Book Title: Shatabdi Vandana
Author(s): 
Publisher: ZZZ Unknown
Catalog link: https://jainqq.org/explore/004535/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શતાબ્દી-વંદના સરસ્વતી-આરાધક બંધુબેલડી શ્રી રતિલાલ દેસાઈ શ્રી બાલાભાઈ દેસાઈ (‘જયભિખ્ખુ’) Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી રતિલાલ ઠપચંદ દેસાઈ (જન્મ : તા. ૧૨-૯-૧૯૦૭, અવસાન ઃ તા. ૭-૧૨-૧૯૮૫) વિષમય કાળમાં ય અમૃત સમીપે દોરે તેવી, ફરી ફરી પાછું વળીને જાણવા- સમજવા-અપનાવવાનું મન થાય એવી ઘરેલુ બંધુ-બેલડીની વાત છે. રતિભાઈ અને બાલાભાઈ (“જયભિખ્ખું') એક-બીજામાં, કુટુંબમાં અને સંસ્કારપ્રેમી સમાજમાં સુંદર રીતે ગૂંથાતા રહી સહુમાં ધન્યતા વહેંચતા ગયા. વળી બંને એકબીજાનાં ગુણો, નામના ઉત્કર્ષ જોઈને રાજી થનારા. છ વર્ષ તો રસોડું ય હતું સહિયારું. જીવનભર પ્રેમાદરથી એકબીજામાં ઓતપ્રોત થતા રહેલા. આવી પરસ્પરની કાયમી અમીદ્રષ્ટિથી ચઢિયાતી બીજી કઈ કમાણી ? તાસીર બંનેની અલગ-અલગ, પણ બંનેએ સાહિત્યનાં અને પુરુષાર્થનાં જુદાં જુદાં રૂપો દ્વારા સમાજની દિલદાર સેવા કરી, જુદી જુદી રીતે પ્રભુનાં જ કાર્યો કર્યા. રતિભાઈના પિતાશ્રી “દીપા-ભગત'; ધર્મધ્યાનના જબરા રસિયા. પત્ની શિવકોરબેન ત્રણ નાનેરા દીકરા મૂકી જીવનથી ખૂબ વ્હેલાં પરવાર્યા, છતાં દીપચંદભાઈ સંતાન-ઉછેર ખાતર પણ બીજા જેમ ફરી પરણ્યા તો નહીં જ, ઊલટું, એક તબક્કે છોકરાંને મોટા ભાઈને ભરોસે છોડી, પોતાની સાથે રહેતી બાળવિધવા બહેન ઘેરીને ય એ ભત્રીજાઓની માયામાંથી છોડાવી, સાથે લઈ, મુનિધર્મને વર્યા !રે ધર્મઘેલછા ! રતિભાઈ તો ગૃહસ્થપણું અપનાવી પોતાની નિર્મળ વૃત્તિથી ક્રિયાકાંડ કે વેષ વિનાના ગૃહમુનિ બની રહ્યા – યુગપલટાને, ગાંધી-મહિમાને, ચિત્તશુદ્ધિ અને વ્યવહારશુદ્ધિરૂપ ધર્મ-સારને પારખનારા. બાલાભાઈના પિતા વીરચંદભાઈ તે દીપચંદભાઈના મોટા ભાઈ. ચાર ચોપડીના ભણતરે પણ, દેશી રાજ્યના બાહોશ કારભારી બન્યા. પાછા જબરી કુટુંબભાવનાવાળા. કેવી સમતુલા ! તેમણે પોતાના બહોળા વિસ્તાર ઉપરાંત નાના દીપચંદના ત્રણ દીકરાને અને વચેટ સદૂગત જીવરાજનાં એકએક દીકરા-દીકરીને પણ પોતાનાં ગણી તેમના પૂરા ઉછેરની ગોઠવણો Page #3 -------------------------------------------------------------------------- ________________ કરેલી. ટાંચાં સાધનો વચ્ચે ય ઊંચી કુટુંબભાવનાથી ભરેલું આવું સંસ્કારી કુટુંબ; સમાજમાં એની ઊંચી નામના. સંપ ત્યાં જંપ. ઋષિઓએ ભણત૨ને મનુષ્યનો બીજો અને ખરો જન્મ કહ્યો છે. તે વખતે બે વાર સ્થાનફેર પામી છેવટે ગ્વાલિયર પાસેના શિવપુરીમાં સ્થિર થયેલી એક પ્રગતિશીલ જૈન સંસ્કૃત પાઠશાળા(ગુરુકુળ)ની ઊંચી નામના બંધાઈ રહી હતી. યુગપારખુ આચાર્ય વિજયધર્મસૂરિજીની પ્રેરણાથી સ્થપાયેલી. વ્યાવહારિક શિક્ષણ સાથે સંસ્કૃતનું અને જૈનધર્મનું ઉચ્ચ જ્ઞાન આપી સ્વદેશપરદેશમાં જૈનધર્મનો ઊંડો અને અભિનવ પરિચય આપનારા પંડિતો તૈયાર કરવાનું તેનું નિર્મળ ધ્યેય. ત્યાં આ ભાઈઓને ખૂબ ગોઠ્યું, પૂરું ભણ્યા. બંનેએ ‘ન્યાયતીર્થ’ અને ‘તર્કભૂષણ' પદવી મેળવી. વિશેષમાં પોતાના ભાવિજીવનનું ચોખ્ખું ધ્યેય પામ્યા અને એ માટે જરૂરી જ્ઞાન, સમજદારી અને સંસ્કારરૂપી અખૂટ સીધું-સામાન પણ. સાદા-સંયમી જીવન દ્વારા જ મળી શકે તેવા, જીવન અને પરમશક્તિના ખરા સ્વરૂપ અંગેના જ્ઞાન માટેની, અને નહિ કે માત્ર પૈસા કમાવાના સાચાખોટા ધંધાના જ્ઞાન માટેની રતિભાઈને પહેલેથી જ જબરી ભૂખ. વળી, પરિસ્થિતિ મુજબ, ચોખ્ખા માર્ગે ખપજોગું કમાઈ લેવાની આવડત અને ખંત પણ પૂરેપૂરી. ૨૩ વર્ષે ટીકર પરમારનાં મૃગાવતીબહેન સાથે તેમનાં લગ્ન થતાં શૂન્ય મૂડી સાથે તત્કાલ તો તેમણે આગ્રાના એક ગ્રંથાલયની કામગીરી અઢી વર્ષ સુધી કરી. સંસ્કૃતનું કૉલેજ-શિક્ષણ લેવા માટે અમદાવાદમાં સ્થાયી થઈને કરેલો પ્રયત્ન પ્રથમ વર્ષમાં જ સંજોગવશાત્ મળેલી નિષ્ફળતાથી રખડી પડ્યો. ઘરસંસારના અને ઊછરતા બે ભાઈના વિચારે બાકી રહેલા ભણતરની કમી ગણતરથી, ઊંચા સંસ્કારોથી, ચોખ્ખા ધ્યેયદર્શનથી સારી પેઠે પૂરી. જૈનધર્મની અને સમાજની યુગાનુરૂપ શુદ્ધિ અને ઉન્નતિ માટેની એમને બેઠી તમન્ના. એ તમન્ના નિર્વાહજોગા નરવા વ્યવસાયો પણ સુઝાડતી રહી. રૂપિયો લઈને સવા રૂપિયાનું કામ કરવાની વૃત્તિ. ‘કર્તવ્યકર્મ જ આરાધના' (Work is Worship) એ જબરું સૂત્ર પહેલેથી હૈયે વસેલું. બચતજોગું ૨ ~~~~~~~~~ Page #4 -------------------------------------------------------------------------- ________________ નહિ, માત્ર નિર્વાહજોગું લઈને ધર્મશાસન અને સમાજના વધુમાં વધુ કામો કરવાનો મોકો મળે તેને જ માને સાચી કમાણી – ઊજળી પ્રતિભાની કામાણી. જીવનમાં વારાફરતી ત્રણ સંસ્થાઓમાંથી મળનાર સામાન્ય પગારમાં પણ, પૈસાની તાતી જરૂરિયાત છતાં, સામેથી કાપ માગી લીધેલો ! બાકીનું પૂરું કરવા બંદા બીજાં કામો શોધી કાઢે !૨ખે ને જાહેર સંસ્થાને પોતાનાથી જફા પહોંચે એવા વિચારથી પોતાની વિશિષ્ટ કામગીરી બદલ અવારનવાર મળતું માનધન પણ નકારે ! સમાજમાં વક્તા અને લેખક તરીકે, તંત્રી અને સંશોધક તરીકે, ઠરેલ સલાહકાર કે મધ્યસ્થી તરીકે તેમનું ઊંચું કાઠું બંધાયેલું. તેમાં અણીશુદ્ધ પ્રામાણિકતા, નિઃસ્પૃહતા, દ્વેષ કે દંશ વિનાની સત્યભાષિતા જાળવે. તો કુટુંબમાં પણ કોઈને ન ઓછું આવે, ન ઉછેરની કમી રહે એની કાળજી રાખી જાણે, ને પાછી અપરિગ્રહવૃત્તિ પણ જાળવી જાણે. ગૃહિણીના પૂરા સહકાર સાથે આતિથ્યમાં કમી ય ન રાખે, તો સામે પૈસાની છત પણ નહિ; ન બેંકખાતુ, શેર કે થાપણ. નિર્વાહ અર્થે ચૌદ વર્ષ રૂ-બજારમાં સેક્રેટરીની ફરજ બજાવીને શેઠિયાઓમાં ઊંચી નામના ને ચાહના પણ પામ્યા. પણ શેર કે સટ્ટા તરફ ન જ ટૂંકચા. ભાવનગરના જૂના કીર્તિમંત ‘જૈન’ સાપ્તાહિકમાં તંત્રી વતી અગ્રલેખ અને ટૂંકી તંત્રીનોંધો લખવાનું કામ સંજોગે ઊભું કર્યું; પોણી બત્રીસ વર્ષ નિભાવવાનું આવ્યું. ભારે પડકારરૂપ કામ. પોતાના જ્ઞાનબળ અને સંસ્કારબળ થકી ખૂબ કસાયા; ઊજળી નામના બંધાઈ. અનાયાસ જૈનધર્મ અને સમાજ માટે ઊંચું વિચાર-ભાતું તૈયાર થયું. તો યે જીવનના છેવટનાં વર્ષોમાં તેને પુસ્તકાકારે છાપવાનો પ્રસ્તાવ થતાં કહે : “છાપશો મા, એ તો રોટલા માટે લખાયેલા લેખો છે !” કેવું ભર્યું-ભાદર્યું આત્મનિરીક્ષણ ! ‘ગુરુ ગૌતમસ્વામી’ એ સંશોધનપૂર્ણ ચરિત્રગ્રંથ, આણંદજી કલ્યાણજીની પેઢીના ઇતિહાસના બે ભાગ અને ભદ્રેશ્વરતીર્થનો ઇતિહાસ એમની ઊંચા ગજાની વિદ્વત્તાના સાક્ષીરૂપ સીમાસ્તંભો ગણાય. 3 Page #5 -------------------------------------------------------------------------- ________________ મુનિવરો, પંડિતો, શ્રેષ્ઠીઓની પરિચયાત્મક નાની-મોટી પુસ્તિકાઓ આપી. કેટલાક અભિનંદનગ્રંથોના સુંદર સંપાદનો કર્યાં. તેમનાં દૃષ્ટિસંપન્ન લેખસંપાદનોની અને કથાસંપાદનોની સંખ્યા પણ મોટી છે, ખૂબ ખપની છે. વળી અનેક મુનિવરો, પંડિતો, શ્રેષ્ઠીઓ સાથે અત્યંત રચનાત્મક સેવાપૂર્ણ સંબંધો શોખથી કેળવ્યા. બધા જ સત્ય-આધારિત નિખાલસ સંબંધો – બદલાની અપેક્ષા વિનાના. શેઠ શ્રી કસ્તૂરભાઈના અત્યંત વિશ્વાસ્ય, આદરણીય રાહબર અને વિવિધ ધર્મકાર્યોના સાથી બની રહ્યા. ‘મહાવીર જૈન વિદ્યાલય’ અને તેના મહાનુભાવો સાથે પણ વર્ષો સુધી બહુવિધ સેવાસંબંધ નિભાવ્યો. પંજાબસરી આચાર્ય વિજયવલ્લભસૂરિજી અને તેમના મુનિસમુદાય સાથે તેમ જ પંજાબના જૈનસંઘના અગ્રણીઓ સાથે પણ બહુવિધ રચનાત્મક સંબંધ વિકસાવ્યો. આ બધા સંબંધોમાં અખિલ-ભારતીય પ્રદેશવૈવિધ્ય પણ ખાસ્સું રહ્યું. અનેક પ્રગતિશીલ વિદ્વાનોનાં પણ સેવા અને સેવન બંને કર્યાં. ગુણાનુરાગી સમાજની નમણી કૃતજ્ઞતાનાં પ્રતીક રૂપ બની રહેલાં તેમનાં ત્રણ સન્માનો ઉલ્લેખવાં જોઈએ ઃ (૧) ૧૯૭૫માં મુંબઈના ‘અધ્યાત્મજ્ઞાન-પ્રસારક મંડળ’ દ્વારા તેમના ‘ગુરુ ગૌતમસ્વામી’ પુસ્તક બદલ થયેલું સુવર્ણ-ચંદ્રક-પ્રદાન, (૨) ભાવનગરની ‘યશોવિજયજી જૈન ગ્રંથમાળા' પ્રેરિત શ્રી વિજયધર્મસૂરિ જૈન સાહિત્ય સુવર્ણચંદ્રક(વિ. સં. ૨૦૩૫નો)નું પ્રદાન, (૩) મુનિશ્રી શીલચંદ્રવિજયજી (હાલ આચાર્ય)-પ્રેરિત વિશિષ્ટ પરંપરા મુજબ ઑગસ્ટ ૧૯૮૪માં અમદાવાદના એક કાળે રૂઢિચુસ્ત ગણાતા પાંજરાપોળ જૈન ઉપાશ્રયના ટ્રસ્ટ તરફથી રતિભાઈએ સાહિત્ય દ્વારા આજીવન કરેલી શાસનસેવા બદલ થયેલું ભવ્ય સન્માન. ‘કર લે સિંગાર’ની કબીરજીની શીખ મુજબ જેવું ઊજળું જીવ્યા, તેવો જ ઊજળો મરણોત્તર દેહદાનનો સંકલ્પ ! પોતાના નમ્ર, સમર્પિત જીવનમાં ૨મવા આવવા પોતાના ભાવદેહે સૌને નોંતરે છે ! તેમના અક્ષરદેહને માણવા-મૂલવવાનો સમય ફાળવીને સુખ-શાંતિભરી આધુનિકતા પામીએ. ી ४ Page #6 -------------------------------------------------------------------------- ________________ ૧. ૨. શ્રી રતિલાલ દીપચંદ દેસાઈએ ઉઘાડેલી જ્ઞાન-આનંદ-આત્મઘડતરની બારીઓ ૧. મંગલમૂર્તિ (નારીકથાઓ) ૨. ૩. ૪. ૫. (પ્રકાશન-યાદી) વાર્તાસંગ્રહો (મૂળ ૧૦ પુસ્તકોમાંથી વિષયવાર પાંચ પુસ્તકો) અભિષેક (તીર્થંકરો, સાધુઓ) માનવની મહાયાત્રા (રાજકથાઓ) રાગ અને વિરાગ (જૈન વિભૂતિઓ) દિલનો ધર્મ (વાસ્તવ-જીવનની કથાઓ) ચરિત્રો / પરિચયો ગુરુ ગૌતમસ્વામી જ્ઞાનજ્યોતિની જીવનરેખા / આગમ પ્રભાકર મુનિરાજશ્રી પુણ્યવિજયજી સમયદર્શી આચાર્ય | લોકગુરુ આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી સ્વ. શાન્તમૂર્તિ મુનિરાજ શ્રી જયંતવિજયજી ૩. ૪. ૫. પૂજ્યપાદ બાપજી મહારાજ (આચાર્ય વિજયસિદ્ધિસૂરિજી) ૬. મુનિરાજ શ્રી ગુણભદ્રવિજયજી ૭. પંડિત સુખલાલજી ૮. પંડિતવર્ય બેચરદાસજી ૯. પુરાતત્ત્વાચાર્ય મુનિશ્રી જિનવિજયજી ૧૦. પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયા ૧૧. પંડિતવર્ય શ્રી લાલચંદ્ર ભગવાનદાસ ગાંધી ૧૨. શ્રી જયભિખ્ખુ ૫ Page #7 -------------------------------------------------------------------------- ________________ ૧૩. તપોમાર્ગના પ્રવાસી (શ્રી રામચંદ્ર ગોપાળદાસ શાહ) ૧૪. શ્રેષ્ઠિવર્ય કસ્તૂરભાઈ લાલભાઈ / શીલભદ્ર શ્રેષ્ઠી કસ્તૂરભાઈ લાલભાઈ ૧૫. શ્રી રાણકપુર (સચિત્ર ગુજરાતી / હિંદી / અંગ્રેજીમાં) ૧૬. મહેસાણાનું શ્રી સીમંધરસ્વામી તીર્થ (સચિત્ર) લેખ-સંગ્રહો (‘જૈન' સાપ્તાહિકમાંથી) અમૃત-સમીપે (આશરે ૨૧૯ વ્યક્તિચિત્રો) જિનમાર્ગનું જતન (લોકભોગ્ય ૧૫ વિષયો અંગેના લેખો : વિભાગવાર) જિનમાર્ગનું અનુશીલન (ગંભીર ૧૧ વિષયો અંગેના લેખો ઃ વિભાગવાર) : ઇતિહાસ શેઠ આણંદજી કલ્યાણજી પેઢીનો ઇતિહાસ : ભાગ ૧-૨ શ્રી ભદ્રેશ્વર વસઈ મહાતીર્થ વિદ્યાલયની વિકાસગાથા (શ્રી મહાવીર જૈન વિદ્યાલય) પ્રતિષ્ઠાનો અહેવાલ (શ્રી શત્રુંજયગિરિ) ૧. ૨. ૩. ૧. ૨. ૩. ૪. ૫. ૧. ૨. ૧. ૨. ૩. ૪. જન્મશતાબ્દીનો અહેવાલ (પૂજ્ય આચાર્ય વિજયવલ્લભસૂરિજીનો શતાબ્દી-સમારોહ) અનુવાદ દેવદાસ (શ૨દ્બાબુની નવલકથા, શ્રી ‘જયભિખ્ખુ’ના સહયોગમાં) કવિજીનાં કથારત્નો (પૂજ્ય ઉપાધ્યાય શ્રી અમરમુનિકૃત) સંપાદનો ધૂપસુગંધ (વાર્તાઓ) શ્રી ‘સુશીલ’ની સંસ્કારકથાઓ તિલકમણિ (‘જયભિખ્ખુ’કૃત વાર્તાઓ) જૈન ધર્મનો પ્રાણ (પં. સુખલાલજીત, પં. શ્રી દલસુખભાઈના સહયોગમાં) 9 Page #8 -------------------------------------------------------------------------- ________________ $ $ $ ૫. જૈનધર્મ-ચિંતન (પં. દલસુખભાઈ-કૃત) ૯. જૈન ઇતિહાસની ઝલક (મુનિ શ્રી જિનવિજયજી-કૃત) શત્રુંજયોદ્ધારક સમરસિંહ અને બીજા લેખો (લે. : શ્રી નાગકુમાર મકાતી) શ્રી આનંદઘનનાં પદો (ભાગ-બીજો) શ્રી આનંદઘન ચોવીશી (બંને ગ્રંથો શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયાના વિવેચન સાથે) ૧૦. રાજપ્રશ્ન (શ્રીમદ્ રાજચંદ્રકૃત) ૧૧. કલા અને સાધના (લે. પૂ. મુનિચંદ્રવિજયજી) ૧૨. શ્રદ્ધાંજલિ-વિશેષાંક (બીજા વિદ્વાનોના સહયોગમાં) (મુનિશ્રી પુણ્યવિજયજી) ૧૩. આ. શ્રી વિજયનંદનસૂરિ-સ્મારકગ્રંથ ૧૪. પ. પૂ. આ. શ્રી વિજય-અમૃત/ધર્મધુરન્ધરસૂરિ-સ્મારક-ગ્રંથ પત્રકારત્વ ૧. ૧૩ વર્ષ સુધી મુનિ-સંમેલનના માસિક મુખપત્ર “જૈન સત્યપ્રકાશ'નું સંપાદન (ત્યારથી “તંત્રી' નામ પડી ગયું !) ૧૯૩૯ આસપાસ ‘વિદ્યાર્થી' માસિકનું સંપાદન (શ્રી જયભિખ્ખ સાથે) ૧૯૪૮થી ૧૯૭૯ સુધી “જૈન” પત્રમાં અગ્રલેખો, “સામયિક-સ્કુરણની નોંધો અને અન્ય પ્રાસંગિક લેખો ઉપરની યાદીમાંથી કેટલાક ગ્રંથો ‘ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયમાંથી મળી શકશે. ----------~ ------ Page #9 -------------------------------------------------------------------------- ________________ (શ્રી બાલાભાઈ વીરચંદ દેસાઈ) (જન્મ : તા. ૨૩-૭-૧૯૦૮, અવસાન ઃ તા. ૨૪-૧૨-૧૯૯૯) ગુજરાતી સાહિત્યના મૂલ્યનિષ્ઠ સર્જક, જિંદાદિલીને જીવન માનનાર અને માનવતાનો મધુર સંદેશ આપતું સાહિત્ય સર્જન કરનાર બાલાભાઈ દેસાઈ “જયભિખુનો જન્મ ૨૯મી જૂન ૧૯૦૮ના રોજ એમના મોસાળ વિંછીયા (સૌરાષ્ટ્ર)માં થયો હતો. જયભિખ્ખના પિતાશ્રી વીરચંદભાઈ આતિથ્યપ્રેમી અને કુટુંબવત્સલ પુરુષ હતા. એમણે પ્રાથમિક અભ્યાસ વીજાપુર પાસે આવેલા વરસોડામાં, એ પછી અમદાવાદની ટ્યુટોરિયલ હાઇસ્કૂલમાં અને ત્યારબાદ ગ્વાલિયર રાજ્યના શિવપુરીના ગુરુકુળમાં રહીને કર્યો હતો. એમણે કલકત્તા સંસ્કૃત એસોસિએશનની “ન્યાયતીર્થની અને ગુરુકુળની ‘તભૂષણની પદવી પ્રાપ્ત કરી હતી. કથા-વાર્તાઓ વાચવાનો શ્રી જયભિખુને બાળપણથી જ ખૂબ રસ હતો. બાર-તેર વર્ષની કુમળી વયે તો એમણે એક કરતા વધુ વખત “સરસ્વતીચંદ્ર' મહાનવલ વાંચી હતી અને સાહિત્યકાર તરીકેનો આદર્શ પણ એમણે સાક્ષરવર્ય શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠી પાસેથી લીધો હતો. એમણે જીવનમાં પ્રતિજ્ઞા કરી હતી કે કદી નોકરી કરવી નહીં, પૈતૃક સંપત્તિ મેળવવી નહીં અને પુત્રને સંપત્તિ આપવી નહીં તથા કલમને આશરે જીવવું. આ સંકલ્પોને એમણે વિપરીત સંજોગોની વચ્ચે અડગ મનથી પાળ્યા હતા. ઈ. સ. ૧૯૨૯માં એમની પહેલી કૃતિ ‘ભિક્ષુ સાયલાકર' ઉપનામથી લખી. ઈ. સ. ૧૯૩૩માં કલમને ખોળે માથું મૂકી મા સરસ્વતી જે ઓછુ-વધુ આપે તેથી જીવન-નિર્વાહ કરવાનો સંકલ્પ કર્યો. એમનું હુલામણું નામ ભીખાલાલ હતું અને એમની પત્નીનું નામ જયાબેન હતું, એમાંથી “જયભિખ્ખ' નામના તખલ્લુસથી એમણે લખવાનું શરૂ કર્યું. સાહિત્યકાર જયભિખુએ મુખ્યત્વે નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર, Page #10 -------------------------------------------------------------------------- ________________ ચરિત્રકાર, બાળસાહિત્યકાર અને પત્રકાર ક્ષેત્રે પ્રદાન કર્યું. એમણે કુલ ૩૦૦ જેટલાં પુસ્તકો લખ્યાં. કામવિજેતા સ્થૂલિભદ્ર (૧૯૪૦), વિક્રમાદિત્ય હેમુ (૧૯૪૪), ભગવાન ઋભદેવ (૧૯૪૭), શત્રુ કે અજાતશત્રુ ભાગ ૧-૨ (૧૯૬૧) જેવી ૨૦ ઐતિહાસિક, પૌરાણિક, સામાજિક નવલકથા, પારકા ઘરની લક્ષ્મી (૧૯૪૬), વીર ધર્મની વાતો - ભા. ૧ થી ૪ (૧૯૪૭-૫૩) કંચન અને કામિની (૧૯૫૦) કન્યાદાન (૧૯૬૪), પગનું ઝાંઝર (૧૯૯૭) જેવી ૩૬૫ વાર્તાઓને સમાવતા ૨૧ વાર્તાસંગ્રહ, રસિયો વાલમ અને બીજાં નાટકો (૧૯૫૫) જેવાં ૭ નાટક, નિગ્રંથ ભગવાન મહાવીર (૧૯૫૬) સિદ્ધરાજ જયસિંહ, યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગરજી, શ્રી ચારિત્રવિજયજી, પ્રતાપી પૂર્વજો ભા. ૧ થી ૪ જેવાં ૨૩ જેટલાં ચરિત્ર ગ્રંથ ઉપરાંત વિદ્યાર્થી વાચનમાળાની ૧૦ શ્રેણીમાંનાં કફ ટૂંકા પ્રેરક, પ્રમાણભૂત અને વિદ્યાર્થીભોગ્ય ચરિત્ર તથા સમગ્ર સર્જનનો ત્રીજો ભાગ રોકતું બાળ, કિશોર અને પ્રૌઢ સાહિત્ય મળે છે. આમ સાહિત્યક્ષેત્રે એમનું વિપુલ અને નોંધપાત્ર પ્રદાન છે. પ્રેમભક્ત કવિ જયદેવ” નામની નવલકથા પરથી “ગીતગોવિંદ' નામનું ચિત્રપટ તૈયાર થયેલ. “ગુજરાત સમાચાર'માં “ઇંટ અને ઇમારત' નામની કોલમ દ્વારા તેમને ખ્યાતિ મળેલી. પ્રાચીન કથાઓનો સાંપ્રદાયિક અભિનિવેશ માટે નહીં પણ માનવતાના મુક્ત વાતાવરણને બહેલાવવામાં તેમણે ઉપયોગ કર્યો છે. જૈન કથાવસ્તુમાંથી સાંપ્રદાયિક તત્ત્વ ગાળી નાખી તેને માનવતાની સર્વમાન્ય ભૂમિકા પર મૂકી આપ્યું, વળી વિક્રમાદિત્ય હેમુંમાં મુસ્લિમ ધર્મ, પ્રેમભક્ત કવિ જયદેવમાં વૈષ્ણવ ધર્મ, “કામવિજેતા સ્થૂલિભદ્રમાં જૈન ધર્મ અને “ભગવાન ઋષભદેવ'માં માનવધર્મનું આલેખન સમાજને શ્રેયસ્કર માર્ગે દોરે તેવું છે. સામગ્રીના વૈવિધ્યને આપસૂઝથી વાર્તાકલામાં સંયોજવાની અનેરી ક્ષમતાનો પરિચય કરાવતી વાર્તાસૃષ્ટિ, ઊગતી પેઢીના ઘડતરમાં કામ લાગે તેવાં ચરિત્રો અને શૈક્ષણિક મૂલ્યોને નજર સમક્ષ રાખીને લખાયેલું કિશોર સાહિત્ય અને પ્રૌઢસાહિત્ય જયભિખ્ખની મૂલ્યવાન સાહિત્યસેવા છે. સચોટ અને સરસ કથનશૈલી એમની નોંધપાત્ર લાક્ષણિકતા છે. તેમની નવલકથાઓ Page #11 -------------------------------------------------------------------------- ________________ જૈન-જૈનેતરોમાં સમાન આદર પામી હતી. તેમની નવલકથાને પંદર કે વીસ વખત વાંચનારા આજે પણ મળી આવે છે. એમને અધ્યાત્મ-જ્ઞાન પ્રસારક મંડળ તરફથી સુવર્ણચંદ્રક મળ્યો હતો તેમજ ભા૨ત સ૨કાર અને ગુજરાત સરકાર દ્વારા એમની પંદરેક કૃતિઓને પુરસ્કારને પાત્ર ઠરી હતી. ‘દિલના દીવા' નામના એમના પુસ્તકને પ્રોઢ સાહિત્ય, બાળસાહિત્ય અને એના અંગ્રેજી અનુવાદને – એમ ત્રણ રીતે પારિતોષિકો મળ્યા હતા. અનેક સમકાલીન સાહિત્યકારો અને કલાકારો સાથે તેમનો ગાઢ સબંધ હતો. એ એમની સાહિત્યકાર તરીકેની દિલાવરી અને અજાતશત્રુતા દર્શાવે છે. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયના પ્રેસ શારદા મુદ્રણાલય સાથે એમને આંખોની તકલીફ ઊભી ના થઈ, ત્યાં સુધી તેઓ જોડાયેલા રહ્યા. એમના સાહિત્યિક ડાયરામાં પદ્મશ્રી દુલા કાગ, સાક્ષરવર્ય ‘ધૂમકેતુ’, શ્રી ઝવેરચંદ મેઘાણી, ગુણવંતરાય આચાર્ય, ધીરુભાઈ ઠાકર, રમણિકલાલ દલાલ, ચિત્રકાર કનુભાઈ દેસાઈ, સોમાલાલ શાહ, ચંદ્ર તથા રજની વ્યાસ અને દીપક પ્રિન્ટરીના સંચાલકો જેવા એના વણનોંધ્યા સભ્યો હતા. મહાન જાદુકલાવિદ્ કે. લાલ અને જયભિખ્ખુ વચ્ચે એટલો ગાઢ સબંધ હતો કે કોણે કોના પર જાદુ કર્યું છે તે કહેવું મુશ્કેલ હતું. શ્રી કે. લાલના સહયોગથી ભાગવનગરની શ્રી યશોવિજય જૈન ગ્રંથમાળાની પ્રવૃત્તિઓને પુનર્જીવન આપ્યું તેમજ જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટની સ્થાપના કરી. અમદાવાદ, મુંબઈ અને કલકત્તા જેવા શહેરોમાં ‘જયભિખ્ખુ'ના વાચકોએ ષષ્ઠિપૂર્તિ સમારંભનું આયોજન કર્યું હતું. પોતાના મૃત્યુ અગાઉ એક મહિના પૂર્વે ૧૯૬૯ની ૨૫મી નવેમ્બરે લખેલી રોજનીશીમાં વિદાય-સંદેશ આપતાં એમણે લખ્યું, “મરણ બાદ કોઈએ એ અંગેનો વ્યવહાર ન કરવો. બને તો પ્રભુભજન અવારનવાર રાખવાં. નિરાધાર, અશક્ત, ગરીબને ભોજન આપવું. પારેવાંને દાણા નાખવા, ગાયને ચાર નાખવી. બને ત્યારે તીર્થયાત્રા કરવી. સહુએ અગરબત્તી જેવું જીવન જીવવું.” ૧૦ Page #12 -------------------------------------------------------------------------- ________________ આમ જેવી ધન્ય એમની પ્રતિજ્ઞાઓ હતી એવું જ ધન્ય અને લલિત એમનું મૃત્યુ સંબંધી આવું વસિયતનામુ હતું. આ જોઈને એમ થાય કે ધન્ય જીવન ! ધન્ય મૃત્યુ ! ગુજરાતી ભાષા અને સાહિત્યને એમની સર્જક પ્રતિભાનો પ્રકાશ આજેય માર્ગદર્શક છે. ‘જયભિખ્ખુ’ની સ્મૃતિમાં સ્થપાયેલા શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ દ્વારા વ્યાખ્યાનો, નિબંધસ્પર્ધા, અપંગ, અશક્ત અને વૃદ્ધ લેખકને સહાય, જયભિખ્ખુ એવોર્ડ, સંસ્કારલક્ષી સાહિત્યનું પ્રકાશન, થિયેટર વ્યાખ્યાન શ્રેણી, નવોદિત પ્રતિભાશોધ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓનું આયોજન થયેલું છે. એમના સાહિત્ય અને પત્રકારત્વ વિશે ઘણા લઘુશોધ નિબંધ લખાયા છે તેમજ શ્રી નટુભાઈ ઠક્કરે ‘જયભિખ્ખુ : વ્યક્તિત્વ અને વાડ્મય' મહિનંબધ લખીને પીએચ.ડી.ની પદવી મેળવી હતી જે ગ્રંથરૂપે પ્રકાશિત થયો છે. ၇ ૧ P Page #13 -------------------------------------------------------------------------- ________________ છે ૯.. > સર્જક “જયભિખ્ખું રચિત સાહિત્યસૃષ્ટિ (ગ્રંથ-નામાવલી) | નવલકથાઓ | ૨. યાદવાસ્થળી ૧. ભાગ્યવિધાતા ૩. માટીનું અત્તર ૨. કામવિજેતા ૪. ગુલાબ અને કંટક ભગવાન ઋષભદેવ સતની બાંધી પૃથ્વી ચક્રવર્તી ભરતદેવ ઉપવન ૫. ભરતબાહુબલી (રાજવિદ્રોહ) ૭. પારકા ઘરની લક્ષ્મી પ્રેમભક્ત કવિ જયદેવ ૮. કંચન અને કામિની ૭. વિક્રમાદિત્ય હેમુ ૯. અંગના ૮. ભાગ્યનિર્માણ ૧૦. કાજલ અને અરીસો ૯. દિલ્હીશ્વર ૧૧. કન્યાદાન ૧૦. પ્રેમનું મંદિર (મસ્યગલાગલ) ૧૨. કર લે સિંગાર (પ્રેમપંથ ૧૧. પ્રેમાવતાર : ભા. ૧-૨ પાવકની જ્વાળા) ૧૨. લોખંડી ખાખનાં ફૂલઃ ભા.૧-૨ ૧૩. સૂલી પર સેજ હમારી ૧૩. નરકેસરી ૧૪. મનવાની ટેકરી ૧૪. સંસારસેતુ (મહર્ષિ મેતારજ) ૧૫. કામનું ઔષધ ૧૫. શત્રુ કે અજાતશત્રુ : ભા.૧-૨ | ૧૭. લીલો સાંઠો ૧૬. બૂરો દેવળ ૧૭. પગનું ઝાંઝર ૧૭. દાસી જનમ જનમની (બેઠો ૧૮. મનઝરૂખો બળવો) ૧૯. સિંહપુરુષ નવલિકાસંગ્રહ ૨૦. દેવદૂષ્ય ૧. માદરે વતન ૨૧. ભગવાન મલ્લીનાથ પ (૧૨ Page #14 -------------------------------------------------------------------------- ________________ સાથે) ૨૨. વીરધર્મની વાતો ૧૯. દેશના દીવા ૨૩. જયભિખુ વાર્તાસૌરભ: ભા. ૨૦. દીવે દીવા ૧-૨ (સં. : ડૉ. ધીરુભાઈ | ૨૧. બાર હાથનું ચીભડુંઃ ભાગ ૧-૨ ઠાકર) | ૨૨. તેર હાથનું બી: ભાગ ૧-૨ ૨૪. પાપ અને પુણ્ય (શ્રી સત્યમ્ ૨૩. છૂમંતર ૨૪. બકરી બાઈની જે ! બાલસાહિત્ય | ૨૫. નાનો પણ રાઈનો દાણો ૧. રત્નનો દાબડો ૨૬. શૂરાને પહેલી સલામ ૨૭. ફૂલપરી ૨. હીરાની ખાણ ૨૮. ગરુડજીના કાકા ૩. મૂઠી માણેક ૨૯. ગજમોતીનો મહેલ ૪. પાલી પરવાળાં ૩૦. “ઢ”માંથી ધુરંધર ૫. નીલમનો બાગ ૩૧. મા કડાનું મંદિર ૬. મારું મોતી ૩૨. ભારતના ભાગ્યવિધાતાઓ ૭. આંબે આવ્યો મોર (શ્રી સોમાભાઈ પટેલ સાથે) ૮. ચપટી બોર ૩૩. મહાકાવ્યોની રસિક વાતો ૯. બૌદ્ધ ધર્મની પ્રાણીકથાઓ ૩૪. આત્મકથાનાં અમૃતબિંદુઓ ૧૦. હિંદુ ધર્મની પ્રાણીકથાઓ ૩૫. રૂપાનો ઘડો-સોના ઇંઢોણી ૧૧. જૈન ધર્મની પ્રાણીકથાઓ ૩૬. હિંમતે મર્દી ૧૨. સર જાવે તો જાવે ૩૭. ગઈ ગુજરી ૧૩. જવાંમર્દ ૩૮. માઈનો લાલ ૧૪. એક કદમ આગે | ૩૯. જાદુકલા અને શ્રી કે. લાલ ૧૫. નીતિકથાઓ : ભાગ ૧-૪ ૪૦. પલ્લવ ૧૬. દિલના દીવા ૪૧. લાખેણી વાતો ૧૭. દેવના દીવા ૪૨. અક્ષયતૃતીયા ૧૮. દેરીના દીવા ૪૩. રાજા શ્રીપાલ Page #15 -------------------------------------------------------------------------- ________________ نہ نے ૧. ચરિત્રો નિગ્રંથ ભગવાન મહાવીર ભગવાન મહાવીર (સચિત્ર) યજ્ઞ અને ઇંધન સિદ્ધરાજ જયસિંહ ૨. ૩. ૪. ૫. ૬. ૭. ૮. યોગનિષ્ઠ આચાર્ય ૯. મંત્રીશ્વર વિમલ ૧૦. દહીંની વાટકી ૧૧. ફૂલની ખુશબો ૧૨. મોસમનાં ફૂલ ૧૩. ફૂલ વિલાયતી ૧૪. ફૂલ નવરંગ ૧. ૩. ૧૫. પ્રતાપી પૂર્વજો (વીર નરનારીઓ) | ૨. (શ્રી ‘ધૂમકેતુ’ સાથે) ૧૬. પ્રતાપી પૂર્વજો (નરોત્તમો) (શ્રી | ૪. ‘ધૂમકેતુ’ સાથે) ૧૭. પ્રતાપી પૂર્વજો (સંત-મહંતો) | ૧. (શ્રી ‘ધૂમકેતુ’ સાથે) ૧૮. પ્રતાપી પૂર્વજો (ધર્મ-સંસ્થાપકો) | ૩. ૨. (શ્રી ‘ધૂમકેતુ’ સાથે) ૪. ૧૯. ઉપાધ્યાય શ્રી પ્રેમવિજયજી ૨૦. ધર્મજીવન શ્રી સોમનાથ ભગવાન ઉદા મહેતા શ્રી ચારિત્રવિજય ૨૧. હ૨ગોવિંદદાસ ત્રિકમચંદ શેઠની જીવનઝરમર ૨૨. મહાન આચાર્ય આર્ય કાલક ૨૩. હંસમયૂર નાળ જે વર્તા (શ્રી वर्माजी के प्रत्युत्तर का प्रतिवाद) ૨૪. મંગલજીવન કથા ૧૪ ૧. ... ૩. ૪. ૫. ૬. ૫. નાટકો રસિયો વાલમ આ ધૂળ, આ માટી પતિત-પાવન બહુરૂપી પન્ના દાઈ ગીતગોવિંદનો ગાયક હિન્દી वीर धर्म की कहानियां वीर धर्म की प्राणी कथायें भगवान महावीर जागे तभी सवेरा પ્રકીર્ણ અંતરાયકર્મની પૂજા બાર વ્રતની પૂજા દેવદાસ (અનુવાદ) સોવેનિયર : શ્રી યશોવિજય ગ્રંથમાળા મહારાજા સયાજીરાવ Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧. ૨. ૩. ૪. ૫. ૬. સાચનમાળા શ્રેણી ૧ થી ૬ (દરેકમાં ૧૧ પુસ્તિકાઓ) વિદ્યાર્થી-વાચનમાળા શ્રેણી ૧ થી ૧૦ (કુલ ૬૬ પુસ્તિકાઓ) સંપાદનો સર્વોદય વાચનમાળા : બાળપોથી તથા ૧ થી ૪ ચોપડી ૪ (ડૉ. ધીરુભાઈ ઠાકર સાથે) સાહિત્ય-કિરણાવલી : ભા. ૧ થી ૩ (ડૉ. ધીરુભાઈ ઠાકર સાથે) વિશ્વવિજ્ઞાન : ભારત-તીર્થસ્થા વિશેષાંક વિશ્વવિજ્ઞાન : નરનારાયણ વિશેષાંક વિશ્વવિજ્ઞાન :અમર-ધંપત્ય અંક વિશ્વવિજ્ઞાન : વાર્તા-અંક 66 ૮. ૯. ૧૦. ૧૧. ૧૨. ૧૫ વી ૧૩. ૧૪. વિશ્વવિજ્ઞાન : શ્રી કૃષ્ણ વાસુદેવ વિશેષાંક વિશ્વવિજ્ઞાન : પર્વકથા વિશેષાંક સવિતા : ધર્મકથા-અંક જાણ્યું છતાં અજાણ્યું, ભા. ૧-૨ મહાવીર જૈન વિદ્યાલય : સુવર્ણ-મહોત્સવ ગ્રંથ, ભાગ ૨ ૧૫.. જૈન બાળગ્રંથાવલી પુસ્તિકાઓ (૭) રાજેન્દ્રસૂરિ સ્મારક-ગ્રંથ નકલંક મોતી દર્શન અને ચિંતન, ભાગ ૧ ૨ (અન્ય સાથે) ૧. ૨. ૩. ૧૬. વિદ્યાર્થીવાચનમાળા પુસ્તિકાઓ પરિશિષ્ટ તા. ૨૩ સપ્ટેમ્બર, ૨૦૦૭ સાત ફૂલ સોનાનાં વસહી અને પર્વત વસ્તુપાલ-તેજપાલ Page #17 -------------------------------------------------------------------------- ________________ નાણ્યા-માસ્યાનો સાર ઃ ગુણાપૂજક આચાર્યશ્રીની પ્રેરક વાણી (તા. ૨૩-૯-૨૦૦૭ના શતાબ્દી-વંદના-સમારોહની પ્રસાદીરૂપે પૂ. આ. મ. વિજયશીલચંદ્રસૂરિજીનું વક્તવ્ય-વીસીડીના આધારે) सबसे ऊँची प्रेम-सगाई। सबसे ऊँची प्रेम-सगाई। दुर्योधनके मेवा त्यागी साग विदुर घर पाई। રતિભાઈ અને “જયભિખ્ખું” એ બંને સાક્ષરો સાથે કોઈ અણદીઠ-અગોચર સ્નેહતંતુ બંધાયો અને કુમારપાળભાઈ, નિરૂભાઈ, નીતીનભાઈ કે માલતીબહેન એ સ્નેહતંતુને યાદ કરી વાત કરે, ત્યારે અમારે કોઈ વિકલ્પ રહેતો નથી. કેટલા બધા સરસ સરસ બંને સાક્ષરો! મારે કોઈ ધર્મની વાત કરવી નથી. જયભિખુ” સાહિત્ય-જગતનું બહુ મોટું નામ છે. ખબર નહિ, કેમ – ગુજરાતી સાહિત્યજગતને તો એની પરવા નથી; પણ જૈન સાહિત્ય-જગતને પણ “જયભિખ્ખું' પ્રત્યે બહુ સાપેક્ષતા નથી! બહુ ઊંચા ગજાનો લેખક. એ વખતે “લેખક' શબ્દ વપરાતો, અત્યારે હવે એ શબ્દનો મહિમા નથી; હવે “સર્જક શબ્દ ચાલ્યો છે. પણ તે વખતે “લેખક શબ્દ સૌનું ધ્યાન ખેંચતો, એનો મહિમા થતો. લેખકના શબ્દો તરફ ભારે ઉત્સુકતા રહેતી. એ લેખક જયભિખ્ખને વાંચીએ એટલે વાક્ય વાક્ય ઉત્કંઠા જાગે – શું લખ્યું હશે? જે વિષયને સ્પર્શે તેનો અર્થ બદલાઈ જાય, ઘટના બદલાઈ જાય. એ વાંચીએ ત્યારે આ કે તે ઘટના એ રીતે જ વિચારી શકાય એમ લાગે. સાચુકલો માણસ, હાડ સાચો માણસ. હમણાં કુમારભાઈએ કહ્યું કે એમને કલમ વેચવી નહોતી. પણ એનું પૂરક વાક્ય હું કહું કે એની કલમ કેટલાયને માટે મલમ હતી. “ઈંટ અને ઇમારત'ની વાત લ્યો. અમસ્તુ તો અમારા ગુરુ-ભગવંતો છાપું વાંચવાની છૂટ ન આપે. પણ ગુરુવાર આવે એટલે આ વિભાગ વાંચવા માટે છૂટ ! ખૂણેખૂણો વાંચીએ. વિક્રમાદિત્ય હેમૂની વાત હોય, કાલકાચાર્યની વાત હોય. વાકયે-વાક્ય ઉત્કંઠા વધતી જાય. જયારે પૂરું કરીએ ત્યારે વાંચવાની શરૂઆત કરી ત્યારે આપણે જે હતાં તે ન રહ્યાં હોઈએ! રાષ્ટ્રીય ભાવનાને રંગે રંગાયેલું આ સાહિત્ય. ઝવેરચંદ મેઘાણી અને ભીમજી હરજીવન “સુશીલ”ને વાંચીએ. “સુશીલ' એટલે! એટલું ભારે અને અદ્ભુત એનું સાહિત્ય! “સુશીલ' પછી એ જ ગોત્રનો બીજો સર્જક થયો હોય તો આ સાહિત્યકાર. મડદાંને પણ જીવતાં કરે એવી વાણી! અમારે તો બોલતાં માથું કૂટવું પડે, છાતી ફૂટવી પડે, -~~~~~-K૧૬)-~~~~~~~~~~ Page #18 -------------------------------------------------------------------------- ________________ બૂમો પાડવી પડે; ત્યારે સાંભળનાર પર કાંઈક અસ૨ થાય! પણ ‘જયભિખ્ખુ’ આમાંની એક ‘કળા’ ન જાણે; પણ તે એક શબ્દ લખે તો શબ્દે-શબ્દે લાવારસ ને ક્યારેક શબ્દશબ્દ મેળાવડા! એની કલમમાં આ બંને હોય. એની કલમના આ બે ય જાદુ! આજે પણ એમની એક ચોપડી પચ્ચીસ વખત વાંચી હોય તો છવ્વીસમી વખતે ય વાંચું – એટલી જ ચિનગારી સાથે. એટલી sincerity(ગાંભીર્ય) એમાં હોય. મજા એ કે જ્યારથી હું લખતો થયો, ત્યારથી ‘જયભિખ્ખુ’ની શૈલીની અસર લખાણમાં આવી. મારા પહેલા પુસ્તકનું પહેલું પ્રકરણ કુમારપાળ સામે વાંચ્યું તો બોલ્યા કે આ તો ‘જયભિખ્ખુ’ની અસર! કુમારપાળની એ ખુબી છે. પોતે સખત પરિશ્રમ કરે. પોતે પિતાના પૂર્ણ સુપ્રભાવ નીચે હોવા છતાં તે સંપૂર્ણપણે તટસ્થ હોય છે. જ્યાં સુધી માણસ તટસ્થ ન હોય ત્યાં સુધી પોતાનું શહૂર, નૂર પ્રગટ કરી ન શકે. By the way (આડ વાત તરીકે) એક વાત કરી દઉં. દેસાઈ પરિવારનું જ નહિ – એ તો હોય જ – પણ મારા જૈન સમાજનું ગૌરવ છે કે મારો એક સાહિત્યકાર આજે સાહિત્ય-પરિષદના પ્રમુખસ્થાને છે! – ‘જયભિખ્ખુ’નું ગદ્ય – જેમ ચં. ચી. મહેતાનું ગદ્ય ગુજરાતમાં એક આગવી ભાત પાડે; સમર્થ ગદ્ય. એવી જ રીતે સ્વામી આનંદનું ગદ્ય પણ ઊંચા ગજાનું. એવું જ ગદ્ય ‘જયભિખ્ખુ’નું – આગવું અને નિરાળું. મારાથી ન બોલાય, પણ કહેવાની હિંમત કરું છું : આવા ગદ્યને ગુજરાતના અન્ય વિદ્વાનોએ છાપરે ચડાવ્યું હોત, ગૌરવ કર્યું હોત; પણ જૈનદ્વેષ, જૈનો તરફની ઉપેક્ષા અને અરુચિ એટલાં બધાં કામ કરી ગયાં કે આવું આગવું પોત ધરાવતું ગદ્ય પણ માણ્યું નહિ, જોઈએ તેવું ઉઠાવ્યું નહિ. ‘જયભિખ્ખુ’નાં પુસ્તકોની હજી હમણાં જ બે વરસ પહેલાં અમારે સાધુઓ માટે મેં શોધ ચલાવી. મેં ‘ગૂર્જર’ના કાંતિભાઈને કહ્યું : ‘‘જેટલાં હોય તેટલાં કાઢો. મારે એ બધાં જૈન સાધુઓને વંચાવવાં છે.’’ પણ નથી મળતાં – thanks to કુમારપાળ (તે સ્થિતિ કુમારપાળને આભારી છે)! [વચમાં કુમારપાળભાઈ જવાબ આપે છેઃ ‘‘આવતા (૨૦૦૮ના) જૂન (જયભિખ્ખુની શતાબ્દીપૂર્તિનો માસ) સુધી રાહ જુઓ.’’] હા, તો જૂન સુધી રાહ જોઈશ; વધારે નહિ! — ‘ઈંટ અને ઇમારત’ જેવી જ મજા ‘જાણ્યું છતાં અજાણ્યું' કૉલમ વાંચતાં આવે. અલકમલકની વાતો હોય - ગૂર્જર-અગૂર્જરની, અગમ-નિગમની વાતો હોય. પણ એ ખરેખર કોણ લખે છે એની ખબર બે-પાંચ વરસ તો નહોતી. એક વાર રતિકાકાએ ફોડ પાડ્યો ત્યારે ખબર પડી કે આ તો આપણો લેખક! એની શતાબ્દી છે. જ્યારે નિરૂભાઈ અને નીતીનભાઈ નિમંત્રણ આપવા આવ્યા ત્યારે મારી મુખ્ય માગણી એ હતી કે બંનેનું સમગ્ર સાહિત્ય આયોજનપૂર્વક પ્રકાશિત કરવું. સુરેશ દલાલનો સમગ્ર સેટ મળે, બીજા લેખકોનો ય મળે, પણ ‘જયભિખ્ખુ'નો ન મળે! તો આખા દેસાઈપરિવાર પાસે માગણી કરું છું. આ કામ એકલા કુમારપાળનું નથી. અલબત્ત, તેમની દૃષ્ટિ, પસંદગી, રુચિ, ક્ષમતા મુખ્ય ભાગ ભજવે; પણ સાથે આખો પરિવાર પણ ભાગ ભજવે. ગ્રંથમાળા-રૂપે પ્રગટ થાય. મુનશી હોય, ‘ધૂમકેતુ’ હોય, ગુણવંતરાય આચાર્ય હોય – તે બધાનું સાહિત્ય મળે તો ‘જયભિખ્ખુ’નું પણ કેમ નહિ ? - NN ૧૭ Page #19 -------------------------------------------------------------------------- ________________ રતિભાઈ! રતિભાઈ વિષે ગયા વર્ષે મને નિરૂભાઈએ ઘેર બોલાવ્યો ત્યારે ઘણું બોલ્યો છું. રતિભાઈએ મને લખતો કર્યો. સાચના કટકા જેવો માણસ! ભલભલા આચાર્યનું પણ નબળું, નકામું ચલાવી ન લે, સ્વીકારે નહિ. ક્યારેક કોઈને અપમાન જેવું ય લાગે. ત્યારે અઘરા, આખાબોલા લાગે. નારિયેળનું ઉપરનું કોચલું કડક, પણ વધેરાય ત્યારે ભીનુ-ભીનું. મને ખબર છેઃ રતિભાઈ રડે. અમને આકરા ઠપકો આપે, પણ બીજી વાર મહારાજને મળવા જાય ત્યારે રડે – literally (સાચેસાચા અર્થમાં) કહું છું. કહે: “તમને ગાળ દેવા કે રડાવવા નથી ઇચ્છતો. પણ તમારા માટે મારું મન દાઝે છે. તમારા પગ પકડવા તૈયાર છું. તમે મને કહો તે કરવા તૈયાર છું. પણ આપણી જ્ઞાનસ્થિતિ, જ્ઞાનની પરિણતિ, આપણું ચારિત્ર્ય નિર્મળ હોવાં જોઈએ.” ત્યારે સાધુ-મહારાજ સામેથી એમના પગ પકડી માફી માગે! આવા હૃદયવાળા તેઓ હતા. મને લખતો તો કર્યો જ. હું લખતો નહોતો. નંદનસૂરિ મહારાજને કહેઃ “આ માણસ (મારા માટે કહે) કંજૂસ છે. મરી જશે તો અવગતિએ જશે! એને લખાવો.” આવું કહે ત્યારે મહારાજ મારી સામે જોઈ હસે ને કહે : “રતિભાઈનું સાંભળ ને.” મહાવીરસ્વામીની પચીસમી શતાબ્દી ઉજવાઈ ત્યારે “જૈન” પત્રમાં અગ્રલેખ સાથે દસ લીટીની નાનકડી કૉલમ લખાય. મને કહે : ““તેમાં તમારે લખવાનું છે. ખસી જવાનું નથી.” હું કહું કે મને લખતાં નથી આવડતું. તેમણે મને માત્ર લખવાનું જ ન શિખવાડ્યું, પણ વિચાર કરવાનું પણ શિખવાડ્યું. જૈન સમાજની મોટામાં મોટી crisis (કટોકટી) હોય તો તે છે there is no thinking (કોઈ વિચારતું જ નથી). તેઓ કહે : ““બધા વિચારો અમલમાં આવતા નથી; પણ વિચારો. તમે આગળ-પાછળનાં પરિણામો, પ્રયોજનો, જવાબદારીઓ વિચારો, તપાસ કરો અને પછી લખો. વીણી-વીણીને શબ્દો લખો. એક શબ્દ નકામો ન હોય. તમારો શબ્દ કોઈને વાગવો ન જોઈએ અને છતાં ય સંપૂર્ણ હોય, પહોંચે તેવો હોય. તમારા લેખમાં જોડણી, વ્યાકરણ તો સાચાં હોય જ, પણ વિચાર પણ સાચો હોવો જોઈએ.” મને અનુસ્વાર લખતાં પણ શિખડાવ્યું. હું તો ગમે ત્યાં અનુસ્વાર લખું. પોતાના હાથે કાગળમાં સુંદરનું અનુસ્વારના ઉપયોગ વિષેનું અષ્ટક(?) લખ્યું અને જોડે ટિપ્પણ લખી. વળી કહે : ““ગુજરાતી જોડણીકોશ રાખો; તે વિના ન ચાલે. તમારે શુદ્ધ લખવાનું છે.” એક મિત્રે મારી ઉપર અમદાવાદથી કાગળ લખ્યો. ત્યારે હું પૂના હતો. અનામત વિષે લખ્યું કે તે ગુણના ધોરણે, qualityના ધોરણે હોવું જોઈએ. એ વાંચી મેં એમને આખું પાનું ભરીને લખ્યું કે અનામત ગુણવત્તાના ધોરણે જ હોવું જોઈએ, આમ હોવું જોઈએ, તેમ હોવું જોઈએ વગેરે. પેલા ભાઈને હોંશ થઈ તે મારો પત્ર જઈને રતિકાકાને બતાવ્યો. અને પછી... રતિકાકાએ મને કાગળ લખ્યો. એક ગુરુ એમના શિષ્યને આવો કાગળ ન લખે. એક બાપ દીકરાને ન કહી શકે – પૂછો નીતીનભાઈને. કાગળમાં લખ્યું: “સાધુ છો કે કોણ છો? જે-તે લખવા બેસી જાવ છો! કંઈ ભાન છે કે નહિ?” Page #20 -------------------------------------------------------------------------- ________________ આ બહુ આકરું છે. માથું પાકી જાય. કાગળ વાંચીને મેં લખ્યું કે ‘‘મારા કાગળ વિષે તો મને ભાન નથી, પણ તમારો પત્ર વાંચી મને ભાન થાય છે કે મેં કાંઈ ખોટું કર્યું છે. માફી માગું છું.” આવી ભૂલ કોણ જુએ? અવગુણ કોણ બતાવે? આવું કોણ ધ્યાન દોરે નિર્મળ મનથી? આગળ ઉપર હું ‘જૈન'ના અગ્રલેખો લખવા માંડ્યો. ત્રીસ અંકો સુધી મેં લખ્યું. કોઈ અશુદ્ધિ કે દોષ વિષે ધ્યાન દોરું. તટસ્થપણે લખું. પણ સ્પષ્ટ શબ્દોમાં લખતો. ક્યારેક આકરા શબ્દો પણ લાગે. છેવટે એમનો એક પત્ર આવ્યો : ‘‘મહારાજ, હવે તમે એક વળાંકે પહોંચ્યા છો, જ્યારે નક્કી કરવાનું છે કે તમારે સંશોધનના ક્ષેત્રે જવું છે કે સમાજ-સુધારણાના? You have to decide (તમારે નિર્ણય કરવો જ પડશે). બે ઘોડે નહિ ચઢી શકો. જો સમાજ-સુધારણાના જ ક્ષેત્રે જવું હોય તો આ લેખો ચાલુ રાખો, અને સંશોધનના ક્ષેત્રે જવું હોય તો આ લેખો બંધ કરો.” નિર્મમ થવું જ પડે. અને પછી મેં વિચાર્યું કે મારું ગોત્ર તો સંશોધનનું જ છે. સમાજસુધારણાનું મારું કોઈ ક્ષેત્ર(?) નથી, સમાજસુધારણાનું મારું સ્ટૅન્ડર્ડ (ધોરણ, કક્ષા) નથી. આપણે તો નક્કી કરી લીધું. આ રતિભાઈની મજા તો એ, કુમારભાઈ, કે હું ‘જૈન' માટે લેખો લખું તે રતિકાકાને આપવાના અને રતિકાકા સુધારે. હું લખું ‘જયભિખ્ખુ’ની શૈલીમાં, અને લેખ છપાય ત્યારે હોય ‘જયભિખ્ખુ’-cum-રતિલાલની શૈલીમાં! ત્યારે બૂટેરાયજી મહારાજનું ચરિત્ર લખાયું હતું. તે વખતે હીરાલાલજી દુગ્ગડનો પત્ર નંદનસૂરિ પર આવ્યો : ‘‘સી પ્રસ્તાવના આપજો લિવની હૈ ।'' એટલે નંદનસૂરિએ મને લખવા કહ્યું. આ તો આદેશ હતો. કહે : ‘‘તારે હિન્દીમાં લખવાનું છે.” ને મને હિન્દીનો હૈં પણ નહોતો આવડતો! ગુજરાતી જ નથી આવડતું, ત્યાં હિન્દી ક્યાંથી આવડે? રતિભાઈ મને કહે : ‘‘તમે પહેલાં ગુજરાતીમાં લખો. પછી હિન્દીમાં લખો, ને મને આપો. હું મઠારી આપીશ. ચિંતા ન કરો.” શેત્રુંજયની પ્રતિષ્ઠા વખતે ત્યારે અમારો વિહાર ચાલતો હતો; તે વખતે મારી અગ્નિપરીક્ષા થઈ. એ પાંચ-છ પાનાં લખવાનું આકરું હતું. મને નવાઈ લાગે છે કે મારું એ લખાણ રતિભાઈએ પ્રમાણ્યું. રતિભાઈએ સુધારી આપ્યું અને છપાયું. વૈચારિક દરિદ્રતાનું નિવારણ થયું. વિચારની પુખ્તતા આવી. દૃષ્ટિબિંદુ મળ્યું. ‘જયભિખ્ખુ’માંથી શૈલી મળી. કોઈ દહાડો તેમને મળ્યો નથી. હા, જયાબહેનને મળ્યો છું. અમદાવાદમાં હોઉં અને જયાબહેનને મળવા ન ગયો હોઉં એવું નથી બન્યું. દીકરો હોઉં તેમ વ્હાલ વરસાવે. ઠપકો ય આપે : ‘‘કેમ પાતરાં લીધા વિના આવ્યા?” જયભિખ્ખુને મળવાનું થયું નથી. એ વખતે ઉપાશ્રયની બહાર જવાની કોઈને ઇજાજત (રજા) નહોતી. ઘરમાં બેસી વાંચવાનું. રતિભાઈ પાસે મારે જવાનું ન બનતું, પણ રતિભાઈ સામેથી આવે – પેઢીના ઇતિહાસના કામ અંગે. શેઠ આ. ક.ની પેઢીનો ઇતિહાસ લખાતો હતો. ઝવેરીવાડમાં બેસે. ક્યારેક જતી વખતે આવે; પણ મોટે ભાગે પેઢીનો સમય પૂરો થાય ત્યારે આવે. નિરાંતે દોઢ-બે કલાક બેસે. બધાં લખાણો સાથે બેસીને વાંચીએ, વિચારીએ. મારી ૧૯ Page #21 -------------------------------------------------------------------------- ________________ પાસે દસ્તાવેજોનો મોટો થોકડો હતો. ઘણા દસ્તાવેજો લઈ જાય અને એમની પાસેના દસ્તાવેજો ખરાઈ કરવા મારી પાસે, મહારાજની પાસે લાવે. ચર્ચા કરે, વિગતોની ચકાસણી કરે. એક વખત બનાવ એવો બન્યો કે માલતીબહેનને કીધું : “મારે એક અંતર્દેશીય પત્ર જોઈએ છે, તો તું બાજુની પોસ્ટઑફિસમાં જા.” એ વખતે અંતર્દેશીય પત્ર ચાર આનાનો, પચીસ પૈસાનો હતો. રતિભાઈએ ખિસ્સામાંથી ચાર આની આપી. તેમના ખિસ્સામાં વધારે નહોતા. એ વખતે સાચો ગુંદર આવતો હતો; બરોબર ચોટે! માલતીબહેન ગયાં. ત્યાંના માણસે ભૂલમાં ગુંદરથી સાથે ચોટી ગયેલા બે અંતર્દેશીય પત્ર આપી દીધા. માલતીબહેન લઈને પાછા આવ્યાં. બરોબર તપાસ્યું નહિ. આવીને રતિભાઈને આપી દીધા. રતિભાઈએ હાથમાં લીધો અને લખવા બેઠા. ત્યાં પડની જેમ બે દેખાયા! કહે, ““બે આવ્યા છે? પત્રની કિંમત ઘટી ગઈ છે?” માલતીબહેન કહે : ““ના, એક જ આપ્યો હતો.” “પણ આ જો.” માલતીબહેને ભૂલ કબૂલી. કેટલી તાણ પડી! રતિભાઈ કહે: ““આ એક પત્ર અત્યારે જ આપી આવ.” માલતીબેન કહે : “અત્યારે સાંજ પડી છે. પોસ્ટઑફિસ બંધ થશે. આપણી ઑફિસ બંધ થશે. કાલે સવારે વહેલાં આપી આવીશ.” તો કહે : “એક દિવસ પણ અણહકનું આપણી ફાઈલમાં ન હોવું જોઈએ. એ માણસને પણ અત્યારે જ ખબર પડે.” એ જ વખતે દીકરીને મોકલી. એ વખતે ભલે માલતીબહેનને અકળામણ થઈ હશે. પણ આજે સમજી શકશે કે કેવી ગૌરવવંતી ઘટના થઈ. ભલે કોઈ જૈન હોય, વર્ષે દહાડે કરોડોના ચઢાવા બોલતો હોય, હજારોની પૂજા ભણાવતો હોય; તેમાં એક તો બતાવો કે જેણે આવું કર્યું હોય. I challenge (હું પડકાર ફેંકું છું). (પગારના સંદર્ભે) મેં મારી નજર સામે રતિભાઈને સમજાવ્યા કે ““આમ ભાવુક ન થાઓ.” તો કહે: “ના સાહેબ, અણહકનું મારાથી ન લેવાય. કામ કર્યું હોય તેટલું જ લેવાય.” હજાર રૂપિયા લીધા પછી ....?... (શબ્દો બરોબર પકડાતા નથી. હકીકતે તેઓ પાંચસો રૂપિયા જ પગાર તરીકે લેતા હતા.) આવા બંને સાહિત્યકારો, વડીલો, સાક્ષરો મારા સંઘનું, સમાજનું ગૌરવ છે. તમારા પરિવારનું ગૌરવ તો છે જ. આ વારસો કુમારપાળે, માલતીબેને આગળ વધાર્યો છે તે નિઃશંક. અને હું નિરૂભાઈની પાછળ પડ્યો છું. મારા. . નીતીનભાઈ સંસ્કૃતના, પ્રાકૃતના અધ્યાપક છે. કેટલા સારા અનુવાદો કર્યા છે! ન્યાયશાસ્ત્રનો ગ્રંથ, કૌટિલ્યના “અર્થશાસ્ત્ર' (રાજનીતિશાસ્ત્રના ગ્રંથ) અંગે ગ્રંથ તૈયાર કર્યા છે. બંને સાક્ષરોનો આ વારસો જીવતો રાખજો. આ મારો પ્રેમભર્યો, વસે વી પ્રેમ-સર્ફ નો દાવો(?) છે. (માઈક વગર બોલાયેલા વક્તવ્યમાંના કેટલાંક વાક્યો, શબ્દો પ્રયત્ન છતાં ન સમજાયાથી થયેલા દોષો બદલ ક્ષમાયાચના. સુધારણા આવકાર્ય છે.) Page #22 -------------------------------------------------------------------------- ________________ બૃહત્ દેસાઈ પરિવારની પુષ્પાંજલિ સંપર્ક : ડૉ. કુમારપાળ દેસાઈ : ટે. નં. 079-26602675 નિરૂભાઈ : ટે. નં. 079-26634 278 નીતીનભાઈ : ટે. નં. 079-26606408 માલતીબહેન . નં. 0278-2 205986