અદ્ભુત લીલા વિસ્તાર કર્યો હોવા છતાંયે તે સર્વ સદાયે ઇન્દ્રિયાતીત, અક૯ય, અકર્ય, સર્વસંચારી, અલિપ્ત, અગોચર અને અવિનાશી રહ્યું છે. આ વિષે ભાગવતકાર પણ કહે છે કે :एकस्त्वमात्मा पुरुष: पुराणः ___ सत्यं स्वयंज्योतिरनन्त आद्यः । नित्योऽक्षरोऽजस्रसुखो निरञ्जनः पूर्णोऽद्वयो मुक्त उपाधितोऽमृतः॥ व्यापक एक ब्रह्म अविनाशी सत चेतन धन आनंद रासी । आदि अंत कोउ नासु न पावा मति अनुमान निगम नसु गाया ॥ જગતની ઉત્પતના મહાકારણ સમા આવે પરમ તત્તવને કેર્ટ અખે વડે જોઈ શકતું નથી. ક ન ! વડે સાંભળી શકતું નથી. જીભ વડે ચાખી શકતું નથી. કે વાણી વડે વર્ણવી શકતું નથી. આવા અવર્ણનીય અને અકલ્પનીય તત્તને તેની જ આપેલી નિર્મળ બુદ્ધિ, ધૃતિ, મેધા અને તપ વડે જાણી શકાય છે તેવું સહુ મહર્ષિઓ કહે છે. આર્ય તવેત્તાઓ તેને બ્રહ્મ અથવા ઈશ્વર કહે છે, અને જણાવે છે કે તેના વડે જ વિશ્વ- સર્જનના જરાયુજ, અડજ, સ્વેદY અને ઉભિ જ ૪ આદિ જવાની ચર સૃષ્ટિની અને ઝાડ, પહાડ વગેરે સ્થાવર પદાર્થોની અચર સૃષ્ટિની ઉત્પત્તિ વિકાસ અને વિનાશની ઘટના ઘડાય છે. આવા પરમ બ્રહ્મ-તત્તનું વર્ણન વાણીથી થઈ શકતું નથી, પણ તે વાણી વડે જ પ્રકટે છે, તે માત્ર આત્મસમર્પણ વડે જ તેને અનુભવ થઈ શકે છે, એ અગમ્ય તત્વના શક્તિ સંચારના પરિણામે ઉદ્ભવેલા એકાક્ષરી શબ્દ એમના સતત ઉચ્ચારણથી થતા નાદસંધાન વડે તાદ્રષ્ટાઓએ પહેલવહેલો ગાયત્રી મંત્રનો ઉચ્ચાર કર્યો હતે; અને તેમની ઉજજવળ આત્મતે વિશ્વસર્જનની વિસ્મયતાભરી મહાશક્તિને અનુભવી હતી. વળી કેક અભુત આત્મઉયનના પ્રતાપે તે પરમ તેજસ્ તત્ત્વની ઓળખાણ આપનાર વિવિધ જ્ઞાનના ગાન આદિ તેમણે પૃથ્વી પર સૌથી પહેલાં ગાયાં હતાં. આદિ

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25