________________
નહિ, માત્ર નિર્વાહજોગું લઈને ધર્મશાસન અને સમાજના વધુમાં વધુ કામો કરવાનો મોકો મળે તેને જ માને સાચી કમાણી – ઊજળી પ્રતિભાની કામાણી. જીવનમાં વારાફરતી ત્રણ સંસ્થાઓમાંથી મળનાર સામાન્ય પગારમાં પણ, પૈસાની તાતી જરૂરિયાત છતાં, સામેથી કાપ માગી લીધેલો ! બાકીનું પૂરું કરવા બંદા બીજાં કામો શોધી કાઢે !૨ખે ને જાહેર સંસ્થાને પોતાનાથી જફા પહોંચે એવા વિચારથી પોતાની વિશિષ્ટ કામગીરી બદલ અવારનવાર મળતું માનધન પણ નકારે !
સમાજમાં વક્તા અને લેખક તરીકે, તંત્રી અને સંશોધક તરીકે, ઠરેલ સલાહકાર કે મધ્યસ્થી તરીકે તેમનું ઊંચું કાઠું બંધાયેલું. તેમાં અણીશુદ્ધ પ્રામાણિકતા, નિઃસ્પૃહતા, દ્વેષ કે દંશ વિનાની સત્યભાષિતા જાળવે. તો કુટુંબમાં પણ કોઈને ન ઓછું આવે, ન ઉછેરની કમી રહે એની કાળજી રાખી જાણે, ને પાછી અપરિગ્રહવૃત્તિ પણ જાળવી જાણે. ગૃહિણીના પૂરા સહકાર સાથે આતિથ્યમાં કમી ય ન રાખે, તો સામે પૈસાની છત પણ નહિ; ન બેંકખાતુ, શેર કે થાપણ. નિર્વાહ અર્થે ચૌદ વર્ષ રૂ-બજારમાં સેક્રેટરીની ફરજ બજાવીને શેઠિયાઓમાં ઊંચી નામના ને ચાહના પણ પામ્યા. પણ શેર કે સટ્ટા તરફ ન જ ટૂંકચા.
ભાવનગરના જૂના કીર્તિમંત ‘જૈન’ સાપ્તાહિકમાં તંત્રી વતી અગ્રલેખ અને ટૂંકી તંત્રીનોંધો લખવાનું કામ સંજોગે ઊભું કર્યું; પોણી બત્રીસ વર્ષ નિભાવવાનું આવ્યું. ભારે પડકારરૂપ કામ. પોતાના જ્ઞાનબળ અને સંસ્કારબળ થકી ખૂબ કસાયા; ઊજળી નામના બંધાઈ. અનાયાસ જૈનધર્મ અને સમાજ માટે ઊંચું વિચાર-ભાતું તૈયાર થયું. તો યે જીવનના છેવટનાં વર્ષોમાં તેને પુસ્તકાકારે છાપવાનો પ્રસ્તાવ થતાં કહે : “છાપશો મા, એ તો રોટલા માટે લખાયેલા લેખો છે !” કેવું ભર્યું-ભાદર્યું આત્મનિરીક્ષણ !
‘ગુરુ ગૌતમસ્વામી’ એ સંશોધનપૂર્ણ ચરિત્રગ્રંથ, આણંદજી કલ્યાણજીની પેઢીના ઇતિહાસના બે ભાગ અને ભદ્રેશ્વરતીર્થનો ઇતિહાસ એમની ઊંચા ગજાની વિદ્વત્તાના સાક્ષીરૂપ સીમાસ્તંભો ગણાય.
Jain Education International
3
For Private & Personal Use Only
www.jainelibrary.org