SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦ શાસનપ્રભાવક ગવડાવતા. તેઓ કવિ પણ હતા. પિતે નવાં નવાં સ્તવને, સન્નાયે રચતા. તેમની સ્વરચિત કૃતિઓની એક પુસ્તિકા પણ છપાયેલી. વિદ્યાર્થીઓમાં ધર્મભાવના વધારવા માટે ઊજમશી માસ્તર દર પૂનમે તથા રજાના દિવસે પાદરની આસપાસના ગામોમાં પાઠશાળાના વિદ્યાર્થીઓને પગપાળા જાત્રા કરવા લઈ જતા અને ત્યાં દેરાસરમાં રાગરાગિણી સાથે સ્નાત્રપૂજ ભણાવતા. પાદરા પાસે આવેલા કાના કડિયાના ગામ દરાપરા તે મહિનામાં બેત્રણ વાર જાત્રા માટે જવાનું થતું. પાદરાની જેમ દરાપરા પણ ત્યારે ધાર્મિક પ્રવૃત્તિઓથી ગુંજતું. ઊજમશી માસ્તર દરાપરાની પાઠશાળામાં ભણાવવા પણ જતા. ઊજમશી માસ્તરને આ વ્યવસાય નિમિતે પિતાને પણ એટલે બધે ધર્મને રંગ લાગ્યું કે વખત જતાં તેમણે શિક્ષકને વ્યવસાય છેડી પૂ. આ. શ્રી નીતિસૂરિજી પાસે દીક્ષા ગ્રહણ કરીને મુનિ શ્રી ઉદયવિજયજી બન્યા હતા. સમય જતાં આચાર્યની પદવી ધારણ કરીને પૂ. ઉદયસૂરિજી બન્યા હતા. મારા પિતાશ્રી જ્યારે પણ પ. પૂ. શ્રી રામચંદ્રસૂરિજીને વંદનાથે મળતા ત્યારે ઊજમશી માસ્તરને અચૂક યાદ કરતા. ત્રિભુવનને બાલ્યકાળમાં અને કિશોરાવસ્થામાં પંચપ્રતિક્રમણનાં સૂત્ર તથા જીવવિચાર, નવતત્તવ ઇત્યાદિ સૂત્રે અને સ્તવને તથા સઝાય કંઠસ્થ કરવાનો ઉત્સાહ જાગ્યો, તેમાં આ ઊજમશી માસ્તરનું યોગદાન પણ ઘણું મોટું હતું. ઊજમશી માસ્તરે ત્રિભુવનને ઉપાધ્યાય શ્રી યશોવિજ્યજી કૃત સમકિતની સડસઠ બેલની સજઝાય સરસ પાકી કરાવી હતી. એની પરીક્ષામાં ત્રિભુવન પ્રથમ નંબરે આવ્યું હતું. કિશોર ત્રિભુવન ધર્મ–અભ્યાસમાં ઘણે તેજસ્વી હતું. સાધુ ભગવંતના સંપર્કને લીધે દીક્ષા લેવાના કોડ એના મનમાં જન્મ્યા, પરંતુ એના દાદીમા, એનાં કાકાએ એને દીક્ષા લેતા અટકાવતા હતા. કારણ કે ત્રણ ભાઈઓ વચ્ચે આ એક જ દીકરે . ત્રિભુવનના પિતાના એક કાકાએ તે ત્રિભુવન જે દીક્ષા ન લે તે પિતાની દુકાન ત્રિભુવનના નામ પર કરી આપવાનું પ્રલેભન પણ બતાવ્યું હતું. પરંતુ એથી ત્રિભુવન જરા પણ આકર્ષિત થયે ન હતે. ત્રિભુવનના એક મામાએ એવી દલીલ કરી કે તારે દીક્ષા લેવી હોય તે લેજે, પરંતુ તારાં નવાં સિવડાવેલાં કપડાં ફાટી જાય પછી દીક્ષા લેજે. જવાબમાં ત્રિભુવને કહેલું કે કાતર આપે તે હમણાં ફાડી નાખું ! ત્રિભુવનને સમજાવવા માટે કાકાએ પાદરાના એક વકીલને કહ્યું. વકીલ ત્રિભુવનને પાદરાના પારસી ન્યાયાધીશ નાનાભાઈ પેસ્તનજી નવસારીવાલા પાસે લઈ જઈને દક્ષા ન લેવા માટે સમજાવવા વિનંતી કરી. પરંતુ એ ન્યાયાધીશ પણ ત્રિભુવનની દલીલ આગળ નિરુત્તર થઈ ગયા અને કહ્યું કે આ બેકરે દીક્ષા લીધા વગર રહેશે નહિ. એ દિવસમાં ગાયકવાડી રાજ્યમાં દીક્ષા અંગે કેટલાક કડક ધારાઓ હતા. એમાં ત્રિભુવનને સગાઓએ છાપામાં નેટિસ છપાવી હતી કે ત્રિભુવનને કેઈએ દીક્ષા આપવી નહીં. જે કઈ દીક્ષા આપશે તેની સામે કાયદેસર પગલાં લેવામાં આવશે. કિશોર ત્રિભુવને દીક્ષા લેવાને અડગ નિશ્ચય કર્યો હતે. પરંતુ કેની પાસે દીક્ષા લેવી એ નિર્ણય હજુ થઈ શક્યો ન હતો. બીજી બાજુ ત્રિભુવનની દીક્ષા અંગે કાયદેસરની ચેતવણી પછી દીક્ષા આપવાની બાબતમાં સાધુ ભગવંતે પણ વિમાસણ અનુભવતા. ત્રિભુવનને પૂ. દાનવિજયજી મહારાજનું ચાતુર્માસ પાદરા પાસે દરાપરામાં થયું તે Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249135
Book TitleVijay Ramchandrasuriji
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages10
LanguageGujarati
ClassificationArticle & Story
File Size292 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy