SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ “હર્ષચરિતના સાંસ્કૃતિક અધ્યયનનું અવલોકન | [ ૩૩ સાતે વિષ્ણુને નારાયણરૂપે ઉપાસતા, તેમ જ નૃસિંહ અને વરાહરૂપે મહાવિષ્ણુની મૂર્તિની કલ્પના કરતા. એવી ગુપ્તકાલીન મૂર્તિઓ મથુરાકળામાં મળી આવે છે. વખાનો અને સાત્વતે કરતાં પ્રાચીન હતા મૂલપંચરાત્ર આગમ. એને અનુસરનાર તે પાંચરાત્રિક. અત્યારે તે આ બધા ફટા ઓ એક ભાગવતમાં સમાઈ ગયા છે. પ્રાજ્યોતિષ (કામરૂપ-આસામ)ના તત્કાલીન અધિપતિ ભાસ્કર વર્માને હંસવેગ નામને દૂત હર્ષવર્ધનને મળે છે. એનું વર્ણન કર્યા બાદ બાણે રાજ્યકર્મચારીઓ અને દરબારી ને કોની વિવિધ મનોવૃત્તિઓનું ઊંડું વિશ્લેષણ કર્યું છે. તેમાં બાણ એવા નેકરોની અરસપરસ ખટપટ, ચડસાચડસી, ખુશામતખોરી અને નિન્ય વ્યવહાર આદિનું અનુભવસિદ્ધ ચિત્ર રજૂ કરે છે, જે હમેશાં સુલભ એવી નકોની મનોદશાનું યથાર્થ પ્રતિબિંબ માત્ર છે. છેવટે બાણું ત્યાં સુધી કહે છે કે જે સ્વમાની હોય તેને વાસ્તે એક ક્ષણ માત્ર પણ માનવોચિત ગૌરવ સાથે જીવવું સારું છે, પણ જો માથું ઝુકાવવું પડે તે મનસ્વી માટે ત્રણેય વિશ્વનું રાજ્ય પણ સારું નહિ.” શ્રી. અગ્રવાલ લખે છે કે બાણની આ સમીલાનો જે વિશ્વસાહિત્યમાં ભળવો દુર્લભ છે. છેલ્લા યુદ્ધ વખતે લશ્કરની અને લશ્કરી સામાનની થતી ત્વરિત હેરફેર વખતે પ્રજાની જે બરબાદી અને બેહાલી આપણે નિહાળી છે તેવી જ હર્ષ વર્ધનની વિજયયાત્રા વખતે લશ્કરની કૂચથી થતી બાણે વર્ણવી છે. હાથીઓ વચમાં આવતાં ઝૂંપડાંને કચરી નાખતા. એ ત્રાસ જઈ બિચારા ઝૂંપડાવાસીઓ મહાવત ઉપર ઢેફાં—પથ્થર ફેંકી એવા ભાગી જતા કે મહાવતે જોતા જ રહી જાય. ઘોડેસવારે પિતાના ઘડાઓને અને માલસામાન લાદી જનારાઓ પિતાનાં ખચ્ચર કે બળદોને રસ્તામાં પડતાં ખેતરમાંથી ઊભો પાક ખવડાવી દેતા અને ખેડૂતોને તેબા કિરાવતા. સૈનિકોમાં પણ પાછળ હેય તે આગળ ચાલનારને જલદી ચાલવા ને રસ્તો આપવા વીનવે અગર ધમકી આપે તે આગળ ચાલનાર પાછળ ચાલનારને ધીરે થવા ધમકાવે. અરસપરસ મશ્કરી, ટોળટપ્પાં અને વિનોદ કરતાં સૈનિકે ચાલ્યા કરે, ઇત્યાદિ. બણે હર્ષના સનિક-વર્ણનનું જે હૂબહૂ ચિત્ર ખેંચ્યું છે, તેમાં વહેલી સવારે ત્રણ વાગ્યાથી ઊપડવાની તૈયારીઓ થઈ રહી છે. એ ૭૭ સમાસવાળા વિસ્તૃત વર્ણનમાં એક “રિનનોરથાપન વ્યાકૃતવ્યરિળિ” એવું પદ આવે છે.. કાણેએ અને કાલે “ વ્યવહારિન ' પદને અર્થ વ્યાપારી અથવા અધિકારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249237
Book TitleHarshcharitna Sanskrutik Adhyayannu Avalokana
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages14
LanguageGujarati
ClassificationArticle & Literature
File Size272 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy