SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ર શાસનપ્રભાવક તેઓ નિરાશ થઈને પાદરા પાછા ફર્યા. દાદીમા રતનબેને બધી વાત કરી. બનેલી પરિસ્થિતિ સાથે હવે મનથી સમાધાન કરવા સિવાય તેમને માટે બીજે કંઈ રસતે રહ્યા ન હતા. દીક્ષા પછી શ્રી રામવિજયજી મહારાજે સ. ૧૯૬૯નું પ્રથમ ચાતુર્માસ સિનેર ગામમાં કર્યું. એ વખતે વ્યાખ્યાનની જવાબદારી શ્રી દાનવિજયજી મહારાજની હતી. પરંતુ એક દિવસ પૂ. શ્રી દાનવિજયજીની તબિયત સારી ન હતી ત્યારે એમના ગુરુદેવ વડીલ પંજાબી મહારાજ ઉપાધ્યાય શ્રી વીરવિજયજી મહારાજે નૂતન સાધુ શ્રી રામવિજયજીને વ્યાખ્યાન આપવા માટે ફરમાયું, કારણ કે શ્રી રામવિજયજીમાં એ શક્તિ એમણે નિહાળી હતી. પાટ ઉપર બિરાજી વ્યાખ્યાન આપવાને શ્રી રામવિજયજી માટે આ પહેલા જ પ્રસંગ હતે. પિતે ના પાડી છતાં પૂ. ગુરુભગવંની આજ્ઞા થતાં એ જવાબદારી સ્વીકારવી જ પડી. કયા વિષય પર વ્યાખ્યાન આપવું એનો વિચાર કરી લીધું. સમકિતના સડસઠ બેલની સક્ઝાય પિતાને કંઠસ્થ હતી એના વિવેચન રૂપે તેઓશ્રીએ સરસ વ્યાખ્યાન આપ્યું. પૂ. ઉપાધ્યાય શ્રી વીરવિજયજીએ એ વ્યાખ્યાન સાંભળીને તે વખતે આગાહી કરી કે રામવિજયજી ભવિષ્યમાં એક સમર્થ વ્યાખ્યાતા થશે અને પિતાના વિષયને તર્કબદ્ધ રીતે શ્રેતાઓ સમક્ષ રજૂ કરવાની ક્ષમતા ધરાવશે. મુનિશ્રી રામવિજ્યજીને દીક્ષાના પહેલા વર્ષે જ શરીરમાં પિત્તપ્રકોપને કારણે દાહની અસહ્ય વેદના થઈ હતી. પરંતુ તે વખતે તેમણે ચિત્તની પૂરી સમાધિ જાળવી હતી. ત્યાર પછી પણ પિત્તને કારણે જ્યારે જ્યારે દાહ ઉપડતા ત્યારે તેઓશ્રી પૂરી સ્વસ્થતા ધારણ કરતા. પૂ. શ્રી રામવિજયજી મહારાજે સં. ૧૯૭૦ તથા ૭૧ના ચાતુર્માસ પૂ. ગુરુદેવ સાથે ભાવનગરમાં કર્યો. તે દરમિયાન “કમ્મપયડીને અભ્યાસ ગુરુદેવ પાસે કર્યો. ત્યાર બાદ પોતાના ગુરુ ભગવંતે સાથે જ વિહાર કરતા રહ્યા. પ્રત્યેક માસામાં તેઓશ્રીના વિદ્યાભ્યાસ માટે પંડિતોની વ્યવસ્થા કરવામાં આવતી. પરિણામે, પૂજ્યશ્રીને શાસ્ત્રીય અભ્યાસ ઘણે ઊંડો થયે. તેઓશ્રીની બુદ્ધિશક્તિ ઘણું ખીલી. દીક્ષાના સાતમા વર્ષથી તેઓશ્રી સરસ વ્યાખ્યાન આપતા થઈ ગયા. એટલી યુવાન વયે પણ પૂજ્યશ્રીના વ્યાખ્યાનને પ્રભાવ શ્રોતાઓ ઉપર જબરદસ્ત પડતે, જે જીવનના અંત પર્યત રહો. એ તે હવે સર્વવિદિત વાત બની ગઈ છે કે પૂ. શ્રી રામવિજયજી મહારાજની વાણીને પ્રભાવ શ્રોતાઓ ઉપર એટલે બધે પડતો કે તે સાંભળીને કેટલાંકના હૃદયમાં તરત જ ત્યાગ-વૈરાગ્યને ભાવ ઊભરાઈ આવે. કેટલાકને દીક્ષા લેવાનું મન થતું. પૂજ્યશ્રીના સંપર્કમાં આવતી વ્યક્તિ ઉપર જાણે કે કઈ પવિત્ર જાદુઈ અસર થતી અને એમની પાસે દીક્ષા લેવાનું મન થઈ આવતું પૂ. શ્રી રામવિજયજી મહારાજનું પિતાનું ચારિત્ર એટલી ઊંચી કોટિનું હતું, શાસ્ત્રાભ્યાસ એટલે શું હતું, તર્કશક્તિ અને વિષયને રજૂ કરવાની શૈલી એટલી પ્રભાવક હતી અને એટલે અપાર વાત્સલ્યભાવ ધરાવતું વ્યક્તિત્વ હતું કે તેઓશ્રીના પરિચયમાં આવનાર વ્યક્તિ હોંશે હોંશે દીક્ષા લેવાને ઉમંગ ધરાવતે. યુવાન વયે જ અમદાવાદના કેટચાધિપતિ શેઠ શ્રી જેથી તેઓશ્રી પાસે દીક્ષા લીધી હતી. એ ઘટનાએ અનેક લોકોને આશ્ચર્યચકિત કરી દીધાં હતાં. આવા તે બીજા અનેક પ્રસંગ બન્યા. પિતાના સ્વજન ઘર છોડીને દીક્ષા લે એ ઘટના Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249135
Book TitleVijay Ramchandrasuriji
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages10
LanguageGujarati
ClassificationArticle & Story
File Size292 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy