________________
૧/૧૧
આ પ્રમાણે પૂછતાં શ્રેણિક રાજાને આમ કહ્યું –
સ્વામી ! એવી કોઈ વાત નથી, જે સાંભળવા તમે યોગ્ય ન હો, આ અને સાંભળવા તો તમે અયોગ્ય છો જ નહીં નિશે હે સ્વામી ! મને તે ઉદાર યાવત મહાસ્વપ્ન આવ્યા પછી ત્રણ માસ પતિપૂર્ણ થતાં આવો દેહદ ઉત્પન્ન થયો કે - તે માતા ધન્ય છે, જે તમારા ઉદરમાસને પકાવીને યાવતું દોહદ પૂર્ણ કરે છે. તેથી તે સ્વામી ! તે દોહદ પૂર્ણ ન થતાં સુક, ભુખી ચાવ4 ચિંતામન છું. ત્યારે શ્રેણિકે ચેલ્લણાને કહ્યું –
હે દેવાનુપિય! તું અપહત ચાવતું ચિંતામગ્ન ન થા, હું તેવો કંઈ યન કરીશ, જેથી તાસ દોહદ પૂર્ણ થશે. એમ કહી ચેલ્લણા દેવીને તેની ઈષ્ટ, કાંત, પિય, મનોજ્ઞ, મણામ, ઉદાર, કલ્યાણ-શિવ-ધન્ય-મંગલ, મિત, સશીક વાણી વડે આશ્વાસિત કરે છે. ચેલ્લા દેવીની પાસેથી નીકળીને બાહ્ય ઉપસ્થાન શાળામાં
જ્યાં સિંહાસન છે, ત્યાં આવે છે. આવીને શ્રેષ્ઠ સહાસનની પ્રવભિમુખ બેરો છે. તે દોહદની સંપત્તિ નિમિતે ઘણાં આય અને ઉપાયોને ઔત્પાતિકીવૈનચિકી-કાર્મિક-પારિણામિકી બુદ્ધિ વડે વિચારતા તે દોહદના આયને અને ઉપાયને કે સ્થિતિને ન પામતાં અપહત મનો સંપાદિ થયો.
આ તરફ અભયકુમાર હાઈ સાવત્ અલંકૃત્વ શરીરે પોતાના ઘરથી નીકળી બાહ્ય ઉપસ્થાન શાળામાં શ્રેણિક રાજ પાસે આવે છે. શ્રેણીકને યાવતું ચિંતામન જોઈને આમ કહ્યું - હે તાત! અન્ય સમય તમે મને જોઈને યાવત હર્ષિત હદયી થતા. હે તાતા આજે તમે કેમ યાવત્ ચિંતામગ્ન છો? હે તાત! જે હું આ વાતને શ્રવણ કરવા યોગ્ય હોઉં તો મને આ વાત જેમ હોય તેમ અવિતથ, અસંદિગ્ધ કહો. જેથી હું તે અનુિં અંતગમન કરી શકું. ત્યારે શ્રેણિકે અભયકુમારને કહ્યું –
હે પુત્ર! એવો કોઈ અર્થ નથી કે જે સાંભળવા તું અયોગ્ય હોય. નિશે હે પુત્ર ! તારી લધુમાતા ચલ્લણા દેવીને તે ઉદાર યાવતું મહાસ્વાનના ત્રણ માસ બહુ પતિપૂર્ણ થતાં ચાવતું મારા ઉદરનું માંસ પકાવીને ચાવતુ દોહદ પૂર્ણ થાય. ત્યારથી તે ચેલ્લાદેવી તે દોહદને અપૂર્ણ થતાં શુક ચાવતું ચિંતામગ્ન થઈ છે. હે મા ત્યારથી હું તે દોહદની સંપતિ નિમિતે ઘણાં આય યાવત્ સ્થિતિ ન જાણી શકવાથી યાવતું ચિંતામગ્ન છું.
ત્યારે તે અભયકુમારે શ્રેણિક રાજાને કહ્યું - હે તાતા તમે પહde ચાવતુ ચિંતામગ્ન ન થાઓ. હું તેવો પ્રયત્ન કરીશ, જેથી મારી લધુમાતા ચેલ્લાદેવીના દોહદની સંપ્રાપ્તિ થશે. એમ કહી શ્રેણિક રાજાને તેની ઈષ્ટ વાવ4 વાણીથી આશ્વાસિત કર્યા, કરીને પોતાના ઘેર આવ્યો. આવીને અત્યંતર રહસ્ય સ્થાનીય પુરુષોને બોલાવીને આમ કહ્યું - હે દેવાનુપિયો ! તમે જાઓ. કસાઈખાનેથી તાજું માંસ, લોહી અને બસ્તિપુટક લાવો.
ત્યારે તે સ્થાનીય પુરણો, અભયકુમારે આમ કહેતાં હર્ષિત થઈ યાવતું
૨૮
નિરયાવલિકા ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ સ્વીકારી, ત્યાંથી નીકળીને કસાઈઓ પાસે આવ્યા. તાજું માંસ-લોૌહ-વત્તિપુટક લીધા, લઈને અભયકુમાર પાસે આવી ચાવતું તે માંસ-લોહી-ભક્તિપુટક ધય. ત્યારે અભયકુમારે તે માંસ અને લોહીને કાપણી વડે કાપ્યા, સરખા કર્યા. શ્રેણિક રાજા પાસે આવીને શ્રેણિક રાજાને ગુપ્ત સ્થાને શયામાં ચત્તા સુવડાવ્યા. પછી શ્રેણિકના ઉદર ઉપર તે તાજા માંસ અને લોહીને મૂક્યા, બસ્તિપુટકથી વીયા, સાને ગાઢ આક્રંદ કરાવ્યું, ચેલ્લા દેવીને ઉપરના પાસાદમાં જોઈ શકે તેમ બેસાડ્રા, ચલ્લણાદેવીની બરાબર સમ્મુખ શ્રેણિક રાજાને ચત્તા સુવડાવી,. શૈક્ષિકરાજાના ઉદરના માંસને કાંપણીથી કાપે છે, તે ભાજનમાં મૂકે છે. ત્યારે શ્રેણિક રાજ મૂછનો દેખાવ કરે છે, મુહૂર્ણ પછી એકબીજા સાથે વાતલિાય કરતાં રહે છે.
પછી અભયકુમાર શ્રેણિક રાજાના ઉદરના માંસને ગ્રહણ કરીને ચેલ્લા દેવી પાસે આવીને, તેની પાસે રાખે છે. પછી ચેલ્લા દેવી શ્રેણિકરાજાના તે ઉંદરના માંસને પકાવીને દોહદ પૂર્ણ કરે છે પછી તેણીના દેહદ સંપૂર્ણ, સંમાનિત વિચ્છિન્ન થતાં ગર્ભને સુખે સુખે વહન કરે છે. તેણીને અન્ય કોઈ દિવસે મધ્યરાણિએ આવો સંકલ્પ યાવતુ થયો - આ બાળક ગર્ભમાં અાવ્યો ત્યારે પિતાના ઉદરનું માંસ ખાધું. મારે એ શ્રેયસ્કર છે કે આ ગર્ભને સાટિત, પાટિત, ગાલિત, વિધ્વંસિત કરવો.
એ પ્રમાણે વિચારી તે ગર્ભને ઘણાં ગર્ભશાતન-પાતન-ગાલણ-વિદdaણ વડે સાટિત-પાતિત-ગાલિત-વિMસિત કરવા ઈચ્છો, પણ તે ગર્ભ સોપડ્યો-ગળ્યો કે વિધ્વંસ પામ્યો નહીં ત્યારપછી જ્યારે ચેલ્લા દેવી તે ગભને સડાવવા યાવતુ નાશ કરવા સમર્થ ન થઈ ત્યારે શાંત, તાંત, પરિતાંત નિર્વિણ થઈ કામિત-વસવસ-આd વશાd દુ:ખાd થઈ ગર્ભ વહે છે.
• વિવેચન-૧૧ -
વૃિત્તિ સ્પષ્ટ છે. કિંચિત્ ઉલ્લેખ સૂત્ર-૧૦માં કર્યો છે, શેષ કથન-] તે માતા ધન્ય છે, કૃતલક્ષણ છે, તેમના જન્મ જીવિતનું ફળ સુલબ્ધ છે * * * * * બસ્તિપુટક-ઉદરનો અંતવર્તી પ્રદેશ. x - સપ્રતિદિઅતિ અભ્રમુખ. * * * * * ઔષધ વડે નાતન - ઉદરની બહાર કરવું. પતન - ગાલન, વિધ્વંસ-સર્વ ગર્ભ પાડી દેવો. શ્રાંત-તાંત-પરિતાંત એ એકાર્યક ખેદવાચી શબ્દો છે. * *
• સૂત્ર-૧૨ :
ત્યારપછી ચિલ્લણા દેવીએ નવ માસ બહુ પતિપૂર્ણ થતાં યાવતુ સુકુમાલ, સુરૂપ બાળકને જન્મ આપ્યો. પછી તે ચેલ્લણાને આવો સંકલ્પ યાવત્ થયો.
જ્યારે આ બાળક ગર્ભમાં આવ્યો ત્યારે પિતાના ઉદરનું માંસ ખાધું ન જાણે આ બાળક મોટો થઈ અમારા કુળનો અંતકર થશે. તે માટે શ્રેયસ્કર છે કે હું આ બાળકને એકાંતે ઉકરડામાં ફેંકાવી દઉં. એમ વિચારી દાસીને બોલાવીને કહ્યું - દેવાનુપિયા! તું આ બાળકને એકાંતે ઉકરડામાં ફેંકી દે.