SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનપ્રભાવક પરિણામે સમગ્ર અમદાવાદમાં ઠેર ઠેર આ જ ચર્ચા થવા માંડી. એમાં અહિંસાપ્રેમી હિંદુઓ પણ જોડાયા. અમદાવાદમાં માણેકચોકમાં ૫૦ હજારની મેદની સમક્ષ પૂ. શ્રી રામવિજ્યજી મહારાજે જોરદાર પ્રવચન કર્યું. એથી અમદાવાદમાં મોટું આંદોલન સજયું. બીજી બાજુ સંઘ તરફથી કોર્ટનો આશ્રય લેવામાં આવ્યું અને કાનૂની કાર્યવાહી પણ કરાવાઈ. પરિણામે ભદ્રકાળી માતાના મંદિરના પૂજારીઓ ગભરાઈ ગયા. વિજયાદશમીના દિવસે ભદ્રકાળી માતાના મંદિર આગળ આ હિંસક પ્રથા અટકાવવા હજારે માણસે એકત્ર થઈ ગયા. આવા પ્રચંડ વિરોધની સામે પૂજારીઓને નમતું જોખવું પડ્યું અને બેકડાને વધ થઈ શક્યો નહીં. લેકેએ હર્ષના પિકારે કર્યા. ત્યારથી ભદ્રકાળીના મંદિરમાં બકરાના વધની પ્રથા કાયમ માટે કાયદેસર બંધ થઈ ગઈ. એ દિવસોમાં જૈનશાસનમાં એક વિચિત્ર ઘટના બનવા પામી હતી. લાલન નામના પંડિત ઘણા વિદ્વાન હતા. એમનાં પ્રવચનને પ્રભાવ લેકે પર બહુ સારે પડ્યો હતે. એમને એક જુદી કેટિને અનુયાયી વર્ગ ઊભો થવા લાગ્યા હતા. એમના શિષ્યોમાં શિવજીભાઈ નામના એક શિષ્ય મુખ્ય હતા. લાલન જ્યાં જતા ત્યાં “લાલન મહારાજની જયના જયનાદ એમના ભક્તજને પિકારતા. એમના અનુયાયી વર્ગને પંડિત લાલન પ્રત્યેની ભક્તિને અતિરેક એટલી હદ સુધી વધી ગયે કે તેઓ તેમને તીર્થકર તરીકે માનતા. એક દિવસ લાલન મહારાજની એમના ભક્તોએ સિદ્ધગિરિ શત્રુંજયની તળેટીમાં પચીસમાં તીર્થકર તરીકે આરતી ઉતારી. આ ઘટનાએ જેને સમાજમાં ઘણે ખળભળાટ મચાવી દીધો. તે સમયે આગમ દ્ધારક શ્રી સાગરાનંદજી મહારાજે આ ઘટનાને સખત વિરોધ કર્યો હતો. પૂજ્યશ્રી રામવિજયજી મહારાજે પણ આ ઘટના સામે આંદોલન જગાવ્યું. એમણે પૂ. સાગરજી મહારાજ સાથે વિચારવિનિમય કરીને આ બાબતમાં કંઈક કરવું જોઈએ તે નિર્ણય કર્યો. એ સમયે શ્રી સાગરાનંદજી મહારાજના ભક્તોએ લાલન-શિવજી સામે આ બાબત અંગે અદાલતમાં કેસ દાખલ કર્યો. અદાલતમાં જુબાની આપવા માટે છાણથી ઉગ્ર વિહાર કરીને પૂ. સાગરજી મહારાજ સુરત આવી પહોંચ્યા. શાસ્ત્રના આધારે એમણે આપેલી સમર્થ જુબાનીને કારણે અદાલતને ચુકાદ લાલન-શિવજીની વિરુદ્ધ આવે. એમ કહેવાય છે કે પંડિત લાલનને પિતાને તીર્થકર તરીકે ઓળખાવવાની કઈ ઈચ્છા ન હતી, પરંતુ ભક્તના આગ્રહને તેઓ વશ થઈ ગયા હતા. એ માટે એમને પશ્ચાત્તાપ થયું હતું. ત્યાર પછી તે પંડિત લાલન અમદાવાદમાં પૂ. શ્રી રામવિજયજી મહારાજના વ્યાખ્યાનમાં આવતા અને એ સાંભળીને તેમણે પિતાની ભૂલ માટે પશ્ચાત્તાપ પણ વ્યક્ત કર્યો હતો અને તેમના હૃદયનું પરિવર્તન થયું હતું. દેવદ્રવ્ય, બળદીક્ષા, વ્યવહારુ કેળવણી, સમાજસુધારે, તિથિચર્ચા વગેરે વિષયમાં પૂ. શ્રી રામવિજયજી મહારાજ પિતાના વિચારે મેક્ષના લક્ષ્યની દૃષ્ટિથી તત્ત્વદર્શન અને શાસ્ત્રના આધારે સટ રીતે રજૂ કરતા, પરંતુ ફક્ત વર્તમાન વ્યવહારુ ઉપગી દષ્ટિથી જ વિચારતા લેકે સાથે આવા વિષયમાં વૈચારિક સંઘર્ષ થાય અને તેના આઘાત-પ્રત્યાઘાત પડે એ સ્વાભાવિક છે. પિતાના જીવનકાળ દરમિયાન પૂ. શ્રી રામચંદ્રજી મહારાજે આવા ઘણું ઝંઝાવાતે જોયા હતા અને દરેક પ્રસંગે તેઓશ્રી જરા પણ ચલાયમાન થયા નહતા. પિતાના Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249135
Book TitleVijay Ramchandrasuriji
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages10
LanguageGujarati
ClassificationArticle & Story
File Size292 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy