________________
૨૨
નિયાવલિકા ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ
ભગવંતે ઉપાંગોના પાંચ વર્ષ કહ્યા. વન - અધ્યયન સમુદાય, તે પાંચ વર્ગનિરયાવલિકાદિ છે. તેમાં પહેલો વર્ગ દશ અધ્યયનરૂપ કહેલ છે. અધ્યયન દશક - કાલ, કાલીનો પુત્ર તે કાલ, સુકાલીનો પુતર સુકાલ ઈત્યાદિ જાણવું. * * * * * કાળ, પછી સુકાલ, મહાકાલ એ ક્રમે દશ અધ્યયન છે. * * *
• સૂત્ર-૫ -
ભગવાન ! જે શ્રમણ ચાવતું સપાખે ઉપાંગના પ્રથમ વર્ષ નિરયાવલિકાના દશ અધ્યયનો કહ્યા, તો - x • પહેલાં અધ્યયનનો શો અર્થ ભગવંતે કહેલ છે ?
નિશે હે જંબુ. તે કાળે, તે સમયે આ જ જંબૂદ્વીપ દ્વીપમાં ભરત ક્ષેત્રમાં ચંપા નામે નગરી દિવાળી નગરી હતી, પૂણભદ્ર ચૈત્ય હતું. તે ચંપાનગરીમાં શ્રેણિક રાજાનો પુત્ર અને ચેલ્લણા દેવીનો આત્મજ કોણિક નામે રાજ હતો.
તે કોણિક રાજાને પાવતી નામે રાણી હતી. સુકુમાલ યાવત્ વિચરતી હતી. તે ચંપાનગરીમાં શ્રેણિક રાજાની પત્ની, કોણિક રાજાની લઘુમાતા કાલી નામે રાણી હતી. તે સકુમાલ પાવતુ સુરઇ હતી.
• વિવેચન-પ :
આ જંબૂઢીપ થતુ અસંખ્યય જંબૂદ્વીપમાંના બીજા કોઈ નહીં. ભરતોત્રમાં ચંપા નામે નગરી હતી. ત્રદ્ધ-તિમિતાદિ. તેના ઈશાન ખૂણામાં પૂર્ણભદ્ર ચૈત્યવંતરાયતન હતું. કોણિક નામે શ્રેણિક રાજપુત્ર રાજા હતો. તે મહાહિમવંત જેવો મહાન • બીજા રાજાની અપેક્ષાથી, મલયપર્વત - મેરુ પર્વત અને શક્રાદિ દેવરાજ સમાન હતો. ત્યાં વિનો, રાજકુમારાદિકૃત ડમરો, વિવર શાંત થયેલા હતા. એવો તે રાજ્યને પાલન કરતો રહેલો.
કોણિકની રાણી પદ્માવતી સુકમાલ હાથ-પગ વાળી, અહીન પંચેન્દ્રિય શરીર, - X • લક્ષણ, વ્યંજન, ગુણો વડે ઉપયુક્ત * * માન, ઉન્માન, પ્રમાણથી પ્રતિપૂર્ણ, સુજાત-સર્વાગ સુંદરી - x • x • ચંદ્ર જેવી સૌમ્યાકાર, કમનીય, તેથી જ પ્રિય દર્શનવાળી, તેથી જ સ્વરૂપથી સુરક્ષા પદ્માવતી દેવી કોણિક સાથે ઉદાર ભોગોપભોગને ભોગવતી રહેતી હતી. [વ્યાખ્યા પૂર્ણ સૂત્રોવત]
બીજા કહે છે - કાર્તિકી ચંદ્રની જે વિમલ, પ્રતિપૂર્ણ, સૌમ્ય વદનવાળી. કુંડલો વડે ધૃષ્ટ કપોલ વિરચિત મૃગમદાદિ રેખાવાળી, શૃંગાર રસના ગૃહ સમાન, ચારુ વેપવાળી. - કાલી નામે સણી, શ્રેણિકની પત્ની, કોણિક રાજાની લઘુમાતા હતી. તેણી શ્રેણિક રાજાને વલ્લભ, કાંત, પ્રિયા, મનોજ્ઞા પ્રશસ્ત નામઘેયા, હૃદયમાં ધારણીય, વિશ્વાસ્યા, સંમત, બહમત, અનુમત, આભરણના કરંડીયા સમાન, માટીના તેલના ભાજનવ સુસંગોયા, વસમંજૂષાવતુ સુસંપરિગ્રહિતા હતી. [વ્યાખ્યા પૂર્વ સૂત્રોવત] તે કાલી શ્રેણિક રાજા સાથે ચાવતુ વિચરતી હતી.
• સૂત્ર-૬ - તે કાલીદેવીનો યુગ કાલ નામે કુમાર હતો. તે સુકુમાલ ચાવતું સુરૂપ
હતો. : - તે કાકુમાર અન્ય કોઈ દિવસે ૩ooo હાથી, ૩ooo રથ, ooo અa, ત્રણ કરોડ મનુષ્યો વડે ગરુડ લૂહ ચીને, પોતાના અગિયારમા ભાગના સૈન્ય વડે કોશિકરા સાથે રથમુસલ સંગ્રામમાં ઉતર્યો.
• વિવેચન-૬ :
તેનો કાલ નામે પુત્ર હતો. તે સુકુમાલ ઈત્યાદિ પૂર્વોક્ત વર્ણન પ્રાસાદીય, દર્શનીયાદિ સુધી કહેવું.
શ્રેણિક રાજાને બે રત્નો હતા - અઢાર સરોહાર, સેનચક હાથી. ત્યાં શ્રેણિક રાજાના રાજ્યના મૂલ્ય જેટલું તે દેવે આપેલ હાર અને હાથીનું મૂલ્ય હતું. તે હાસ્તી ઉત્પત્તિ પ્રસંગે કહેવાશે, કોણિકની ઉત્પત્તિ અહીં વિસ્તારથી કહીશ. કેમકે તેના કામમાં જ કાલાદિનું મરણ અને નરક યોગ્ય કર્મચય છે. વિશેષ એ - કોણિક
ત્યારે કાલાદિ દશકુમાર સાથે ચંપામાં રાજ્ય કરતો હતો. તે બધાં પણ દોગંદક દેવની માફક કામભોમ પરાયણ બાયટિંશક દેવની જેમ * * * * * ભોગ ભોગવતા રહેલાં હતા.
હલ્લ અને વિહલ નામે કોણિકના બીજા બે ભાઈઓ જે ચેલણા સણીના પુત્રો પણ હતા, હવે હારની ઉત્પત્તિ કહે છે –
શકેન્દ્રએ શ્રેણિકની ભગવંત પ્રત્યેની નિશ્ચલ ભક્તિની પ્રશંસા કરી. ત્યારે સેડુકનો જીવ દેવ થયેલો, તે ભકિતથી પ્રસન્ન થઈ શ્રેણિકને તે હાર અને બે ગોળ દડા આપેલા. શ્રેણિકે તે હાર ચેલણાને આપ્યો. બે ગોળ દડા અભયની માતા સુનંદાને આયા. તે વખતે સુનંદાએ “શું હું દાસી છું” એમ કહી ગોળાને ભીંતમાં ફેંકયા. ત્યારે ગોળા ફાટતા કુંડલ જોડ અને વસ્ત્ર જોડ નીકળ્યા.
કોઈ વખતે અભયકુમારે ભગવંતને પૂછ્યું - છેલ્લો રાજા કોણ દીક્ષા લેશે ? ભગવંતે કહ્યું - ઉદાયી, પછી કોઈ નહીં લે. ત્યારે અભયે રાજ્ય ન સ્વીકારતા કોણિકને રાજ્ય આપ્યું, હલને સેચનક હાથી અને વિહલ્લને હાર આપ્યો. * * * અભયકુમારે માતા સહિત દીક્ષા લીધી. ચેલણાના ત્રણ પુત્રો થયેલા - કોણિક, હલ્લ અને વિહલ. હવે કોણિકની ઉત્પત્તિ કહીએ –
કાલી, મહાકાલી આદિ દશને કાલ, મહાકાલાદિ દશ પુત્રો હતા. કોણિકે કાલાદિ દશકુમારો સાથે મળીને શ્રેણિક રાજાને [પોતાના પિતાને જેલમાં નાંખ્યા. કોણિક પૂર્વ ભવનું વૈર હોવાથી શ્રેણિકને રોજ સવાર-સાંજ ૧૦૦ કોરડા મારતો હતો. તેને ભોજન કે પાણી પણ ન આપતો. ચેલ્લણા પોતાના વાળમાં બાંધીને લઈ ગયેલ અડદના બાકુડાને મદિરાના પાણીથી ધોઈને આપતી.
કોઈ વખતે પડાવતીથી થયેલ કોણિકના મના નિમિતે -x - માતા ચેલણાને કહ્યું કે મને આ પુત્ર કેટલો પ્રિય છે ? ત્યારે ચેલ્લણાએ શ્રેણિકના કોણિક પ્રત્યેના પ્રેમની વાત કહી (જે ગ્રંથાતરથી જાણવી) ત્યારે જમતો જમતો જ ઉભો થઈને કોણિક કુહાડો લઈ પિતાની બેડી તોડવા દોડ્યો. • x • ત્યારે શ્રેણિક - x • તાલપુટ વિષ ખાઈને જીવનનો અંત કર્યો.