SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંતો-૨ વિચાર અને પિતાના નિર્ણયમાં તેઓશ્રી અડગ રહ્યા હતા. આવી નીડરતાને કારણે એમને કેટલીક વાર સહન પણ કરવું પડતું. પરંતુ તે તેઓશ્રી નિર્ભયતાથી સહન કરતા. ખૂન કરવાની ધમકીના પત્ર સુધાં એમના પર આવતા અને તેથી તેઓશ્રીના ગુરુદેવ શ્રી પ્રેમવિજ્યજી રાત્રે ઉપાશ્રયમાં તેઓશ્રીના સંથારાનું સ્થાન બદલાવી નાખતા. એમની વહેરવા માટેની ગોચરમાં ઝેર ભેળવી દેવાશે એવી અફવાઓ પણ ઊડતી. એટલા માટે એમના એક શિષ્ય શ્રી ચારિત્રવિજયજી ભક્તિભાવપૂર્વક સ્વેચ્છાએ પહેલાં પિતે ગોચરી વાપરી પછી જ પૂજ્યશ્રીને વાપરવા આપતા. પૂ. શ્રી રામવિજયજી મહારાજની યુવાન વયે આવી કેટલીક કનડગત છેડે સમય ચાલેલી. પૂ. આચાર્ય ભગવંતે ગુજરાત અને રાજસ્થાન ઉપરાંત દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, બંગાળ, કલકત્તા, સમેતશિખર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક જેવા વિસ્તારમાં સ્થળે સ્થળે વિહાર કરી પિતાની પ્રભાવક વાણીને લાભ અનેક લેકેને આપ્યું હતું. અમદાવાદના પ્રેમાભાઈ હાલમાં ‘રામાયણમાં સંસ્કૃતિને આદર્શ' ઉપરનાં તેમનાં વ્યાખ્યાને, પાવાપુરીમાં ભગવાન મહાવીર સ્વામીના જીવનચરિત્ર પરનાં વ્યાખ્યાને, રાજગૃહીમાં આગમ સૂત્ર ઉપરની વાચના અને વ્યાખ્યાન વગેરેએ અનેક લેકેને આકર્ષિત કર્યા હતાં. પૂજ્યશ્રીના વ્યાખ્યાનમાં કોઈ પણ વ્યક્તિને કોઈપણ વિષય ઉપર પ્રશ્ન પૂછવાની છૂટ રહેતી અને કેટલીક વાર તો આખું વ્યાખ્યાન પ્રશ્નોત્તરી રૂપ બની જતું. તેઓશ્રી વ્યાખ્યાનમાં ક્યારેય માઈક વાપરતા નહિ. યુવાન વયે તેઓશ્રીને અવાજ એટલો બુલંદ હતું કે હજારોની મેદની તેમનું વ્યાખ્યાન શાંતિપૂર્વક સાંભળતી. વૃદ્ધાવસ્થામાં જીવનના અંત સુધી એમણે કયારેય વ્યાખ્યાન આપવાની બાબતમાં પ્રમાદ સેવ્યું નથી. અશક્તિ હોય, તબિયત નાદુરસ્ત હોય તે પણ તેઓશ્રી પાટ ઉપર બિરાજમાન થઈ અચૂક વ્યાખ્યાન આપતા. છેલ્લાં કેટલાંક વર્ષોમાં તો પૂજ્યશ્રીને અવાજ બધા શ્રોતાઓ સુધી પહોંચતો નહિ, તે પણ શ્રોતાઓ સંપૂર્ણ શાંતિ જાળવીને એમના શબ્દ પકડવા પ્રયત્ન કરતા. કેટલાક લોકોને એમના પ્રત્યે એ દઢ ભક્તિભાવ રહે કે પિતાને વ્યાખ્યાનમાં કશું સ્પષ્ટ સાંભળવા ન મળે તે પણ એમના પવિત્ર મુખારવિંદનાં દર્શન કરીને પણ તેઓશ્રી અને ઉત્સાહ અનુભવતા. પૂ. આચાર્ય ભગવંત જ્યાં જ્યાં વિચર્યા ત્યાં ત્યાં એમના પગલે પગલે અંજનશલાકા, પ્રતિષ્ઠા, રીક્ષા, વડી દીક્ષા, પદવી પ્રદાન, જિનમંદિરની વર્ષગાંડ, રથયાત્રા, તીર્થંકર પરમાત્માનાં કલ્યાણકેની તથા અન્ય પર્વોની ઉજવણી ઇત્યાદિ પ્રકારના ઉસે સતત જતા રહ્યા હતા. પૂજ્યશ્રીની પ્રેરણાથી સંધ અને શાસનનાં ઘણાં મહત્ત્વનાં કાર્યો સ્થળે સ્થળે થયાં છે. પિતાના સુદીર્ઘ જીવનકાળ દરમિયાન તેઓશ્રીના હાથે અંજનશલાકા, પ્રતિષ્ઠા કે દીક્ષાના પ્રસંગો વર્તમાન સમયમાં જેટલા થયા છે એટલા અન્ય કેઈથી થયાનું જાણ્યું નથી. ખંભાતમાં એકસાથે ૨૪ અને અમલનેરમાં એક સાથે ૨૬ વ્યક્તિઓએ એમની પાસે દીક્ષા લીધી હતી. આ એક આશ્ચર્યકારક ઘટનાઓ છે ! તેઓશ્રીના પિતાને ૧૧૮ જેટલા શિષ્યો છે. અને પ્રશિષ્યો મળીને બ, ૪૪ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249135
Book TitleVijay Ramchandrasuriji
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages10
LanguageGujarati
ClassificationArticle & Story
File Size292 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy