________________
૧/૧૬,૧૭
કોણિક રાજા શ્રેણિકરાજાનો પુત્ર, ચેલ્લણાદેવીના આત્મજ, મારો દોહિત્ર છે, તેમજ વેહલ્લ પણ છે. શ્રેણિક રાજાએ જીવતાં જ વેહલને સેચનક ગંધહસ્તિ અને અઢારસરો હાર પૂર્વે આપેલ છે. તો જો કોણિક રાજા વેહલ્લને રાજ્ય અને જનપદનો અર્ધભાગ આપે તો હાર અને હાથી બંને પાછા આપું અને વેહલકુમારને પાછો મોકલું.
તે દૂતને સત્કારી, સન્માની વિદાય કર્યો. ત્યારે તે દૂત ચેટકરાજાથી વિદાય પામી, સાતુઈટ અશ્વસ્થ - ૪ - માં બેસી વૈશાલીની મધ્યેથી નીકળી માર્ગમાં શુભ વસતિ અને પ્રાતરાશ વડે યાવત્ વધાવીને કોણિકને કહ્યું . સ્વામી ! ચેટક રાજા આજ્ઞા કરે છે કે - યાવત્ પૂર્વવત્ - તો હે સ્વામી ! ચેટકરાજા હાર અને હાથી આપતા નથી કે વેહલને મોકલતા નથી.
-
33
-
ત્યારે કોણિક રાજાએ બીજી વખત દૂતને બોલાવીને કહ્યું – તું વૈશાલી જા - મારા માતામહ ચેટક રાજાને કહે કે સ્વામી ! કૌશિક રાજા કહે છે કે જે કોઈ રત્નો ઉપજે તે બધાં રાકુલગામી હોય, શ્રેણિક રાજાને રાજ્યશ્રી કરતાં અને પાળતાં બે રત્નો ઉપજ્યા, સેચનક ગંધહતી અને અઢારસરો હાર. તો રાજકુલની પરંપરાથી આવતી સ્થિતિ લોપ્યા વિના તે બંને અને વેહલને પાછો સોંપો.
ત્યારે તે દૂત કોણિક રાજાને પૂર્વવત્ યાવત્ વધાવી બોલ્યો હે સ્વામી ! કોણિક રાજા કહે છે. ઈત્યાદિ. ત્યારે ચેટક રાજાએ તે દૂતને કહ્યું - પૂર્વવત્ યાવત્ દૂતને સત્કારીને વિદાય કર્યો. ત્યારે તે યાવત્ કોણિક રાજાને પૂર્વવત્ બધું નિવેદન કર્યું.
ત્યારે કોણિક રાજા તે દૂત પાસે આ સાંભળી, સમજી ક્રોધિત થઈ યાવત્ ધમધમતો ત્રીજા દૂતને બોલાવીને કહ્યું – તું જા, વૈશાલીનગરીમાં ચેટક રાજાને ત્યાં ડાબા પગે પાદપીઠને પ્રહાર કરી, ભાલાની અણીથી આ લેખ આપીને ક્રોધિત થઈ યાવત્ મસ્તકે ત્રિવલી ચડાવી ચેટક રાજાને કહેજે ઓ ચેટક રાજા ! પાર્થિતના પાર્થિત, દુરંત યાવત્ પરિવર્જિત આ કોણિક રાજા આજ્ઞા કરે છે – કોણિક રાજાને હાર, હાથી, વેહલ્લકુમાર પાછા સોંપો અથવા યુદ્ધ માટે સજ્જ થઈને રહો. કોશિકરાજા બલ-વાહન અને સ્કંધાવાર સહિત યુદ્ધસજ્જ થઈ જલ્દી આવે છે.
—
ત્યારે તે દૂત બે હાથ હોડી યાવત્ યેક રાજાને વધાવીને કહ્યું હે સ્વામી ! આ મારી વિનય પ્રતિપત્તિ છે. હવે કોણિક રાજાની આજ્ઞા પ્રમાણે યાવત્ પૂર્વવત્ બધું કર્યું . કહ્યું.
ત્યારે તે ચેટક રાજાએ તે દૂતની પાસે આ અર્થને સાંભળી, સમજી ક્રોધિત થઈ યાવત્ કહ્યું – હું કોકિ રાજાને હાર, હાથી, વેહલ્લકુમારને નહીં મોકલું, યુદ્ધરાજ થઈને હું રહીશ. દૂતને સત્કાર્યા, સન્માન્યા વિના પાછલે દ્વારેથી કાઢ્યો. 28/3
નિયાવલિકા ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ
વિવેચન-૧૭ :
[સૂત્રમાં માત્ર વેલ્લકુમાર નામ છતાં વૃત્તિકારે હલ્લ અને વિલ્લ પૂર્વ સૂત્રમાં કહા, વેલ્લણા રાણીના કહેવાથી કોણિક શ્રેણિક રાજાને છોડાવવા જાય છે, પણ વૃત્તિકાર પુપ્રેમની વાત નોંધે છે, સૂત્ર કરતાં વૃત્તિમાં આ ભિન્ન કથન નિવેદનના ઔચિત્ય વિશે બહુશ્રુતો પાસે જાણવું.]
૩૪
(વૃત્તિકારે નોંધેલ વૃત્તિમાંથી કિંચિત્ આ રીતે −] આર્યક એટલે માતામહ, સંવેદ - વિચારવું, અંતર - પ્રવિલ મનુષ્યાદિ. ‘ચિત્ર’ - રાષ્રનીય ઉપાંગમાં જે ચિત્ર નામે દૂત છે, તેની માફક છે. પ્રાતરાશ - સૂર્ય ઉગ્યા પછી પહેલાં બે પ્રહરનો ભોજન
કાળ - ૪ - અન્નોવાળ - પરંપરાથી આવતી પ્રીતિને ન લોપીને. - ૪ - ૪ -
• સૂત્ર-૧૮ :
ત્યારે તે કોણિકરાજાએ તે દૂત પારો આ અર્થને સાંભળી, સમજી ક્રોધિત થઈ કાલાદિ દશ કુમારોને બોલાવીને કહ્યું – દેવાનુપ્રિય ! નિશ્ચે વેહલ્લકુમાર મને કહ્યા વિના સેચનક હાથી અને અઢારસો હાર લઈ પૂર્વવત્ ચાલ્યો ગયો છે. મેં દૂતો મોકલ્યા ઈત્યાદિ પૂર્વવત્ હે દેવાનુપિયો ! આપણે ચેટક રાજાની યાત્રા ગ્રહણ કરવી [તેની સાથે યુદ્ધ કરવું] શ્રેયસ્કર છે. ત્યારે કાલાદિ દશે કુમારો કોશિક રાજાના આ અર્થને વિનયથી સ્વીકારે છે.
પછી કોણિકે કાલાદિ દશે કુમારોને કહ્યું – દેવાનુપ્રિયો ! તમે પોત
પોતાના રાજ્યોમાં જઈ, ન્હાઈ યાવત્ પ્રાયશ્ચિત્ત કરી દરેકે દરેક હાથીના સ્કંધે બેસી, ૩૦૦૦ હાથી, ૩૦૦૦ રથ, ૩૦૦૦ ઘોડા, ૩ કરોડ પાયદળ સાથે પરીવરી સર્વ ઋદ્ધિ યાવત્ નાદ વડે પોત-પોતાના નગરથી નીકળી મારી પાસે આવો. ત્યારે કાલાદિ દશેએ કોણિકના આ અર્થને સાંભળી યાવત્ તે પ્રમાણે નીકળી અંગ જનપદમાં ચંપાનગરીમાં કોકિ રાજા પાસે આવ્યા. - X -
ત્યારે કોણિક રાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું – જલ્દીથી આભિષેક્સ હસ્તિરત્ન સજાવો. અશ્વ-હાથી-થ-ચાતુરંગિણી સેના સજ્જ કરો. યાવત્ આજ્ઞા પાછી સોંપી.
ત્યારપછી કોલિકરાજા નાનગૃહે આવ્યો. યાવત્ નીકળીને બાહ્ય ઉપસ્થાનશાળામાં યાવત્ નરપતિ આરૂઢ થયો. પછી કોણિક રાજા ૩૦૦૦ હાથી યાવત્ નાદ સહિત ચંપાનગરીની મધ્યેથી નીકળીને કાલાદિ દશકુમારો પાસે આવ્યો. તેમની સાથે ભળી ગયો. પછી કોણિક રાજા ૩૩,૦૦૦ હાથી ચાવત્ ૩૩ કરોડ પાયદળ સાથે પરીવરી સર્વઋદ્ધિથી યાવત્ નાદથી શુભ વસતિ અને પ્રાતરાશ વડે અતિ દૂર નહીં તે રીતે અંતરાવાસથી વસતો વસતો અંગજનપદની મધ્યેથી વિદેહ જનપદમાં વૈશાલીનગરી જવા નીકળ્યો.
ત્યારે ચેટકરાજા આ વાત જાણીને નવ મલ્લકી, નવ લેચ્છકી, કાશી કોશલના અઢાર ગણરાજાને બોલાવીને કહ્યું – વેહલ્લકુમાર, કોણિક રાજાને કહ્યા વિના અહીં આવેલ છે ઈત્યાદિ બધું પૂર્વોક્ત જાણવું. તો શું કોણિક રાજાને