Book Title: Yashodharmuni Charitra
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divyadarshan Sahitya Prakashan Samiti

View full book text
Previous | Next

Page 11
________________ મહાત્મા યશધરમહર્ષિ ૧ : યશોધર મહાત્મા કેવા? ધનકુમાર જગ્યા પછી ઉદ્યાન માં જાય છે. ત્યાં ચમત્કારિક વસ્તુ જોવા મળે છે. અશેકવૃક્ષના હેઠળ યક્ષેધર નામના શ્રમણસિંહ બિરાજમાન છે. તે કેવા છે? મુનિએમાં સિંહસમા ! શાથી સિંહસમ ? મુનિપણના પરાક્રમથી! એ પરાક્રમ એમનું સુંદર સ્વરૂપ બતાવે છે...આમ તો એ કેશલદેશના વિજયધર રાજાના પુત્ર હતા, રાજપુત્ર એટલે સમૃદ્ધિ-વૈભવમાં કમીના ન હોય, માનપાન-લાલનપાલન-ગળચટાં મળતાં હોય, ભાઇને અછા-અછો થતું હોય, છતાં એ બધું અકારું લાગ્યું. કેમ? એની મોટી કથા છે. એ જાણે પછી લાગશે કે આમ થાય એ જ બરાબર છે. નાની ઉંમરમાં જ તેઓ ત્યાગ કરી દીક્ષા લઈ મુનિ બન્યા હતા. મુનિ બન્યા પછી સાધનામાં એટલા બધા ઓતપ્રેત બની ગયા હતા કે એમના દર્શન કરતા દેખાય કે જાણે મૂર્તિમંત સાધનાનું દર્શન કરી રહ્યા છીએ! મુનિ સાધનમય બની ગયા છે! તે શી સાધનાઓ છે મુનિ૫ણુની? ઈસમિતિ વગેરે પાંચ સમિતિ, એના એ તીવ ઉપગવાળા છે. મન-વચન ને કાયાની ગુપ્તિથી એ ગુપ્ત છે. માનસિક વિચારણા સૌમ્ય છે એ જોઈ ન શકીએ પણ મુદ્રા અનુમાન કરાવે. જ્યારે જોઈએ ત્યારે ક૯પી શકીએ કે એમના વિચારમાં પણ એટલી સૌમ્યતા ચાલતી હશે! - આંતરિક વિચારમાં જેને સૌમ્યતા વરેલી નથી તે મોટું બનાવટથી સૌમ્ય રાખે, પણ એ સૌમ્યતા ઝાઝી ટકતી નથી. ( કલાકની વચ્ચે એક મિનિટ પણ કઈ એવી આવશે કે જ્યાં આંતરિક અસૌમ્યતાનું મુખ પર પ્રદર્શન થઈ જવાનું! આ મહાત્મા તે ચીસે કલાક મનગુણિના સાધક છે. મનને પવનારા છે. અશુભ વૃત્તિમાંથી બચાવી એને ઉચતા, ઉકળાટ, ઉન્માદ, ઉછાંછળાપણાની અસૌમ્યતામાં એ જવા દેતા નથી; સદા સૌમ્ય રહે છે. હંમેશાં પ્રસન્ન મુદ્રાવાળા દેખાય છે. , તમારાથી બને ? તમે કહેશે, શું કરીયે? અમે તે સંસારી, તે અમે શું વધારે કરી શકીએ ?' પણ એડ કનેવ્યધગમાંથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 394