Book Title: Vijay Ramchandrasuriji
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Catalog link: https://jainqq.org/explore/249135/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવતે-૨ ૩૩૭ પૂજ્યશ્રીને સંકેત મળી ગયું. તરત જ “બમાવું છું” બોલીને સૌને ખમાવ્યા. સાધુઓએ સઘળું વોસિરાવડાવ્યું. પૂજ્યશ્રીએ હાથ જોડીને બધું સ્વીકારી આત્મગહ કરી સંથારા પિસિની ગાથાઓ સાંભળી અને વીર વીરની રટણ કરતાં ૧૦-૪૦ મિનિટે પરલેક સિધાવ્યા. પટ્ટધર આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરિજી અને અન્ય ઘણા શિષ્યો કાનમાં નવકાર સંભળાવતા હતા અને સ્વર્ગ તરફ પ્રયાણ કર્યું. ભાવ સૂર્યને અસ્ત થયા – જૈનશાસનને તંભ તૂટી પડ્યો. સંઘ ગમગીન બને. ચોતરફ સમાચાર પહોંચી ગયા. ગામેગામથી લેકે ઊભરાયા. મુનિ ભગવતે પ્રબળ શેકમાં ગરકાવ થઈ ગયા. કોણ કોને આશ્વાસન આપે ? કેણ કેને છાનું રાખે ? સહુએ સખત આઘાત અનુભવ્યું. બીજા દિવસે સારાયે નગરમાં પાખી પાળવામાં આવી. બજારે સ્વયં બંધ રહ્યા. પૂજ્યશ્રીની ભવ્ય પાલખી નીકળી. પોલીસેએ ભાવાંજલિ આપી. હજારની ઉછામણથી અંતિમ ક્રિયા થઈ. અગ્નિસંસ્કારના સ્થળે સમાધિમંદિર બનાવી સંઘે પૂજ્યશ્રીની ચરણપાદુકાને પ્રતિષ્ઠિત કરી. જગદ્ગુરુ શ્રી હીરસૂરિ મહારાજા પછી ત્રણ સાધુઓનું સર્જન કરનાર આ મહાન શિલ્પીના ચરણમાં કેટ કેટિ વંદના !! * જૈનશાસનના તિર્ધર, યુગપુરુષ, પરમ ગીતાર્થ, સિદ્ધાંતનિષ્ઠ, સુવિશાળ ગચ્છાધિપતિ, સમર્થ વ્યાખ્યાનવાચસ્પતિ પરમ પૂજ્ય આચાર્યપ્રવર શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ * જન્મ : વિ. સં. ૧૯૫ર ફાગણ વદ ૪, દહેવાણ * વતન : પાદરા (જિ. વડેદરા). * દક્ષા : સં. ૧૯૯૯ પિષ વદ ૧૩, ગંધારતીર્થ. * ગણિ-પંન્યાસપદ : સં. ૧૯૮૭ કારતક વદ ૩, ભાયખલા (મુંબઈ). * ઉપાધ્યાયપદ : સં. ૧૯૯૬ ચૈત્ર સુદ ૧૪, રાધનપુર. * આચાર્યપદ : સં. ૧૯૯૨ વૈશાખ સુદ ૬, મુંબઈ * સ્વર્ગવાસ : સં. ૨૦૪૭ અષાઢ વદ ૧૪, અમદાવાદ. * દક્ષા પર્યાય : ૭૭ વર્ષ અને ૬ મહિના. સુવિશાળ ગચ્છાધિપતિ, જૈનશાસનના મહાન તિર્ધર, યુગપુરુષ, પરમ ગીતાર્થ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ, ૭૮ વર્ષને દીઘપર્યાય પાળી, ૯૬ વર્ષની ઉંમરે, અમદાવાદમાં સં. ૨૦૪૭ના અષાઢ વદ ૧૪ (તા. ૯-૮-૧૯૧)ના રોજ અરિહંત પરમાત્માના ધ્યાનમાં મગ્ન બનીને સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. છેલ્લાં ત્રણ વર્ષથી * 2010_04 Page #2 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ શાસનપ્રભાવક તેઓશ્રીની તબિયત નબળી રહેતી હતી. તેમ છતાં, અપ્રમત્ત રહેતા. તેઓશ્રી રાત્રે માત્ર બે કલાક નિદ્રા લેતા અને ધ્યાનમાં તથા જાપમાં સમય વિતાવતા. આવી વૃદ્ધાવસ્થામાં પણ પૂજ્યશ્રી નવી નવી ગાથાઓ કંઠરથ કરતા. સં. ૨૦૪૬નું ચાતુર્માસ ખંભાતમાં કરી તેઓશ્રી અમદાવાદ પધાર્યા હતા અને અંતિમ શિષ્ય મુનિ શ્રી હિતરુચિવિજ્યજીની દીક્ષા પછી સાબરમતીમાં ચાતુર્માસ માટે પધાર્યા હતા. પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજનું ૭૮ વર્ષનું સુદીર્ઘ દીક્ષાજીવન સંખ્યાબંધ મહત્વની ઘટનાઓથી સભર હતું. પૂજ્યશ્રીનું જીવન એટલે ઈતિહાસ. છેલ્લા સૈકામાં થઈ ગયેલા મહાન જૈનાચાને ઇતિહાસ પૂજ્યશ્રીના જીવનકાર્યની ધ વિના અધૂ ગણાય. - પ. પૂ. ગચ્છાધિપતિના નિકટના સંપર્કમાં આવવાનું મારે છેલ્લાં થોડાં વર્ષોમાં વિશેષ બન્યું. એક રીતે કહીએ તે અમારે સંબંધ જુદી જ ભૂમિકામાં હતું. મારું વતન પાદરા છે. પૂજ્યશ્રી પણ પાદરાના વતની હતા. એક જ ગામના વતની તરીકે અમારો સંબંધ, બીજા ભક્તો જેટલે ગાઢ નહિ તે પણ સહેજ જુદી કેરિને હતે. મારા પિતાજી શ્રી ચીમનલાલ અમૃતલાલ શાહની ઉંમર હાલ ૯૬ વર્ષની છે. તેઓ અને પૂ. આ. શ્રી વિજયરામચન્દ્રસૂરિજી સહાધ્યાયી હતા. તેઓ બંનેનો ઉછેર પાદરા ગામમાં સાથે થયા હતા. પાદરામાં બંનેએ સરકારી (ગાયકવાડી) શાળામાં પ્રથમિક શિક્ષણ સાથે લીધું હતું. મારા પિતાશ્રીનાં એ સમયનાં સંસ્મરણો હજુ પણ તાજા છે. કાળધર્મના ડા દિવસ પહેલાં જ પૂજ્યશ્રીએ પાદરાના વતની શ્રી મોતીલાલ કસ્તુરચંદ સાથે મારા પિતાશ્રીને ધર્મલાભ કહેવડાવ્યા હતા. પૂજ્યશ્રીને જન્મ એમના મોસાળના ગામ દહેવાણમાં વિ. સં. ૧૫ર ના ફાગણ વદ ૪ ના શુભ દિને થયું હતું. એમનું નામ ત્રિભુવન રાખવામાં આવ્યું હતું. એમના પિતાનું નામ છેટાલાલ અને માતાનું નામ સમરથબહેન હતું. બાળક ત્રિભુવનના જન્મ પછી માતા પિયરથી પાદરા આવે તે પહેલાં તે પિતાશ્રી છેટાલાલનું અવસાન થયું. છોટાલાલને બીજા બે ભાઈઓ હતા. છોટાલાલની માતાનું નામ (ત્રિભુવનની દાદીમાનું નામ) સ્તનબા હતું. એમનાં કુટુંબમાં બાળકે જીવતાં નહોતાં. એવા કુટુંબમાં કોઈ બાળક જેવી જાય તેને કોઈની નજર ન લાગે તે માટે વિચિત્ર નામ પાડવાની પરંપરા ગામડાઓમાં હજુ પણ ચાલી આવે છે. આથી બાળક ત્રિભુવનને માતા તથા દાદીમા “સબૂડે” કહીને બોલાવતાં. પાદરામાં ઝંડા બજાર તરફ આવેલી સરકારી શાળા પાસે એક ખડકીમાં તનબાનું કુટુંબ એક નાનકડા ઘરમાં રહેતું. તેઓની આર્થિક સ્થિતિ સાધારણ હતી. થોડા વખત પછી ત્રિભુવનની માતા સમરથબહેન મરકીના રેગમાં મૃત્યુ પામ્યા ત્યારે ત્રિભુવનની ઉંમર સાત વર્ષની હતી. ત્રિભુવને પાદરાની સરકારી શાળામાં અભ્યાસ ચાલુ કર્યો. મારા પિતાશ્રી અને ત્રિભુવન એક વર્ગમાં ભણતા. શાળામાં હજી પીવાના પાણીની વ્યવસ્થા થઈ ન હતી, એટલે છોકરાઓ આસપાસનાં ઘરમાં જઈને પાણી પી આવતા. ત્રિભુવનનું ઘર શાળાની નજીક હતું એટલે કેટલાક જૈન છોકરાએ ત્રિભુવનના ઘરે પાણી પીવા જતા. શાળામાં ત્યારે હેડમાસ્તર તરીકે રણછોડરાય નામના શિક્ષક હતા. બીજા શિક્ષકેમાં વિશ્વનાથ, ભૂલાભાઈ, વલ્લભભાઈ મગનલાલ 2010_04 Page #3 -------------------------------------------------------------------------- ________________ ૩e શ્રમણભગવત-૨ વગેરે હતા. મોહનલાલ નામના એક માસ્તરને એમના ચકલી જેવા નાકને કારણે ગામના બધા લેકે “મેહન ચકલી” અથવા “ચકલી માસ્તર' તરીકે ઓળખાવતા. ભણાવવામાં તેઓ ઘણું હંશિયાર હતા. ત્રણ પેઢી સુધીના વિદ્યાર્થીઓને તેમણે ભણાવેલા. આ ચકલી માસ્તર પાસે મારા પિતાશ્રી સાથે ત્રિભુવને પણ અભ્યાસ કર્યો હતે. શાળામાં અભ્યાસ કર્યા પછી ત્રિભુવનને નોકરીએ બેસાડવામાં આવ્યું હતું. એ વખતે પાદરામાં ચુનીલાલ શિવલાલની અનાજની મેટી પઢી ચાલતી હતી અને રાજસ્થાન તથા ઉત્તર ભારતમાંથી ટ્રેન દ્વારા અનાજ પાદરામાં આવતું. કિશોર ત્રિભુવનની હોંશિયારી જોઈને શેઠ ચુનીલાલે એને રાજસ્થાનમાં બાલેરા ગામે અનાજની ખરીદી માટે મોકલેલો. આવો દૂરને પ્રવાસ જાતે એકલા કરવાને લીધે ત્રિભુવનની હોંશિયારીની વાત પાદરામાં જાણીતી થઈ ગઈ હતી. પણ એને વ્યાવહારિક કેળવણીમાં બહુ રસ ન હતે નવઘરી નામની શેરીમાં આવેલા ઉપાશ્રયમાં સાંજે પાઠશાળા ચાલતી તેના અભ્યાસમાં વધુ રસ પડત. પાદરાની નવઘરી એ જમાનામાં ધર્મ પ્રવૃત્તિઓથી સતત ધબકતી રહેતી. મોટા મોટા આચાર્ય ભગવંતે પાદરા જેવા નાના ગામને ચાતુર્માસને લાભ આપતા. એ. પૂ. શ્રી બુદ્ધિસાગરસૂરિજીએ પણ કેટલાંક ચાતુર્માસ પાદર કર્યા હતાં. એ જમાનામાં પાદરામાં વખતોવખત દીક્ષાના પ્રસંગો ઊભા થતા. જેન સાધુસમાજમાં પાદરાનું ગદાન નાના ગામના પ્રમાણમાં ઘણું મોટું રહ્યું છે. છેલ્લાં પચાસ-સાઠ વર્ષમાં પાદરામાંથી પચાસથી વધુ વ્યક્તિઓએ દીક્ષા લીધી છે. એમાં પાદરાની જેન પાઠશાળાને પણ ઠીક ઠીક ફાળો રહ્યો છે. એ જમાનામાં પાડશાળાને વહીવટ વકીલ મોહનલાલ હીમચંદ તથા ડાયાલાલ વનમાળીદાસ કરતા. પાદરમાં બે દેરાસર છે : નવઘરી પાસેનું શાંતિનાથ ભગવાનનું મોટું દેરાસર અને ઝંડા બજાર પાસે આવેલું સંભવનાથ ભગવાનનું નાનું દેરાસર. ત્રિભુવન નાના દેરાસર પાસે રહેતે એટલે ત્યાં પૂજા કરવા જતે. પણ પાઠશાળા ફક્ત નવઘરમાં હતી, એટલે સાંજના નવઘરમાં ભણવા આવતે. પાદરાના ધાર્મિક વાતાવરણમાં વખતોવખત પધારતા સાધુ ભગવતેની પ્રેક અને ઉધક વાણીને લાભ મળવા ઉપરાંત પાઠશાળાના એક શિક્ષક શ્રી ઉજમશી માસ્તરનું ગદાન પણ ઘણું મોટું હતું. તેઓ કાઠિયાવાડમાં ચોટીલા ગામના વતની હતા. એમની બહેનને પાદરામાં શ્રી કેશવલાલ પ્રેમચંદ સાથે પરણાવ્યાં હતાં. એટલે ઊજમશી માસ્તરને પાદરા આવવાનું વારંવાર થતું. તેમણે મહેસાણાની પાઠશાળામાં અભ્યાસ કર્યો હતો અને ધાર્મિક શિક્ષક તરીકે વ્યવસાયાર્થે પાદરમાં આવીને વસ્યા હતા. કારણ કે તેમને પાદરાનું ધાર્મિક વાતાવરણ ગમી ગયું હતું. તેમને આમા ઘણી ઊંચી કેટિને હતે. શિક્ષક તરીકેની નોકરી કરતાં તેમાં ધર્મભાવના જગવવાની હોંશ તેમનામાં ઘણી હતી. પિતાનાં બાળકિશોર વિદ્યાથી વિદ્યાર્થિનીઓને સૂત્ર, સ્તવને, સખા તેઓ કંઠસ્થ કરાવતા. તેઓ એટલા બધા ઉત્સાહપૂર્વક અભ્યાસ કરાવતા કે વિદ્યાથીઓ ગાથાઓ, સ્તવને, સજ્જાયો હશે હશે કંઠસ્થ કરતા. ઊજમશી માસ્તરને કંઠ બહુ મધુર હતા. તેમના ઉઠ્યારે અત્યંત શુદ્ધ હતા. તેઓ સંગીતના જાણકાર હતા. હારમનિયમ સરસ વગાડતા અને મધુર કંઠે સ્તવને-સમ્બા ગાતા અને વિદ્યાર્થીઓ પાસે 2010_04 Page #4 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ શાસનપ્રભાવક ગવડાવતા. તેઓ કવિ પણ હતા. પિતે નવાં નવાં સ્તવને, સન્નાયે રચતા. તેમની સ્વરચિત કૃતિઓની એક પુસ્તિકા પણ છપાયેલી. વિદ્યાર્થીઓમાં ધર્મભાવના વધારવા માટે ઊજમશી માસ્તર દર પૂનમે તથા રજાના દિવસે પાદરની આસપાસના ગામોમાં પાઠશાળાના વિદ્યાર્થીઓને પગપાળા જાત્રા કરવા લઈ જતા અને ત્યાં દેરાસરમાં રાગરાગિણી સાથે સ્નાત્રપૂજ ભણાવતા. પાદરા પાસે આવેલા કાના કડિયાના ગામ દરાપરા તે મહિનામાં બેત્રણ વાર જાત્રા માટે જવાનું થતું. પાદરાની જેમ દરાપરા પણ ત્યારે ધાર્મિક પ્રવૃત્તિઓથી ગુંજતું. ઊજમશી માસ્તર દરાપરાની પાઠશાળામાં ભણાવવા પણ જતા. ઊજમશી માસ્તરને આ વ્યવસાય નિમિતે પિતાને પણ એટલે બધે ધર્મને રંગ લાગ્યું કે વખત જતાં તેમણે શિક્ષકને વ્યવસાય છેડી પૂ. આ. શ્રી નીતિસૂરિજી પાસે દીક્ષા ગ્રહણ કરીને મુનિ શ્રી ઉદયવિજયજી બન્યા હતા. સમય જતાં આચાર્યની પદવી ધારણ કરીને પૂ. ઉદયસૂરિજી બન્યા હતા. મારા પિતાશ્રી જ્યારે પણ પ. પૂ. શ્રી રામચંદ્રસૂરિજીને વંદનાથે મળતા ત્યારે ઊજમશી માસ્તરને અચૂક યાદ કરતા. ત્રિભુવનને બાલ્યકાળમાં અને કિશોરાવસ્થામાં પંચપ્રતિક્રમણનાં સૂત્ર તથા જીવવિચાર, નવતત્તવ ઇત્યાદિ સૂત્રે અને સ્તવને તથા સઝાય કંઠસ્થ કરવાનો ઉત્સાહ જાગ્યો, તેમાં આ ઊજમશી માસ્તરનું યોગદાન પણ ઘણું મોટું હતું. ઊજમશી માસ્તરે ત્રિભુવનને ઉપાધ્યાય શ્રી યશોવિજ્યજી કૃત સમકિતની સડસઠ બેલની સજઝાય સરસ પાકી કરાવી હતી. એની પરીક્ષામાં ત્રિભુવન પ્રથમ નંબરે આવ્યું હતું. કિશોર ત્રિભુવન ધર્મ–અભ્યાસમાં ઘણે તેજસ્વી હતું. સાધુ ભગવંતના સંપર્કને લીધે દીક્ષા લેવાના કોડ એના મનમાં જન્મ્યા, પરંતુ એના દાદીમા, એનાં કાકાએ એને દીક્ષા લેતા અટકાવતા હતા. કારણ કે ત્રણ ભાઈઓ વચ્ચે આ એક જ દીકરે . ત્રિભુવનના પિતાના એક કાકાએ તે ત્રિભુવન જે દીક્ષા ન લે તે પિતાની દુકાન ત્રિભુવનના નામ પર કરી આપવાનું પ્રલેભન પણ બતાવ્યું હતું. પરંતુ એથી ત્રિભુવન જરા પણ આકર્ષિત થયે ન હતે. ત્રિભુવનના એક મામાએ એવી દલીલ કરી કે તારે દીક્ષા લેવી હોય તે લેજે, પરંતુ તારાં નવાં સિવડાવેલાં કપડાં ફાટી જાય પછી દીક્ષા લેજે. જવાબમાં ત્રિભુવને કહેલું કે કાતર આપે તે હમણાં ફાડી નાખું ! ત્રિભુવનને સમજાવવા માટે કાકાએ પાદરાના એક વકીલને કહ્યું. વકીલ ત્રિભુવનને પાદરાના પારસી ન્યાયાધીશ નાનાભાઈ પેસ્તનજી નવસારીવાલા પાસે લઈ જઈને દક્ષા ન લેવા માટે સમજાવવા વિનંતી કરી. પરંતુ એ ન્યાયાધીશ પણ ત્રિભુવનની દલીલ આગળ નિરુત્તર થઈ ગયા અને કહ્યું કે આ બેકરે દીક્ષા લીધા વગર રહેશે નહિ. એ દિવસમાં ગાયકવાડી રાજ્યમાં દીક્ષા અંગે કેટલાક કડક ધારાઓ હતા. એમાં ત્રિભુવનને સગાઓએ છાપામાં નેટિસ છપાવી હતી કે ત્રિભુવનને કેઈએ દીક્ષા આપવી નહીં. જે કઈ દીક્ષા આપશે તેની સામે કાયદેસર પગલાં લેવામાં આવશે. કિશોર ત્રિભુવને દીક્ષા લેવાને અડગ નિશ્ચય કર્યો હતે. પરંતુ કેની પાસે દીક્ષા લેવી એ નિર્ણય હજુ થઈ શક્યો ન હતો. બીજી બાજુ ત્રિભુવનની દીક્ષા અંગે કાયદેસરની ચેતવણી પછી દીક્ષા આપવાની બાબતમાં સાધુ ભગવંતે પણ વિમાસણ અનુભવતા. ત્રિભુવનને પૂ. દાનવિજયજી મહારાજનું ચાતુર્માસ પાદરા પાસે દરાપરામાં થયું તે 2010_04 Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રમણુભગવંતો-૨ ૩૧ વખતે ઊજમશી માસ્તર સાથે વારંવાર દરાપરા જવાને લીધે પૂ. શ્રી દાનવિજયજી મહારાજ તથા તેઓશ્રીના શિષ્ય પૂ. પ્રેમવિજયજી મહારાજ સાથે ગાઢ સંપર્ક થયો. પોતાની દાદીમાની હયાતી સુધી દક્ષા ન લેવાનો વિચાર જ્યારે એણે પૂ. શ્રી પ્રેમવિજયજી મહારાજ પાસે વ્યક્ત કર્યો ત્યારે મહારાજશ્રીએ એટલું જ કહ્યું કે, “ત્રિભુવન ! કાળની કેને ખબર છે? કોને ખબર છે કે તું પહેલાં જઈશ કે દાદીમા પહેલાં જશે ?' પૂ. પ્રેમવિજયજી મહારાજનું આ વાકય ત્રિભુવનના હૃદયમાં સંસરવું ઊતરી ગયું અને વહેલી તકે દીક્ષા લેવાનું નક્કી કર્યું. એણે થોડા વખત પછી વડોદરામાં પૂ. પ્રેમવિજયજી મહારાજ પાસે જઈ પિતાની દીક્ષાનું મુહૂર્ત કઢાવ્યું. પરંતુ એ માટે સમય એ છે હતે. (એ છે હોય એ જરૂરી પણ હતું.) દીક્ષા ચૂપચાપ લેવી હતી. દીક્ષા વડોદરા રાજ્યની હદની બહાર આપવામાં આવે તે તાત્કાલિક કાયદાને કેઈ પ્રશ્ન ઊભું ન થાય. એટલે પૂ. પ્રેમવિજયજી મહારાજે ત્રિભુવનને દીક્ષા માટે બ્રિટિશ સરહદમાં આવેલા જબુસર ગામે પહોંચવાનું કહ્યું. માસર રોડ પહોંચી, ત્યાંથી પગે ચાલીને જંબુસર જવાનું હતું. ત્રિભુવન વિશ્વામિત્રીથી ટ્રેનમાં બેઠે. રસ્તામાં પાદરા સ્ટેશન આવતું હતું. મુસાફરોની ચડઊતરમાં પિતાના ગામના કેઈ માણસ પોતાને જોઈ ન જાય તે માટે પાદરા સ્ટેશન આવતાં પહેલાં ત્રિભુવન પાટિયા નીચે સૂઈને સંતાઈ ગયે. સાંજના માસર રેડ ઊતરીને, પગપાળા ચાલીને તે જંબુસર રાતના સાડા અગિયાર વાગે પહોંચ્યા. ઉપાશ્રયમાં જઈને એણે મોટા મહારાજને બધી વાત જણાવી. બીજે દિવસે આમેદમાં દીક્ષા આપવાનું વિચારાયું હતું, પરંતુ ત્યાં પણ ઉપાશ્રયમાં ત્રિભુવનનાં દરનાં એક કાકી ત્રિભુવનને જોઈ ગયાં. એટલે આમેદમાં દીક્ષા આપવાનું માંડી વાળવામાં આવ્યું અને જેની વસતી વગરના તીર્થધામ ગધારમાં દીક્ષા આપવાનું નક્કી થયું. મુનિ મંગળવિજયજીએ એ કાર્ય માટે હિંમત દર્શાવી. તેઓ તથા મુનિ નવિજ્યજી તથા મુનિ પ્રકાશવિજયજી કિશોર ત્રિભુવનની સાથે ૧૯ માઈલને વિહાર કરી ધાર પહોંચ્યા. ગંધારમાં દીક્ષાના મુહૂર્તને સમય થઈ ગયો હતો અને મુંડન માટે ગામમાંથી હજામને આવતાં વાર લાગી તે ત્યાં સુધીમાં મુનિ મંગળવિજયજીએ પોતે કેશલેચ ચાલુ કરી દીધું હતું. હજામ આવી પહોંચતાં મુંડન થયું. આ રીતે પાંચ-સાત જણ વચ્ચે ત્રિભુવનને દીક્ષાવિધિ ગુપ્ત રીતે થઈ ગયે અને નામ મુનિશ્રી રામવિજયજી રાખવામાં આવ્યું. દીક્ષા પછી મુનિશ્રી મંગળવિજયજી મહારાજ નવદીક્ષિત સાધુ સાથે વિહાર કરીને ભરૂચ પહોંચી ગયા. આ બાજુ પાદરામાં દીક્ષાના સમાચાર પહેાંચતાં ત્યાં બહુ ખળભળાટ મચી ગયો. સગાસંબંધીઓમાં આ અંગે તુરત કાયદેસર પગલાં લેવાની વાત થઈ. બીજી બાજુ દીક્ષિત ત્રિભુવનને બળજબરીથી ઉઠાવીને ઘરે લઈ આવવાની વાત પણ વિચારાઈ. અલબત્ત, દક્ષિાના સમાચાર સાંભળ્યા પછી દાદીમા રતનબાનું હૈયું કંઈક ઢીલું પડયું. તેમણે ત્રિભુવનને પાછો લઈ આવવા માટે જનારા સગાઓને આ બાબતમાં કંઈ ઉગ્ર બોલાચાલી કે ઝપાઝપી ન થાય તેવી રીતે વર્તવા વિનંતિ કરી. સગાઓ ભરૂચ પહોંચ્યા, પણ નવદીક્ષિત રામવિજયજી મહારાજ તો પિતાના નિર્ણયમાં મક્કમ હતા એટલે સગાઓનું બહુ ચાલ્યું નહીં. 2010_04 Page #6 -------------------------------------------------------------------------- ________________ ૩૪ર શાસનપ્રભાવક તેઓ નિરાશ થઈને પાદરા પાછા ફર્યા. દાદીમા રતનબેને બધી વાત કરી. બનેલી પરિસ્થિતિ સાથે હવે મનથી સમાધાન કરવા સિવાય તેમને માટે બીજે કંઈ રસતે રહ્યા ન હતા. દીક્ષા પછી શ્રી રામવિજયજી મહારાજે સ. ૧૯૬૯નું પ્રથમ ચાતુર્માસ સિનેર ગામમાં કર્યું. એ વખતે વ્યાખ્યાનની જવાબદારી શ્રી દાનવિજયજી મહારાજની હતી. પરંતુ એક દિવસ પૂ. શ્રી દાનવિજયજીની તબિયત સારી ન હતી ત્યારે એમના ગુરુદેવ વડીલ પંજાબી મહારાજ ઉપાધ્યાય શ્રી વીરવિજયજી મહારાજે નૂતન સાધુ શ્રી રામવિજયજીને વ્યાખ્યાન આપવા માટે ફરમાયું, કારણ કે શ્રી રામવિજયજીમાં એ શક્તિ એમણે નિહાળી હતી. પાટ ઉપર બિરાજી વ્યાખ્યાન આપવાને શ્રી રામવિજયજી માટે આ પહેલા જ પ્રસંગ હતે. પિતે ના પાડી છતાં પૂ. ગુરુભગવંની આજ્ઞા થતાં એ જવાબદારી સ્વીકારવી જ પડી. કયા વિષય પર વ્યાખ્યાન આપવું એનો વિચાર કરી લીધું. સમકિતના સડસઠ બેલની સક્ઝાય પિતાને કંઠસ્થ હતી એના વિવેચન રૂપે તેઓશ્રીએ સરસ વ્યાખ્યાન આપ્યું. પૂ. ઉપાધ્યાય શ્રી વીરવિજયજીએ એ વ્યાખ્યાન સાંભળીને તે વખતે આગાહી કરી કે રામવિજયજી ભવિષ્યમાં એક સમર્થ વ્યાખ્યાતા થશે અને પિતાના વિષયને તર્કબદ્ધ રીતે શ્રેતાઓ સમક્ષ રજૂ કરવાની ક્ષમતા ધરાવશે. મુનિશ્રી રામવિજ્યજીને દીક્ષાના પહેલા વર્ષે જ શરીરમાં પિત્તપ્રકોપને કારણે દાહની અસહ્ય વેદના થઈ હતી. પરંતુ તે વખતે તેમણે ચિત્તની પૂરી સમાધિ જાળવી હતી. ત્યાર પછી પણ પિત્તને કારણે જ્યારે જ્યારે દાહ ઉપડતા ત્યારે તેઓશ્રી પૂરી સ્વસ્થતા ધારણ કરતા. પૂ. શ્રી રામવિજયજી મહારાજે સં. ૧૯૭૦ તથા ૭૧ના ચાતુર્માસ પૂ. ગુરુદેવ સાથે ભાવનગરમાં કર્યો. તે દરમિયાન “કમ્મપયડીને અભ્યાસ ગુરુદેવ પાસે કર્યો. ત્યાર બાદ પોતાના ગુરુ ભગવંતે સાથે જ વિહાર કરતા રહ્યા. પ્રત્યેક માસામાં તેઓશ્રીના વિદ્યાભ્યાસ માટે પંડિતોની વ્યવસ્થા કરવામાં આવતી. પરિણામે, પૂજ્યશ્રીને શાસ્ત્રીય અભ્યાસ ઘણે ઊંડો થયે. તેઓશ્રીની બુદ્ધિશક્તિ ઘણું ખીલી. દીક્ષાના સાતમા વર્ષથી તેઓશ્રી સરસ વ્યાખ્યાન આપતા થઈ ગયા. એટલી યુવાન વયે પણ પૂજ્યશ્રીના વ્યાખ્યાનને પ્રભાવ શ્રોતાઓ ઉપર જબરદસ્ત પડતે, જે જીવનના અંત પર્યત રહો. એ તે હવે સર્વવિદિત વાત બની ગઈ છે કે પૂ. શ્રી રામવિજયજી મહારાજની વાણીને પ્રભાવ શ્રોતાઓ ઉપર એટલે બધે પડતો કે તે સાંભળીને કેટલાંકના હૃદયમાં તરત જ ત્યાગ-વૈરાગ્યને ભાવ ઊભરાઈ આવે. કેટલાકને દીક્ષા લેવાનું મન થતું. પૂજ્યશ્રીના સંપર્કમાં આવતી વ્યક્તિ ઉપર જાણે કે કઈ પવિત્ર જાદુઈ અસર થતી અને એમની પાસે દીક્ષા લેવાનું મન થઈ આવતું પૂ. શ્રી રામવિજયજી મહારાજનું પિતાનું ચારિત્ર એટલી ઊંચી કોટિનું હતું, શાસ્ત્રાભ્યાસ એટલે શું હતું, તર્કશક્તિ અને વિષયને રજૂ કરવાની શૈલી એટલી પ્રભાવક હતી અને એટલે અપાર વાત્સલ્યભાવ ધરાવતું વ્યક્તિત્વ હતું કે તેઓશ્રીના પરિચયમાં આવનાર વ્યક્તિ હોંશે હોંશે દીક્ષા લેવાને ઉમંગ ધરાવતે. યુવાન વયે જ અમદાવાદના કેટચાધિપતિ શેઠ શ્રી જેથી તેઓશ્રી પાસે દીક્ષા લીધી હતી. એ ઘટનાએ અનેક લોકોને આશ્ચર્યચકિત કરી દીધાં હતાં. આવા તે બીજા અનેક પ્રસંગ બન્યા. પિતાના સ્વજન ઘર છોડીને દીક્ષા લે એ ઘટના 2010_04 Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે-ર ૩૪૩ કઈ પણ કુટુંબને વ્યવહારુ દષ્ટિએ ન ગમે એ દેખીતી વાત છે. પૂ. શ્રી રામવિજયજી મહારાજ પાસે દીક્ષા લેનારાઓની સંખ્યા વધતી જતી હતી. એ સંજોગોમાં દીક્ષા વિધી વાતાવરણ પ્રસરે એ સ્વાભાવિક હતું. પિતાના પતિએ પૂ. શ્રી રામવિજ્યજી પાસે દીક્ષા લીધી હતી એના વિરોધમાં રતનબાઈ નામની એક મહિલાએ એક જાહેર સભામાં શ્રી રામવિજયજી પાસે જઈને મારે પતિ મને પાછો આપ.” એમ કહીને શ્રી રામવિજયજીનાં કપડાં ખેંચવા પ્રયત્ન કર્યો હતા. આ ઝગડો કેર્ટ સુધી ગયો હતો અને કેટે પૂજ્યશ્રીને નિર્દોષ જાહેર કર્યા હતા. તેઓશ્રી ઉપર થયેલાં આવા જુદાં જુદાં કારણોસર, જુદાં જુદાં સ્થળે ત્રીસેક વાર કેટેમાં જુબાની આપવાના પ્રસંગે ઊભા થયા હતા, અને દરેક વખતે પૂજ્યશ્રી નિર્દોષ જાહેર થયા હતા. સં. ૧૯૭૧નું ચાતુર્માસ અમદાવાદ વિદ્યાશાળામાં કર્યું હતું. આઝાદી પૂર્વેના એ દિવસે હતા. ચાનું વ્યસન લેકમાં વધતું જતું હતું. એ વખતે ચાને વિરોધ પણ સખત થતો હતો. એ જમાનામાં અમદાવાદમાં રીચી રોડ (ગાંધી માર્ગ ) પર આવેલી બે જાણીતી હોટલમાં આખો દિવસ ચા પીનારાઓને ધસારે રહેતું, જેમાં જેનોની સંખ્યા પણ મોટી હતી. સાથે અભય પણ ખવાતું. હાલમાં રેજનું સત્તર મણ દૂધ વપરાતું. એ વખતે શ્રી રામવિજ્યજી મહારાજે એની સામે ઝુંબેશ ઉપાડી હતી. ઠેર ઠેર પ્રવચને કર્યા હતાં અને એ પ્રવચનને પ્રભાવ લેકે ઉપર એટલે બધે પડ્યો હતો કે હોટલની ઘરાકી એક્ટમ ઘટી ગઈ અને રજના સત્તર મણ દૂધને બદલે બેત્રણ મણ જેટલું દૂધ વપરાવા લાગ્યું. આજે તે ચાના વ્યસનને કેઈ વિરોધ રહ્યો નથી, પણ એ જમાનામાં શ્રી રામવિજ્યજી મહારાજની વાણીનો પ્રભાવ કેટલે બધે હતો તે આ ઘટના સૂચવે છે. એ જ વર્ષે પ્રાણીહિંસાની એક બીજી વિચિત્ર ઘટના પણ અમદાવાદમાં બની હતી. અમદાવાદમાં તે સમયે કૂતરાઓને ત્રાસ વધતું જતું હતું. એ ત્રાસમાંથી બચવું હોય તે કૂતરાઓને મારી નાખવા જોઈએ એ એક વિચાર વહેતે થયો હતો. આવા વિચારને જેનસમાજ સ્વીકારે જ નહિ, બલ્ક એને સખત વિરોધ કરે એ દેખીતું છે. પરંતુ શરમજનક ઘટના તે એ બની કે પાશ્ચાત્ય કેળવણી લીધેલા એક સુધારાવાદી નાસ્તિક જેન ઉદ્યોગપતિએ લેકની લાગણીને વધુ દૂભવવા માટે જાણી જોઈને સંવત્સરીના પવિત્ર દિવસે જ પિતાના બંગલાના કમ્પાઉન્ડમાં સાઠ જેટલા કૂતરાઓને મરાવી નાખ્યા. આ ઘટનાનો જબરદસ્ત વિરોધ થયો. કૂતરા માવાની હિમાયત કરનારા સામે પૂ. શ્રી રામવિજ્યજી મહારાજે પ્રખર આંદોલન ઉપાડ્યું હતું. પરિણામે આ હિંસક પ્રવૃત્તિ આખરે બંધ થઈ હતી. એવી જ રીતે, સં. ૧૯૭૬નું વર્ષ અમદાવાદ માટે મહત્ત્વનું બની ગયું. અમદાવાદમાં નવરાત્રિના દિવસે દરમિયાન માતાજીને ઉત્સવ થતો અને દશેરાને દિવસે ભદ્રકાળી માતાના મંદિરમાં બલિ તરીકે એક બકરનો વધ કરવાનો રિવાજ ચાલ્યા આવતા હતા. અમદાવાદ જેવી ધર્મનગરીમાં ધર્મના નામે એક પંચેન્દ્રિય જીવનો વધ કરવામાં આવે એ અસહ્ય હતું. એ બંધ કરાવવા માટે પૂ. શ્રી રામવિજયજી મહારાજે અમદાવાદમાં ઉગ્ર આંદોલન ચાલુ કર્યું. પિળે પિળે જઈને પિતાનાં પ્રવચનમાં આ જ વિષય પર ભાર મૂક્યો અને આ હિંસક પ્રવૃત્તિ બંધ કરવા માટેના બધા જ ઉપાય અજમાવી દેવા માટે ઉબોધન કર્યા. આ આંદોલનને 2010_04 Page #8 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક પરિણામે સમગ્ર અમદાવાદમાં ઠેર ઠેર આ જ ચર્ચા થવા માંડી. એમાં અહિંસાપ્રેમી હિંદુઓ પણ જોડાયા. અમદાવાદમાં માણેકચોકમાં ૫૦ હજારની મેદની સમક્ષ પૂ. શ્રી રામવિજ્યજી મહારાજે જોરદાર પ્રવચન કર્યું. એથી અમદાવાદમાં મોટું આંદોલન સજયું. બીજી બાજુ સંઘ તરફથી કોર્ટનો આશ્રય લેવામાં આવ્યું અને કાનૂની કાર્યવાહી પણ કરાવાઈ. પરિણામે ભદ્રકાળી માતાના મંદિરના પૂજારીઓ ગભરાઈ ગયા. વિજયાદશમીના દિવસે ભદ્રકાળી માતાના મંદિર આગળ આ હિંસક પ્રથા અટકાવવા હજારે માણસે એકત્ર થઈ ગયા. આવા પ્રચંડ વિરોધની સામે પૂજારીઓને નમતું જોખવું પડ્યું અને બેકડાને વધ થઈ શક્યો નહીં. લેકેએ હર્ષના પિકારે કર્યા. ત્યારથી ભદ્રકાળીના મંદિરમાં બકરાના વધની પ્રથા કાયમ માટે કાયદેસર બંધ થઈ ગઈ. એ દિવસોમાં જૈનશાસનમાં એક વિચિત્ર ઘટના બનવા પામી હતી. લાલન નામના પંડિત ઘણા વિદ્વાન હતા. એમનાં પ્રવચનને પ્રભાવ લેકે પર બહુ સારે પડ્યો હતે. એમને એક જુદી કેટિને અનુયાયી વર્ગ ઊભો થવા લાગ્યા હતા. એમના શિષ્યોમાં શિવજીભાઈ નામના એક શિષ્ય મુખ્ય હતા. લાલન જ્યાં જતા ત્યાં “લાલન મહારાજની જયના જયનાદ એમના ભક્તજને પિકારતા. એમના અનુયાયી વર્ગને પંડિત લાલન પ્રત્યેની ભક્તિને અતિરેક એટલી હદ સુધી વધી ગયે કે તેઓ તેમને તીર્થકર તરીકે માનતા. એક દિવસ લાલન મહારાજની એમના ભક્તોએ સિદ્ધગિરિ શત્રુંજયની તળેટીમાં પચીસમાં તીર્થકર તરીકે આરતી ઉતારી. આ ઘટનાએ જેને સમાજમાં ઘણે ખળભળાટ મચાવી દીધો. તે સમયે આગમ દ્ધારક શ્રી સાગરાનંદજી મહારાજે આ ઘટનાને સખત વિરોધ કર્યો હતો. પૂજ્યશ્રી રામવિજયજી મહારાજે પણ આ ઘટના સામે આંદોલન જગાવ્યું. એમણે પૂ. સાગરજી મહારાજ સાથે વિચારવિનિમય કરીને આ બાબતમાં કંઈક કરવું જોઈએ તે નિર્ણય કર્યો. એ સમયે શ્રી સાગરાનંદજી મહારાજના ભક્તોએ લાલન-શિવજી સામે આ બાબત અંગે અદાલતમાં કેસ દાખલ કર્યો. અદાલતમાં જુબાની આપવા માટે છાણથી ઉગ્ર વિહાર કરીને પૂ. સાગરજી મહારાજ સુરત આવી પહોંચ્યા. શાસ્ત્રના આધારે એમણે આપેલી સમર્થ જુબાનીને કારણે અદાલતને ચુકાદ લાલન-શિવજીની વિરુદ્ધ આવે. એમ કહેવાય છે કે પંડિત લાલનને પિતાને તીર્થકર તરીકે ઓળખાવવાની કઈ ઈચ્છા ન હતી, પરંતુ ભક્તના આગ્રહને તેઓ વશ થઈ ગયા હતા. એ માટે એમને પશ્ચાત્તાપ થયું હતું. ત્યાર પછી તે પંડિત લાલન અમદાવાદમાં પૂ. શ્રી રામવિજયજી મહારાજના વ્યાખ્યાનમાં આવતા અને એ સાંભળીને તેમણે પિતાની ભૂલ માટે પશ્ચાત્તાપ પણ વ્યક્ત કર્યો હતો અને તેમના હૃદયનું પરિવર્તન થયું હતું. દેવદ્રવ્ય, બળદીક્ષા, વ્યવહારુ કેળવણી, સમાજસુધારે, તિથિચર્ચા વગેરે વિષયમાં પૂ. શ્રી રામવિજયજી મહારાજ પિતાના વિચારે મેક્ષના લક્ષ્યની દૃષ્ટિથી તત્ત્વદર્શન અને શાસ્ત્રના આધારે સટ રીતે રજૂ કરતા, પરંતુ ફક્ત વર્તમાન વ્યવહારુ ઉપગી દષ્ટિથી જ વિચારતા લેકે સાથે આવા વિષયમાં વૈચારિક સંઘર્ષ થાય અને તેના આઘાત-પ્રત્યાઘાત પડે એ સ્વાભાવિક છે. પિતાના જીવનકાળ દરમિયાન પૂ. શ્રી રામચંદ્રજી મહારાજે આવા ઘણું ઝંઝાવાતે જોયા હતા અને દરેક પ્રસંગે તેઓશ્રી જરા પણ ચલાયમાન થયા નહતા. પિતાના 2010_04 Page #9 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૨ વિચાર અને પિતાના નિર્ણયમાં તેઓશ્રી અડગ રહ્યા હતા. આવી નીડરતાને કારણે એમને કેટલીક વાર સહન પણ કરવું પડતું. પરંતુ તે તેઓશ્રી નિર્ભયતાથી સહન કરતા. ખૂન કરવાની ધમકીના પત્ર સુધાં એમના પર આવતા અને તેથી તેઓશ્રીના ગુરુદેવ શ્રી પ્રેમવિજ્યજી રાત્રે ઉપાશ્રયમાં તેઓશ્રીના સંથારાનું સ્થાન બદલાવી નાખતા. એમની વહેરવા માટેની ગોચરમાં ઝેર ભેળવી દેવાશે એવી અફવાઓ પણ ઊડતી. એટલા માટે એમના એક શિષ્ય શ્રી ચારિત્રવિજયજી ભક્તિભાવપૂર્વક સ્વેચ્છાએ પહેલાં પિતે ગોચરી વાપરી પછી જ પૂજ્યશ્રીને વાપરવા આપતા. પૂ. શ્રી રામવિજયજી મહારાજની યુવાન વયે આવી કેટલીક કનડગત છેડે સમય ચાલેલી. પૂ. આચાર્ય ભગવંતે ગુજરાત અને રાજસ્થાન ઉપરાંત દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, બંગાળ, કલકત્તા, સમેતશિખર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક જેવા વિસ્તારમાં સ્થળે સ્થળે વિહાર કરી પિતાની પ્રભાવક વાણીને લાભ અનેક લેકેને આપ્યું હતું. અમદાવાદના પ્રેમાભાઈ હાલમાં ‘રામાયણમાં સંસ્કૃતિને આદર્શ' ઉપરનાં તેમનાં વ્યાખ્યાને, પાવાપુરીમાં ભગવાન મહાવીર સ્વામીના જીવનચરિત્ર પરનાં વ્યાખ્યાને, રાજગૃહીમાં આગમ સૂત્ર ઉપરની વાચના અને વ્યાખ્યાન વગેરેએ અનેક લેકેને આકર્ષિત કર્યા હતાં. પૂજ્યશ્રીના વ્યાખ્યાનમાં કોઈ પણ વ્યક્તિને કોઈપણ વિષય ઉપર પ્રશ્ન પૂછવાની છૂટ રહેતી અને કેટલીક વાર તો આખું વ્યાખ્યાન પ્રશ્નોત્તરી રૂપ બની જતું. તેઓશ્રી વ્યાખ્યાનમાં ક્યારેય માઈક વાપરતા નહિ. યુવાન વયે તેઓશ્રીને અવાજ એટલો બુલંદ હતું કે હજારોની મેદની તેમનું વ્યાખ્યાન શાંતિપૂર્વક સાંભળતી. વૃદ્ધાવસ્થામાં જીવનના અંત સુધી એમણે કયારેય વ્યાખ્યાન આપવાની બાબતમાં પ્રમાદ સેવ્યું નથી. અશક્તિ હોય, તબિયત નાદુરસ્ત હોય તે પણ તેઓશ્રી પાટ ઉપર બિરાજમાન થઈ અચૂક વ્યાખ્યાન આપતા. છેલ્લાં કેટલાંક વર્ષોમાં તો પૂજ્યશ્રીને અવાજ બધા શ્રોતાઓ સુધી પહોંચતો નહિ, તે પણ શ્રોતાઓ સંપૂર્ણ શાંતિ જાળવીને એમના શબ્દ પકડવા પ્રયત્ન કરતા. કેટલાક લોકોને એમના પ્રત્યે એ દઢ ભક્તિભાવ રહે કે પિતાને વ્યાખ્યાનમાં કશું સ્પષ્ટ સાંભળવા ન મળે તે પણ એમના પવિત્ર મુખારવિંદનાં દર્શન કરીને પણ તેઓશ્રી અને ઉત્સાહ અનુભવતા. પૂ. આચાર્ય ભગવંત જ્યાં જ્યાં વિચર્યા ત્યાં ત્યાં એમના પગલે પગલે અંજનશલાકા, પ્રતિષ્ઠા, રીક્ષા, વડી દીક્ષા, પદવી પ્રદાન, જિનમંદિરની વર્ષગાંડ, રથયાત્રા, તીર્થંકર પરમાત્માનાં કલ્યાણકેની તથા અન્ય પર્વોની ઉજવણી ઇત્યાદિ પ્રકારના ઉસે સતત જતા રહ્યા હતા. પૂજ્યશ્રીની પ્રેરણાથી સંધ અને શાસનનાં ઘણાં મહત્ત્વનાં કાર્યો સ્થળે સ્થળે થયાં છે. પિતાના સુદીર્ઘ જીવનકાળ દરમિયાન તેઓશ્રીના હાથે અંજનશલાકા, પ્રતિષ્ઠા કે દીક્ષાના પ્રસંગો વર્તમાન સમયમાં જેટલા થયા છે એટલા અન્ય કેઈથી થયાનું જાણ્યું નથી. ખંભાતમાં એકસાથે ૨૪ અને અમલનેરમાં એક સાથે ૨૬ વ્યક્તિઓએ એમની પાસે દીક્ષા લીધી હતી. આ એક આશ્ચર્યકારક ઘટનાઓ છે ! તેઓશ્રીના પિતાને ૧૧૮ જેટલા શિષ્યો છે. અને પ્રશિષ્યો મળીને બ, ૪૪ 2010_04 Page #10 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક એમને હાથે 250 થી વધુ મુનિઓએ અને પ૦૦થી વધુ સાધ્વીજીઓએ દીક્ષા ગ્રહણ કરી છે. આ ઘટના જૈનશાસનના ઇતિહાસમાં ઘણી મોટી ગણાશે. શતાધિક શિષ્ય-પ્રશિષ્ય સાથે વિચરતા આચાર્ય ભગવંત તરીકે એમનું પુણ્યક નામ સુદીર્ધકાળ સુધી ગુજતું રહેશે. પૂ. આચાર્ય. ભગવંત પિતાના સાધુસમુદાયમાં આચારપાલન માટે બહુ જ ચુસ્ત હતા. જરા સરખી શિથિલતાને પણ ચલાવી લેતા નહિ. પરંતુ પિતાના દીક્ષિત સાધુઓને પિતાની પ્રેરક વાણીથી અને વાત્સલ્યભાવથી એવા તે આત્માભિમુખ બનાવી દેતા કે જેથી એમના સાધુઓ સાંસારિક પ્રલોભને કે લોકેષણાથી ચલિત થતા નહિ. એકંદરે ફોટા પાડવાપડાવવાનું પણ એમના સમુદાયમાં નિષિદ્ધ રહ્યું છે. ( અજાણાં કઈ પડી છે તે જુદી વાત છે. વિવિધ જનાઓ માટે ટ્રસ્ટે કરાવી, ધન એકત્રિત કરવાનું લક્ષ્ય પણ એમના સમુદાયમાં ખાયું નથી. પૂજ્યશ્રી શાસનનાં કાર્યો માટે કે અનુકંપા જેવા વિષયે માટે પોતાની પ્રેરક વાણી વહાવતા, પરંતુ દાન આપવા માટે સીધી અપીલ કે વ્યક્તિગત દબાણ કક્યારેય કરતા કે કરાવતા નહીં. પરંતુ તેઓશ્રીના વ્યક્તિત્વની અસર જ એવી થતી કે લેકે સામેથી દાન આપવા માટે હંમેશાં તત્પર રહેતા. પરિણામે, એમની કઈ પણ વાત ઉપર ધનની રેલમછેલ થઈ જતી. પૂજ્યશ્રીની આ એક વિશિષ્ટ લબ્ધિ હતી. પૂજ્યશ્રીના કાળધર્મ પ્રસંગે એક કરોડ કરતાં અધિક રકમ ઉછામણીમાં બેલાઈ તે તેઓશ્રીને પ્રભાવક પુણ્યની પ્રતીતિ કરાવે છે. સંસાર ભૂ છે. દુઃખમય અને છોડવા જે છે, લેવા જેવો સંયમ અને મેળવવા જે મેક્ષ છે એ વાતનું નિરંતર લક્ષ રાખનાર અને રખાવનાર પરમ ગીતાર્થ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજને કેટિ કોટિ ભાવભરી વંદના ! લેખક: ડો. રમણલાલ ચી. શાહ, તા. ૧૬૯“પ્રબુદ્ધ જીવનમાંથી સાભાર ઉદ્ઘ.) ક્ષમાશીલ અને ભદ્રપરિણામી શાસનપ્રભાવક પૂ. આચાર્ય શ્રી વિયક્ષમાભદ્રસૂરીશ્વરજી મહારાજ ભારતવર્ષની વિશાળ ભૂમિ રત્નગર્ભા તરીકે પ્રખ્યાત છે. યુગે યુગે અનેક નરત્નની જનની બનીને આ ભોમકાએ ધર્મના સંદેશને દિગદિગંતમાં રેલાવ્યું છે. સંત-મહંતોની મહાનતા, પિનાં આ વચને, મહષિઓનું આત્મધર્મ અને વીતરાગદેવોની વીતરાગતા આ ભૂમિની ગૌરવપૂર્ણ યશગાથાઓ છે. મુખ્ય કાશ્મીરની મનહર અને મનભર કુદરતના ખેળે જમ્મુમાં જન્મેલા એક નરરત્ન પૂર્વભવની આરાધનાના બળે ધર્મશ્રદ્ધાની મશાલ પિટાવી આત્માને વ્યાપી વળેલા અંધકારને ઉલેચવાને નિર્ણય કર્યો. આત્મા અને પરમાત્માની માન્યતા ધરાવતા આ દેશમાં પરદેશીઓએ પગપેસારો કરીને ધર્મશ્રદ્ધાનાં મૂળને હચમચાવવાના પ્રયત્ન આદરી દીધા હતા, પરંતુ સામે પક્ષે ધર્મવીરેએ ધર્મોતને જલતી રાખવાના પ્રયનો આરંભી દીધા હતા. આ સમયગાળામાં સં. ૧૯૫૮ના માગશર સુદ ૧ને શુભ દિને જન્મેલા આ નરે 2010_04