________________ 736] દર્શન અને ચિંતન નેતરું અને મહાભારતમાં તે જ અર્થમાં મૈત્ર શબ્દ વપરાયેલે છે. નેત્ર ઘડાને ગળે બંધાતી રાશનું પણ નામ છે. પિંગ એ એવી સલવાર છે કે જેને મોઢિયે પટ્ટી હોય અને જે પહેરવામાં ખૂલતી હેય. અત્યારે એ આમ પંજાબી પિશાક છે જ. પિંગી શબ્દ ઉપર ચર્ચા કરતાં અગ્રવાલજી મધ્ય એશિયા સુધી ગયા છે. મધ્ય એશિયાના શિલાલેખમાં પંગા નામના વસ્ત્રને ઉલ્લેખ છે. મહાવ્યુત્પત્તિ નામક બૌદ્ધ ગ્રંથમાં પૂંગા વસ્ત્રને ઉલ્લેખ આવે છે. અગ્રવાલની કલ્પના ઠીક લાગે છે કે તે જ પંગા શબ્દ પ્રાકૃત રૂપમાં બાણે fuTM તરીકે વાપર્યો છે. આ પિંગ સલવારનો એક નમૂને અહિચ્છત્રામાંથી પ્રાપ્ત એક પુ મૂર્તિમાં મળી આવે છે, જેનું ચિત્ર ફલક 19, નંબર 70 ઉપર અગ્રવાલજીએ દર્શાવ્યું છે. સતુલા એ ઢીંચણ સુધી કે કાંઈક તે ઉપર સુધી પહેરાતો જ ધશે. છે ને તે જુદા જુદા રંગની પટ્ટીઓ સાંધી એવી રીતે બનાવાતે કે જેનાથી વિશેષ શેભી ઊઠે. અગ્રવાલજીએ અજંતાની ગુફાચિત્રોમાંથી સતુલા પહેરેલ એક પુરુષ અને એક સ્ત્રીનાં ચિત્ર ફલક નં. 24, ચિત્ર નં. 71 અને 71 માં આપેલ છે. આથી વધારે દાખલા આપી વિવેચન કરવું એ વાચકને ત્રાસ આપવા બરાબર છે. અહીં તે આટલું ટૂંકાણ અને ક્તાંય એક રીતે લંબાણ એટલા માટે કર્યું છે કે માત્ર બાણુના જ નહિ પણ સાહિત્યમાત્રના અભ્યાસીઓ . વાસુદેવશરણે કરેલ “હર્ષચરિત ના અધ્યયનને કાળજીપૂર્વક વાંચવાવિચારવા અને એ જ દિશામાં કામ કરવા પ્રેરાય. ગુજરાતી ભાષામાં આવાં ગંભીર સાંસ્કૃતિક અધ્યયન પ્રકટ કરવાની વેળા ક્યારનીયે પાકી ગઈ છે અને સંસ્કૃત-પ્રાકૃત જૂની ગુજરાતી આદિ અનેક કવિકૃતિઓ એવા અધ્યયનની રાહ પણ જોઈ રહી છે. –સંસ્કૃતિ, ફેબ્રુઆરી 1954. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org