SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ @a॰ ] દર્શન અને ચિંતન વૌરવૃત્તિથી જમણી બાજુએ બાંધેલ કૃપાણુની મૂઠ ઉપર પડ્યો. એ મૂ હસ્તિમસ્તકની આકૃતિના અલંકારથી સુશોભિત હતી. બાણુ રાજ્યવર્ધનની એ ક્ષાત્રધમ ચાગ્ય વીરવૃત્તિનું ઉત્પ્રેક્ષાથી વણૅન કરતાં કહે છે કે એના ડાભેા હાથ કાશ ( મ્યાનબલ ) એવી બાહુશિખર ભુજાલી (કૃપાણ)ની મૂઠ કે જે દિ નાગ-કુંભસૂવિકટ અર્થાત્ વિશાળ હસ્તિમરતકથી શોભતી, તેના ઉપર પડયો. તે વખતે જાણે એમ લાગતું હતું કે ડાબે હાથ દ્રુપ અર્થાત્ વીરવૃત્તિના આવેગથી ( પરામશન) કૃપાણને અડકતી વખતે નખમાંથી નીકળતાં કિરારૂપ જળના પ્રવાહા દ્વારા એ નાનાશા કૃપાને પણુ યુદ્ધભાર માટે સમ' છે એવી ધારણાથી અભિષેક કરતા ન હોય ! ખાણુ પહેલવહેલાં હના આમંત્રણથી એને મળવા ગયા ત્યારે એ હુના દરબારમાં એની ચાથી કહ્યા—સૌથી પાછળના ભાગ—માં ને મળેલ છે. બાણે હર્ષોંના મહેલનુ બદ શબ્દચિત્ર સવિસ્તર આલેખ્યું છે. એ ચિત્રણમાં સેના સ્થાન ( છાવણી )થી માંડી નાની-મેટી અનેક ચીજો અને ખળતાનુ પ્રચલિત પરિભાષામાં વર્ણન છે. શ્રીયુત અપ્રવાલે એ વર્ણન પૂરેપૂરું સમજાય અને એમાં આવેલી પરિભાષા સ્પષ્ટ થાય તેટલા માટે ખાણના પૂર્વકાલીન અને ઉત્તરકાલીન એવાં રાજભવન–વ નાની ખાણુના વન સાથે અતિવિસ્તૃત છતાં મનોર ંજક અને જ્ઞાનપ્રદ ઐતિહાસિક તુલના કરી છે. વાલ્મીકિના સુન્દરકાંડમાં આવેલ રાવણના ભવનનું વર્ણન, અયેાધ્યા કાંડમાં આવેલ રાજા દશરથના ભવનનુ અને રાજકુમાર રામના ભવનનું વન, મહાભારતના ઉદ્યોગપવમાં આવેલ ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનનાં ભવનાનુ વણૅન, શકરાજ કનિષ્કકાલીન અશ્વોષના સૌન્દરનન્દ કાવ્યમાં આવેલ નન્દના ભવનનું વર્ણન, ગુપ્તકાલીન પાાતિકમાં આવેલ વારનિતાનાં ભવ નાનુ વર્ણન, કાદમ્બરીમાંના શુદ્રક અને ચંદ્રાપીડના ભવનનુ વર્ણન, મૃચ્છકટિકમાંના વસન્તસેનાના ભવનનુ વન, હેમચંદ્રના કુમારપાલરિતમાંના રાજભવનનું વર્ણન, વિદ્યાપતિનું કાતિલતાગત વર્ણન, પૃથ્વીચંદ્રચરિતમાંનુ મહેલનુ વર્ણન, આમેરગઢના મહેલનુ વર્ણન, દિલ્લીના લાલ કિલ્લામાં આવેલ અકબર અને શાહજહાંના મહેલાનુ વન અને લંડનમાંના હૅપ્ટન કા મહેલનુ વર્ણન, છેવટે રાષ્ટ્રપતિના રાજમહેલનુ વર્ણન આપી પ્રભાકરવર્ધનના રાજભત્રન અને હર્ષના કુમારભવનના બાણે કરેલ વર્ણન સાથે તુલના કરી ચેપીસ ખાતાને લગતું એક સૂચક કાષ્ટક આપ્યું છે, જે ખાણુણિત મહેલ, લાલ કિલ્લામાંના મહેલ અને લંડનના હેપ્ટન કાર્ય નામના રાજમહેલ—એ ત્રણેયની નખશિખ સરખામણી પૂરી પાડે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249237
Book TitleHarshcharitna Sanskrutik Adhyayannu Avalokana
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages14
LanguageGujarati
ClassificationArticle & Literature
File Size272 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy