________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ મેળવનાર થાય, (૩) જેનાં કેશ, દાંતચામડી, આંગળીના વેઢા, અને નખ, એ પાંચ પાતળા હોય, સુકાયેલા હોય, તે પુરૂષ ધનવાન ઘણો થાય, (૪) જેનાં આંખો, સ્તનનું અંતર, નાક, ગળુ, હાથ, એ પાંચે લાંબા હોય, તે પુરૂષનું આયુષ્ય લાંબુ હોય, અને તે ધન ઘણું જ મેળવે, તેમજ પરાક્રમી હોય, (૫) જેનાં મુખ, લલાટ, અને પેટ, એ ત્રણે મોટા હોય તો, તે પુરૂષ રાજા થાય, (૬) જેની ડોક, જાંઘ, અને પુરૂષ ચિન્હ, એ ત્રણે ટુંકા હોય, તે રાજા થાય, (૭) જેનો સ્વર, તથા ડુંટી, તથા સત્વ એ ત્રણે ગંભીર હોય, તે પૃથ્વીપતિ થાય, પરમાર્થી થાય, (૮) જેની આંખ સફેદ હોય, લાલ હોય, કાબર ચિત્રી હોય, તે સહજ ઓછી અકકલનો હોય, છે, (૯) જેની દાઢી નાની હોય, તેજસ્વી આંખ હોય, તથા ખુલ્લી પાંપણો હોય અને માથામાં ઘણાજ સખતવાળ હોય, તેનાથી દૂર રહેવું કારણ કે તે માણસ ઝેરી સર્પ જેવો હોય છે, (૧૦) જેના વાળ શરાબી રંગના સખત હોય, તે દમામદાર, તથા બહાદુર અને તંદુરસ્તી હોય છે, (૧૧) જેના વાળ નરમ હોય છે, તે જ્ઞાતિવાળો હોય છે, તથા બીકણપણું ધારણ કરનારો ઇતરાજી હોય છે, (૧૨) જેના કાન, તથા ખંભા ઉપર વાળ હોય છે, તેઓ હિમતવાન તથા બેવકુફ હોય છે, (૧૩) જેના પેટ ઉપર તથા છાતી ઉપર ઘણાવાળો હોય છે, તે રોગી તથા જુલમગિરિના કામો કરવા વાળો થાય છે, (૧૪) જેના પીળાવાળ હોય છે તે ચોરી કરનાર ક્રોધી, ને બેવકુફી હોય છે, (૧૫) જેના કાળા શાહી જેવા વાળ હોય છે, તે અફક્કલવાળો, અને વિચાર શીલ થાય છે, (૧૬) જેના કાળા, અને રાતારંગના વાળ હોય છે તે વિચારોનું સમતુલપણું જાણનારો થાય છે, (૧૭) જેનું કપાળ મોટું હોય અને ભ્રકુટી પાસે કાચલી નહિ હોય તે લડાઈ ટંટા કરવા વાળો થાય છે, (૧૮) જેની નાની પાંપણો હોય, અને સાધારણ પાંપણો
M૧૮૫)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org