________________
-૭૩ર ] .
દર્શન અને ચિંતન સાથે સરખામણી પણ કરી છે. એ ઓળખાણ અને સરખામણીને ટૂંક સાર એ છે કે આહંત, તપટ અને કેશલુંચન એ ત્રણ ફિરકાઓ જૈન પરંપરાના છે અને એ યાદીમાં આવતું નવમું જૈન વિશેષણ બૌદ્ધ પરંપરાનું સૂચક છે. અત્યારે આપણે જૈન પદ સાંભળતાં જ મહાવીરના અનુયાયીઓને બંધ કરીએ છીએ, પણ બાણુના સમય સુધીમાં જૈન વિશેષણ મહાવીરના અનુયાયીઓ માટે ખાસ પ્રચલિત ન હતું. “જિન” શબ્દ ઉપરથી જૈન પદ બને છે. જિન શબ્દ જેમ મહાવીર આદિ તીર્થકરને સૂચક છે તેમ જ તે તથાગત આદિ ઇતર અમને પણ સૂચક છે. તેમ છતાં તે વખત સુધીમાં જૈન” પદ મોટેભાગે બૌદ્ધ સંપ્રદાય માટે વપરાતું અને અત્યારે જાણીતા જૈન ફિરકાઓ તે કાળમાં અન્ય અન્ય વિશેષણ દ્વારા ઓળખાતા. અત્યારે વેતાંબર, દિગમ્બર, સ્થાનકવાસી અને તેરાપંથ એમ ચાર મુખ્ય જૈન ફિરકાઓ છે, પણ બાણુના સમયમાં મુખ્ય ત્રણ હતા. દિગંબર, શ્વેતાંબર અને યાપિનીય. આ ત્રણ ફિરકાઓ અનુક્રમે આહંત, તપટ અને કેશલુંચન એવાં વિશેષણોથી બાણે નિર્દેશ ક્યનું તારણ શ્રી. અગ્રવાલજીએ કાર્યું છે. એ ગમે તેમ છે, છતાં એ ખરું કે બાણ જૈન પરંપરાના તત્કાલીન બધા ફિરકાઓથી પરિચિત હ. યાપનીય સંધ આજે જુદું
અસ્તિત્વ નથી ધરાવત, પણ તે કાળે પ્રધાનતા ભોગવતો. યાપનીય સાધુઓ રહેતા નગ્ન એટલે દિગંબર, પણ ઘણી બાબતમાં શ્વેતાંબર-તપટને મળતા આવતા, તેથી આખરે એ સંઘ જુદું અસ્તિત્વ ગુમાવી દિગંબર-શ્વેતાંબરમાં જ સમાઈ ગયો છે. મકરી એટલે શે કે પાશુપત. તેઓ મસ્કર એટલે દંડ ધારણ કરતા. પાંડરિભિક્ષુ એ આજીવક પરંપરાના ભિક્ષુઓ. મહાવીરના સમકાલીન અને પ્રતિસ્પધી ગશાલકની પરંપરામાં થનારા ભિક્ષુઓ આવક કહેવાતા. તેઓ પણ નગ્ન રહેતા. આજે આવક પરંપરા જુદી નથી રહી, પણ મારી દષ્ટિએ ગિરનાર, હિમાલય વગેરેમાં રહેતા નાગા બાવાઓની પરંપરામાં તે રૂપાંતર પામી છે. વર્ણ તે નૈષ્ઠિક બ્રહ્મચારીને વર્ગ. કપિલ એ સાંખ્ય. કાયતિક એ ચાક. કણાદ એ વૈશેષિક અને અશ્વરકારણિક એ નિયાયિક. ઔપનિષદ એ પ્રાચીન વેદાન્તી. કારબ્ધમી એ રસાયન બનાવનાર ધાતુવાદી. ધર્મશાસ્ત્રી એ સ્માર્ત. પૌરાણિક એ પુરાણજીવી. સાપ્તતન્તવ એ કર્મકાંડી મીમાંસક–જે સપ્તતંતુ એટલે યજ્ઞ કરે–કરાવે. શબ્દ એ શબ્દબ્રહ્મવાદી વૈયાકરણ. શ્રી. અગ્રવાલજી લખે છે કે કુષાણ અને ગુપ્તકાળમાં ભાગવત ધર્મના અનેક ફાંટાઓ હતા, જેમાંથી ઉખાન વિષ્ણુ ઉપરાંત તેના સહચારી અશ્રુત, સત્ય, પુરુષ અને અનિરુદ્ધની ઉપાસના કરતા; જ્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org