SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ હુચરિતના સાંસ્કૃતિક અધ્યયનનું અવલોકન [ ૭૨૯ આને અર્થ સ્પષ્ટ કરવામાં છે. વાસુદેવે અહિચ્છત્રામાંથી પ્રાપ્ત થયેલ એક રમકડા ઉપરની ગુપ્તકાલીન વીરેષની આકૃતિનો આધાર લીધે છે, જેમાં પુરુષની ડાબી બાજુએ લાંબી તલવાર છે અને જમણી બાજુએ નાની તલવાર લટકે છે. નાની એટલે કોણીથી આંગળી સુધી લાંબી, જેને સંસ્કૃતમાં અસિપત્તિકા કે હુરિકા (છરી) કહે છે અને ભુજપાલિકા ઉપરથી બનેલે ભુજલી શબ્દ પણ તે માટે હિંદીમાં પ્રચલિત છે. સામાન્ય રીતે એ ભુજાલીને એક પ્રકારની કટારી કે કૃપણ કહી શકાય. બીજે આધાર તેમણે અજંતાના ચિત્રના લીધે છે, જેમાં એવી નાની તલવાર જમણું હાથમાં ધારણ કરેલ પુરુષ ચિત્રિત છે અને તેની મૂક પાસે મ્યાન ઉપર હસ્તિમસ્તકની આકૃતિ છે. ઉક્ત રમકડા અને ચિત્રમાંની વીરબસૂચક આકૃતિને આધારે બાણે જેલ ઉપર લિખિત વાકયને (પૃ. ૧૨૦) અર્થ ડો. વાસુદેવે એવી કુશળતાથી ઘટા છે કે તે જ બાણને અભિપ્રેત હવા વિશે જેમ શંકા નથી રહેતી તેમ એ બાબતમાં પણ શંકા નથી રહેતી કે બાણે જે વર્ણન કર્યું છે તે નજરે જોયેલ કઈ વાસ્તવિક દશ્યનું જ વર્ણન છે. ઉપર સચિત વાક્યના એકંદર ત્રણ અર્થો લે–ચમત્કાર દ્વારા ફલિત કરવામાં આવ્યા છે. તેમાંથી એક અર્થ દિવ્ય પરીક્ષાને લગતો છે, જેમાં અપરાધી મનાતી વ્યક્તિ પિતાની સચ્ચાઈ કે નિર્દોષતા સિદ્ધ કરવા તત્કાલીન પ્રથા પ્રમાણે સવસ્ત્ર સ્નાન કરી ભીના કપડે કૂંડાળામાં ઊભી રહે છે અને ઇષ્ટ દેવમૂર્તિનું અભિષેક-જળ અંજલિમાં લઈ પીએ છે. બીજો અર્થ તે વખતે જાણીતી એક કિંવદતી કે લેવાયકાને સૂચવનાર છે. એ કિંવદન્તી કાલિદાસના મેઘદૂતકાવ્યમાંની “હિનામાનાં ચ વરિહરજૂ થુલ્લાવટેવન ” એ કડીમાં પણ સૂચવાયેલી માનવામાં આવે છે. એને ભાવ એ છે કે પાંચમા સિકામાં થયેલ સુપ્રસિદ્ધ બે તાર્કિક દિનાગ પોતાના ગુરુ વસુબધુના રચેલ અભિધમકાશની સૂક્ષ્મ અને તાર્કિક સ્થાપના પ્રતિપક્ષીઓ સમક્ષ સાભિમાન કરતો. ત્રીજે, પણ પ્રસ્તુત અર્થ તે રાજ્યવર્ધનને લગતે છે. જ્યારે રાજ્યવર્ધન પોતાના પિતા પ્રભાકરવર્ધનના મૃત્યુથી શકાતુર હતું અને શકના આવેગમાં વિરકત વૃત્તિથી વલ્કલ ધારણ કરવાની તૈયારીમાં હવે ત્યારે એણે અચાનક પિતાના બનેવી ગ્રહવર્માના માલવરાજ દ્વારા થયેલ વધના તેમ જ પિતાની બહેન રાજ્યશ્રી કેદ થયાના સમાચાર સાંભળ્યા અને તરત જ શોકનું સ્થાન ક્રોધે લીધું. તેમ જ તેને ડાબે હાથ ક્ષત્રિચિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249237
Book TitleHarshcharitna Sanskrutik Adhyayannu Avalokana
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages14
LanguageGujarati
ClassificationArticle & Literature
File Size272 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy