Page #1
--------------------------------------------------------------------------
________________
‘હર્ષચરિત'ના સાંસ્કૃતિક અધ્યયનનું અવલેાકન [ ૬૪ ]
બિહાર–રાષ્ટ્રભાષા પરિષદે પટણામાં ડાઁ. વાસુદેવશરણુ અપ્રવાલ પાસે - હર્ષચરિત ’ ઉપર વ્યાખ્યાના કરાવેલાં. એ વ્યાખ્યાના એમણે પાંચ દિવસ એક એક કલાક આપેલાં, જે એ જ પરિષદ તરફથી હર્ષચરિત : એક સાંસ્કૃતિક અધ્યયન' નામક પુસ્તકરૂપે સુવિસ્તૃત અને સુથિતરૂપે ૧૯૫૩ની સાલમાં પ્રસિદ્ધ થયાં છે. (પુરતકની સાઈઝ ૮ પેજી રાયલ અને પૃષ્ઠ સંખ્યા લગભગ ૩૦૦ છે. કિ`મત કાચું પૂઠું રૂા. ૮૫ અને પાકું પૂરું રૂા. ૯લા છે.)
.
શ્રીયુત અભ્રવાલજી ગુજરાતના સાક્ષરાને અપરિચિત નથી. તેએ એકવાર ગુજરાત વિદ્યાસભાના ઉપક્રમે ચાલતી વિદ્યાવિસ્તાર વ્યાખ્યાનમાળામાં મથુરાના શિલ્પ-સ્થાપત્ય ઉપર ભાષણ આપવા આવેલા. તેઓ લગભગ દેશ વર્ષ લગી મથુરા મ્યૂઝિયમના કયૂરેટર પદે રહેલા. તે પી. એચડી. ઉપરાંત ડી. લિટ્ પણ છે અને તેમણે દિલ્હીમાં સેન્ટ્રલ એશિયન એન્ટીક્વીટિઝ મ્યૂઝિયમના સુપરિન્ટેન્ડેન્ટ પદે અને ભારતીય પુરાતત્ત્વ વિભાગના અધ્યક્ષપદે રહી મહત્ત્વપૂર્ણ જવાબદારી નિભાવી છે. તેમણે ઈ. સ. ૧૯૫૨માં લખનઉ વિશ્વવિદ્યાલયમાં રાધાકુમુદ મુખરજી વ્યાખ્યાનમાળામાં ‘ પાણિનિ ’ ઉપર ભાષા આપેલાં. હમણાં તે હિંદુ યુનિવર્સિટી, બનારસમાં ઇડિયન આ એન્ડ આર્કિયોલોજીના મુખ્ય પ્રાધ્યાપક તરીકે કૉલેજ ઓફ ઇન્ડોલૅછ ( ભારતીય મહાવિદ્યાલય)માં ૧૯૫૧થી કામ કરે છે. તેમનાં લખાણા હિંદી ઉપરાંત અંગ્રેજીમાં પણ પ્રસિદ્ધ થયાં છે. હિંદીમાં ચાર સંગ્રહો વિશે હું જાણું શ્રુ, પહેલા સંગ્રહ - ઉન્ત્યાતિ ' છે જેમાં વૈદિક નિબંધો છે, ખીન્ન પૃથ્વીપુત્ર ' સંગ્રહમાં જનપદીય-લોકસાહિત્યને લગતા નિધા છે. ત્રીજા કલા ઔર સંસ્કૃતિ' સંગ્રહમાં કલા અને સંસ્કૃતિને લગતા નિધા છે. ચેાથા • માતા ભૂમિ ' સંગ્રહમાં અનેક વિષયોને લગતા પરચૂરણ નિબધા છે. પાંચમુ પુસ્તક પ્રસ્તુત ‘ હર્ષચરિતઃ એક સાંસ્કૃતિક અધ્યયન ' એ છે,
,
હષરિત એ ખાણુની ગદ્ય આખ્યાયિકા છે. કાદમ્બરીના વિશ્વવિખ્યાત નામે ખાતે પણ વિશ્વવિખ્યાત કરેલ છે અને એને વિશે પાળોન્ક્રિપ્ટંગÆર્વમ એવી સસ્કૃત વાયકા પ્રસિદ્ધ છે. બાણુ ઈ. સ. ના સાતમા સૈકામા
Page #2
--------------------------------------------------------------------------
________________
૨૪ ]
દર્શન અને ચિંતન
હયાત હતા. એના પહેલાં પણ સંસ્કૃત અને વિવિધ પ્રાકૃત ભાષાઓના અનેક ગદ્યપદ્ય કવિ—વિદ્વાનો જાણીતા છે, જેના ખાણે પણ કાબરીની પ્રસ્તાવનામાં જ સમ્માનપૂર્વક નિર્દેશ કર્યાં છે. કાદમ્બરી રચાયા પછી તરત જ સંસ્કૃત અને પ્રાકૃત કવિ-વિદ્યાતાએ તેના અનુકરણમાં ગદ્યકથા લખી છે. અને ખાણના હચરતની પ્રથમથી ચાલતી અનુકરણુપર પરા પણ આગળ ચાલતી રહી છે. કાદમ્બરીના અનુકરણમાં રચાયેલ યશસ્તિલકચમ્પૂ અને તિલકમજરી એ એ ગદ્યકાવ્યોને નિર્દેશ અહીં જરૂરી છે, બન્નેના લેખક શ્વેત છે, પણ યશસ્તિલકના લેખક સામદેવ એ જૈન આચાય છે, જ્યારે ધનપાલ જૈન પણ બ્રાહ્મણ છે. બન્ને કાદમ્બરીની અનુકૃતિ હોવા છતાં યાસ્તિલક કરતાં તિલકમંજરીની ભાત જુદી પડે છે. યશસ્તિલકનાં સાંસ્કૃતિક અધ્યયનરૂપે પ્રે. કૃષ્ણકાન્ત હિન્દિીના એક અભ્યાસગ્રંથ નામે યશસ્તિલક એન્ડ ઈંડિયન કલ્ચર ' અંગ્રેજીમાં હમણાં જ પ્રસિદ્ધ થયા છે, જેમાં લેખકના ગીર અભ્યાસ પ્રતિિિચ્છત થયેલે છે.
:
>
પ્રસ્તુત પુતકમાં છૅ. અગ્રવાલે હરિતને અવલખી તેમાં આલેખા શૈલ કે સૂચવાયેલ ભારતીય સંસ્કૃતિને લગતાં અનેક પાસાંઓનું અતિહાસિક તેમ જ તુલનાત્મક દૃષ્ટિએ શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, ઇતર લલિતકળા, શાસનપટ્ટ, સિક્કા અને સાહિત્યિક પુરાવાઓને આધારે નિરૂપણ કર્યું છે અને તે તે નિરૂપણની સવ રજૂઆત માટે તેમણે ૨૮ ક્લર્કા ઉપર ૧૦૦ જેટલાં ચિત્રા પણ આપ્યાં છે, જેમાંનાં કેટલાંક તે ઉપલબ્ધ મૂર્તિ, મકાનખડ, વાસણુ, અલંકાર, વસ્ત્ર, સિક્કા, ચિત્ર આદિ અનેકવિધ સામગ્રી ઉપરથી ફેટા લઈ તૈયાર કરાવેલાં છે. અને જ્યાં એવી સામગ્રી મળી નથી ત્યાં આનું નિરૂપણ સ્પષ્ટ કરવા તેમણે પોતે નિરૂપિત વસ્તુની પોતાની જ કલ્પના આકૃતિ રચી તેનાં ચિત્રો આપ્યાં છે. આ ચિત્રસામગ્રીને લીધે તેમણે તે તે વસ્તુનુ કરેલ નિરૂપણ વાંચનારને એટલું પ્રતીતિકર થાય છે કે જ્યારે રૂપિત વસ્તુને સામે જ નઈ રહ્યો હોય.
રૅન્તુ સાંસ્કૃતિક અધ્યયન તૈયાર કરવામાં એમણે ઉપર સૂચવેલ શિલ્પ, આદિની અનેકવિધ સામગ્રી ઉપરાંત જર્મન, ફ્રેંચ, અંગ્રેજી આદિ પાન્ય અનેક ભાષાએ માં લખાયેલ સાહિત્યના તથા ભારતીય સંસ્કૃત, પ્રાકૃત, પાલી, ગુજરાતી, હિંદી આદિ ભાષાઓમાં લખાયેલ પ્રાચૉન-અર્વા ચીન સાહિત્યના જે વિશાળ, અને કીમતી ઉપયોગ કર્યો છે તેની યાદી જ એક સપૂર્ણ લેખ અને એટલી છે. એ સમગ્ર આધારભૂત સામગ્રીના આક લનના તેમ જ તેને આધારે લખાયેલ પ્રસ્તુત સાંસ્કૃતિક અધ્યયનના વિચાર
ܕ
Page #3
--------------------------------------------------------------------------
________________
“હર્ષચરિતના સાંસ્કૃતિક અધ્યયનનું અવલોકન
1 કપ કરું છું ત્યારે એમ લાગ્યા વિના નથી રહેતુ કે લેખકે નાનકડા લાગતા પ્રસ્તુત પુસ્તકની ગાગરમાં મહાભારતને સાગર સમાવી છે છે. - પૂર્વકાલીન અને સમકાલીન સંસ્કૃતિનાં અનેકવિધ ! ઓ અને અંગેનું જે પ્રતિબિંબ પ્રત્યક્ષ અનુભવ દ્વારા તેમ જ અનેક સ્ત્રોના કાવત્વસમુચિત અધ્યયન દ્વારા બાણની પ્રતિભામાં પડેલું અને જે તેણે કાદમ્બરી અને હર્ષચરિત એ બે કૃતિઓમાં શબ્દબદ્ધ કરેલું છે તેનું સર્વાગીણ અધ્યયન કરી તેને સાહિત્ય-જગત સમક્ષ સુચારુ અને વિશદ રૂપમાં રજૂ કરવાની ઊંડી નેમ શ્રીયુત અગ્રવાલ સેવે છે. એવા સમગ્ર સાંસ્કૃતિક અધ્યયનની દષ્ટિએ શું શું કરવું આવશ્યક છે તેને નિર્દેશ પ્રસ્તુત હર્ષચરિતની ભૂમિકામાં સાત મુદ્દા રૂપે તેઓએ કર્યો છે. તેને સાર એ છે કે કાદમ્બરી અને હર્ષ ચરિતનું શુદ્ધ તેમ જ પ્રામાણિક સંસ્કરણ તૈયાર કરવું. સાથે સાથે સુલભ બધી પૂર્વ ટીકાઓને આધારે તેના ષમાં છુપાયેલ અર્થોનાં રહ પ્રકટ કિરવાં. તદુપરાંત બન્ને કૃતિમાંના શબ્દોને સમ્મિલિત પૂર્ણ કેશ-ઈન્ડેકસ વરબરમ તૈયાર કરે, અને એ બન્ને કૃતિઓને આધારે બાણની સંપૂર્ણ સાંસ્કૃતિક સામગ્રીનું એતિહાસિક દષ્ટિએ વિવેચન, ઈત્યાદિ. આવા સર્વાગીણ કામને સફળતાપૂર્વક પૂરું કરવાની પાકી ધારણા હોવા છતાં તે કમેક્રમે રેગ્ય રીતે થઈ શકે એવી ધીર અને દીર્ધ દૃષ્ટિથી તેમણે પ્રથમ હર્ષચરિતનું સાંસ્કૃતિક અધ્યયન કર્યું અને તે જ પ્રસ્તુત પુરતકમાં રજૂ કર્યું છે. બાણની બીજી અને મેટી કૃતિ કાદમ્બરીનું એવું સાંસ્કૃતિક અધ્યયન કરવું અને પ્રકાશિત કરવું એ હજી બાકી છે એમ ઉપર ઉપરથી જોતાં જરૂર લાગે, પણ તેમની અત્યાર સુધીની તૈયારી અને તે કામ માટે પિલે સંકલ્પ એ બધું જોતાં બાકીનું કામ તેઓ જ પતાવશે; પતાવશે એટલું જ નહિ, પણ વિશેષ સારી રીતે પતાવશે એ વિશે મને લેશ પણ શકા નથી. જ્યારે મેં તેમની પાસેથી જાણ્યું કે તેમણે હૈદરાબાદમાં બાણની કાદરી વિષે વ્યાખ્યાન આપવાનું હમણાં જ સ્વીકાર્યું છે ત્યારે મારી પ્રતીતિ વધારે દૃઢ બની. પ્રસ્તુત હર્ષચરિતના અધ્યયન દ્વારા તેમણે બાણના પૂર્વકાલીન અને સમકાલીન અનેક સાંસ્કૃતિક અંગે ઉપર જે પ્રકાશ નાખ્યો છે તે કેવળ બાણુંના પૂર્ણ સાંસ્કૃતિક અધ્યયનનું જ ધાર નથી ઉઘાડતો, પણ બાણના પૂર્વકાલીન વાલ્મીકિ, ભાસ, અશ્વ, કાલિદાસ, સુબંધુ આદિ મહાન કવિઓના એવા જ અધ્યયનનું દ્વાર ઉઘાડવાની ચાવી બને છે; અને બાણના સમકાલીન કે ઉત્તરકાલીન અન્ય મહાકવિઓના વિશિષ્ટ સંસ્કૃત અધ્યયનની ભૂમિકા પૂરી પાડે છે. આ દષ્ટિએ જોતાં હર્ષચરિતનું પ્રસ્તુત
Page #4
--------------------------------------------------------------------------
________________
દર્શન અને ચિંતન અધ્યયન માનવીય સંસ્કૃતિને, તેમાંય ખાસ કરી ભારતીય સંસ્કૃતિને, ઉકેલવાની આંખ અર્જે છે. એ કેવી રીતે આંખ આપે છે તેના કેટલાક દાખલાઓ અહીં પ્રસ્તુત પુસ્તકમાંથી ટાંકવા વિશેષ રસપ્રદ થઈ પડશે.
- ડો. અગ્રવાલે જે એક સ્વાનુભવ રજૂ કર્યો છે અને જે સર્વીશે સત્ય છે તે એ છે કે બાણને અજ્ઞાત અને અસ્કુટ અર્થોને યથાવત સમજવાની ચાવી ભારતીય કલાની પ્રાપ્ત સામગ્રીમાંથી તેમને મળી છે. એ જ રીતે એમને એ અનુભવ પણ તદ્દન સાચું છે કે કાવ્ય અને કળાઓ એ બન્ને એકબીજાને અર્થે યા ભાવ ફુટ કરે છે. કાવ્યને ગૂઢ અર્થ ચિત્ર, શિલ્પ અને
થાપત્યના નમૂનાઓથી ઘણી વાર બહુ જ સ્પષ્ટપણે ઉકેલાય છે, તે કેટલીક - વાર એવી કળાઓનો ભાવ સમજવામાં કાવ્યનું વિશદ વર્ણન પણ મદદગાર બને છે. કાવ્ય હોય કે કળાઓ, છેવટે એ બધું લેકજીવનમાંથી જ ઉદ્દભવે છે અને એમાં જીવનનાં જ સત્યો પ્રતિબિંબિત થાય છે. સાચે કવિ અને સાચે કળાકાર પોતે પોતાની કૃતિઓમાં જીવનનાં જ પાસાંઓ પિતાની કલ્પનાશક્તિ પ્રમાણે આલેખે છે. એટલે કવિએ પોતાના કાવ્યમાં જે જીવન શબ્દબહ કર્યું હોય તે જ જીવન ચિત્રકાર પિતાના ચિત્રોમાં, શિ૯૫કાર પાષાણું ધાતુ આદિ ઉપરનાં પિતાનાં શિલ્પમાં, પતિ પિતાના ભવનનિર્માણમાં – એમ વિવિધ રીતે અંકિત કરે છે. કાલિદાસ અને બાણ વગેરે કવિઓએ જીવનમાંથી જે સમૃદ્ધિ પિતપિતાનાં કાવ્યમાં કવિકૌશલથી વર્ણવી છે તે જ
મૃદ્ધિ તક્ષશિલા, અજંતા વગેરેના કલાકારોએ પિતાપિતાની કળામાં મૂર્ત કરી છે. તેથી જ શ્રીયુત અગ્રવાલને બાણુના અનેક અજ્ઞાત અને અસ્કુટ અભિપ્રાયે ફુટપણે દર્શાવવામાં તે તે કાળના ઊંડા અભ્યાસે કીમતી મદદ આપે છે. આ મુદ્દાને સમજવા અર્થે જ તેમનાં લખાણોમાંથી, ઉપર સૂચવ્યા મુજબ, કેટલાક દાખલાઓ અત્રે આપ્યા છે.
પાંચમ ઉદ્ઘાસમાં વર્ણન છે કે રાજમહિષી યશોમતી જ્યારે એના પતિ પ્રભાકરવર્ધનને મરણુકાળ નિશ્ચિત જુએ છે ત્યારે તે અનુમરણ-સતી થવાની પૂરી તૈયારી કરે છે. એટલામાં પુત્ર હર્ષવર્ધન આવી ભેટે છે અને માતાને સતી થવાના નિશ્ચયથી રિકવા પગમાં પડે છે. માતા ગદગદ થઈ પુત્રને નિશ્ચય અ. આવતાં વારે છે. તેમ કરતાં તેની આંખે આંસુભીની હોવાથી તે પાસે પડેલ એક હંસની આકૃતિવાળા પાત્રમાંથી મોટું ધોવા પાણું લે છે. એ પાત્ર છે રૂપાનું અને તે એક તામ્રજ્ય સુન્દર પૂતળી ઉપર રાખેલું છે. એ પૂતળી એક વર્ષની સુન્દર કન્યાની આકૃતિ ધરાવે
Page #5
--------------------------------------------------------------------------
________________
[ કર
“હર્ષચરિતના સાંસ્કૃતિક અધ્યયનનું અવલોકન છે અને તેનું લાવણ્ય શરીર સાથે ચેટી ગયેલ એવા અત્યંત ઝીણું વસ્ત્રના છેડામાં આવેલી પાતળી લાલ રંગની કિનારીથી અંકિત છે. આ પૂતળી અને તે ઉપર રાખેલ રૂપાના પાત્રનું મરમ શ્લેષમાં વર્ણન કરતાં બાણે જે સમાસગર્ભિત વાક્ય વેર્યું છે તે આ:
मग्नांशुकपटान्ततनुताम्रलेखालांछितलावण्यकुब्जिकावर्जितराजतराजहंसास्यसमुद्गीणेन पयसा प्रक्षाल्य मुखकमलम् ।
આ ૧૬ શબ્દના શ્લેષપ્રધાન સમાસના અધરા અર્થો ઠીક ઠીક સમ જવા અને શબ્દોને માર્યા–મચાવ્યા વિના તેમાંથી તે અર્થો ઘટાવવા ડૉ. અગ્રવાલને ખૂબ પ્રયત્ન કરવો પડ્યો, પણ જયારે તેમણે તક્ષશિલામાંથી સિરકપની ખોદાઈ કરતાં મળેલ એક ચાંદીનું હંસાકૃતિ પાત્ર જોયું અને સાથે જ શ્રી. કુમારસ્વામીના “હિસ્ટરી ઓફ ઈન્ડિયન એન્ડ ઇન્ડેનેશિયન આર્ટ નામના પુસ્તકમાં ફલક ભાના ચિત્ર ૧૫૯માં ગુપ્તકાલીન તામ્રમય બુદ્ધમૂર્તિનું અવલેકિન કર્યું ત્યારે તેમને શ્લેષમાંથી ફલિત કરેલા પાંચ અર્થે પૈકી પ્રથમ અને મહત્વને અર્થ પૂરેપૂરે સમજાશે, અને તેમણે ઉડી નિરાંત અનુભવી. એ પચે અર્થે તેમણે પૃ. ૯૮ થી ૧૦૨ સુધીમાં બહુ કુશળતાથી દર્શાવ્યા છે. આપણે અહીં પ્રથમ અને મુખ્ય અર્થ શું છે અને તે ઉપર સૂચવેલ પાત્ર અને મૂર્તિ એ બે કલાકૃતિઓની મદદથી કેવી રીતે સ્પષ્ટ કર્યો છે તે જોઈએ. તક્ષશિલાથી મળેલું પાત્ર એક તે ચાંદીનું એટલે કે રાજત છે અને બીજું તે રાજહંસની આકૃતિવાળું ૬૩ ઈંચ ઊંચું છે. એ જ રીતે શ્રી. કુમારસ્વામીવાળી બુદ્ધ પૂર્તિ એક તે તામ્રમય છે અને બીજું, તેના ઉપર સાવ પલળીને શરીર સાથે ચેટી ગઈ હોય તેવી ઝીણી ચાદરના છેડાની એક પાતળી ધારી છાતી ઉપર અંકિત છે. એ જ રીતે છે. આર. સી. હાજરા લેખ ( A Passage in Bana Bhatta's Harshacharita, Poona Orientalist) જેમાં કુક્ઝિકા પદને અર્થ દ્રય મલ આદિ તંત્ર ગ્રંથને આધારે આઠ વર્ષની અવિવાહિત કન્યા દર્શાવાયેલ છે તે અર્થ છે. અમવાલે એક શિલ્પાકૃતિમાં છે અને શ્રી. હાજરાએ તંત્રને આધારે દર્શાવેલા અર્થના ખરાપણાની પ્રતીતિ કરી. એ શિલ્પાકૃતિ મહોલી (મથુરા)માંથી પ્રાપ્ત થયેલ રાણુને પડખે ઊભેલ એક પરિચારિકા સેવિકાની છે, જેના હાથમાં મધુપાનનું પાત્ર છે અને જે હજુ સ્ત્રીભાવનાં પ્રકટ લક્ષણ વિનાની છે. ઉપર સૂચવેલ તક્ષશિલાવાળું ચાંદીનું
Page #6
--------------------------------------------------------------------------
________________
૪૨૮ ]
દર્શન અને ચિંતન રાજહંસાકૃતિ પાત્ર, શરીરથી અલગ ન દેખાય એવું તેની સાથે ચેટી ગયેલ ઝીણું વસ્ત્ર ધારણ કરનાર અને માત્ર છાતી ઉપર દેખાતી :પાતળી ધારીથી કપડાની કિનારીનો ખ્યાલ પૂરે પાડનાર તાંબાની બનેલી લાલ ગુપ્તકાલીન બુદ્ધમૂર્તિ, તેમ જ મહોલીમાંથી પ્રાપ્ત થયેલ હાથમાં મધુપાનનું પાત્ર લઈ રાણુ પાસે ઊભી રહેલ તેની પરિચારિકા-જિકાની આકૃતિ–આ ત્રણ શિને આધારે ડૉ. વાસુદેવ હર્ષચરિતમાંના ઉપર નિર્દેશલ ૧૬ પદના સમાસ–વાક્યમાંથી જે મુખ્ય અર્થ કાઢયો છે તે જ બાણને અભિપ્રેત છે, એ વિશે હવે લેશ પણ શંકા રહેતી નથી. ઉક્ત કલાય શિલ્પ પ્રાપ્ત થયાં ન હતા અને પ્રાપ્ત છતાં કુશળ નેત્ર સામે ઉપસ્થિત થયાં ન હેત તેમ જ ઉપસ્થિત છતાં તેને મર્મ પકડાયે ન હોત કે એ મને બાણના કથન સાથે મેળ સધાયો ન હોત તો બાણનું ખરું વક્તવ્ય શું છે તે અત્યારે બાણ વિના કે બીજા કોઈ સર્વ ભેગી વિના કઈ કહીં શકત નહિ એ ચોક્કસ છે અને તેથી જ આજ સુધીમાં બાણનો એ ગ્રં પઠનપાનમાં કે વાચનમાં ચાલુ હોવા છતાં કોઈ ખરો અર્થ દર્શાવી શક્યો નથી, જયારે એ ખરે અર્થ દર્શાવવાનું માન ડૉ. વાસુદેવને ફાળે જાય છે અને તે અર્થની શોધના આધાર કહી શકાય એવાં કળશિલ્પને ફાળે જાય છે. તે વાક્યો ખરે અને પૂરે અર્થ આ પ્રમાણે નીકળે છે:
રાણી યશોમતીએ આ વર્ષ જેટલી ઉંમરની કન્યા કુજિકાએ નમ વેલ ચાંદીના હંસાકૃતિ પાત્રમાંથી પાણી લઈ મોટું ધોયું. એ કુશ્વિકા સજીવ કન્યા છે કે તેવી આકૃતિની પૂતળી હેય, બન્ને સંભવે છે. એનું લાવણ્ય શરીર ઉપર એટેલ બહુ જ ઝીણા વસ્ત્રની લાલ તાંબા જેવી ધારથી વિશિષ્ટ રૂપે લક્ષિત થતું. વસ્ત્ર એવું ઝીણું હતું કે તે શરીરથી જુદું ન પડતું હેવાને લીધે એ ભાસ કરાવે કે જાણે પાણીથી પલળેલું હેઈ શરીર સાથે ચોંટી ગયું હોય. આવા વેષને માટે અંગ્રેજીમાં “વેટ પરી” શબ્દ છે તે તરફ ડૉકટરે ધ્યાન ખેંચ્યું છે.
રાજ્યવર્ધનના વીરસવર્ણન પ્રસંગે બાણે જે એક વાક્ય પ્રજવું છે તે આ છે•
दर्षात् परामृशन् नवकिरणसलिलनिसरैः समरभारसम्भावनाभिषेक मन चकार दिङ्नागकुम्भकूट विकटस्य बाहुशिखरकोशस्य वामः पाणिपल्लवः ।
Page #7
--------------------------------------------------------------------------
________________
હુચરિતના સાંસ્કૃતિક અધ્યયનનું અવલોકન
[ ૭૨૯ આને અર્થ સ્પષ્ટ કરવામાં છે. વાસુદેવે અહિચ્છત્રામાંથી પ્રાપ્ત થયેલ એક રમકડા ઉપરની ગુપ્તકાલીન વીરેષની આકૃતિનો આધાર લીધે છે, જેમાં પુરુષની ડાબી બાજુએ લાંબી તલવાર છે અને જમણી બાજુએ નાની તલવાર લટકે છે. નાની એટલે કોણીથી આંગળી સુધી લાંબી, જેને સંસ્કૃતમાં અસિપત્તિકા કે હુરિકા (છરી) કહે છે અને ભુજપાલિકા ઉપરથી બનેલે ભુજલી શબ્દ પણ તે માટે હિંદીમાં પ્રચલિત છે. સામાન્ય રીતે એ ભુજાલીને એક પ્રકારની કટારી કે કૃપણ કહી શકાય. બીજે આધાર તેમણે અજંતાના ચિત્રના લીધે છે, જેમાં એવી નાની તલવાર જમણું હાથમાં ધારણ કરેલ પુરુષ ચિત્રિત છે અને તેની મૂક પાસે મ્યાન ઉપર હસ્તિમસ્તકની આકૃતિ છે. ઉક્ત રમકડા અને ચિત્રમાંની વીરબસૂચક આકૃતિને આધારે બાણે જેલ ઉપર લિખિત વાકયને (પૃ. ૧૨૦) અર્થ ડો. વાસુદેવે એવી કુશળતાથી ઘટા છે કે તે જ બાણને અભિપ્રેત હવા વિશે જેમ શંકા નથી રહેતી તેમ એ બાબતમાં પણ શંકા નથી રહેતી કે બાણે જે વર્ણન કર્યું છે તે નજરે જોયેલ કઈ વાસ્તવિક દશ્યનું જ વર્ણન છે.
ઉપર સચિત વાક્યના એકંદર ત્રણ અર્થો લે–ચમત્કાર દ્વારા ફલિત કરવામાં આવ્યા છે. તેમાંથી એક અર્થ દિવ્ય પરીક્ષાને લગતો છે, જેમાં અપરાધી મનાતી વ્યક્તિ પિતાની સચ્ચાઈ કે નિર્દોષતા સિદ્ધ કરવા તત્કાલીન પ્રથા પ્રમાણે સવસ્ત્ર સ્નાન કરી ભીના કપડે કૂંડાળામાં ઊભી રહે છે અને ઇષ્ટ દેવમૂર્તિનું અભિષેક-જળ અંજલિમાં લઈ પીએ છે. બીજો અર્થ તે વખતે જાણીતી એક કિંવદતી કે લેવાયકાને સૂચવનાર છે. એ કિંવદન્તી કાલિદાસના મેઘદૂતકાવ્યમાંની “હિનામાનાં ચ વરિહરજૂ થુલ્લાવટેવન ” એ કડીમાં પણ સૂચવાયેલી માનવામાં આવે છે. એને ભાવ એ છે કે પાંચમા સિકામાં થયેલ સુપ્રસિદ્ધ બે તાર્કિક દિનાગ પોતાના ગુરુ વસુબધુના રચેલ અભિધમકાશની સૂક્ષ્મ અને તાર્કિક સ્થાપના પ્રતિપક્ષીઓ સમક્ષ સાભિમાન કરતો. ત્રીજે, પણ પ્રસ્તુત અર્થ તે રાજ્યવર્ધનને લગતે છે.
જ્યારે રાજ્યવર્ધન પોતાના પિતા પ્રભાકરવર્ધનના મૃત્યુથી શકાતુર હતું અને શકના આવેગમાં વિરકત વૃત્તિથી વલ્કલ ધારણ કરવાની તૈયારીમાં હવે ત્યારે એણે અચાનક પિતાના બનેવી ગ્રહવર્માના માલવરાજ દ્વારા થયેલ વધના તેમ જ પિતાની બહેન રાજ્યશ્રી કેદ થયાના સમાચાર સાંભળ્યા અને તરત જ શોકનું સ્થાન ક્રોધે લીધું. તેમ જ તેને ડાબે હાથ ક્ષત્રિચિત
Page #8
--------------------------------------------------------------------------
________________
@a॰ ]
દર્શન અને ચિંતન
વૌરવૃત્તિથી જમણી બાજુએ બાંધેલ કૃપાણુની મૂઠ ઉપર પડ્યો. એ મૂ હસ્તિમસ્તકની આકૃતિના અલંકારથી સુશોભિત હતી. બાણુ રાજ્યવર્ધનની એ ક્ષાત્રધમ ચાગ્ય વીરવૃત્તિનું ઉત્પ્રેક્ષાથી વણૅન કરતાં કહે છે કે એના ડાભેા હાથ કાશ ( મ્યાનબલ ) એવી બાહુશિખર ભુજાલી (કૃપાણ)ની મૂઠ કે જે દિ નાગ-કુંભસૂવિકટ અર્થાત્ વિશાળ હસ્તિમરતકથી શોભતી, તેના ઉપર પડયો. તે વખતે જાણે એમ લાગતું હતું કે ડાબે હાથ દ્રુપ અર્થાત્ વીરવૃત્તિના આવેગથી ( પરામશન) કૃપાણને અડકતી વખતે નખમાંથી નીકળતાં કિરારૂપ જળના પ્રવાહા દ્વારા એ નાનાશા કૃપાને પણુ યુદ્ધભાર માટે સમ' છે એવી ધારણાથી અભિષેક કરતા ન હોય !
ખાણુ પહેલવહેલાં હના આમંત્રણથી એને મળવા ગયા ત્યારે એ હુના દરબારમાં એની ચાથી કહ્યા—સૌથી પાછળના ભાગ—માં ને મળેલ છે. બાણે હર્ષોંના મહેલનુ બદ શબ્દચિત્ર સવિસ્તર આલેખ્યું છે. એ ચિત્રણમાં સેના સ્થાન ( છાવણી )થી માંડી નાની-મેટી અનેક ચીજો અને ખળતાનુ પ્રચલિત પરિભાષામાં વર્ણન છે. શ્રીયુત અપ્રવાલે એ વર્ણન પૂરેપૂરું સમજાય અને એમાં આવેલી પરિભાષા સ્પષ્ટ થાય તેટલા માટે ખાણના પૂર્વકાલીન અને ઉત્તરકાલીન એવાં રાજભવન–વ નાની ખાણુના વન સાથે અતિવિસ્તૃત છતાં મનોર ંજક અને જ્ઞાનપ્રદ ઐતિહાસિક તુલના કરી છે. વાલ્મીકિના સુન્દરકાંડમાં આવેલ રાવણના ભવનનું વર્ણન, અયેાધ્યા કાંડમાં આવેલ રાજા દશરથના ભવનનુ અને રાજકુમાર રામના ભવનનું વન, મહાભારતના ઉદ્યોગપવમાં આવેલ ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનનાં ભવનાનુ વણૅન, શકરાજ કનિષ્કકાલીન અશ્વોષના સૌન્દરનન્દ કાવ્યમાં આવેલ નન્દના ભવનનું વર્ણન, ગુપ્તકાલીન પાાતિકમાં આવેલ વારનિતાનાં ભવ નાનુ વર્ણન, કાદમ્બરીમાંના શુદ્રક અને ચંદ્રાપીડના ભવનનુ વર્ણન, મૃચ્છકટિકમાંના વસન્તસેનાના ભવનનુ વન, હેમચંદ્રના કુમારપાલરિતમાંના રાજભવનનું વર્ણન, વિદ્યાપતિનું કાતિલતાગત વર્ણન, પૃથ્વીચંદ્રચરિતમાંનુ મહેલનુ વર્ણન, આમેરગઢના મહેલનુ વર્ણન, દિલ્લીના લાલ કિલ્લામાં આવેલ અકબર અને શાહજહાંના મહેલાનુ વન અને લંડનમાંના હૅપ્ટન કા મહેલનુ વર્ણન, છેવટે રાષ્ટ્રપતિના રાજમહેલનુ વર્ણન આપી પ્રભાકરવર્ધનના રાજભત્રન અને હર્ષના કુમારભવનના બાણે કરેલ વર્ણન સાથે તુલના કરી ચેપીસ ખાતાને લગતું એક સૂચક કાષ્ટક આપ્યું છે, જે ખાણુણિત મહેલ, લાલ કિલ્લામાંના મહેલ અને લંડનના હેપ્ટન કાર્ય નામના રાજમહેલ—એ ત્રણેયની નખશિખ સરખામણી પૂરી પાડે છે
Page #9
--------------------------------------------------------------------------
________________
હર્ષચરિતના સાંસ્કૃતિક અધ્યયનનું અવલોકન
[ ૭૩૧ અને આખા ઇતિહાસકાળમાં જુદા જુદા દેશોમાં અને જુદી જુદી રાજ્ય સંસ્થા એમાં પણ માગત કે સ્વાભાવિક કેવું કેવું સામ્ય ઊપસી આવે છે. તેનું જિજ્ઞાસાવધક ચિત્ર (પૃ. ૨૦૩ થી) રજૂ કરે છે.
રાજભવનની વિગતે સમજાવવા તેમણે કેટલાંક ચિત્ર પણ. પાછળ આપ્યાં છે. હર્ષવર્ધન પિતાની ગુમ થયેલ વિધવા બહેન રાજ્યશ્રીની શોધમાં નીકળે છે. છેવટે તે વિધ્યાટવીમાં એક આશ્રમમાં જઈ પહેચે છે. તે આશ્રમ દિવાકરમિત્ર નામના એક અસાધારણ બૌદ્ધ વિદ્વાન ભિક્ષને છે. એના વર્ણનપ્રસંગે બાણે એ આશ્રમનું દબદૂ ચિત્ર શબ્દોમાં રજૂ કર્યું છે. તેમાંથી આપણે અહીં તે આશ્રમમાં એકત્ર થયેલ ૧૯ દાર્શનિક અગર ધર્મસંપ્રદાયેને ટૂંક પરિચય કરીશું. દિવાકરમિત્ર બૌદ્ધ ભિક્ષુ છે, જ્યારે બાણ વૈદિક બ્રાહ્મણ છે, તેમ છતાં બાણે દિવાકરમિત્રની અસાધારણ વિદ્વત્તા અને મહત્તાને જે નિર્દેશ કર્યો છે તે એક બાજુથી બાણુની યથાર્થ તટસ્થતા સૂચવે છે અને બીજી બાજુથી તે સમયમાં પ્રસિદ્ધ એવાં વિદ્યાપીઠે કે ગુસ્કુળાની યાદ આપે છે. તક્ષશિલાનું વિદ્યાપીઠ તે પ્રથમથી પ્રસિદ્ધ હતું જ, પણ બાણના સમયમાં નાલંદાની કીર્તિધજા પણ ગગનચુંબની હતી. એ દાર્શનિકના વર્ણનમાં બાણે તે કાળે ચાલું પણ પરિપાક પામેલી અભ્યાસ પ્રથાને સંકેત સુધ્ધાં કર્યો છે. વિદ્યાથીઓ પ્રથમ ગ્રન્થપાઠ કરતા, પછી ગુરુમુખે તે તે શાસ્ત્રના સિદ્ધાન્ત સાંભળી તે ઉપર શંકા-સમાધાન કરતા, ત્યાર બાદ ઈતર મંતવ્યનું ખંડન કરતા–એ ક્રમે તુલનાત્મક અધ્યયન દ્વારા વિદ્યાને સ્થિર અને વિભળ કરતા.
જે ૧૯ દાર્શનિકોને ઉલ્લેખ બાણે કર્યો છે તે પ્રથમથી ચાલ્યા આવતા સાતમા સૈકા સુધીના અને ત્યાર બાદ વિકસેલા આજ સુધીના ધાર્મિક તેમ જ દાર્શનિક ઈતિહાસ ઉપર પુષ્કળ પ્રકાશ પાથરે છે. બાણે ૧. આહંત, ૨. મશ્કરી, ૩. વેતપટ, ૪. પાંડુરિભિક્ષુ, ૫. ભાગવત, ૬. વર્ણ, ૭. કેશલુંચન, ૮. કપિલ, ૯. જૈન, ૧૦. લેકાથતિક, ૧૧. કણાદ, ૧૨. ઔપનિષદ, ૧૩. ઐશ્વરકારણિક, ૧૪. કારધી, ૧૫. ધર્મશાસ્ત્રી, ૧૬. પૌરાણિક, ૧૭, સાપ્તતન્તવ, ૧૮. શબ્દ અને ૧૯. પાંચરાત્રિક ધર્મપથનો ઉલ્લેખ કર્યો છે. આ પથેનું ઓળખાણ ડૉ. અગ્રવાલજીએ કુષાણ તેમ જ ગુપ્તકાલની મથુરા અને અહિચ્છત્રા આદિમાંથી પ્રાપ્ત થયેલ મૂર્તિઓ અને કલાકૃતિઓને આધારે તેમ જ યશસ્તિલઠ્યપૂ, નૈષધ મહાકાવ્ય અને પ્રબોધચન્દ્રોદય નાટક આદિ અનેકવિધ સહિત્યિક પુરાવાઓને આધારે કરાવ્યું છે. સાથે સાથે હર્ષચરિતના જ પાંચમા ઉલ્લાસમાં શ્લેષ દ્વારા નિર્દેશેલ ૨૧ ની પ્રસ્તુત ૧૯ પશે.
Page #10
--------------------------------------------------------------------------
________________
-૭૩ર ] .
દર્શન અને ચિંતન સાથે સરખામણી પણ કરી છે. એ ઓળખાણ અને સરખામણીને ટૂંક સાર એ છે કે આહંત, તપટ અને કેશલુંચન એ ત્રણ ફિરકાઓ જૈન પરંપરાના છે અને એ યાદીમાં આવતું નવમું જૈન વિશેષણ બૌદ્ધ પરંપરાનું સૂચક છે. અત્યારે આપણે જૈન પદ સાંભળતાં જ મહાવીરના અનુયાયીઓને બંધ કરીએ છીએ, પણ બાણુના સમય સુધીમાં જૈન વિશેષણ મહાવીરના અનુયાયીઓ માટે ખાસ પ્રચલિત ન હતું. “જિન” શબ્દ ઉપરથી જૈન પદ બને છે. જિન શબ્દ જેમ મહાવીર આદિ તીર્થકરને સૂચક છે તેમ જ તે તથાગત આદિ ઇતર અમને પણ સૂચક છે. તેમ છતાં તે વખત સુધીમાં જૈન” પદ મોટેભાગે બૌદ્ધ સંપ્રદાય માટે વપરાતું અને અત્યારે જાણીતા જૈન ફિરકાઓ તે કાળમાં અન્ય અન્ય વિશેષણ દ્વારા ઓળખાતા. અત્યારે વેતાંબર, દિગમ્બર, સ્થાનકવાસી અને તેરાપંથ એમ ચાર મુખ્ય જૈન ફિરકાઓ છે, પણ બાણુના સમયમાં મુખ્ય ત્રણ હતા. દિગંબર, શ્વેતાંબર અને યાપિનીય. આ ત્રણ ફિરકાઓ અનુક્રમે આહંત, તપટ અને કેશલુંચન એવાં વિશેષણોથી બાણે નિર્દેશ ક્યનું તારણ શ્રી. અગ્રવાલજીએ કાર્યું છે. એ ગમે તેમ છે, છતાં એ ખરું કે બાણ જૈન પરંપરાના તત્કાલીન બધા ફિરકાઓથી પરિચિત હ. યાપનીય સંધ આજે જુદું
અસ્તિત્વ નથી ધરાવત, પણ તે કાળે પ્રધાનતા ભોગવતો. યાપનીય સાધુઓ રહેતા નગ્ન એટલે દિગંબર, પણ ઘણી બાબતમાં શ્વેતાંબર-તપટને મળતા આવતા, તેથી આખરે એ સંઘ જુદું અસ્તિત્વ ગુમાવી દિગંબર-શ્વેતાંબરમાં જ સમાઈ ગયો છે. મકરી એટલે શે કે પાશુપત. તેઓ મસ્કર એટલે દંડ ધારણ કરતા. પાંડરિભિક્ષુ એ આજીવક પરંપરાના ભિક્ષુઓ. મહાવીરના સમકાલીન અને પ્રતિસ્પધી ગશાલકની પરંપરામાં થનારા ભિક્ષુઓ આવક કહેવાતા. તેઓ પણ નગ્ન રહેતા. આજે આવક પરંપરા જુદી નથી રહી, પણ મારી દષ્ટિએ ગિરનાર, હિમાલય વગેરેમાં રહેતા નાગા બાવાઓની પરંપરામાં તે રૂપાંતર પામી છે. વર્ણ તે નૈષ્ઠિક બ્રહ્મચારીને વર્ગ. કપિલ એ સાંખ્ય. કાયતિક એ ચાક. કણાદ એ વૈશેષિક અને અશ્વરકારણિક એ નિયાયિક. ઔપનિષદ એ પ્રાચીન વેદાન્તી. કારબ્ધમી એ રસાયન બનાવનાર ધાતુવાદી. ધર્મશાસ્ત્રી એ સ્માર્ત. પૌરાણિક એ પુરાણજીવી. સાપ્તતન્તવ એ કર્મકાંડી મીમાંસક–જે સપ્તતંતુ એટલે યજ્ઞ કરે–કરાવે. શબ્દ એ શબ્દબ્રહ્મવાદી વૈયાકરણ. શ્રી. અગ્રવાલજી લખે છે કે કુષાણ અને ગુપ્તકાળમાં ભાગવત ધર્મના અનેક ફાંટાઓ હતા, જેમાંથી ઉખાન વિષ્ણુ ઉપરાંત તેના સહચારી અશ્રુત, સત્ય, પુરુષ અને અનિરુદ્ધની ઉપાસના કરતા; જ્યારે
Page #11
--------------------------------------------------------------------------
________________
“હર્ષચરિતના સાંસ્કૃતિક અધ્યયનનું અવલોકન
| [ ૩૩ સાતે વિષ્ણુને નારાયણરૂપે ઉપાસતા, તેમ જ નૃસિંહ અને વરાહરૂપે મહાવિષ્ણુની મૂર્તિની કલ્પના કરતા. એવી ગુપ્તકાલીન મૂર્તિઓ મથુરાકળામાં મળી આવે છે. વખાનો અને સાત્વતે કરતાં પ્રાચીન હતા મૂલપંચરાત્ર આગમ. એને અનુસરનાર તે પાંચરાત્રિક. અત્યારે તે આ બધા ફટા ઓ એક ભાગવતમાં સમાઈ ગયા છે.
પ્રાજ્યોતિષ (કામરૂપ-આસામ)ના તત્કાલીન અધિપતિ ભાસ્કર વર્માને હંસવેગ નામને દૂત હર્ષવર્ધનને મળે છે. એનું વર્ણન કર્યા બાદ બાણે રાજ્યકર્મચારીઓ અને દરબારી ને કોની વિવિધ મનોવૃત્તિઓનું ઊંડું વિશ્લેષણ કર્યું છે. તેમાં બાણ એવા નેકરોની અરસપરસ ખટપટ, ચડસાચડસી, ખુશામતખોરી અને નિન્ય વ્યવહાર આદિનું અનુભવસિદ્ધ ચિત્ર રજૂ કરે છે, જે હમેશાં સુલભ એવી નકોની મનોદશાનું યથાર્થ પ્રતિબિંબ માત્ર છે. છેવટે બાણું ત્યાં સુધી કહે છે કે જે સ્વમાની હોય તેને વાસ્તે એક ક્ષણ માત્ર પણ માનવોચિત ગૌરવ સાથે જીવવું સારું છે, પણ જો માથું ઝુકાવવું પડે તે મનસ્વી માટે ત્રણેય વિશ્વનું રાજ્ય પણ સારું નહિ.” શ્રી. અગ્રવાલ લખે છે કે બાણની આ સમીલાનો જે વિશ્વસાહિત્યમાં ભળવો દુર્લભ છે.
છેલ્લા યુદ્ધ વખતે લશ્કરની અને લશ્કરી સામાનની થતી ત્વરિત હેરફેર વખતે પ્રજાની જે બરબાદી અને બેહાલી આપણે નિહાળી છે તેવી જ હર્ષ વર્ધનની વિજયયાત્રા વખતે લશ્કરની કૂચથી થતી બાણે વર્ણવી છે. હાથીઓ વચમાં આવતાં ઝૂંપડાંને કચરી નાખતા. એ ત્રાસ જઈ બિચારા ઝૂંપડાવાસીઓ મહાવત ઉપર ઢેફાં—પથ્થર ફેંકી એવા ભાગી જતા કે મહાવતે જોતા જ રહી જાય. ઘોડેસવારે પિતાના ઘડાઓને અને માલસામાન લાદી જનારાઓ પિતાનાં ખચ્ચર કે બળદોને રસ્તામાં પડતાં ખેતરમાંથી ઊભો પાક ખવડાવી દેતા અને ખેડૂતોને તેબા કિરાવતા. સૈનિકોમાં પણ પાછળ હેય તે આગળ ચાલનારને જલદી ચાલવા ને રસ્તો આપવા વીનવે અગર ધમકી આપે તે આગળ ચાલનાર પાછળ ચાલનારને ધીરે થવા ધમકાવે. અરસપરસ મશ્કરી, ટોળટપ્પાં અને વિનોદ કરતાં સૈનિકે ચાલ્યા કરે, ઇત્યાદિ.
બણે હર્ષના સનિક-વર્ણનનું જે હૂબહૂ ચિત્ર ખેંચ્યું છે, તેમાં વહેલી સવારે ત્રણ વાગ્યાથી ઊપડવાની તૈયારીઓ થઈ રહી છે. એ ૭૭ સમાસવાળા વિસ્તૃત વર્ણનમાં એક “રિનનોરથાપન વ્યાકૃતવ્યરિળિ” એવું પદ આવે છે.. કાણેએ અને કાલે “ વ્યવહારિન ' પદને અર્થ વ્યાપારી અથવા અધિકારી
Page #12
--------------------------------------------------------------------------
________________
sex]
દર્શન અને ચિંતન
(
એવા કર્યાં છે, પરંતુ ડૉ. અમ્રવાલની સૂમેક્ષિકાને પ્રશ્ન થયા કે સવારે ત્રણ વાગે લશ્કર સૂતુ હાય ત્યારે વ્યાપારી અને અધિકારી સૌથી પહેલાં આવે કેવી રીતે ? એ પ્રશ્નના ઉત્તરમાંથી તેમને સૂઝી આવ્યું કે ' વ્યવહારિન ને અર્થ ઝાડૂ દેનાર જ બટે. સૌથી પહેલાં ઝાડૂ દેનારાઓ આવી સૂતેલ નાકરચાકરને જગાડી દે છે; અને વ્યવહારિન એ પદ હિન્દી શબ્દ ‘લુહારી'નું સંસ્કૃત રૂપ છે. બુહારી' ને અર્થ હિન્દીમાં ઝાડૂ કે સાવરણી થાય છે અને હિન્દીમાં સર્વત્ર ઝાડૂવાળા યા ખુદ્દારી દેનેવાલા-ઝુહારનેવાલા એમ વપરાય છે. શ્રી. અગ્રવાલની દૃષ્ટિ વસ્તુસ્થિતિના મૂળને કેવી રીતે પકડે છે એનું આ એક ઉદાહરણ છે.
'
માણે ભિન્ન ભિન્ન પ્રસંગે તે કાળમાં પ્રચલિત પ્રધાને અનુસરી અનેક ભાત, પાત અને જાતનાં વઓનું વર્ણન જુદાં જુદાં ખાસ નામેાથી કરેલ છે. તે બધાં નામેાને યથાવત અર્થ શું છે અને તેમાં વસ્તત્વ એ સામાન્ય તત્ત્વ હેવા છતાં કેટકેટલા અને કયા પ્રકારના તફાવત છે એ વિગતે ( રૃ. ૭૬થી ) શ્રી. અગ્રવાલે દર્શાવ્યું છે, જે વષ્રની નતે બનાવટે આદિના ઇતિહાસ ઉપર પુષ્કળ પ્રકાશ નાખે છે અને ભારતમાં કેટકેટલા પ્રકારની વસ્ત્રની જાતાના અને રંગોના વિકાસ થયેા હતા તેની માહિતી પૂરી પાડે છે. સાથે જ ઈરાન, ચીન જેવા દેશોમાં ખનતાં અને વપરાતાં વસ્ત્રો ભારતમાં પણ વપરાવા લાગ્યાં હતાં અને એ દેશના વ્યાપાર તેમ જ અવરજવને સબંધ કા હતા એવી એવી અનેક જ્ઞાતવ્ય બાબતોનું પ્રકરણ તે ઉમેરે છે, જેમાંથી અહીં તો માત્ર સ્તવરક અને બાંધણી (પૃ. ૭૩) એને નિર્દેશ કરીશુ સ્તવરક એ મૂળમાં ઈરાની અનાવટ છે. પહેલવી ભાષામાં સ્તત્રકૂ કહેવાય છે, પણ ફારસી અને અરબીમાં તેને સ્તમ કહે છે. કુરાનમાં પણ એને ઉલ્લેખ છે. શ્રી. અગ્રવાલજીએ ગુપ્તકાલીન સૂર્યની મૂર્તિઓ ઉપરના જરીના કીમતી કાટના કપડાને તથા તુચ્છત્રાથી પ્રાપ્ત સૂની તેમ જ નકીની ભૃણ્મય પૂતળીઓના કાટ અને લેધાને એજ સ્તવરકના બનેલ દર્શાવ્યા છે અને વરાહમિહિર એ વેષને ઉદીચ્યવેષ તરીકે ઓળખાવ્યા છે તેની સંગતિ શ્રી. અગ્રવાલે એસાડી છે.
ગુજરાતની પેઠે ભારતના ખીજા અનેક ભાગમાં કપડાં ઉપર બાંધણીનું કામ અને રગાઢ થતાં. ખણે એવા વસ્ત્રનો ઉલ્લેખ કરેલ છે. તેની સમજૂતી શ્રી. અગ્રવાલે લગભગ આખા દેશમાં થતાં બાંધણીનાં કામેાનુ વર્ણન કરી અતિમનેાર્જક આપી છે.
આણે રાજાની વેષભૂષાના વર્ષોંનપ્રસંગે ત્રણ પ્રકારના પાયાના અને
Page #13
--------------------------------------------------------------------------
________________
૭૫
હુચસ્તિના સાંસ્કૃતિક અધ્યયનનું અવલોકન ચાર પ્રકારના કેટનું વર્ણન કર્યું છે. પાયજામાનાં નામ આ રહ્યાં : સ્વસ્થાન, પિંગ અને સતુલા, કેટનાં નામ : કચુક, ચીનલક, વારબાણ અને સૂર્યાસક. આપણે અહીં માત્ર પાયજામા વિશે શ્રી. અગ્રવાલે આપેલ (પૃ. ૧૪૮) માહિતીને જ ટૂંકમાં નિર્દેશ કરીશું. તેઓ જણાવે છે કે આ દેશમાં પાયજામા પહેરવાને સાર્વજનિક રિવાજ શંકાના આગમની સાથે ઈ. સ. પૂર્વે પહેલી શતાબ્દીથી શરૂ થયેલ છે. ઈ. સ. ની પહેલી શતાબ્દીમાં તે મથુરા કલામાં એના નમૂનાઓ મળે છે. શક રાજાઓ પછી ગુપ્તકાળમાં તે સૈનિક પિોષાકમાં પાયજામાએ નિશ્ચિત સ્થાન લીધું છે. એટલું જ નહિ, પણ સમુદ્રગુપ્ત અને ચન્દ્રગુપ્તના કેટલાક સિક્કાઓ ઉપર તે સમ્રાટ પોતે પણ પાયજામો પહેરેલ અંકિત છે. બાણના સમય સુધીમાં તે બધી જાતને પાયજામાએ પિોષાકમાં સ્થિર જેવા થઈ ગયેલા. તેથી જ તે પાયજામાઓનું તાદશ વર્ણન અને વર્ગકરણ કરે છે. જેને બાણ સ્વસ્થાન કહે છે તે ગુજરાતીમાં થયું કે ચૂંથણી છે. હિન્દીમાં દૂધના કહેવાય છે. સૂથણું અને દૂધના ને સ્વસ્થાન શબ્દને જ અપભ્રંશ છે અથવા એમ કહે ચૂંથણું કે સૂથના શબ્દ ઉપરથી કવિએ સ્વસ્થાન શબ્દ સંસ્કૃતમાં સંસ્કાર્યો છે. ગમે તેમ છે, પણ એ શબ્દ અન્વર્થ છે, એટલે કે અર્થ પ્રમાણે જાય છે. મુંથણું એ એક એવા પ્રકારનો રણ કે સુરવાળ છે જે પિંડીઓ નીચે આવતાં સાવ સાંકડા મોઢાનો થઈ જાય છે; એટલે કે તે પોતાના સ્થાન-જગ્યા ઉપર ચોટી રહે છે અને આમતેમ ખસતા નથી. કચ્છ-કાઠિયાવાડના રજપૂત વગેરેમાં આ પાયજામે પ્રચલિત છે. દેવગઢના મંદિરમાં નર્તકીનું એક ચિત્ર છે, જેમાં તે નર્તકી એવું જ થયું પહેરેલ આલેખેલી છે. અગ્રવાલજીએ ફલક ૧૯ ચિત્ર નં. ૬૯ માં એ નર્તકીનું ચિત્ર દર્શાવ્યું છે. ટૂંથણું નેત્ર નામક કપડાથી બનતું. નેત્ર એ એક પ્રકારનું રેશમી વસ્ત્ર હતું, જે સફેદ હોય. નેત્ર શબ્દનું પાલીમાં વૈર અને ગુજરાતીમાં નેતર કે નેતરાં એવું રૂ૫ મળે છે. ગુજરાતીમાં ર વલોવવાની જે દેરી હોય છે તે
* શ્રી ગણપતિ શાસ્ત્રી અર્થશાસ્ત્ર ૧, પૃ. ૧૯૪ ઉપર લgટા શબ્દનો અર્થ કરતાં समेछ। जंघात्राणं सुस्थानाभिधानमिति क्वचिट्टीकादशैं लिखितम्, सन्धनमित्यन्यत्र રિણિત રથ ડે. મોતીચંદજી (પ્રાચીન ભારતીય ભૂષા પૃ. ૨૪) કહે છે કે પાયજામા માટે હિન્દીમાં મૂળા અને ગુજરાતીમાં સ્થાણું) શબ્દ છે જ, પણ સંસ્કૃતમાં તે [જૂ કહેવાય છે. અગ્રવાલજી બાણને આધારે વયન શબ્દ ઉપરથી સૂથના શબ્દ ઉપવે છે. મારું એક સૂચન એ છે કે ભૂતન અર્થાત સૂત્રથી બાંધવું) એ શબ્દ ઉપરથી સૂથના, સૂણું બની શકે.
Page #14
--------------------------------------------------------------------------
________________ 736] દર્શન અને ચિંતન નેતરું અને મહાભારતમાં તે જ અર્થમાં મૈત્ર શબ્દ વપરાયેલે છે. નેત્ર ઘડાને ગળે બંધાતી રાશનું પણ નામ છે. પિંગ એ એવી સલવાર છે કે જેને મોઢિયે પટ્ટી હોય અને જે પહેરવામાં ખૂલતી હેય. અત્યારે એ આમ પંજાબી પિશાક છે જ. પિંગી શબ્દ ઉપર ચર્ચા કરતાં અગ્રવાલજી મધ્ય એશિયા સુધી ગયા છે. મધ્ય એશિયાના શિલાલેખમાં પંગા નામના વસ્ત્રને ઉલ્લેખ છે. મહાવ્યુત્પત્તિ નામક બૌદ્ધ ગ્રંથમાં પૂંગા વસ્ત્રને ઉલ્લેખ આવે છે. અગ્રવાલની કલ્પના ઠીક લાગે છે કે તે જ પંગા શબ્દ પ્રાકૃત રૂપમાં બાણે fuTM તરીકે વાપર્યો છે. આ પિંગ સલવારનો એક નમૂને અહિચ્છત્રામાંથી પ્રાપ્ત એક પુ મૂર્તિમાં મળી આવે છે, જેનું ચિત્ર ફલક 19, નંબર 70 ઉપર અગ્રવાલજીએ દર્શાવ્યું છે. સતુલા એ ઢીંચણ સુધી કે કાંઈક તે ઉપર સુધી પહેરાતો જ ધશે. છે ને તે જુદા જુદા રંગની પટ્ટીઓ સાંધી એવી રીતે બનાવાતે કે જેનાથી વિશેષ શેભી ઊઠે. અગ્રવાલજીએ અજંતાની ગુફાચિત્રોમાંથી સતુલા પહેરેલ એક પુરુષ અને એક સ્ત્રીનાં ચિત્ર ફલક નં. 24, ચિત્ર નં. 71 અને 71 માં આપેલ છે. આથી વધારે દાખલા આપી વિવેચન કરવું એ વાચકને ત્રાસ આપવા બરાબર છે. અહીં તે આટલું ટૂંકાણ અને ક્તાંય એક રીતે લંબાણ એટલા માટે કર્યું છે કે માત્ર બાણુના જ નહિ પણ સાહિત્યમાત્રના અભ્યાસીઓ . વાસુદેવશરણે કરેલ “હર્ષચરિત ના અધ્યયનને કાળજીપૂર્વક વાંચવાવિચારવા અને એ જ દિશામાં કામ કરવા પ્રેરાય. ગુજરાતી ભાષામાં આવાં ગંભીર સાંસ્કૃતિક અધ્યયન પ્રકટ કરવાની વેળા ક્યારનીયે પાકી ગઈ છે અને સંસ્કૃત-પ્રાકૃત જૂની ગુજરાતી આદિ અનેક કવિકૃતિઓ એવા અધ્યયનની રાહ પણ જોઈ રહી છે. –સંસ્કૃતિ, ફેબ્રુઆરી 1954.