________________
હર્ષચરિતના સાંસ્કૃતિક અધ્યયનનું અવલોકન
[ ૭૩૧ અને આખા ઇતિહાસકાળમાં જુદા જુદા દેશોમાં અને જુદી જુદી રાજ્ય સંસ્થા એમાં પણ માગત કે સ્વાભાવિક કેવું કેવું સામ્ય ઊપસી આવે છે. તેનું જિજ્ઞાસાવધક ચિત્ર (પૃ. ૨૦૩ થી) રજૂ કરે છે.
રાજભવનની વિગતે સમજાવવા તેમણે કેટલાંક ચિત્ર પણ. પાછળ આપ્યાં છે. હર્ષવર્ધન પિતાની ગુમ થયેલ વિધવા બહેન રાજ્યશ્રીની શોધમાં નીકળે છે. છેવટે તે વિધ્યાટવીમાં એક આશ્રમમાં જઈ પહેચે છે. તે આશ્રમ દિવાકરમિત્ર નામના એક અસાધારણ બૌદ્ધ વિદ્વાન ભિક્ષને છે. એના વર્ણનપ્રસંગે બાણે એ આશ્રમનું દબદૂ ચિત્ર શબ્દોમાં રજૂ કર્યું છે. તેમાંથી આપણે અહીં તે આશ્રમમાં એકત્ર થયેલ ૧૯ દાર્શનિક અગર ધર્મસંપ્રદાયેને ટૂંક પરિચય કરીશું. દિવાકરમિત્ર બૌદ્ધ ભિક્ષુ છે, જ્યારે બાણ વૈદિક બ્રાહ્મણ છે, તેમ છતાં બાણે દિવાકરમિત્રની અસાધારણ વિદ્વત્તા અને મહત્તાને જે નિર્દેશ કર્યો છે તે એક બાજુથી બાણુની યથાર્થ તટસ્થતા સૂચવે છે અને બીજી બાજુથી તે સમયમાં પ્રસિદ્ધ એવાં વિદ્યાપીઠે કે ગુસ્કુળાની યાદ આપે છે. તક્ષશિલાનું વિદ્યાપીઠ તે પ્રથમથી પ્રસિદ્ધ હતું જ, પણ બાણના સમયમાં નાલંદાની કીર્તિધજા પણ ગગનચુંબની હતી. એ દાર્શનિકના વર્ણનમાં બાણે તે કાળે ચાલું પણ પરિપાક પામેલી અભ્યાસ પ્રથાને સંકેત સુધ્ધાં કર્યો છે. વિદ્યાથીઓ પ્રથમ ગ્રન્થપાઠ કરતા, પછી ગુરુમુખે તે તે શાસ્ત્રના સિદ્ધાન્ત સાંભળી તે ઉપર શંકા-સમાધાન કરતા, ત્યાર બાદ ઈતર મંતવ્યનું ખંડન કરતા–એ ક્રમે તુલનાત્મક અધ્યયન દ્વારા વિદ્યાને સ્થિર અને વિભળ કરતા.
જે ૧૯ દાર્શનિકોને ઉલ્લેખ બાણે કર્યો છે તે પ્રથમથી ચાલ્યા આવતા સાતમા સૈકા સુધીના અને ત્યાર બાદ વિકસેલા આજ સુધીના ધાર્મિક તેમ જ દાર્શનિક ઈતિહાસ ઉપર પુષ્કળ પ્રકાશ પાથરે છે. બાણે ૧. આહંત, ૨. મશ્કરી, ૩. વેતપટ, ૪. પાંડુરિભિક્ષુ, ૫. ભાગવત, ૬. વર્ણ, ૭. કેશલુંચન, ૮. કપિલ, ૯. જૈન, ૧૦. લેકાથતિક, ૧૧. કણાદ, ૧૨. ઔપનિષદ, ૧૩. ઐશ્વરકારણિક, ૧૪. કારધી, ૧૫. ધર્મશાસ્ત્રી, ૧૬. પૌરાણિક, ૧૭, સાપ્તતન્તવ, ૧૮. શબ્દ અને ૧૯. પાંચરાત્રિક ધર્મપથનો ઉલ્લેખ કર્યો છે. આ પથેનું ઓળખાણ ડૉ. અગ્રવાલજીએ કુષાણ તેમ જ ગુપ્તકાલની મથુરા અને અહિચ્છત્રા આદિમાંથી પ્રાપ્ત થયેલ મૂર્તિઓ અને કલાકૃતિઓને આધારે તેમ જ યશસ્તિલઠ્યપૂ, નૈષધ મહાકાવ્ય અને પ્રબોધચન્દ્રોદય નાટક આદિ અનેકવિધ સહિત્યિક પુરાવાઓને આધારે કરાવ્યું છે. સાથે સાથે હર્ષચરિતના જ પાંચમા ઉલ્લાસમાં શ્લેષ દ્વારા નિર્દેશેલ ૨૧ ની પ્રસ્તુત ૧૯ પશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org