Page #1
--------------------------------------------------------------------------
________________
।। નમો નમો નિમ્મતનુંસળK II
આગમસૂત્ર
સટીક અનુવાદ
૨૮
અનુવાદ શ્રેણી સર્જક - મુનિ દીયરત્નસાગર
Page #2
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમ:
આગમ સટીક અનુવાદ
આગમ સટીક અનુવાદના
આ ભાગ - ૨૮ માં છે...
[ નિરયાવલિકા-પંચક
- પયજ્ઞાઓ-૧૦૧
-: અનુવાદ-શ્રેણીના સર્જક :
મુનિ દીપરત્નસાગર
• નિરયાવલિકા
૦ ૫તંસિકા ૦ પુપિકા
૦ પુષ્પચૂલિકા ૦ વૃષ્ણિદશા આ પાંચ ઉપાંગસૂત્રો ક્રમ-૮ થી ૧૨ 0 ચતુઃ શરણ
૦ આતુર પ્રત્યાખ્યાન o મહાપ્રત્યાખ્યાન
o ભક્તપરિજ્ઞા o તંદુલ વૈચારિક o સંસ્કારક o ગચ્છાચાર
0 ગણિવિધા 0 દેવેન્દ્રસ્તય
૦ વીરસ્તવ
0 ચંદ્રવેધ્યક આ દશ + એક વૈિકલ્પિક) પન્નાસૂત્રો - x – x – x - x – x – x - ૪ -
તા. ૨૩/૧૦/૨૦૦૯
શુક્રવાર
૨૦૬૬ કા.સુ.પ
આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-રા-૧૦,૦૦૦
૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦
સંપર્ક સ્થળ) આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર,
ખાનપુર, અમદાવાદ.
& ટાઈપ સેટીંગ
: મુદ્રક :શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ચાંદલોડિયા, અમદાવાદ. III ઘીકાંટા રોડ, અમદાવાદ (M) 9824419736 | ||| Tel. 079-25508631
2િ8/1]
Page #3
--------------------------------------------------------------------------
________________
ઋણસ્વીકાર
૦ વંદના એ મહાન આત્માને ૦
વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણસુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી ચયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીર્વાદ, સૂરિમંત્રથી અભિમંત્રિત વારા ચૂર્ણનો ક્ષેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા
મારા ચિત્તે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે હયાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિઘ્નરહિતપણે મૂર્ત સ્વરૂપને પામ્યું, એવા...
પૂજ્ય આચાર્યશ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજી મ ના
ચરણ કમળમાં સાદર કોટીશ: વંદના
·
O
•
g
•
d
૦ કેમ ભૂલાય એ ગુરુદેવને પણ ? ૦
ચાસ્ત્રિ પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવ્રજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરત્ન–
પૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ
જેમના આજીવન અંતેવાસી, શાસનપ્રભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા.
જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાધંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોક્લાવી. ઉક્ત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેસ્તિ સંઘો થકી થયેલ ધનવર્ષાના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું.
આગમસૂત્ર સટીક અનુવાદ
આગમ સટીક અનુવાદના
આ ભાગ ૨૮ ની
સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી
આગમ સટીક અનુવાદશ્રેણિના સર્જક મુનિ શ્રી દીપરત્નસાગરજી મ.સા. તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર
૦ શ્રી જૈન શ્વે.મૂ.પૂ. સંઘ
- થાનગઢ
૦ શાહ હંજારીમલજી ભૂરમલજી
કર્નલ
-
Page #4
--------------------------------------------------------------------------
________________
વ્યસહાયકો
અનુદાન દાતા
આગમ સટીક અનુવાદના કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા સચ્ચાસ્ત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ૰ આચાર્યદેવ શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સદ્ગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત
શ્રી અઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત. ૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે.
પરમપૂજ્ય સરળ સ્વભાવી, ભદ્રિક પરિણામી, શ્રુતાનુસગી સ્વ આચાર્યદેવશ્રી વિજય ચચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે નીચેના સંઘો સહાયક થયા છે.
(૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ (૨) શ્રી ભાવનગર જૈન શ્વેભૂ.પૂ. સંઘ, ભાવનગર (૩) શ્રી આદિનાથ જૈન શ્વે૰ મૂ.પૂ. સંઘ, નવસારી (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ
(૫) શ્રી જૈન શ્વે૰ મૂ.પૂ. તપાગચ્છ સંઘ, બોટાદ (૬) શ્રી પાર્શ્વભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા
બે ભાગ.
બે ભાગ.
બે ભાગ.
બે ભાગ.
એક ભાગ.
એક ભાગ.
[પરમપૂજ્ય આચાર્યદેવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.]
Page #5
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદિવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી
આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે.
(૧) શ્રી જૈન મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ.
| પદ્મ ક્રિયાવિત પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વસ્થ
આચાર્યદિવ શ્રીમદવિજય કચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવતી પ્રમાણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો
૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી
સમુદાયવર્તી મિલનસાર સાદદનીશ સૌપ્રાકાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે- (૧) શ્રી કારેલીબાગ, જે મૂ૦પૂજૈનસંઘ, વડોદરા. - (૨) શ્રી કારેલીબાગ, જેન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. - (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જેનસંઘ, અમદાવાદ.
- સુવિશાળ પરિવારયુક્તા સાધીશી ભાવપૂર્ણાશ્રીજી માની
પ્રેરણાથી “શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ” - નવસારી તરફથી.
|
૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી
મ૦ ના સમુદાયવર્તી પપૂ. સાદનીશ્રી ધ્યાન-રસાસ્ત્રીજી તથા સાદનીશ્રી પ્રફુલિતાશ્રીજીની પ્રેરણાથી - “શ્રી માંગરોળ જૈન એ તપ સંઘ, માંગરોળ - તરફથી.
Page #6
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યસહાયકો
૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાળીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી
“શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.”
૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આ દેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના
સમુદાયવતી શ્રમણીવ મોક્ષનદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેમ્પૂ, સંઘ, વલ્લભનગર, ઈન્દૌર
પરમપૂજય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બાહુત યાદિન આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવતી ત અનુરાગીણી શ્રમણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો.
(૧) પરમપૂજ્યા નીડરવક્તા સાળીશ્રી ચંલ્યાશ્રીજી માથી પ્રેરિત ૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી.
(૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા પપૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા
સુસંવાદી પરિવારયુક્તા સાળી સ્ત્રી પ્રશમશીલાશ્રીજી મહના શ્રુતાનુરાગી શિષ્યા સા શ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથી“શ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર.
(૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાળીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી !
- “શ્રી આદિનાથ જૈન શ્વે. સંઘ,” ભોપાલ.
(૪) પરમપૂજ્યા વર્ધમાનતાસાધિકા, શતાવધાની સાળીશ્રી અમિત
ગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,” કરચેલીયા, સુરત.
-
-
-
-
-
-
Page #7
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
(૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાધ્વીશ્રી હિતજ્ઞાશ્રીજી મની પ્રેરણાથી
“શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ.
(૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરત્ના સાધ્વીશ્રી પૂર્ણપ્રજ્ઞાથીજીની પ્રેરણાથી “સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,' મુંબઈ
આગમ-સટીક અનુવાદ સહાયકો
(૧) પ.પૂ. ભગવતીજી દેશનાદક્ષ આદેવશ્રી નરદેવસાગરસૂરિજી મળ્યાની પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર.
(૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાકરસૂરીશ્વરજી મ ની પ્રેરણાથી “અભિનવ જૈન શ્વેભૂપૂ॰ સંઘ,'' અમદાવાદ.
-
(૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આદેવશ્રી મુનિચંદ્રસૂરિજી મની પ્રેરણાથી “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,'' ભીલડીયાજી.
(૪) ૫.પૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સા૰ સૂર્યપ્રભાશ્રીજી મની પ્રેરણાથી – શ્રી ભગવતી નગર ઉપાશ્રયની બહેનો,' અમદાવાદ.
(૫) પરમપૂજ્યા વરધર્માશ્રીજી મ૦ના શિષ્યા તપસ્વીરત્ના સાધ્વીશ્રી પ્રતિધર્માશ્રીજી મની પાવન પ્રેરણાથી.
- (૧) શ્રી પાર્શ્વભક્તિ શ્વેભૂપૂ॰ જૈનસંઘ, ડોંબીવલી.
- (૨) શ્રી રાજાજી રોડ શ્વેભૂપ્ તપા૰ જૈન સંઘ, ડોંબીવલી.
(૬) સ્વનામધન્યા શ્રમણીવર્યાશ્રી સૌમ્યગુણાશ્રીજી મની પ્રેરણાથી. “શ્રી પરમ આનંદ શ્વેભૂપૂ જૈનસંઘ,' પાલડી, અમદાવાદ.
Page #8
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
-
-
- -
- -
-
મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક
કુલ પ્રકારનોનો અંક ૩૦૧
-માલુiળ-મૂe.
૪૯-પ્રકાશનો આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે.
અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતચા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે.
૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીસ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે.
સામરોસો, સામાોિસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે.
૨. આગમ-ગુજરાતી અનુવાદ
પ્રકારનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન.
સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે.
અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ ३. आगमसुत्ताणि-सटीकं
૪૬ પ્રકાશનો
જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે.
આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિયુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે.
સૂત્રો અને માથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે.
- આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે.
૪. આગમ-વિષય-દલિ આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશદ્રરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. – ૩૮૪.
પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથપૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો.
ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીઝં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે.
રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો.
Page #10
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
५. आगमसइक्रोसो
૪-પ્રકાશનો આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી” જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદભ સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો.
ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીયો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે – એ થી દપર્વતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાલીશે પીસ્તાલીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જ જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે.
– વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું ગામસુત્તપિ– સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીકં માં મળી જ જવાના
६. आगमनामकोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ". આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે.
તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, મૂર્તિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રકમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો.
આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂ. ૨૦૦/-ની કિંમતમાં.
સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું મામસુત્તળિ-સટી તો છે જ.
Page #11
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
७. आगमसूत्र हिन्दी अनुवाद
ગાકારનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે.
હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે.
રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ ગામસૂત્ર-હિન્દી અનુવા માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને મારામ સરી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે.
૮. આગમ કથાનુયોગ
પ્રકાશનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનો સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે.
આ કથાનુયોગમાં તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિલવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠોક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે.
- આ “આગમ કથાનુયોગ” કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂ. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે.
Page #12
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૯. આગમ માતાજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે.
કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સુચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે.
મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે.
૧૦. આગમ સટીક અનુવાદ
૪૮-માણાનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિર્યુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ” એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે.
આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં સટીક અનુવાદ નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે.
આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પન્નાઓનો મૂળનો અનુવાદ છે.
- x
–
–
આ હતી આગમ સંબધી કામારા ૨૫૦ પ્રકાશનોની યાદી
- X - X –
Page #13
--------------------------------------------------------------------------
________________
G
આગમસૂત્ર સટીક અનુવાદ
આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી
(૧) વ્યાકરણ સાહિત્ય : ૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪
– મહોપાધ્યાય વિનયવિજયજી કૃત “લઇપ્રક્રિયા” પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે.
૦ કૃદામાલા - – આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. (૨) વ્યાખ્યાન સાહિત્ય - ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩.
- આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નત જિણાણ” નામક સક્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ - સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમાજ-જેનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની અંદર ગૂંથણી છે.
૦ નવપદ-શ્રીપાલ
– શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચત્રિ પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે.
(૩) તસ્વાભ્યાસ સાહિત્ય + ૦ તત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ ૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦
– આ ગ્રંથમાં તત્વાર્થ સૂત્રના દશ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂકહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂપધ, સૂકનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે.
Page #14
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૧૫
પ્રત્યેક અધ્યાયને અંતે સૂવક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે.
૦ તત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો.
– આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે.
(૪) આરાધના સાહિત્ય - o સમાધિમરણ -
અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે.
- સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના
સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે.
(૫) વિધિ સાહિત્ય - ૦ દીક્ષા-ચોગાદિ વિધિ o વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ
(૬) પૂજન સાહિત્ય - ૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાઠ્ય પદ્માવતી પૂજનવિધિ
(9) ચત્ર સરોજન - ૦ ૪૫-આગમ યંત્ર ૦ વિંશતિ સ્થાનક યંત્ર
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૬
(૮) જિનભક્તિ સાહિત્ય -
• चैत्यवन्दन पर्वमाला
• चैत्यवन्दनसंग्रह - तीर्थजिन विशेष
• चैत्यवन्दन चोविसी
૦ ચૈત્યવંદન માળા
આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પર્વતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂપ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ
સંગ્રહ છે.
d શત્રુંજય ભક્તિ
• शत्रुञ्जय भक्ति
૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય
૦ ચૈત્ય પરિપાટી
(૯) પ્રકીર્ણ સાહિત્ય -
૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી
૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી
આગમસૂત્ર સટીક અનુવાદ
૦ અભિનવ જૈન પંચાંગ
• अभिनव जैन पञ्चाङ्ग
૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી
૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો
૦ શ્રી જ્ઞાનપદ પૂજા
૦ કાયમી સંપર્ક સ્થળ
૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા
(૧૦) સૂત્ર અભ્યાસ-સાહિત્ય -
૦ જૈન એડ્યુકેશનલ સર્ટિફિકેટ કોર્સ
.
પ્રતિક્રમણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪
આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે.
= = X =
E
G
મ
Page #16
--------------------------------------------------------------------------
________________
નિરયાવલિકા ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
नमो नमो निम्मलदंसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ
૧૯ નિરયાવલિકા-ઉપાંગસૂત્ર-૮
અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન
જલગ-૨૮-)
o શ્રી શાંતિનાથ દેવને નમસ્કાર થાઓ. શ્રી પાર્શ્વનાથને નમસ્કાર કરીને પ્રાયઃ અન્ય ગ્રંથમાં જોયેલ, નિયાવલિકા શ્રુતસ્કંધની વ્યાખ્યા કંઈક પ્રકાશિત કરીએ છીએ. તેમાં નિરયાવલિકા નામક ઉપાંગગ્રંથને અર્ચથી, શ્રી મહાવીરના મુખથી નીકળેલ વચનને કહેવા ઈચ્છતા શ્રી સુધર્મસ્વામી સૂત્રકાર કહે છે - ૪
આ ભાગમાં કુલ-૧૫ આગમોનો સમાવેશ કરાયેલ છે. જેનો સંક્ષેપમાં ઉલ્લેખ કરીએ તો “નિરયાવલિકા-પંચક” અને “દશ પયજ્ઞા” કહેવાય. ઉપાંગ સૂત્રોમાં ઉપાંગ ૮ થી ૧૨ માં પાંચ ઉપાંગ સમો આવે છે - નિરયાવલિકા, કાવતંસિકા, પુષિતા, પુપચૂલિકા, વૃષ્ણિદશા. આ પાંચેનો નિરયાવલિકા-પંચકરૂપે ઉલ્લેખ પ્રાપ્ત છે. તેની વિશેષ પ્રસ્તાવના અમારા પૂર્વના આગમ-પ્રકાશનોથી જાણવી.
દશ પયજ્ઞામાં પણ નામોની પસંદગીમાં ભેદ છે. અમોએ અહીં સ્વીકારેલ પયા આ પ્રમાણે છે - ચતુઃશરણ, આતુરપ્રત્યાખ્યાન, મહાપ્રત્યાખ્યાન, ભકતપરિજ્ઞા, તંદલવૈચારિક, સંતાક, ગચ્છાચાર વિકપમાં ચંદ્રવેશ્ચક, ગણિવિધા, દેવેન્દ્રસ્તવ, વીરસ્તવ. એ રીતે ૧૦ + ૧ એમ વિકલા સહિત ૧૧-૫યજ્ઞા લીધેલ છે.
ઉપાંગ સૂત્ર-નિરયાવલિકાપંચકની વૃત્તિ શ્રી ચંદ્રસૂરિજીની સુપાય છે, તેનો બે ટીકાનુવાદમાં સમાવેશ કરેલ છે.
અધ્યયન-૧-કાલી છે
– X - X - X – • સૂત્ર-૧ -
તે કાળે, તે સમયે રાજગૃહ નામે નગર હતું. ઋદ્ધિમંત આદિ. તેની બહાર ઈશાન ખૂણામાં ગુણશીલ ચૈત્ય હતું - વર્ણન ત્યાં અશોક નામે વૃક્ષ અને પૃedીશિલાક હતો.
• વિવેચન-૧ :
તે કાળે - અવસર્પિણીના ચોથા આરારૂપ. તે સમયે - તેમાં વિશેષરૂપે જેમાં તે રાજગૃહ નામે નગર છે, શ્રેણિક નામે રાજા છે. સુધમાં [વર્ધમાન] સ્વામી છે. [હતાં]. અવસર્પિણીવથી કાળનું વર્ણન ગ્રંચવર્ણિત વિભૂતિયુક્ત અહીં નથી. “દ્ધ” શબ્દથી અહીં નગર વર્ણન સૂચવેલ છે. તે આ પ્રમાણે –
ભવનાદિથી વૃદ્ધિને પામેલ, ભયવર્જિતપણાથી સ્થિર, ધનધાન્યાદિથી સમૃદ્ધ પ્રમોદ કારણ વસ્તુના ભાવથી પ્રમુદિત લોકો નગરમાં રહેતાં લોકો, ત્યાં આવીને રહેલા-જાનપદો. સૌભાગ્યના અતિશયથી ખુલ્લા, અનિમિષ નયનો વડે તે પ્રાણીય છે, ચિતને પ્રતિકારી-પ્રાસાદીય છે. જેને જોતાં ચક્ષને શ્રમ ન લાગે તેવું દર્શનીયા છે. મનોજ્ઞરૂપ છે. જોનાજોનાર પ્રત્યે સુંદરપ છે.
તેના ઈશાન ખૂણામાં ગુણશિલ નામે ચૈત્ય હતું. ચૈત્ય એટલે અહીં વ્યંતરનું આયતન. રમૈત્યવર્ણન - તેની સ્થાપના ચિરકાળથી થયેલ હતી. પૂર્વ પુરુષોએ તે પૂજવા યોગ્યપણે પ્રકાશિત કરેલ હતું. છત્ર-ધજા-પતાકા સહિત હતું. તેમાં વેદિકા રચેલ હતી. ભૂમિતલ છાણ આદિથી લિપેલ હતું, ભીંતો ખડી ચુના આદિથી ધોળેલ હતી. તેથી આ બંને વડે પૂજિત જેવું - પૂજેલું હતું.
તે ગુણશીલ ચૈત્યમાં શ્રેષ્ઠ અશોકવૃક્ષ હતું. તે વૃક્ષની નીચે થડની પાસે એક મોટો પૃવીશિલાપક હતો. તેની લંબાઈ-પહોળાઈ સુપ્રમાણ હતી. આજિનક-ચર્મમય વસ્ત્ર, , બૂર નામક વનસ્પતિ, નવનીત-માખણ, કૂલ-આકડાનું ૨. આ બધાં જેવો તેનો અતિ કોમળ સ્પર્શ હતો. તથા તે પ્રાસાદીયાદિ હતો.
પયન્ના સૂત્રોમાં અમે ચતુદશરણ અને તંદુલવૈયાસ્કિમાં વિજય વિમલ ગણિ કૃત વૃત્તિ લીધી છે, આતુર પ્રત્યાખ્યાન અને સંસ્તારક માટે ગુણરત્નસૂરિકૃત અવસૂરી લીધી છે, ગચ્છાચાર માટે શ્રી વાનર્ષિની લઘુવૃત્તિ અવધૂરી લીધી છે. બાકીના પયજ્ઞામાં માત્ર મૂળનો અર્થ છે. અચલગચ્છીય ટીકા અમે લીધેલ નથી.
ઉક્ત પંદરે આગમોના વિષય ભિન્ન-ભિન્ન હોવાથી અમે અહીં પ્રસ્તાવનામાં તે પ્રત્યેકની વિષયચર્યાનો ઉલ્લેખ કરતા નથી, તે જિજ્ઞાસુઓએ અન્ય ગ્રંથથી જાણવા.
પાંચે ઉપાંગો કથાનુયોગની મુખ્યતાવાળા છે, પયજ્ઞા સૂત્રોમાં અંતિમ આરાધના અને આચરણાની પ્રધાનતા છે. 2િ8/2]
Page #17
--------------------------------------------------------------------------
________________
૧/૨
૧૯
સૂત્ર-૨ :
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના શિષ્ય આર્ય સુધર્મા નામે અણગાર જાતિસંપન્ન, કૈશી ગણધર સમાન હતા. ૫૦૦ અણગારો સાથે પરિવરેલા, પૂર્વાનુપૂર્વીથી વિચરતા, જ્યાં રાજગૃહનગર યાવત્ થાપ્રતિરૂપ અવગ્રહ ગ્રહણ કરી સંયમ વડે યાવત્ વિચરતા હતા.
પર્યાદા નીકળી, ધર્મ કહ્યો, પર્યાદા પાછી ફરી. • વિવેચન-૨ :
જાતિસંપન્ન - ઉત્તમ માતૃપક્ષયુક્ત. અન્યથા માતૃપક્ષ સંપન્નત્વ પુરુષ માત્રને હોય, તેથી ઉત્કર્ષના અભિધાન માટે આ વિશેષણ ગ્રહણ કરેલ છે. કુલ - પિતૃપક્ષ. બલ-સંહનન વિશેષથી સમુત્પન્ન પ્રાણ. અહીં કેશી સ્વામીનું વર્ણન કહેવું. વિનયથી યુક્ત, નાયવ - દ્રવ્યથી અલ્પ ઉપધિત્વ, ભાવથી - ત્રણ ગૌરવનો ત્યાગ. ઓવંસી - મનના ધૈર્યવાળા, તેવી - શરીરની પ્રભાવાળા, વજંસી - સૌભાગ્યાદિયુક્ત વચનવાળા,
નસંસી - ખ્યાતિવાળા.
ક્રોધ, માન, માયા, લોભને જીતનારા અર્થાત્ ઉદરપ્રાપ્ત ક્રોધાદિને વિફળ કરનારા, જીવવા-પ્રાણ ધારણની વાંછા અને મરણના ભયથી વિપ્રમુક્ત અર્થાત્ તે બંનેના ઉપેક્ષક. બીજા મુનિજનની અપેક્ષાથી તપમાં ઉત્તમ તે તપોપ્રધાન, સંયમગુણમાં પ્રધાન, ચાપિધાન, અનાચાર પ્રવૃત્તિના નિષેધથી નિગ્રહપ્રધાન, અલ્પ સત્વવાળા જીવો વડે દુઃખે કરીને આચરી શકાય તેવા ઘોર બ્રહ્મચર્યવાસી. શરીરને તજેલ હોય તેવા અર્થાત્ શરીરસત્કારમાં નિસ્પૃહી. કેવળ જ્ઞાન સિવાયના ચાર જ્ઞાનોપયુક્ત.
એવા આચાર્ય સુધર્મા ૫૦૦ અણગારો સાથે પરિવરી પૂર્વાનુપૂર્વી - અનુક્રમથી સંચરતા, વિવક્ષિત ગામથી બીજે ગામ તે ગ્રામાનુગ્રામ જતાં - એક ગામથી બીજું ગામ ઉલ્લંધ્યા સિવાય જતાં, આના વડે અપ્રતિબદ્ધ વિહાર કહ્યો. તેવો વિહાર પણ ઉત્સુકતા રહિત કહ્યો. સુખેસુખે - શરીરના ખેદના અભાવે, સંયમની બાધા રહિત વિચરતા કે ગ્રામાદિમાં રહેતા હતા.
જ્યાં રાજગૃહ નગર, જ્યાં ગુણશિલક ચૈત્ય છે, ત્યાં આવે છે. આવીને યથોચિત મુનિજન અવગ્રહ - આવાસને અનુજ્ઞાપૂર્વક ગ્રહણ કરીને, સંયમ અને
તપથી આત્માને ભાવિત કરતાં રહે છે.
શ્રેણિકરાજાદિ લોકો-પર્ષદા સુધર્માસ્વામીના વંદનાર્થે નીકળી, ધર્મ સાંભળીને, જે દિશાથી આવેલા, તે જ દિશામાં પર્યાદા-પાછી ગઈ.
• સૂત્ર-૩ :
તે કાળે તે સમયે આર્ય સુધર્મા અણગારના શિષ્ય જંબૂ નામે અણગાર, સમચતુરસ સંસ્થાન સંસ્થિત યાવત્ સંક્ષિપ્ત-વિપુલ તેજ વેશ્યાવાળા, સુધર્મા અણગારની કંઈક સમીપ, ઉર્ધ્વાનૂ થઈ યાવત્ વિચરતા હતા.
• વિવેચન-૩ :
- * - આર્ય જંબૂનામે અણગાર કાશ્યપ ગોત્રીય હતા. સાત હાથ ઉંચા,
નિચાવલિકા ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ
સમચતુરસ સંસ્થાન સંસ્થિત, વજ્રઋષભનારાય સંઘયણી, સુવર્ણનો પુલક, તેની જે કપટ્ટ રેખારૂપ, પડાગર્ભવત્ જે ગૌર. - ૪ - ૪ - ઉગ્ર-અપ્રકૃષ્ટ તપવાળા. તાપિત
૨૦
તપ યુક્ત - જેના વડે કર્મો તપાવાય, તે તપથી સ્વાત્મા પણ તપોરૂપ સંતાપિત છે. દીપ્તતપ - હુતાશન માફક જવલત તેજ, કર્મવનના દાહકવથી છે. ઉદાર-પ્રધાન. ઘોર-નિઘૃણ પરીષહ-ઈન્દ્રિય-કષાય નામક શત્રુનો વિનાશ કરવા નિર્દે. બીજા વડે આચરી ન શકે તેવા વ્રતવાળા, ઘોર તપ વડે યુક્ત, શરીરની અંદર લીન, અનેક યોજન પ્રમાણ ક્ષેત્ર આશ્રિત વસ્તુના દહનમાં સમર્થ, વિશિષ્ટ તપોજન્ય લબ્ધિવિશેષ પ્રભાવ - તેજોલેશ્યા આદિ ગુણવિશિષ્ટ જંબૂસ્વામી, સુધર્માસ્વામી સ્થવિરની બહુ દૂર નહીં - બહુ નીકટ નહીં તેવા ઉચિત પ્રદેશે રહ્યા.
કઈ રીતે? શુદ્ધ પૃથ્વી આસન વર્ઝન, ઔપગ્રહિક નિષધાના અભાવથી ઉત્કટુક આસને રહીને, તે ઉર્ધ્વ જાનુ, અધોમુખ - ઉંચે કે તીર્દી દૃષ્ટિ રાખીને. નિયત ભૂભાગે નિયમિત દૃષ્ટિવાળા. ધ્યાનરૂપ જે કોષ્ઠ, જેમાં કોઠામાં રહેલ ધાન્ય વિખેરાતું નથી તેમ, તે ભગવન્ ધર્મધ્યાન કોષ્ઠમાં પ્રવેશીને, ઈન્દ્રિય અને મનને આશ્રીને સંવૃતાત્મા થાય છે. સંવર અને તપ વડે આત્મામાં વાસિત થઈને રહે છે.
• સૂત્ર-૪ :
ત્યારે તે જંબૂરવામાં જાતશ્રદ્ધ થઈ યાવત્ પર્યાપાસના કરતાં આમ કહે છે કે – ભગવન્ ! શ્રમણ યાવત્ સંપ્રાપ્તે ઉપાંગોનો શો અર્થ કહેલો છે ? નિશ્ચે હૈ જંબૂ ! શ્રમણ ભગવંતે યાવત્ એ પ્રમાણે ઉપાંગોના પાંચ વર્ગો કહ્યા છે, તે આ પ્રમાણે નિયાવલિકા, કલ્પવતંસિકા, પુષ્પિકા, પુષ્પચૂલિકા
-
અને વૃષ્ણિદશા.
ભગવન્ ! જો શ્રમણ ભગવંતે ઉપાંગના પાંચ વર્ગો કહેલા છે - x - તો ભગવન્ ! પહેલાં વર્ગરૂપ ઉપાંગ - નિયાવલિકાના શ્રમણ ભગવંતે કેટલાં અધ્યક્ષનો કલા છે ?
-
નિશ્ચે હે જંબુ ! શ્રમણ ભગવંતે ઉપાંગોના પ્રથમ વર્ગ નિરયાવલિકાના દશ અધ્યયનો કહેલા છે કાલ, સુકાલ, મહાકાલ, કૃષ્ણ, સુકૃષ્ણ, મહાકૃષ્ણ, વીકૃષ્ણ, રામકૃષ્ણ, પિતૃસૈનકૃષ્ણ અને મહારોનકૃષ્ણ.
• વિવેચન-૪ :
ધ્યાન પછી તે આર્ય જંબૂ, કેવા થયા ? જેને પ્રશ્ન પૂછવાની ઈચ્છા છે. તેવા જાતશ્રદ્ધ - વઢ્યમાણ વસ્તુ તત્વ પરિજ્ઞાન માટેની ઈચ્છાવાળા થયા. તયા સંશયવાળા, કુતૂહલ - ઉત્સુકતા વાળા - બધી વસ્તુનો વ્યતિકર અંગસૂત્રોમાં કહ્યા પછી ઉપાંગોમાં બીજો શો અર્થ ભગવંતે કહ્યો હશે ? તેને હું કઈ રીતે જાણીશ ? તેવી ઉત્સુકતાથી ઉભા થઈને આર્ય સુધનિ ત્રણવાર આદક્ષિણ-પ્રદક્ષિણા કરે છે - દક્ષિણ બાજુથી આરંભીને પરિભ્રમણ કરતાં ફરી દક્ષિણ પાર્શ્વની પ્રાપ્તિ, તેને કરે છે. પછી વચનથી સ્તુતિ કરે છે, કાયાથી નમન કરે છે, ઉચિત દેશે શ્રવણની ઈચ્છાથી નમન કરતાં, અંજલિ જોડીને, વિનયથી, પપાસના કરતા બોલ્યા –
Page #18
--------------------------------------------------------------------------
________________
૨૨
નિયાવલિકા ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ
ભગવંતે ઉપાંગોના પાંચ વર્ષ કહ્યા. વન - અધ્યયન સમુદાય, તે પાંચ વર્ગનિરયાવલિકાદિ છે. તેમાં પહેલો વર્ગ દશ અધ્યયનરૂપ કહેલ છે. અધ્યયન દશક - કાલ, કાલીનો પુત્ર તે કાલ, સુકાલીનો પુતર સુકાલ ઈત્યાદિ જાણવું. * * * * * કાળ, પછી સુકાલ, મહાકાલ એ ક્રમે દશ અધ્યયન છે. * * *
• સૂત્ર-૫ -
ભગવાન ! જે શ્રમણ ચાવતું સપાખે ઉપાંગના પ્રથમ વર્ષ નિરયાવલિકાના દશ અધ્યયનો કહ્યા, તો - x • પહેલાં અધ્યયનનો શો અર્થ ભગવંતે કહેલ છે ?
નિશે હે જંબુ. તે કાળે, તે સમયે આ જ જંબૂદ્વીપ દ્વીપમાં ભરત ક્ષેત્રમાં ચંપા નામે નગરી દિવાળી નગરી હતી, પૂણભદ્ર ચૈત્ય હતું. તે ચંપાનગરીમાં શ્રેણિક રાજાનો પુત્ર અને ચેલ્લણા દેવીનો આત્મજ કોણિક નામે રાજ હતો.
તે કોણિક રાજાને પાવતી નામે રાણી હતી. સુકુમાલ યાવત્ વિચરતી હતી. તે ચંપાનગરીમાં શ્રેણિક રાજાની પત્ની, કોણિક રાજાની લઘુમાતા કાલી નામે રાણી હતી. તે સકુમાલ પાવતુ સુરઇ હતી.
• વિવેચન-પ :
આ જંબૂઢીપ થતુ અસંખ્યય જંબૂદ્વીપમાંના બીજા કોઈ નહીં. ભરતોત્રમાં ચંપા નામે નગરી હતી. ત્રદ્ધ-તિમિતાદિ. તેના ઈશાન ખૂણામાં પૂર્ણભદ્ર ચૈત્યવંતરાયતન હતું. કોણિક નામે શ્રેણિક રાજપુત્ર રાજા હતો. તે મહાહિમવંત જેવો મહાન • બીજા રાજાની અપેક્ષાથી, મલયપર્વત - મેરુ પર્વત અને શક્રાદિ દેવરાજ સમાન હતો. ત્યાં વિનો, રાજકુમારાદિકૃત ડમરો, વિવર શાંત થયેલા હતા. એવો તે રાજ્યને પાલન કરતો રહેલો.
કોણિકની રાણી પદ્માવતી સુકમાલ હાથ-પગ વાળી, અહીન પંચેન્દ્રિય શરીર, - X • લક્ષણ, વ્યંજન, ગુણો વડે ઉપયુક્ત * * માન, ઉન્માન, પ્રમાણથી પ્રતિપૂર્ણ, સુજાત-સર્વાગ સુંદરી - x • x • ચંદ્ર જેવી સૌમ્યાકાર, કમનીય, તેથી જ પ્રિય દર્શનવાળી, તેથી જ સ્વરૂપથી સુરક્ષા પદ્માવતી દેવી કોણિક સાથે ઉદાર ભોગોપભોગને ભોગવતી રહેતી હતી. [વ્યાખ્યા પૂર્ણ સૂત્રોવત]
બીજા કહે છે - કાર્તિકી ચંદ્રની જે વિમલ, પ્રતિપૂર્ણ, સૌમ્ય વદનવાળી. કુંડલો વડે ધૃષ્ટ કપોલ વિરચિત મૃગમદાદિ રેખાવાળી, શૃંગાર રસના ગૃહ સમાન, ચારુ વેપવાળી. - કાલી નામે સણી, શ્રેણિકની પત્ની, કોણિક રાજાની લઘુમાતા હતી. તેણી શ્રેણિક રાજાને વલ્લભ, કાંત, પ્રિયા, મનોજ્ઞા પ્રશસ્ત નામઘેયા, હૃદયમાં ધારણીય, વિશ્વાસ્યા, સંમત, બહમત, અનુમત, આભરણના કરંડીયા સમાન, માટીના તેલના ભાજનવ સુસંગોયા, વસમંજૂષાવતુ સુસંપરિગ્રહિતા હતી. [વ્યાખ્યા પૂર્વ સૂત્રોવત] તે કાલી શ્રેણિક રાજા સાથે ચાવતુ વિચરતી હતી.
• સૂત્ર-૬ - તે કાલીદેવીનો યુગ કાલ નામે કુમાર હતો. તે સુકુમાલ ચાવતું સુરૂપ
હતો. : - તે કાકુમાર અન્ય કોઈ દિવસે ૩ooo હાથી, ૩ooo રથ, ooo અa, ત્રણ કરોડ મનુષ્યો વડે ગરુડ લૂહ ચીને, પોતાના અગિયારમા ભાગના સૈન્ય વડે કોશિકરા સાથે રથમુસલ સંગ્રામમાં ઉતર્યો.
• વિવેચન-૬ :
તેનો કાલ નામે પુત્ર હતો. તે સુકુમાલ ઈત્યાદિ પૂર્વોક્ત વર્ણન પ્રાસાદીય, દર્શનીયાદિ સુધી કહેવું.
શ્રેણિક રાજાને બે રત્નો હતા - અઢાર સરોહાર, સેનચક હાથી. ત્યાં શ્રેણિક રાજાના રાજ્યના મૂલ્ય જેટલું તે દેવે આપેલ હાર અને હાથીનું મૂલ્ય હતું. તે હાસ્તી ઉત્પત્તિ પ્રસંગે કહેવાશે, કોણિકની ઉત્પત્તિ અહીં વિસ્તારથી કહીશ. કેમકે તેના કામમાં જ કાલાદિનું મરણ અને નરક યોગ્ય કર્મચય છે. વિશેષ એ - કોણિક
ત્યારે કાલાદિ દશકુમાર સાથે ચંપામાં રાજ્ય કરતો હતો. તે બધાં પણ દોગંદક દેવની માફક કામભોમ પરાયણ બાયટિંશક દેવની જેમ * * * * * ભોગ ભોગવતા રહેલાં હતા.
હલ્લ અને વિહલ નામે કોણિકના બીજા બે ભાઈઓ જે ચેલણા સણીના પુત્રો પણ હતા, હવે હારની ઉત્પત્તિ કહે છે –
શકેન્દ્રએ શ્રેણિકની ભગવંત પ્રત્યેની નિશ્ચલ ભક્તિની પ્રશંસા કરી. ત્યારે સેડુકનો જીવ દેવ થયેલો, તે ભકિતથી પ્રસન્ન થઈ શ્રેણિકને તે હાર અને બે ગોળ દડા આપેલા. શ્રેણિકે તે હાર ચેલણાને આપ્યો. બે ગોળ દડા અભયની માતા સુનંદાને આયા. તે વખતે સુનંદાએ “શું હું દાસી છું” એમ કહી ગોળાને ભીંતમાં ફેંકયા. ત્યારે ગોળા ફાટતા કુંડલ જોડ અને વસ્ત્ર જોડ નીકળ્યા.
કોઈ વખતે અભયકુમારે ભગવંતને પૂછ્યું - છેલ્લો રાજા કોણ દીક્ષા લેશે ? ભગવંતે કહ્યું - ઉદાયી, પછી કોઈ નહીં લે. ત્યારે અભયે રાજ્ય ન સ્વીકારતા કોણિકને રાજ્ય આપ્યું, હલને સેચનક હાથી અને વિહલ્લને હાર આપ્યો. * * * અભયકુમારે માતા સહિત દીક્ષા લીધી. ચેલણાના ત્રણ પુત્રો થયેલા - કોણિક, હલ્લ અને વિહલ. હવે કોણિકની ઉત્પત્તિ કહીએ –
કાલી, મહાકાલી આદિ દશને કાલ, મહાકાલાદિ દશ પુત્રો હતા. કોણિકે કાલાદિ દશકુમારો સાથે મળીને શ્રેણિક રાજાને [પોતાના પિતાને જેલમાં નાંખ્યા. કોણિક પૂર્વ ભવનું વૈર હોવાથી શ્રેણિકને રોજ સવાર-સાંજ ૧૦૦ કોરડા મારતો હતો. તેને ભોજન કે પાણી પણ ન આપતો. ચેલ્લણા પોતાના વાળમાં બાંધીને લઈ ગયેલ અડદના બાકુડાને મદિરાના પાણીથી ધોઈને આપતી.
કોઈ વખતે પડાવતીથી થયેલ કોણિકના મના નિમિતે -x - માતા ચેલણાને કહ્યું કે મને આ પુત્ર કેટલો પ્રિય છે ? ત્યારે ચેલ્લણાએ શ્રેણિકના કોણિક પ્રત્યેના પ્રેમની વાત કહી (જે ગ્રંથાતરથી જાણવી) ત્યારે જમતો જમતો જ ઉભો થઈને કોણિક કુહાડો લઈ પિતાની બેડી તોડવા દોડ્યો. • x • ત્યારે શ્રેણિક - x • તાલપુટ વિષ ખાઈને જીવનનો અંત કર્યો.
Page #19
--------------------------------------------------------------------------
________________
૨૪
નિયાવલિકા ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ
કેટલાંક કાળ પછી -x- રાજગૃહથી નીકળી કોણિક ચંપામાં રાજધાની કરીને રહ્યો. કોણિકની કથા પહેલાં એટલાં માટે કહી કે - તેણે કરેલા રથમુસલ સંગ્રામમાં ઘણાં જ લોકોનો ક્ષય કરવાથી નાક યોગ્ય કર્મો પાર્જન કાલાદિ દશેને થયું. તેમાં કાલકુમારને આશ્રીને આ પહેલું અધ્યયન છે.
રથમુશલ સંગ્રામ - ચંપામાં કોણિક રાજા હતો, તેના નાના ભાઈ હલ, વિહલ પિતાએ આપેલા હાર અને હાથી સાથે વિલાસ કરતા હતા. •x • પાવતીએ કોણિકને તે હાથી લઈ લેવા ઉશ્કેર્યો. • x - બંને નાના ભાઈ ભયથી વૈશાલીમાં પોતાના માતામહ-ચેટક પાસે ચાલ્યા ગયા. - x • x • તે નિમિતે યુદ્ધ થયું. ત્યારે કણિક સાથે પોતાની બીજી માતાના પુત્રો એવા દશ ભાઈઓ પણ યુદ્ધમાં જોડાયા. તે પ્રત્યેકને 3૦૦૦ હાથી, 3000 રથ, ૩ooo ઘોડા, ત્રણ કરોડનું પાયદળ હતું. કોણિકને પણ હતું. - X -
ત્યારે પોતાનું આ ૧૧-માં ભાગનું સૈન્ય લઈને કાળ કુમાર પહેલો યુદ્ધમાં ચડયો. ચેટક રાજાએ પણ પોતાના ગણરાજાને બોલાવ્યા. ચેટક સહિતને બધાંનું પણ તેટલું જ હાથી આદિ બલ પરિમાણ હતું. યુદ્ધ થયું ચેટક રાજાને એક જ અમોઘ બાણ છોડવાની પ્રતિજ્ઞા હતી. કોણિકે ગરુડ ન્યૂહ રચ્યો. ચેટકે સાગર વ્યુહ રચ્યો. • x - ચેટકે એક જ બાણ વડે તેને મારી નાંખ્યો. સૈન્ય ભાગ્ય.
બીજે દિવસે એ જ પ્રમાણે સુકમાલને હણ્યો. એ પ્રમાણે ક્રમશઃ દશ દિવસમાં • x • દશે કુમારોને હસ્યા. તેથી કોણિકે યુદ્ધ જીતવા અટ્ટમ કર્યો. ત્યારે શકેન્દ્ર અને અમરેન્દ્ર બંને આવ્યા, • x • કોણિકે મહાશિલા સંગ્રામ અને રથમુસલ સંગ્રામ કર્યો - ૪ -
• સૂગ-૭ :
ત્યારપછી તે કાલીદેવીને અન્ય કોઈ દિવસે કુટુંબ જાગરિકા કરતાં આવો આધ્યાત્મિક ચાવતુ સંકલ્પ ઉત્પન્ન થયો. • વિશે મારો પુત્ર કાલકુમાર ૩ooo હાજી આદિ સાથે યુદ્ધ ચડેલ છે. તો શું તે જીતશે કે નહીં જીતે? જીવશે કે નહીં જીવે ? બીજાનો પરાભવ કરશે કે નહીં કરે ? કાલકુમારને હું જીવતો જઈશ? એ રીતે પહત મન થઈને યાવત ચિંતામગ્ન બની..
કાળે, તે સમયે ભગવાન મહાવીર સમોસય. દા નીકળી. ત્યારે કાલીદેવી આ વૃત્તાંત સાંભળીને, તેના મનમાં આવો સંકલ્પ યાવત થયો - નિશે ભગવાન મહાવીર પૂપૂિવથી અહીં આવીને રહ્યા છે, તથારૂપનું સ્મરણ પણ મહાફળને માટે છે સાવ વિપુલ અનુિં ગ્રહણ તો મહાફલ માટે થાય છેતો ત્યાં જઉં અને ચાવતું ભગવંતની પર્યાપાસના કરું. આ પ્રશ્રન પૂછીશ.
એમ વિચારીને કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને આમ કહ્યું – દેવાનુપિયો ! જલ્દીથી ધાર્મિક યાનપવર જોડીને લાવો. લાવીને યાવતું મારી આજ્ઞા પાછી સોંપો. પછી તે કાલીદેવી લ્હાઈ, બલિકર્મ કરી યાવત્ અલ્પ પણ મહાઈ આભરણથી અલંકૃત શરીરી થઈ ઘણી કુળદાસી સાથે ચાવતું મહત્તરાના
વૃંદથી પરીવરીને અંત:પુરથી નીકળી. નીકળીને બાહ્ય ઉપસ્થાન શાળામાં ધાર્મિક શ્રેષ્ઠ વાન પાસે આવીને તેમાં બેઠી.
ત્યારપછી પોતાના પરિવાર સાથે પરીવરીને ચંપા નગરીની વચ્ચોવચ્ચેથી નીકળીને પૂર્ણભદ્ર ચૈત્યે આવી, આવીને છમાદિ દૂર કરી, યાનને રોકવું, રોકીને તે ઘાર્મિક શ્રેષ્ઠયાનથી ઉતરી, પછી ઘણી કુન્નાદાસી આદિથી પરીવરીને શ્રમમ ભગવનું મહાવીર પાસે આવી, ભગવંતને ત્રણ વખત વંદન કરી, પોતાના પરિવાર સાથે શ્રવણેચ્છાથી અભિમુખ નમન કરી, વિનયથી જતી જોડીને પર્યાપારના કરે છે.
ત્યારપછી ભગવંત મહાવીરે ચાવતું કાલીદેવીને તથા તે મા મોટી દાને ધર્મકથન કર્યું ચાવતું શ્રાવક કે શ્રાવિકા આાિમાં વિચરતા આરાધક થાય છે. ત્યારપછી તે કાલીરાણીએ ભગવંતની પાસે ધર્મ સાંભળી, અવધારી યાવત્ હર્ષિત થઈ ભગવંતને ત્રણ વખત વંદના કરી ચાવતું પૂછ - ભગવન્! મારો » કાલકુમાર યાવતુ રમુજીલ સંગ્રામમાં ગયો છે, તો તે જીતશે કે નહીં અને ઈત્યાદિ. ભગવંતે કાલી રાણીને કહ્યું - હે કાલી ! તારો પુત્ર • x • ચાવ4 - x - હd, મથિત, પ્રવર વીર ઘાતિત, નિપતિત ચિહ્ન-ધ્વજ-પતાકાયુક્ત થયો, દિશા ન સૂઝતા ચેટક રાજાની સન્મુખ આવ્યો તેના રથની સન્મુખ રથ કર્યો,
ત્યારે ચટક રાજાએ કાલકુમારને આવતો જોયો જોઈને ક્રોધથી યાવત્ ધમધમતા ધનુષ લીધું, તીર લીધું. વૈશાખી સ્થાને ઉભા રહ્યા, કાન સુધી તીરને ખેંચ્યું, ખેંચીને કાલકુમારને એક જ બાણ વડે હણી નાંખ્યો.
હે કાલી ! તે મૃત્યુ પામ્યો, તારા કાલકુમારને હવે તું જીવતો જોઈશ નહીં. ત્યારે કાલીદેવી ભગવંત પાસે આ કથન સાંભળી, અવધારી, પુત્રના મહા શોકથી વ્યાપ્ત થઈ કુહાડાથી કાપેલ ચંપકલતાની જેમ ધસ થઈને પૃવીતલને વિશે સવીંગથી પડી, પછી મુહૂર્ત બાદ કાલીદેવી આશ્વસ્ત થઈ ઉસ્થાનથી ઉઠે છે, ઉઠીને ભગવંત મહાવીરને વંદન-નમસ્કાર કર્યો. કરીને કહ્યું - ભગવન છે એમ જ છે, તેમજ છે, ભગવા તે અવિતથ છે, અસંદિગ્ધ છે. જે આપે કો તે અર્થ સત્ય છે. એમ કહી શ્રમણ ભગવંતને વાંદી-નમી, તે જ ધાર્મિક શ્રેષ્ઠ યાનમાં બેસી - x • પાછી ગઈ.
• વિવેચન-:
શું જયશ્લાઘાને પામશે, પાકા સૈન્યનો પરાભવ કરી શકશે કે નહીં કરી શકે ? કાલ નામક મારા પુત્રને જીવતો જોઈશ કે નહીં ? એ રીતે યુક્ત-અયુક્તના વિવેચનમાં ઉપહત મનો સંકલ્પવાળી, હથેળી ઉપર મુખ રાખી, આર્તધ્યાનોગત અને અધોમુખ વદન અને નયનવાળી થઈ. દિનની જેમ વિવર્ણવદનવાળી થઈ. * * મનોમાનસિક દુ:ખથી અભિભૂત થઈ. * *
આ આવા સ્વરૂપે આત્મવિષયક, સ્મરણરૂપ, પ્રાચિત, મનમાં વર્તતો પણ બહાર પ્રકાશિત ન થયેલ વિકલ્પ ઉત્પન્ન થયો, તેને જ કહે છે - ભગવનું છે ગામેગામ
Page #20
--------------------------------------------------------------------------
________________
૧/૭
વિચરતા અહીં પધાર્યા છે - સમોસર્યા છે, આ જ ચંપાનગરીમાં પૂર્વભદ્ર ચૈત્યમાં યથપ્રતિરૂપ અવગ્રહ સાચી સંયમ અને તપથી પોતાને ભાવિત કરતાં વિચરે છે. તથારૂપ અરહંત ભગવંતનું નામ ગોત્ર પણ શ્રવણ કરતાં મહાફળ પ્રાપ્ત થાય છે, તો પછી સન્મુખ જવું, વાંદવું, નમવું, પ્રતિપૃચ્છા કરવી, પર્યાપાસના કરવાના ફળનું પૂછવાનું જ શું હોય? એક પણ આર્ય ધાર્મિક વચન શ્રવણનું મહાફળ છે, તેથી વિપુલ અર્થગ્રહણાર્થે, હું ત્યાં જઉં, ભગવન્ ! મહાવીરને વંદન-નમન-સત્કાર-સન્માન કર્યું. કલ્યાણ-મંગલ-દૈવ-ચૈત્યરૂપ તેમની પર્યાપાસના કરું, જે ભવાંતરમાં પણ મને
હિતકારી આદિ થશે. ઈત્યાદિ - ૪ -
૨૫
[અત્રે વૃત્તિકારશ્રી ઉક્ત શબ્દોની વ્યાખ્યા કરે છે, જે પૂર્વે અનેકવાર કરાયેલ હોવાથી અમે અત્રે નોંધતા નથી.] - ૪ - X + X +
પછી ધર્મકાયર્થિ નિયુક્ત ચાતુર્ઘટ અશ્વરથ - x - ઉપસ્થાપિત કરવા આજ્ઞા આપી. સ્નાન કર્યુ, પછી સ્વગૃહે દેવોનું બલિક્રમ કર્યુ, કૌતુક-મંગલ-પ્રાયશ્ચિત્ત કર્યા જેથી દુઃસ્વપ્નાદિ નિવારણ થાય. - x - શુદ્ધ પ્રાવેશ્ય વસ્ત્રો પહેર્યા. - x - કુન્દિકા, ચિલાતી, વટભા આદિ [જ્ઞાતાધર્મકથામાં વર્ણિત] દાસીઓ સાથે - ૪ - પરીવરીને ઉપવેશન મંડપમાં આવી, રથમાં બેઠી. ભગવંત મહાવીર પાસે પહોંચી ચાવત્ પર્યુપાસના કરવા લાગી. - ૪ - ૪ -
ત્યારપછી સૂત્રમાં - કાલીદેવીનો પુત્ર કાલકુમાર હાથી-ઘોડાદિ સાથે કોણિક રાજા વડે નિયુક્ત અને ચેટક રાજા સાથે યમુશલ સંગ્રામમાં જે કર્યુ તે કહે છે - સૈન્યનું હત થવું, માનનું મથન, સુભટોનો વિનાશ, ગરુડાદિ ધજાનું પાડી દેવાયું. તેથી દિશા ન સૂઝતા ચેટક રાજાની લગોલગ આવી ગયો. - x - તે જોઈને ક્રોધિત-રુષ્ટ થયેલા, કુપિત, ક્રોધ જ્વાલાથી બળતા - x - ચેટક રાજાએ - ૪ - ૪ - બાણના એક જ પ્રહારથી પાષાણમય મહામારણ યંત્રની માફક પ્રહારથી તેને હણ્યો.
• સૂત્ર-૮ થી ૧૦ :
[૮] ભગવન્ ! એમ કહી ગૌતમરવામીએ યાવત્ વાંદીને પૂછ્યું – ભગવન્ ! કાલકુમાર ચાવત્ મુશલ સંગ્રામમાં લડતા ચેટક રાજા વડે ફૂટ પહાર વત્ એક પ્રહારથી હણીને મારી નાંખતા, તે કાળ કરીને ક્યાં ગયો ? ક્યાં ઉત્પન્ન થયો ? ગૌતમ ! એમ કહી ભગવંત મહાવીરે એમ કહ્યું – ગૌતમ ! નિશ્ચે કાલકુમાર વત્ - ૪ - મરીને સૌથી પંકપ્રભા પૃથ્વીમાં હેમાભ નામે નકમાં ૧૦ સાગરોપમ સ્થિતિક નકાવાસે નૈરયિકપણે ઉત્પન્ન થયો.
[૯] ભગવન્ ! કાલકુમાર કેવા આરંભ - કેવા સમારંભ - કેવા આભ સમારંભથી, કેવા ભોગ - કેવા સંભોગ કેવા ભોગસંભોગથી, અશુભકૃત્ કર્મના ભારથી કાળમારો કાળ કરીને ચોથી પંકપભાપૃતમાં નૈરયિકપણે ઉપજ્યો ? નિશ્ચે ગૌતમ ! તે કાળે, તે સમયે રાજગૃહ નામે ઋદ્ધ-તિમિત-સમૃદ્ધ નગર હતું. ત્યાં શ્રેણિક નામે મહાન રાજા હતો. તેને નંદા નામે રાણી હતી. જે સુકુમાલ ચાવત્ વિચરતી હતી. તે શ્રેણિક રાજા અને નંદા રાણીનો આત્મજ
૨૬
નિસ્યાવલિકા ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ એવો અભય નામે સુકુમાલ યાવત્ સુરૂપકુમાર હતો. જે શામ દંડમાં ચિત્રની જેમ વર્તી રાજ્યકુરાનો ચિંતક હતો.
તે શ્રેણીક રાજાને બીજી ચેલ્લણા નામે સુકુમાલ સાવત્ રાણી પણ હતી. [૧૦] તે ચેલ્લણા દેવીને કોઈ દિવસે તે તેવા પ્રકારના વાસગૃહમાં ચાવત્ સિંહ સ્વપ્ન જોઈને પ્રભાવતી માફક જાગી યાવત્ સ્વપ્નપાઠકને વિદાય આપી. યાવત્ ચેલ્લણા તે વચનોને સ્વીકારી પોતાના ભવનમાં પ્રવેશી. ત્યારપછી ચેલ્લણાને અન્ય કોઈ દિવસે ત્રણ માસ બહુ પ્રતિપૂર્ણ થતાં આવા પ્રકારનો દોહદ થયો - તે માતાઓ ધન્ય છે યાવત્ તેમનું જન્મ અને જીવિતનું ફળ છે, જે શ્રેણિક રાજાના ઉદરનું માંસ પકાવી, તળી, સેકીને સુરા યાવત્ પ્રસન્ના સાથે આસ્વાદન કરતી યાવત્ પરિભાગ કરતી દોહદને પૂર્ણ કરે છે.
* વિવેરાન-૧૦ -
મોઢે આદિ-પકાવીને, તળીને, ભૂંજીને, પ્રસન્નાદ્રાક્ષાદિ દ્રવ્યજન્ય મનની પ્રસક્તિ હેતુ, કંઈક આસ્વાદન કરતી, પરસ્પર બીજાને ખવડાવતી. [આ દોહદથી તેણી લોહી વિનાની સુષ્ક, ભુખ્યા જેવી, માંસ રહિત, ભગ્ન મનોવૃત્તિવાળી, ભગ્તદેહ, નિસ્તેજ, દીન, સફેદ થઈ ગયેલા વદનવાળી, અધોમુખી થઈ યોગ્યાયોગ્યનો વિવેક ભૂલી ગઈ. ઈત્યાદિ - ૪ - તેથી શ્રેણિકનો આદર ન કરતી, સામે ન જતી, મૌન રહે છે.
- સૂત્ર-૧૧ -
ત્યારે તે ચેલણાદેવી, તે દોહદ પૂર્ણ ન થતાં સુષ્ઠ, ભુખી, નિર્માસ, વરુણા, ભગ્ન શરીરી, નિસ્તેજ, દીનવિમન વદના, પાંડુ મુખી, અવનમિત નયન અને વદન કમળવાળી થઈ, યથોચિત પુષ્પ-વસ્ત્ર-ગંધ-માળા-અલંકારનો ઉપભોગ ન કરતી, હાથ વડે મસળેલ કમળની માળા જેવી, અપહત મનો સંકલ્પા થઈ યાવત્ ચિંતામાં થઈ.
પછી તે ચેલ્લણા દેવીની આંગ પરિચારિકાઓએ તેણીને શુષ્ક યાવત્ ચિંતામન જોઈ, જોઈને શ્રેણિક રાજા પાસે આવી, આવીને બે હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી, શ્રેણિક રાજાને આ પ્રમાણે કહ્યું – નિશ્ચે હે સ્વામી ! અમે જાણતા નથી કે ચેલણાદેવી કયા કારણથી સુષ્ક, ભુખી સાવત્
ચિંતામન છે.
ત્યારે શ્રેણિકરાજાએ તે અંગ પરિચારિકા પાસે આ અર્થ સાંભળી, સમજી પૂર્વવત્ સંભ્રાંત થઈ ચેલ્લણા દેવી પાસે આવે છે, આવીને તેણીને સુષ્ક યાવત્ ચિંતામન જોઈને આમ બોલ્યા – હે દેવાનુપિયા ! તું કેમ સુખ યાવત્ ચિંતામાં છો ? ત્યારે ચેલ્લણાદેવી શ્રેણિક રાજાના આ કથનનો આદર કરતી નથી, જાણતી નથી પણ મૌન રહે છે. ત્યારે તે શ્રેણિક રાજા યેલ્લણાને બીજી-ત્રીજી વખત પણ આમ કહે છે શું હું તારી વાતને સાંભળવા યોગ્ય નથી કે જેથી તું આ અર્થને ગોપવે છે ? ત્યારે તે ચેલણાદેવી શ્રેણિક રાજાએ બે-ત્રણ વખત
-
Page #21
--------------------------------------------------------------------------
________________
૧/૧૧
આ પ્રમાણે પૂછતાં શ્રેણિક રાજાને આમ કહ્યું –
સ્વામી ! એવી કોઈ વાત નથી, જે સાંભળવા તમે યોગ્ય ન હો, આ અને સાંભળવા તો તમે અયોગ્ય છો જ નહીં નિશે હે સ્વામી ! મને તે ઉદાર યાવત મહાસ્વપ્ન આવ્યા પછી ત્રણ માસ પતિપૂર્ણ થતાં આવો દેહદ ઉત્પન્ન થયો કે - તે માતા ધન્ય છે, જે તમારા ઉદરમાસને પકાવીને યાવતું દોહદ પૂર્ણ કરે છે. તેથી તે સ્વામી ! તે દોહદ પૂર્ણ ન થતાં સુક, ભુખી ચાવ4 ચિંતામન છું. ત્યારે શ્રેણિકે ચેલ્લણાને કહ્યું –
હે દેવાનુપિય! તું અપહત ચાવતું ચિંતામગ્ન ન થા, હું તેવો કંઈ યન કરીશ, જેથી તાસ દોહદ પૂર્ણ થશે. એમ કહી ચેલ્લણા દેવીને તેની ઈષ્ટ, કાંત, પિય, મનોજ્ઞ, મણામ, ઉદાર, કલ્યાણ-શિવ-ધન્ય-મંગલ, મિત, સશીક વાણી વડે આશ્વાસિત કરે છે. ચેલ્લા દેવીની પાસેથી નીકળીને બાહ્ય ઉપસ્થાન શાળામાં
જ્યાં સિંહાસન છે, ત્યાં આવે છે. આવીને શ્રેષ્ઠ સહાસનની પ્રવભિમુખ બેરો છે. તે દોહદની સંપત્તિ નિમિતે ઘણાં આય અને ઉપાયોને ઔત્પાતિકીવૈનચિકી-કાર્મિક-પારિણામિકી બુદ્ધિ વડે વિચારતા તે દોહદના આયને અને ઉપાયને કે સ્થિતિને ન પામતાં અપહત મનો સંપાદિ થયો.
આ તરફ અભયકુમાર હાઈ સાવત્ અલંકૃત્વ શરીરે પોતાના ઘરથી નીકળી બાહ્ય ઉપસ્થાન શાળામાં શ્રેણિક રાજ પાસે આવે છે. શ્રેણીકને યાવતું ચિંતામન જોઈને આમ કહ્યું - હે તાત! અન્ય સમય તમે મને જોઈને યાવત હર્ષિત હદયી થતા. હે તાતા આજે તમે કેમ યાવત્ ચિંતામગ્ન છો? હે તાત! જે હું આ વાતને શ્રવણ કરવા યોગ્ય હોઉં તો મને આ વાત જેમ હોય તેમ અવિતથ, અસંદિગ્ધ કહો. જેથી હું તે અનુિં અંતગમન કરી શકું. ત્યારે શ્રેણિકે અભયકુમારને કહ્યું –
હે પુત્ર! એવો કોઈ અર્થ નથી કે જે સાંભળવા તું અયોગ્ય હોય. નિશે હે પુત્ર ! તારી લધુમાતા ચલ્લણા દેવીને તે ઉદાર યાવતું મહાસ્વાનના ત્રણ માસ બહુ પતિપૂર્ણ થતાં ચાવતું મારા ઉદરનું માંસ પકાવીને ચાવતુ દોહદ પૂર્ણ થાય. ત્યારથી તે ચેલ્લાદેવી તે દોહદને અપૂર્ણ થતાં શુક ચાવતું ચિંતામગ્ન થઈ છે. હે મા ત્યારથી હું તે દોહદની સંપતિ નિમિતે ઘણાં આય યાવત્ સ્થિતિ ન જાણી શકવાથી યાવતું ચિંતામગ્ન છું.
ત્યારે તે અભયકુમારે શ્રેણિક રાજાને કહ્યું - હે તાતા તમે પહde ચાવતુ ચિંતામગ્ન ન થાઓ. હું તેવો પ્રયત્ન કરીશ, જેથી મારી લધુમાતા ચેલ્લાદેવીના દોહદની સંપ્રાપ્તિ થશે. એમ કહી શ્રેણિક રાજાને તેની ઈષ્ટ વાવ4 વાણીથી આશ્વાસિત કર્યા, કરીને પોતાના ઘેર આવ્યો. આવીને અત્યંતર રહસ્ય સ્થાનીય પુરુષોને બોલાવીને આમ કહ્યું - હે દેવાનુપિયો ! તમે જાઓ. કસાઈખાનેથી તાજું માંસ, લોહી અને બસ્તિપુટક લાવો.
ત્યારે તે સ્થાનીય પુરણો, અભયકુમારે આમ કહેતાં હર્ષિત થઈ યાવતું
૨૮
નિરયાવલિકા ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ સ્વીકારી, ત્યાંથી નીકળીને કસાઈઓ પાસે આવ્યા. તાજું માંસ-લોૌહ-વત્તિપુટક લીધા, લઈને અભયકુમાર પાસે આવી ચાવતું તે માંસ-લોહી-ભક્તિપુટક ધય. ત્યારે અભયકુમારે તે માંસ અને લોહીને કાપણી વડે કાપ્યા, સરખા કર્યા. શ્રેણિક રાજા પાસે આવીને શ્રેણિક રાજાને ગુપ્ત સ્થાને શયામાં ચત્તા સુવડાવ્યા. પછી શ્રેણિકના ઉદર ઉપર તે તાજા માંસ અને લોહીને મૂક્યા, બસ્તિપુટકથી વીયા, સાને ગાઢ આક્રંદ કરાવ્યું, ચેલ્લા દેવીને ઉપરના પાસાદમાં જોઈ શકે તેમ બેસાડ્રા, ચલ્લણાદેવીની બરાબર સમ્મુખ શ્રેણિક રાજાને ચત્તા સુવડાવી,. શૈક્ષિકરાજાના ઉદરના માંસને કાંપણીથી કાપે છે, તે ભાજનમાં મૂકે છે. ત્યારે શ્રેણિક રાજ મૂછનો દેખાવ કરે છે, મુહૂર્ણ પછી એકબીજા સાથે વાતલિાય કરતાં રહે છે.
પછી અભયકુમાર શ્રેણિક રાજાના ઉદરના માંસને ગ્રહણ કરીને ચેલ્લા દેવી પાસે આવીને, તેની પાસે રાખે છે. પછી ચેલ્લા દેવી શ્રેણિકરાજાના તે ઉંદરના માંસને પકાવીને દોહદ પૂર્ણ કરે છે પછી તેણીના દેહદ સંપૂર્ણ, સંમાનિત વિચ્છિન્ન થતાં ગર્ભને સુખે સુખે વહન કરે છે. તેણીને અન્ય કોઈ દિવસે મધ્યરાણિએ આવો સંકલ્પ યાવતુ થયો - આ બાળક ગર્ભમાં અાવ્યો ત્યારે પિતાના ઉદરનું માંસ ખાધું. મારે એ શ્રેયસ્કર છે કે આ ગર્ભને સાટિત, પાટિત, ગાલિત, વિધ્વંસિત કરવો.
એ પ્રમાણે વિચારી તે ગર્ભને ઘણાં ગર્ભશાતન-પાતન-ગાલણ-વિદdaણ વડે સાટિત-પાતિત-ગાલિત-વિMસિત કરવા ઈચ્છો, પણ તે ગર્ભ સોપડ્યો-ગળ્યો કે વિધ્વંસ પામ્યો નહીં ત્યારપછી જ્યારે ચેલ્લા દેવી તે ગભને સડાવવા યાવતુ નાશ કરવા સમર્થ ન થઈ ત્યારે શાંત, તાંત, પરિતાંત નિર્વિણ થઈ કામિત-વસવસ-આd વશાd દુ:ખાd થઈ ગર્ભ વહે છે.
• વિવેચન-૧૧ -
વૃિત્તિ સ્પષ્ટ છે. કિંચિત્ ઉલ્લેખ સૂત્ર-૧૦માં કર્યો છે, શેષ કથન-] તે માતા ધન્ય છે, કૃતલક્ષણ છે, તેમના જન્મ જીવિતનું ફળ સુલબ્ધ છે * * * * * બસ્તિપુટક-ઉદરનો અંતવર્તી પ્રદેશ. x - સપ્રતિદિઅતિ અભ્રમુખ. * * * * * ઔષધ વડે નાતન - ઉદરની બહાર કરવું. પતન - ગાલન, વિધ્વંસ-સર્વ ગર્ભ પાડી દેવો. શ્રાંત-તાંત-પરિતાંત એ એકાર્યક ખેદવાચી શબ્દો છે. * *
• સૂત્ર-૧૨ :
ત્યારપછી ચિલ્લણા દેવીએ નવ માસ બહુ પતિપૂર્ણ થતાં યાવતુ સુકુમાલ, સુરૂપ બાળકને જન્મ આપ્યો. પછી તે ચેલ્લણાને આવો સંકલ્પ યાવત્ થયો.
જ્યારે આ બાળક ગર્ભમાં આવ્યો ત્યારે પિતાના ઉદરનું માંસ ખાધું ન જાણે આ બાળક મોટો થઈ અમારા કુળનો અંતકર થશે. તે માટે શ્રેયસ્કર છે કે હું આ બાળકને એકાંતે ઉકરડામાં ફેંકાવી દઉં. એમ વિચારી દાસીને બોલાવીને કહ્યું - દેવાનુપિયા! તું આ બાળકને એકાંતે ઉકરડામાં ફેંકી દે.
Page #22
--------------------------------------------------------------------------
________________
૧/૧૨
ત્યારે તે દાસી રેલણાએ આમ કહેતા હાથ જોડી યાવત્ તેણીના વચનને વિનયથી સ્વીકારીને, તે બાળકને બે હાથમાં લઈ અશોક વાટિકામાં જઈ, તે બાળકને એકાંતે ઉકરડામાં ફેંકે છે. તે બાળકને ત્યાં ફેંકતા - ૪ - ત્યાં અશોક વાટિકામાં ઉધૌત થયો.
૨૯
પછી શ્રેણિક રાજાને આ વૃત્તાંત પાપ્ત થતાં અશોકવાટિકાએ ગયો, જઈને તે બાળકને એકાંતમાં ઉકરડામાં ફેંકાયેલો જોયો, જોઈને ક્રોધિત થઈ યાવત્ મિસમિસાહટ કરતાં તે બાળકને બે હાથ વડે ગ્રહણ કરીને ચિલ્લણાદેવી પાસે આવ્યો. તેણીને ઉચ્ચ-નીચ વચનો વડે આક્રોશ કર્યો, નિર્ભર્સના કરી, ઉદ્ધર્ષણા કરી. કરીને કહ્યું – તેં મારા પુત્રને એકાંતે ઉકરડામાં કેમ ફેંક્યો ? એમ કહીને ચેલ્લણા દેવીને આકરા સોગંદ આપીને કહ્યું – દેવાનુપિયા ! તું આ બાળકને અનુક્રમે સંરક્ષણ સંગોપન સંવર્ધન કર. ત્યારે યેલ્લણા શ્રેણિક રાજાને આમ કહેતા સાંભળી લજ્જિત, વીડિત, વિડા થઈ [ઘણી જ શરમાઈ] બે હાથ જોડી શ્રેણિક રાજાના વચનને વિનયથી સ્વીકાર્યું. તે બાળકને અનુક્રમે સંરક્ષણ
સંગોપન-સંવર્ધન કરવા લાગી.
• વિવેચન-૧૨ :
આક્રોશ, નિર્ભર્ત્યના, ઉદ્ઘર્ષણા સમાનાર્થી શબ્દો છે.
• સૂત્ર-૧૩ :
ત્યારે તે બાળકને એકાંતે ઉકરડામાં ફેંકેલો ત્યારે ગાંગુલી કુકડાના પીંછાથી દુભાઈ હતી. વારંવાર પરુ અને લોહી નીકળતા હતા. ત્યારે તે બાળક વેદનાભિભૂત થઈ, મોટા-મોટા શબ્દોથી રડતો હતો. ત્યારે તે શ્રેણિક રાજા તે બાળકને બરાડતો સાંભળી સમજી તે બાળક પાસે આવ્યો. આવીને તે બાળકને બે હાથ વડે ગ્રહણ કરે છે, અગાંગુલીને પોતાના મુખમાં નાંખી, લોહી અને પરુને મુખ વડે ચુસે છે. ત્યારે તે બાળક સમાધિ પામી, વેદના રહિત થઈ મૌન રહ્યો. જ્યારે તે બાળક વેદનાથી - ૪ - ભરાડતો હતો, ત્યારે શ્રેણિક રાજા તે બાળકને હાથમાં લેતો યાવત્ તે બાળક વદેના રહિત થતો શાંત થતો હતો. તે બાળકના માતાપિતાએ ત્રીજે દિવસે ચંદ્ર-સૂર્ય દર્શન કરાવ્યું ચાવત્ બારમો દિવસ આવતા આવા પ્રકારનું ગુણનિષ્પન્ન નામ કર્યું. આ બાળકની - x - આંગળી કુકડાના પીંછાથી દુભાઈ, તેથી તેનું નામ કોણિક થાઓ. - x - એ રીતે કોણિક નામ કર્યું. પછી અનુક્રમે સ્થિતપતિતાદિ મેઘની માફક યાવત્ ઉપરી પ્રાસાદે વિચરે છે.
• વિવેચન-૧૩ :
.
સ્થિતિપતિતા - કુળક્રમથી આવેલ જન્માનુષ્ઠાન.
• સૂત્ર-૧૪ :
પછી કોણિકકુમારને મધ્યરાત્રિએ યાવત્ આવો સંકલ્પ થયો. હું શ્રેણિક
રાજાની વ્યાઘાતથી સ્વયં રાજ્યથી કરવા, પાળવા સમર્થ નથી. તો મારે શ્રેણિક
નિચાવલિકા ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ
રાજાને બેડીમાં નાંખીને, મનો પોતાને અતિ મહાન્ રાજ્યાભિષેકથી અભિસિંચિત કરવો. એમ વિચારી શ્રેણિક રાજાના અંતર, છિદ્રો, વિરહોને જોતો-જોતો રહેવા લાગ્યો. પછી કોકિ તેમના અંતર યાવત્ મર્મ ન પામતા, કોઈ દિવસે કાલાદિ દર્શ કુમારોને પોતાને ઘેર બોલાવ્યા. કહ્યું કે નિશ્ચે આપણે શ્રેણિક રાજાના
વ્યાઘાતથી સ્વયં રાજ્યશ્રીને કરતા-પાળતા વિચરવા સમર્થ નથી. તે આપણે તેમને બેડીમાં નાંખીને રાજ્ય, રાષ્ટ્ર, બલ, વાહન, કોશ, કોષ્ઠાગાર, જનપદને ૧૧-ભાગે વહેંચી સ્વયં રાજ્યશ્રીને કરતા, પાળતા યાવત્ વિચરીએ.
30
-
ત્યારે કાલાદી દર્શ કુમારો કોણિકના આ અર્થને વિનયથી સ્વીકારે છે. પછી કોણિક કુમારે કોઈ દિવસે શ્રેણિક રાજાના અંતરને જાણીને શ્રેણિક રાજાને કેદમાં નાંખે છે. પોતાને અતિ મહાન રાજાભિષેક વડે અભિસિંચિત કરાવે છે. પછી તે કોણિક રાજા થયો પછી કોઈ દિવસે કોણિક રાજા નાન યાવત્ સવલિંકારથી વિભૂષિત થઈ યેલ્લણા દેવીને પાદ વંદનાર્થે શીઘ્ર આવે છે. • વિવેચન-૧૪ :
અંતર - અવસર, છિદ્ર-અલ્પ પરિવારાદિ, વિરહ-નિર્જન.
• સૂત્ર-૧૫ :
ત્યારે કોણિક રાજાએ ચેાણા દેવીને અપહત યાવત્ ચિંતા મગ્ન જોઈ, જોઈને તેણીના પગે પડ્યો અને કહ્યું – કેમ માતા ! તમને તુષ્ટિ, ઉત્સવ, હર્ષ કે આનંદ નથી ? કે જેથી હું પોતે જ રાજ્યલક્ષ્મીને ભોગવતો યાવત્ વિચરું છું. ત્યારે ોલ્લણા દેવીએ કોણિક રાજાને કહ્યું – હે પુત્ર ! મને કર્યાથી તુષ્ટિ આદિ થાય ? જે તે તારા પિતા, દેવ સમાન, ગુરુજનસમાન, તારા પર અતિ સ્નેહાનુરાગ વડે ફ્ક્ત એવા શ્રેણિક રાજાને બેડીમાં બાંધી પોતાનો રાજ્યાભિષેક કરાવેલ છે ?
ત્યારે કોણિક રાજાએ રોલ્લણા દેવીને આમ કહ્યું – શ્રેણિક રાજા મારો ઘાત કરવા ઈચ્છતા હતા, મને મારવા-બાંધવા-નિછુભણા કરવા ઈચ્છતા હતા. તો તેમને મારા ઉપર અતિ સ્નેહાનુરાગ કેમ હોય ? ત્યારે રેલ્લણાદેવીએ કોણિકને કહ્યું – પુત્ર ! તું મારા ગર્ભમાં આવ્યો, ત્રણ માસ પુરા થતાં દોહદ ઉત્પન્ન થયો ઈત્યાદિ પૂર્વવત્ પુત્ર ! તારા ઉપર આવો સ્નેહાનુરાગ હતો.
–
ત્યારે કોણિક રાજા, ચેલ્લા દેવી પાસે આ અર્થને સાંભળી, સમજીને ચેલ્લણાદેવીને કહ્યું – મેં ખોટું કર્યું, પિતા-દેવ-ગુરુજનસમ, અતિ સ્નેહાનુરાગ કત શ્રેણિક રાજાને બેડીમાં નાંખ્યા તો હું જઉં અને શ્રેણિક રાજાની જાતે જ બેડી છે.. એમ કહી હાથમાં કુહાડી લઈ કેદખાનામાં જવા નીકળ્યો.
ત્યારે શ્રેણિક રાજાએ કોણિકને હાથમાં પરસુ લઈને આવતો જોયો, જોઈને કહ્યું – આ કોણિકકુમાર પાર્થિત પાર્થિત યાવત્ શ્રી-ઠ્ઠી પરિવર્જિત છે, હાથમાં પરસુ લઈ જલ્દી આવે છે. જાણતો નથી કે તે મને કયા કુમાર વડે મારશે, એમ કહી ડરી યાવત્ સંજાત ભયથી તાલપુટ વિષ મુખમાં નાંખે છે. ત્યારે
Page #23
--------------------------------------------------------------------------
________________
૧/૧૫
• x • મુહૂતાિરમાં વિષ પરિણામ પામતાં શ્રેણિક રાજા નિurણ, નિરોટ, જીવરહિત થઈ પૃedી ઉપર પડી ગયા.
ત્યારે કોણિક કુમારે કેદખાનામાં જઈને શ્રેણિક રાજાને યાવત જીવરહિત જોયા. જોઇને પિતાસંબંધી શોકથી વ્યાપ્ત થયો. કુહાડાથી કાપેલ ચંપકવૃક્ષવતું પૃedીતલે સવગથી ધસી પડ્યો. પછી કોણિક મુહૂાતિર બાદ સાવધાન થઈ સેતો - આકંદ કરતો - શોક કરતો - વિલાપ કરતો બોલ્યો – અહો ! મેં
ધન્ય, પુન્ય, અકૃતપુજે દુષ્ટ કર્યું કે મારા પિતા યાવતું સ્નેહાનુરાણ તને બેડીનું બંધન કર્યું. મારા નિમિત્તે જ શ્રેણિક રાજ મૃત્યુ પામ્યા. એમ કહી ઈશ્વર, તલવર યાવત સંધિપાલ સાથે પરિવરી રુદન આદિ કરતાં મહાન ઋદ્ધિ અને સત્કાર સમુદય વડે શ્રેણિક રાજાનું નીહરણ કર્યું તથા લૌકિક મૃત કાર્ય કર્યું.
ત્યારપછી કોમિક આ મહા મનોમાનસિક દુ:ખથી અભિભૂત થઈ, અન્ય કોઈ દિવસે અંત:પુર પરિવાર સહિત, ભાંડોપગરણ લઈ રાજગૃહીથી નીકળી, ચંપાનગરી આવ્યો. ત્યાં પણ વિપુલ ભોગ સમૂહને પામ્યો અને કેટલાંક કાળે શોક રહિત થયો.
• વિવેચન-૧૫ -
ઘાતન, મારણ, બંધન, નિચ્છભણ એ પરાભવ સૂચક શબ્દો છે. નિપાણનિશ્રેષ્ટાદિ પ્રાણ અપહાર સૂચક છે. મવતીf - ભૂમિ ઉપર પડી ગયો. • x - મનોમાનસિક - વચન વડે પ્રકાશિત.
• સૂત્ર-૧૬,૧૭ -
[૧૬] ત્યારપછી તે કોશિક રાજ અન્ય કોઈ દિને કાલાદિ દશ કુમારને બોલાવીને રાજ્ય યાવત જનપદને ૧૧-ભાગમાં વહેંચે છે. પછી સ્વયં રાજ્યશ્રીને કરતા, પાળતા વિચરે છે.
[૧] ત્યાં ચંપાનગરીમાં શ્રેણિક રાજાનો પુત્ર અને ચેલ્લણા દેવીનો આત્મજ કોણિક રાજાના સહોદર નાનો ભાઈ વેહલ્લ નામે સુકુમાર ચાવતું સુરૂપકુમાર હતો. તે વેહલ્લકુમારને શ્રેણિક રાજાએ જીવતાં જ સેચનક હાથી અને અઢારસરો હાર પૂર્વે આપેલ. ત્યારે તે વેહલ્લકુમાર સેચનક ગંધહતિ સાથે અંતઃપુર પરિવારથી પરીવરીને ચંપાનગરીની મધ્યેથી નીકળે છે, નીકળીને વારંવાર ગંગા મહાનદીમાં સ્નાન ક્રીડાર્થે ઉતરે છે. ત્યારે સેચનક ગંધહતિ રાણીઓને સુંઢથી ગ્રહણ કરે છે, પછી કેટલીકને પછળ બેસાડે છે, કેટલીકને કંધે બેસાડે છે. એ રીતે કુંભ ઉપર મસ્તકે, દંતકુશલે, બેસાડે છે. સુંઢ વડે ગ્રહણ કરી ઉંચે આકાશમાં ઉછાળે છે, સુંઢમાં લઈ હીંચકા ખવડાવે છે, દાંતના અંતમાંથી કાઢે છે, સુંઢમાં પાણી ભરીને સ્નાન કરાવે છે અને કીડા કરાવે છે.
ચંપા નગરીના શૃંગાટક, ત્રિક, ચતુષ, ચત્તર, મહાપથ, માણોંમાં ઘણાં લોકો પરસ્પર એમ કહે છે યાવત પરૂપે છે – એ પ્રમાણે નિશે દેવાનુપિયો ! વેહ#કુમાર સેવક ગંધહસ્તિ વડે અંતઃપુરને પૂર્વવત પાઠ કહેવો. આ વેહ@
૩૨
નિરયાવલિકા ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ કુમાર રાજ્યગ્રીનું ફળ અનુભવતો વિચરે છે, કોણિક નહીં
ત્યારે પsiાવતીને આ વૃત્તાંત જાણીને આવો સંકલ્પ થયો. આ રીતે વેહલ્લકુમાર સેચનક ગંધહતિથી યાવત ક્રીડા કરે છે ઈત્યાદિ તો અમારે આ સા યાવતુ જનપદથી શું પ્રયોજન છે અમારે સેચનક ગંધહસ્ત નથી. તો માટે કોમિક રાજાને આ વાત કરવી શ્રેયકર છે, એમ વિચારી કોણિકરાજ પાસે આવી બે હાથ જોડી યાવત કહ્યું - સ્વામી ! વેહલ્લકુમાર ચાવ4 - X • સેચનક ગંધહસ્તિ નથી ? કોણિક રાજાએ પsiાવતીની આ વાતનો આદર ન કર્યો, સન્મુખ ન જોયું, પણ મૌન રહ્યો. ત્યારે પાવતીએ વારંવાર કોણિક રાજાને આ વાત વિનવ્યા કરી..
ત્યારે કોણિક રાજા, પsiાવતી દેવીએ વારંવાર આ વાત વિનવતાં અન્ય કોઈ દિને વેહલ્લકાને બોલાવીને સેરાનક હાથી અને અઢારસરો હાર માંગ્યો. ત્યારે વેહલે કોણિકને કહ્યું - હે સ્વામી ! શ્રેણિક રાજાએ જીવતાં જ તે બંને મને આપેલ છે, તો હે સ્વામી ! જે મને અર્થે રાજ્ય અને જનપદ આપો તો હું તમને તે બંને આર્યું. ત્યારે કોણિકે તેની આ વાતનો આદર ન કર્યો, જાણી નહીં, પણ વારંવાર હાથી અને હાર માંગ્યા કર્યા.
ત્યારે તે વેહલ્લકુમાર કોણિક રાજાએ વારંવાર હાથી અને હાર ઝુંટવવા - લઈ લેવા • ખેંચી લેવા ઈચ્છે છે જાણી તેણે વિચાર્યું કે કોમિક શા માસ હાથી અને હારને ચાવવું ખેંચી ન લે, તેટલામાં મારે તે બંને ગ્રહણ કરી અંતઃપુર પરિવાર સહિત, ભાંડોપગરણ આદિ લઈને ચંપાનગરથી નીકળી વૈશાલીનગરીમાં આર્મક ચેટક પાસે જઈને રહેવું યોગ્ય છે. એમ વિચારી તે કોમિક રાજાના અંતરાદિ ચાવતુ જાગતો વિચરે છે.
ત્યારપછી વેહલ્લકુમાર અન્ય કોઈ દિને કોણિક રાજાના અંતરને જાણીને ગંધહસિ તથા અઢાર સાહારને લઈને, અંત:પુરના પરિસ્વાસ્થી પરિશ્વરી, ભાંડમણ-ઉપકરણ સહિત ચંપાનગરીથી નીકળી, વૈશાલીનગરી આવ્યો. આવીને વૈશાલીમાં આયક ચટક રાજા પાસે જઈને રહ્યો.
કોષિકરાજાએ આ વૃત્તાંત જાણીને વેહલ્લકુમાર મને કીધા વિના હાર અને હાથી લઈને યાવત આયર્ચિટક રાજા પાસે જઈને રહેલ છે, તો મારે તે બંને માટે દૂત મોકલવો. એમ વિચારી દૂતને બોલાવીને કહ્યું – તું જ, વૈશાલી નગરી . જઈ મારા માતામહ ચેટક રાજાને હાથ જોડી વધાવીને કહે કે – હે સ્વામી કોણિક સશ વિનવે છે કે વેહલ્લકુમાર કોશિકરાજાને કહ્યા વિના ચાવતુ આવેલ છે, તો તે સ્વામી! અનગ્રહ કરીને કોણિક રાજાને હાર અને હાથી પાછા સોંપો, વેહલ્લકુમારને મોકલો.
ત્યારે તે કોમિક રાજાના વચનને સ્વીકારી પોતાના ઘેર જઈ ચિની માફક ચાવ4 વધાવીને કહ્યું – નિશે સ્વામી ! કોણિક રાજ વિજ્ઞપ્તિ કરે છે કે યાવત્ વેહલ્લકુમારને મોકલો. ત્યારે ચેટકરાજાએ દૂતને કહ્યું – દેવાનુપિય !
Page #24
--------------------------------------------------------------------------
________________
૧/૧૬,૧૭
કોણિક રાજા શ્રેણિકરાજાનો પુત્ર, ચેલ્લણાદેવીના આત્મજ, મારો દોહિત્ર છે, તેમજ વેહલ્લ પણ છે. શ્રેણિક રાજાએ જીવતાં જ વેહલને સેચનક ગંધહસ્તિ અને અઢારસરો હાર પૂર્વે આપેલ છે. તો જો કોણિક રાજા વેહલ્લને રાજ્ય અને જનપદનો અર્ધભાગ આપે તો હાર અને હાથી બંને પાછા આપું અને વેહલકુમારને પાછો મોકલું.
તે દૂતને સત્કારી, સન્માની વિદાય કર્યો. ત્યારે તે દૂત ચેટકરાજાથી વિદાય પામી, સાતુઈટ અશ્વસ્થ - ૪ - માં બેસી વૈશાલીની મધ્યેથી નીકળી માર્ગમાં શુભ વસતિ અને પ્રાતરાશ વડે યાવત્ વધાવીને કોણિકને કહ્યું . સ્વામી ! ચેટક રાજા આજ્ઞા કરે છે કે - યાવત્ પૂર્વવત્ - તો હે સ્વામી ! ચેટકરાજા હાર અને હાથી આપતા નથી કે વેહલને મોકલતા નથી.
-
33
-
ત્યારે કોણિક રાજાએ બીજી વખત દૂતને બોલાવીને કહ્યું – તું વૈશાલી જા - મારા માતામહ ચેટક રાજાને કહે કે સ્વામી ! કૌશિક રાજા કહે છે કે જે કોઈ રત્નો ઉપજે તે બધાં રાકુલગામી હોય, શ્રેણિક રાજાને રાજ્યશ્રી કરતાં અને પાળતાં બે રત્નો ઉપજ્યા, સેચનક ગંધહતી અને અઢારસરો હાર. તો રાજકુલની પરંપરાથી આવતી સ્થિતિ લોપ્યા વિના તે બંને અને વેહલને પાછો સોંપો.
ત્યારે તે દૂત કોણિક રાજાને પૂર્વવત્ યાવત્ વધાવી બોલ્યો હે સ્વામી ! કોણિક રાજા કહે છે. ઈત્યાદિ. ત્યારે ચેટક રાજાએ તે દૂતને કહ્યું - પૂર્વવત્ યાવત્ દૂતને સત્કારીને વિદાય કર્યો. ત્યારે તે યાવત્ કોણિક રાજાને પૂર્વવત્ બધું નિવેદન કર્યું.
ત્યારે કોણિક રાજા તે દૂત પાસે આ સાંભળી, સમજી ક્રોધિત થઈ યાવત્ ધમધમતો ત્રીજા દૂતને બોલાવીને કહ્યું – તું જા, વૈશાલીનગરીમાં ચેટક રાજાને ત્યાં ડાબા પગે પાદપીઠને પ્રહાર કરી, ભાલાની અણીથી આ લેખ આપીને ક્રોધિત થઈ યાવત્ મસ્તકે ત્રિવલી ચડાવી ચેટક રાજાને કહેજે ઓ ચેટક રાજા ! પાર્થિતના પાર્થિત, દુરંત યાવત્ પરિવર્જિત આ કોણિક રાજા આજ્ઞા કરે છે – કોણિક રાજાને હાર, હાથી, વેહલ્લકુમાર પાછા સોંપો અથવા યુદ્ધ માટે સજ્જ થઈને રહો. કોશિકરાજા બલ-વાહન અને સ્કંધાવાર સહિત યુદ્ધસજ્જ થઈ જલ્દી આવે છે.
—
ત્યારે તે દૂત બે હાથ હોડી યાવત્ યેક રાજાને વધાવીને કહ્યું હે સ્વામી ! આ મારી વિનય પ્રતિપત્તિ છે. હવે કોણિક રાજાની આજ્ઞા પ્રમાણે યાવત્ પૂર્વવત્ બધું કર્યું . કહ્યું.
ત્યારે તે ચેટક રાજાએ તે દૂતની પાસે આ અર્થને સાંભળી, સમજી ક્રોધિત થઈ યાવત્ કહ્યું – હું કોકિ રાજાને હાર, હાથી, વેહલ્લકુમારને નહીં મોકલું, યુદ્ધરાજ થઈને હું રહીશ. દૂતને સત્કાર્યા, સન્માન્યા વિના પાછલે દ્વારેથી કાઢ્યો. 28/3
નિયાવલિકા ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ
વિવેચન-૧૭ :
[સૂત્રમાં માત્ર વેલ્લકુમાર નામ છતાં વૃત્તિકારે હલ્લ અને વિલ્લ પૂર્વ સૂત્રમાં કહા, વેલ્લણા રાણીના કહેવાથી કોણિક શ્રેણિક રાજાને છોડાવવા જાય છે, પણ વૃત્તિકાર પુપ્રેમની વાત નોંધે છે, સૂત્ર કરતાં વૃત્તિમાં આ ભિન્ન કથન નિવેદનના ઔચિત્ય વિશે બહુશ્રુતો પાસે જાણવું.]
૩૪
(વૃત્તિકારે નોંધેલ વૃત્તિમાંથી કિંચિત્ આ રીતે −] આર્યક એટલે માતામહ, સંવેદ - વિચારવું, અંતર - પ્રવિલ મનુષ્યાદિ. ‘ચિત્ર’ - રાષ્રનીય ઉપાંગમાં જે ચિત્ર નામે દૂત છે, તેની માફક છે. પ્રાતરાશ - સૂર્ય ઉગ્યા પછી પહેલાં બે પ્રહરનો ભોજન
કાળ - ૪ - અન્નોવાળ - પરંપરાથી આવતી પ્રીતિને ન લોપીને. - ૪ - ૪ -
• સૂત્ર-૧૮ :
ત્યારે તે કોણિકરાજાએ તે દૂત પારો આ અર્થને સાંભળી, સમજી ક્રોધિત થઈ કાલાદિ દશ કુમારોને બોલાવીને કહ્યું – દેવાનુપ્રિય ! નિશ્ચે વેહલ્લકુમાર મને કહ્યા વિના સેચનક હાથી અને અઢારસો હાર લઈ પૂર્વવત્ ચાલ્યો ગયો છે. મેં દૂતો મોકલ્યા ઈત્યાદિ પૂર્વવત્ હે દેવાનુપિયો ! આપણે ચેટક રાજાની યાત્રા ગ્રહણ કરવી [તેની સાથે યુદ્ધ કરવું] શ્રેયસ્કર છે. ત્યારે કાલાદિ દશે કુમારો કોશિક રાજાના આ અર્થને વિનયથી સ્વીકારે છે.
પછી કોણિકે કાલાદિ દશે કુમારોને કહ્યું – દેવાનુપ્રિયો ! તમે પોત
પોતાના રાજ્યોમાં જઈ, ન્હાઈ યાવત્ પ્રાયશ્ચિત્ત કરી દરેકે દરેક હાથીના સ્કંધે બેસી, ૩૦૦૦ હાથી, ૩૦૦૦ રથ, ૩૦૦૦ ઘોડા, ૩ કરોડ પાયદળ સાથે પરીવરી સર્વ ઋદ્ધિ યાવત્ નાદ વડે પોત-પોતાના નગરથી નીકળી મારી પાસે આવો. ત્યારે કાલાદિ દશેએ કોણિકના આ અર્થને સાંભળી યાવત્ તે પ્રમાણે નીકળી અંગ જનપદમાં ચંપાનગરીમાં કોકિ રાજા પાસે આવ્યા. - X -
ત્યારે કોણિક રાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું – જલ્દીથી આભિષેક્સ હસ્તિરત્ન સજાવો. અશ્વ-હાથી-થ-ચાતુરંગિણી સેના સજ્જ કરો. યાવત્ આજ્ઞા પાછી સોંપી.
ત્યારપછી કોલિકરાજા નાનગૃહે આવ્યો. યાવત્ નીકળીને બાહ્ય ઉપસ્થાનશાળામાં યાવત્ નરપતિ આરૂઢ થયો. પછી કોણિક રાજા ૩૦૦૦ હાથી યાવત્ નાદ સહિત ચંપાનગરીની મધ્યેથી નીકળીને કાલાદિ દશકુમારો પાસે આવ્યો. તેમની સાથે ભળી ગયો. પછી કોણિક રાજા ૩૩,૦૦૦ હાથી ચાવત્ ૩૩ કરોડ પાયદળ સાથે પરીવરી સર્વઋદ્ધિથી યાવત્ નાદથી શુભ વસતિ અને પ્રાતરાશ વડે અતિ દૂર નહીં તે રીતે અંતરાવાસથી વસતો વસતો અંગજનપદની મધ્યેથી વિદેહ જનપદમાં વૈશાલીનગરી જવા નીકળ્યો.
ત્યારે ચેટકરાજા આ વાત જાણીને નવ મલ્લકી, નવ લેચ્છકી, કાશી કોશલના અઢાર ગણરાજાને બોલાવીને કહ્યું – વેહલ્લકુમાર, કોણિક રાજાને કહ્યા વિના અહીં આવેલ છે ઈત્યાદિ બધું પૂર્વોક્ત જાણવું. તો શું કોણિક રાજાને
Page #25
--------------------------------------------------------------------------
________________
૩૬
તિરયાવલિકા ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ
૧/૧૮
૩૫ સેચનક હાથી અને અઢાર સરોહાર આપી દેવો ? કે યુદ્ધ કરવું. ત્યારે તે બધાંએ ચેટક રાજાને કહ્યું – હૈ સ્વામી ! આ વાત યુકત નથી, પતીત નથી, રાજાને યોગ્ય નથી. - x • જે કોણિક - x - યુદ્ધ કરવા આવે છે, તો આપણે પણ યુદ્ધ કરીશું..
ત્યારે તે ચેટક રાજ નવ મલ્લક્કી, નવ લેછવી, કાશીકોશલના અઢાર ગણરાજાને એમ કહ્યું - જો તમે કોણિક રાજા સાથે યુદ્ધ કરવા ઈચ્છો છો, તો પોત-પોતાના રાજ્યમાં જઈ, નાન કરી, યાવત્ કાલાદી માફક યાવતુ જયવિજય વડે વધાવે છે. પછી ચેટક રાજ કૌટુંબિક પુરષોને બોલાવીને કહ્યું -
અભિષેકય હસ્તિ તૈયાર કરો, કોણિકની જેમ ચાવતું આરૂઢ થયો. પછી ચેટક રાજી ૩ooo હાથી આદિ સાથે કોણિક માફક ચાવતુ વૈશાલી મધ્યેથી નીકળ્યો. નવ મલ્લકી આદિ રાજાઓ હતા, ત્યાં આવ્યો. પછી ચેટક રાજ સત્તાવનસત્તાવનહાર હાથી-ઘોડા-રથ અને પ૩ કરોડ પાયદળ સાથે પરીવરીને સર્વ ઋહિદ્રથી યાવત રવથી શુભ વસતી અને પ્રાતરાશ વડે યાવત્ છાવણી નાંખતો કોણિક સાથે યુદ્ધ માટે સજજ રહ્યો.
ત્યારે તે કોણિક રાજા સર્વ ઋદ્ધિ યાવત્ રવથી દેશના પ્રાંતે આવીને ચેડગરાસથી યોજનને અંતરે છાવણી નાંખી. પછી બંને રાજાએ રણભૂમિને સજજ કરાવી, રણભૂમિમાં ગયા.
ત્યારપછી કોણિક રાજાએ ૩૩,૦૦૦ હાથી આદિથી ગરુડ બૂહ રચ્યું અને રથમુસલ સંગ્રામમાં આવ્યો. પછી સેટક રાજ પs,ooo હાથી આદિથી કટટ્યૂહ ચ્યો. સ્ત્રીને રથમુસલ સંગ્રામે આવ્યા.
પછી બંને રાજાના સૈનિકો સદ્ધ ચાવત ગૃહિત આયુધ પહરણ થઈ, ફળાંને હાથમાં લીધા, અન્ન મ્યાન બહાર કા, ભાથાને ખભે લટકાવ્યા, ધનુષ પ્રત્યંચાયુકત કયાં બાણો ભાયામાંથી ખેંચ્યા, બરછી આદિ ઉછાળ્યા, સાથળે બાંધેલ ઘુઘરા હટાવ્યા. શીઘ વાજિંત્રો વગા, મોટા ઉત્કૃષ્ટ સહનાદાદિ અને કલકલ શબદો કરવા લાગ્યા. તેથી સમુદ્રવત્ ગર્જના કરતા હોય તેમ સર્વ સમૃદ્ધિ સહ રાવત વાજિંત્રના શબ્દ સહિત અશ્વરો અશ્વારો સાથે આદિo લડવા લાગ્યા.
પછી બંને રાજાના સૈનિકો સ્વામીની આજ્ઞામાં કત હોવાથી મોટા જનક્ષયને કરતાં, જનવધ-જનમન કરતાં, સંવર્તક વાયુવતુ લોકોને ઉપરઉપર એકત્ર કરતાં, નૃત્ય કરતાં ધડ વડે અને હાથમાંથી પડી ગયેલ વાર વડે રણભૂમિને ભયંકર કરતાં, લોહીનો કાદવ કરતાં પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. ત્યારે તે કાલકુમાર • x • ગરુડ લૂહ વડે પોતાના ૧૧-માં ભાગના સૈન્ય વડે કોણિક સાથે રહીને રથમુરાલ સંગ્રામમાં યુદ્ધ જતો હત-મયિતાદિ થયો યાવત્ મૃત્યુ પામ્યો.
ગૌતમ. એ રીતે કાલકુમાર આવા આરંભ ચાવવું અશુભ કૃત કર્મના
ભારથી કાળ કરી ચોથી પંકાભા નફે ઉત્પન્ન થયો.
• વિવેચન-૧૮ :
કાલાદિ એ કોણિકના વચનો વિનયથી સ્વીકાર્યા - X - X - કોણિકે ત્રણ દત મોકલ્યા. - x - તીન - બાણ, સનીવ - પ્રત્યંચાસહ, • x - = - રૌદ્ધ. બાકી બધું સુગમ છે.
• સૂત્ર-૧૯ :
ભગવદ્ ! કાળકુમાર ચોથી નકશી અનંતર ઉદ્ધllને ક્યાં જશે ? ક્યાં ઉપજશે ? ગૌતમ મહાવિદેહમાં ઉંચા ધનાઢ્ય કુળોમાં ઉત્પન્ન થઈ ઢપતિtવ4 કહેવું. યાવતું દીક્ષw લઈને સિદ્ધ, બુદ્ધ થઈ ચાવતું સર્વ દુઃખોનો અંત કરશે.
@ અધ્યયન-૨ થી ૧૦ %
- X - X - X – • સૂત્ર-૨૦,૨૧ :
રભગવન ને શ્રમણ યાવતું સંપાd નિરયાવલિકાના પહેલાં અધ્યયનનો આ અર્થ કહેલ છે, તો નિરયાલિકાના બીજ અધ્યયનનો શ્રમણ ભગવંતે શો અર્થ કહ્યો છે?
જંબૂ તે કાળે સમયે ચંપા નામે નગરી, પૂર્ણભદ્ર ચૈત્ય, કોમિક રાજ, પદ્માવતી દેવી હતા. તે ચંપા નગરીમાં શ્રેણિક રાજાની પની, કોણિક રાજાની Gધુમાતા સુકાલી મણી હતી. તે સુકાલીદેવીને સુકાલ નામે પુત્ર હતો. ત્યારે તે સુકાલ કુમાર અન્ય કોઈ દિને ૩૦૦૦ હાથી, કાલકુમારની માફક બધું પૂર્વવત્ કહેવું યાવત્ મહાવિદેહ » મોક્ષે જશે.
[] એ પ્રમાણે બાકીના આઠ અધ્યયનો પહેલાંની માફક જાણવા. મew માતાના નામ પુત્ર સર્દેશ કહેવા.
નિરયાવલિકા સૂત્રના દશ અધ્યયનનો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિત અનુવાદ પૂર્ણ
આગમ સૂત્ર-૧૯, ઉપાંગસૂત્ર-૮ પૂર્ણ - X - X - X - X - X - X –
Page #26
--------------------------------------------------------------------------
________________ આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ 15 - 16 | 17 | આગમનું નામ ભાગ ક્રમાંક આચારાંગ | | 1 અને 2 સૂત્રકૃતાંગ 3 અને 4 સ્થાનાંગ 5 થી 7 સમવાયાંગ ભગવતી 9 થી 13 જ્ઞાતાધર્મકથા 14 ઉપાસકદશા, અંતકૃતદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્નીયા જીવાજીવાભિગમ 17 થી 19 પ્રજ્ઞાપના 20 થી 22 સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ 23,24 જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ 25 થી 27 નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ | 28 નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ મહાનિશીથા આવશ્યક 31 થી 34 પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ | 35 | દશવૈકાલિક 36 ઉત્તરાધ્યયન 37 થી 39 નંદીસૂત્ર | 40 અનુયોગદ્વારા કલ્પ (બારસા) સૂત્ર | 42. 29 30 ] 41.