________________
૩૩૮
શાસનપ્રભાવક
તેઓશ્રીની તબિયત નબળી રહેતી હતી. તેમ છતાં, અપ્રમત્ત રહેતા. તેઓશ્રી રાત્રે માત્ર બે કલાક નિદ્રા લેતા અને ધ્યાનમાં તથા જાપમાં સમય વિતાવતા. આવી વૃદ્ધાવસ્થામાં પણ પૂજ્યશ્રી નવી નવી ગાથાઓ કંઠરથ કરતા. સં. ૨૦૪૬નું ચાતુર્માસ ખંભાતમાં કરી તેઓશ્રી અમદાવાદ પધાર્યા હતા અને અંતિમ શિષ્ય મુનિ શ્રી હિતરુચિવિજ્યજીની દીક્ષા પછી સાબરમતીમાં ચાતુર્માસ માટે પધાર્યા હતા. પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજનું ૭૮ વર્ષનું સુદીર્ઘ દીક્ષાજીવન સંખ્યાબંધ મહત્વની ઘટનાઓથી સભર હતું. પૂજ્યશ્રીનું જીવન એટલે ઈતિહાસ. છેલ્લા સૈકામાં થઈ ગયેલા મહાન જૈનાચાને ઇતિહાસ પૂજ્યશ્રીના જીવનકાર્યની ધ વિના અધૂ ગણાય. - પ. પૂ. ગચ્છાધિપતિના નિકટના સંપર્કમાં આવવાનું મારે છેલ્લાં થોડાં વર્ષોમાં વિશેષ બન્યું. એક રીતે કહીએ તે અમારે સંબંધ જુદી જ ભૂમિકામાં હતું. મારું વતન પાદરા છે. પૂજ્યશ્રી પણ પાદરાના વતની હતા. એક જ ગામના વતની તરીકે અમારો સંબંધ, બીજા ભક્તો જેટલે ગાઢ નહિ તે પણ સહેજ જુદી કેરિને હતે. મારા પિતાજી શ્રી ચીમનલાલ અમૃતલાલ શાહની ઉંમર હાલ ૯૬ વર્ષની છે. તેઓ અને પૂ. આ. શ્રી વિજયરામચન્દ્રસૂરિજી સહાધ્યાયી હતા. તેઓ બંનેનો ઉછેર પાદરા ગામમાં સાથે થયા હતા. પાદરામાં બંનેએ સરકારી (ગાયકવાડી) શાળામાં પ્રથમિક શિક્ષણ સાથે લીધું હતું. મારા પિતાશ્રીનાં એ સમયનાં સંસ્મરણો હજુ પણ તાજા છે. કાળધર્મના ડા દિવસ પહેલાં જ પૂજ્યશ્રીએ પાદરાના વતની શ્રી મોતીલાલ કસ્તુરચંદ સાથે મારા પિતાશ્રીને ધર્મલાભ કહેવડાવ્યા હતા. પૂજ્યશ્રીને જન્મ એમના મોસાળના ગામ દહેવાણમાં વિ. સં. ૧૫ર ના ફાગણ વદ ૪ ના શુભ દિને થયું હતું. એમનું નામ ત્રિભુવન રાખવામાં આવ્યું હતું. એમના પિતાનું નામ છેટાલાલ અને માતાનું નામ સમરથબહેન હતું. બાળક ત્રિભુવનના જન્મ પછી માતા પિયરથી પાદરા આવે તે પહેલાં તે પિતાશ્રી છેટાલાલનું અવસાન થયું. છોટાલાલને બીજા બે ભાઈઓ હતા. છોટાલાલની માતાનું નામ (ત્રિભુવનની દાદીમાનું નામ) સ્તનબા હતું. એમનાં કુટુંબમાં બાળકે જીવતાં નહોતાં. એવા કુટુંબમાં કોઈ બાળક જેવી જાય તેને કોઈની નજર ન લાગે તે માટે વિચિત્ર નામ પાડવાની પરંપરા ગામડાઓમાં હજુ પણ ચાલી આવે છે. આથી બાળક ત્રિભુવનને માતા તથા દાદીમા “સબૂડે” કહીને બોલાવતાં. પાદરામાં ઝંડા બજાર તરફ આવેલી સરકારી શાળા પાસે એક ખડકીમાં તનબાનું કુટુંબ એક નાનકડા ઘરમાં રહેતું. તેઓની આર્થિક સ્થિતિ સાધારણ હતી. થોડા વખત પછી ત્રિભુવનની માતા સમરથબહેન મરકીના રેગમાં મૃત્યુ પામ્યા ત્યારે ત્રિભુવનની ઉંમર સાત વર્ષની હતી.
ત્રિભુવને પાદરાની સરકારી શાળામાં અભ્યાસ ચાલુ કર્યો. મારા પિતાશ્રી અને ત્રિભુવન એક વર્ગમાં ભણતા. શાળામાં હજી પીવાના પાણીની વ્યવસ્થા થઈ ન હતી, એટલે છોકરાઓ આસપાસનાં ઘરમાં જઈને પાણી પી આવતા. ત્રિભુવનનું ઘર શાળાની નજીક હતું એટલે કેટલાક જૈન છોકરાએ ત્રિભુવનના ઘરે પાણી પીવા જતા. શાળામાં ત્યારે હેડમાસ્તર તરીકે રણછોડરાય નામના શિક્ષક હતા. બીજા શિક્ષકેમાં વિશ્વનાથ, ભૂલાભાઈ, વલ્લભભાઈ મગનલાલ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org