SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ કરેલી. ટાંચાં સાધનો વચ્ચે ય ઊંચી કુટુંબભાવનાથી ભરેલું આવું સંસ્કારી કુટુંબ; સમાજમાં એની ઊંચી નામના. સંપ ત્યાં જંપ. ઋષિઓએ ભણત૨ને મનુષ્યનો બીજો અને ખરો જન્મ કહ્યો છે. તે વખતે બે વાર સ્થાનફેર પામી છેવટે ગ્વાલિયર પાસેના શિવપુરીમાં સ્થિર થયેલી એક પ્રગતિશીલ જૈન સંસ્કૃત પાઠશાળા(ગુરુકુળ)ની ઊંચી નામના બંધાઈ રહી હતી. યુગપારખુ આચાર્ય વિજયધર્મસૂરિજીની પ્રેરણાથી સ્થપાયેલી. વ્યાવહારિક શિક્ષણ સાથે સંસ્કૃતનું અને જૈનધર્મનું ઉચ્ચ જ્ઞાન આપી સ્વદેશપરદેશમાં જૈનધર્મનો ઊંડો અને અભિનવ પરિચય આપનારા પંડિતો તૈયાર કરવાનું તેનું નિર્મળ ધ્યેય. ત્યાં આ ભાઈઓને ખૂબ ગોઠ્યું, પૂરું ભણ્યા. બંનેએ ‘ન્યાયતીર્થ’ અને ‘તર્કભૂષણ' પદવી મેળવી. વિશેષમાં પોતાના ભાવિજીવનનું ચોખ્ખું ધ્યેય પામ્યા અને એ માટે જરૂરી જ્ઞાન, સમજદારી અને સંસ્કારરૂપી અખૂટ સીધું-સામાન પણ. સાદા-સંયમી જીવન દ્વારા જ મળી શકે તેવા, જીવન અને પરમશક્તિના ખરા સ્વરૂપ અંગેના જ્ઞાન માટેની, અને નહિ કે માત્ર પૈસા કમાવાના સાચાખોટા ધંધાના જ્ઞાન માટેની રતિભાઈને પહેલેથી જ જબરી ભૂખ. વળી, પરિસ્થિતિ મુજબ, ચોખ્ખા માર્ગે ખપજોગું કમાઈ લેવાની આવડત અને ખંત પણ પૂરેપૂરી. ૨૩ વર્ષે ટીકર પરમારનાં મૃગાવતીબહેન સાથે તેમનાં લગ્ન થતાં શૂન્ય મૂડી સાથે તત્કાલ તો તેમણે આગ્રાના એક ગ્રંથાલયની કામગીરી અઢી વર્ષ સુધી કરી. સંસ્કૃતનું કૉલેજ-શિક્ષણ લેવા માટે અમદાવાદમાં સ્થાયી થઈને કરેલો પ્રયત્ન પ્રથમ વર્ષમાં જ સંજોગવશાત્ મળેલી નિષ્ફળતાથી રખડી પડ્યો. ઘરસંસારના અને ઊછરતા બે ભાઈના વિચારે બાકી રહેલા ભણતરની કમી ગણતરથી, ઊંચા સંસ્કારોથી, ચોખ્ખા ધ્યેયદર્શનથી સારી પેઠે પૂરી. જૈનધર્મની અને સમાજની યુગાનુરૂપ શુદ્ધિ અને ઉન્નતિ માટેની એમને બેઠી તમન્ના. એ તમન્ના નિર્વાહજોગા નરવા વ્યવસાયો પણ સુઝાડતી રહી. રૂપિયો લઈને સવા રૂપિયાનું કામ કરવાની વૃત્તિ. ‘કર્તવ્યકર્મ જ આરાધના' (Work is Worship) એ જબરું સૂત્ર પહેલેથી હૈયે વસેલું. બચતજોગું Jain Education International ૨ ~~~~~~~~~ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004535
Book TitleShatabdi Vandana
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages22
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy