________________
નિરયાવલિકા ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
नमो नमो निम्मलदंसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ
૧૯ નિરયાવલિકા-ઉપાંગસૂત્ર-૮
અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન
જલગ-૨૮-)
o શ્રી શાંતિનાથ દેવને નમસ્કાર થાઓ. શ્રી પાર્શ્વનાથને નમસ્કાર કરીને પ્રાયઃ અન્ય ગ્રંથમાં જોયેલ, નિયાવલિકા શ્રુતસ્કંધની વ્યાખ્યા કંઈક પ્રકાશિત કરીએ છીએ. તેમાં નિરયાવલિકા નામક ઉપાંગગ્રંથને અર્ચથી, શ્રી મહાવીરના મુખથી નીકળેલ વચનને કહેવા ઈચ્છતા શ્રી સુધર્મસ્વામી સૂત્રકાર કહે છે - ૪
આ ભાગમાં કુલ-૧૫ આગમોનો સમાવેશ કરાયેલ છે. જેનો સંક્ષેપમાં ઉલ્લેખ કરીએ તો “નિરયાવલિકા-પંચક” અને “દશ પયજ્ઞા” કહેવાય. ઉપાંગ સૂત્રોમાં ઉપાંગ ૮ થી ૧૨ માં પાંચ ઉપાંગ સમો આવે છે - નિરયાવલિકા, કાવતંસિકા, પુષિતા, પુપચૂલિકા, વૃષ્ણિદશા. આ પાંચેનો નિરયાવલિકા-પંચકરૂપે ઉલ્લેખ પ્રાપ્ત છે. તેની વિશેષ પ્રસ્તાવના અમારા પૂર્વના આગમ-પ્રકાશનોથી જાણવી.
દશ પયજ્ઞામાં પણ નામોની પસંદગીમાં ભેદ છે. અમોએ અહીં સ્વીકારેલ પયા આ પ્રમાણે છે - ચતુઃશરણ, આતુરપ્રત્યાખ્યાન, મહાપ્રત્યાખ્યાન, ભકતપરિજ્ઞા, તંદલવૈચારિક, સંતાક, ગચ્છાચાર વિકપમાં ચંદ્રવેશ્ચક, ગણિવિધા, દેવેન્દ્રસ્તવ, વીરસ્તવ. એ રીતે ૧૦ + ૧ એમ વિકલા સહિત ૧૧-૫યજ્ઞા લીધેલ છે.
ઉપાંગ સૂત્ર-નિરયાવલિકાપંચકની વૃત્તિ શ્રી ચંદ્રસૂરિજીની સુપાય છે, તેનો બે ટીકાનુવાદમાં સમાવેશ કરેલ છે.
અધ્યયન-૧-કાલી છે
– X - X - X – • સૂત્ર-૧ -
તે કાળે, તે સમયે રાજગૃહ નામે નગર હતું. ઋદ્ધિમંત આદિ. તેની બહાર ઈશાન ખૂણામાં ગુણશીલ ચૈત્ય હતું - વર્ણન ત્યાં અશોક નામે વૃક્ષ અને પૃedીશિલાક હતો.
• વિવેચન-૧ :
તે કાળે - અવસર્પિણીના ચોથા આરારૂપ. તે સમયે - તેમાં વિશેષરૂપે જેમાં તે રાજગૃહ નામે નગર છે, શ્રેણિક નામે રાજા છે. સુધમાં [વર્ધમાન] સ્વામી છે. [હતાં]. અવસર્પિણીવથી કાળનું વર્ણન ગ્રંચવર્ણિત વિભૂતિયુક્ત અહીં નથી. “દ્ધ” શબ્દથી અહીં નગર વર્ણન સૂચવેલ છે. તે આ પ્રમાણે –
ભવનાદિથી વૃદ્ધિને પામેલ, ભયવર્જિતપણાથી સ્થિર, ધનધાન્યાદિથી સમૃદ્ધ પ્રમોદ કારણ વસ્તુના ભાવથી પ્રમુદિત લોકો નગરમાં રહેતાં લોકો, ત્યાં આવીને રહેલા-જાનપદો. સૌભાગ્યના અતિશયથી ખુલ્લા, અનિમિષ નયનો વડે તે પ્રાણીય છે, ચિતને પ્રતિકારી-પ્રાસાદીય છે. જેને જોતાં ચક્ષને શ્રમ ન લાગે તેવું દર્શનીયા છે. મનોજ્ઞરૂપ છે. જોનાજોનાર પ્રત્યે સુંદરપ છે.
તેના ઈશાન ખૂણામાં ગુણશિલ નામે ચૈત્ય હતું. ચૈત્ય એટલે અહીં વ્યંતરનું આયતન. રમૈત્યવર્ણન - તેની સ્થાપના ચિરકાળથી થયેલ હતી. પૂર્વ પુરુષોએ તે પૂજવા યોગ્યપણે પ્રકાશિત કરેલ હતું. છત્ર-ધજા-પતાકા સહિત હતું. તેમાં વેદિકા રચેલ હતી. ભૂમિતલ છાણ આદિથી લિપેલ હતું, ભીંતો ખડી ચુના આદિથી ધોળેલ હતી. તેથી આ બંને વડે પૂજિત જેવું - પૂજેલું હતું.
તે ગુણશીલ ચૈત્યમાં શ્રેષ્ઠ અશોકવૃક્ષ હતું. તે વૃક્ષની નીચે થડની પાસે એક મોટો પૃવીશિલાપક હતો. તેની લંબાઈ-પહોળાઈ સુપ્રમાણ હતી. આજિનક-ચર્મમય વસ્ત્ર, , બૂર નામક વનસ્પતિ, નવનીત-માખણ, કૂલ-આકડાનું ૨. આ બધાં જેવો તેનો અતિ કોમળ સ્પર્શ હતો. તથા તે પ્રાસાદીયાદિ હતો.
પયન્ના સૂત્રોમાં અમે ચતુદશરણ અને તંદુલવૈયાસ્કિમાં વિજય વિમલ ગણિ કૃત વૃત્તિ લીધી છે, આતુર પ્રત્યાખ્યાન અને સંસ્તારક માટે ગુણરત્નસૂરિકૃત અવસૂરી લીધી છે, ગચ્છાચાર માટે શ્રી વાનર્ષિની લઘુવૃત્તિ અવધૂરી લીધી છે. બાકીના પયજ્ઞામાં માત્ર મૂળનો અર્થ છે. અચલગચ્છીય ટીકા અમે લીધેલ નથી.
ઉક્ત પંદરે આગમોના વિષય ભિન્ન-ભિન્ન હોવાથી અમે અહીં પ્રસ્તાવનામાં તે પ્રત્યેકની વિષયચર્યાનો ઉલ્લેખ કરતા નથી, તે જિજ્ઞાસુઓએ અન્ય ગ્રંથથી જાણવા.
પાંચે ઉપાંગો કથાનુયોગની મુખ્યતાવાળા છે, પયજ્ઞા સૂત્રોમાં અંતિમ આરાધના અને આચરણાની પ્રધાનતા છે. 2િ8/2]