________________
મુનિવરો, પંડિતો, શ્રેષ્ઠીઓની પરિચયાત્મક નાની-મોટી પુસ્તિકાઓ આપી. કેટલાક અભિનંદનગ્રંથોના સુંદર સંપાદનો કર્યાં. તેમનાં દૃષ્ટિસંપન્ન લેખસંપાદનોની અને કથાસંપાદનોની સંખ્યા પણ મોટી છે, ખૂબ ખપની છે.
વળી અનેક મુનિવરો, પંડિતો, શ્રેષ્ઠીઓ સાથે અત્યંત રચનાત્મક સેવાપૂર્ણ સંબંધો શોખથી કેળવ્યા. બધા જ સત્ય-આધારિત નિખાલસ સંબંધો – બદલાની અપેક્ષા વિનાના. શેઠ શ્રી કસ્તૂરભાઈના અત્યંત વિશ્વાસ્ય, આદરણીય રાહબર અને વિવિધ ધર્મકાર્યોના સાથી બની રહ્યા. ‘મહાવીર જૈન વિદ્યાલય’ અને તેના મહાનુભાવો સાથે પણ વર્ષો સુધી બહુવિધ સેવાસંબંધ નિભાવ્યો. પંજાબસરી આચાર્ય વિજયવલ્લભસૂરિજી અને તેમના મુનિસમુદાય સાથે તેમ જ પંજાબના જૈનસંઘના અગ્રણીઓ સાથે પણ બહુવિધ રચનાત્મક સંબંધ વિકસાવ્યો. આ બધા સંબંધોમાં અખિલ-ભારતીય પ્રદેશવૈવિધ્ય પણ ખાસ્સું રહ્યું. અનેક પ્રગતિશીલ વિદ્વાનોનાં પણ સેવા અને સેવન બંને કર્યાં.
ગુણાનુરાગી સમાજની નમણી કૃતજ્ઞતાનાં પ્રતીક રૂપ બની રહેલાં તેમનાં ત્રણ સન્માનો ઉલ્લેખવાં જોઈએ ઃ (૧) ૧૯૭૫માં મુંબઈના ‘અધ્યાત્મજ્ઞાન-પ્રસારક મંડળ’ દ્વારા તેમના ‘ગુરુ ગૌતમસ્વામી’ પુસ્તક બદલ થયેલું સુવર્ણ-ચંદ્રક-પ્રદાન, (૨) ભાવનગરની ‘યશોવિજયજી જૈન ગ્રંથમાળા' પ્રેરિત શ્રી વિજયધર્મસૂરિ જૈન સાહિત્ય સુવર્ણચંદ્રક(વિ. સં. ૨૦૩૫નો)નું પ્રદાન, (૩) મુનિશ્રી શીલચંદ્રવિજયજી (હાલ આચાર્ય)-પ્રેરિત વિશિષ્ટ પરંપરા મુજબ ઑગસ્ટ ૧૯૮૪માં અમદાવાદના એક કાળે રૂઢિચુસ્ત ગણાતા પાંજરાપોળ જૈન ઉપાશ્રયના ટ્રસ્ટ તરફથી રતિભાઈએ સાહિત્ય દ્વારા આજીવન કરેલી શાસનસેવા બદલ થયેલું ભવ્ય સન્માન.
‘કર લે સિંગાર’ની કબીરજીની શીખ મુજબ જેવું ઊજળું જીવ્યા, તેવો જ ઊજળો મરણોત્તર દેહદાનનો સંકલ્પ ! પોતાના નમ્ર, સમર્પિત જીવનમાં ૨મવા આવવા પોતાના ભાવદેહે સૌને નોંતરે છે ! તેમના અક્ષરદેહને માણવા-મૂલવવાનો સમય ફાળવીને સુખ-શાંતિભરી આધુનિકતા પામીએ.
ી
Jain Education International
४
For Private & Personal Use Only
www.jainelibrary.org