Book Title: Vivek Manjari Part 02
Author(s): Chandranbalashreeji, Pandit Hargovinddas
Publisher: Jain Vividh Sahitya Shastramala

View full book text
Previous | Next

Page 9
________________ બાલચંદ્રસૂરિએ આ તત્ત્વોને સમજાવવા સરળ સંસ્કૃત ભાષામાં સુંદર શાસ્ત્રીય દષ્ટાંતો વર્ણવ્યા છે, તેથી આ ગ્રંથની મહત્તા અનેકગણી વધી છે. પ્રત્યેક આત્માર્થી માટે આ ગ્રંથ અવશ્ય વાંચવા લાયક છે. આ ગ્રંથનું પ્રકાશન પૂર્વે હરગોવિંદદાસ પંડિતે કર્યું હતું પરંતુ તે અપ્રાપ્ય હતો અને પોથી આકારમાં નાના ટાઈપમાં છપાયો હતો તેથી વાંચનારને ઉપયોગી થયો ન હતો. તે જ ગ્રંથને આધુનિક શૈલીથી પુનઃ સંપાદન કરી પ્રકાશિત કરવામાં આવી રહ્યો છે. અમને આશા છે કે આ પ્રકાશન વાચકોને | અભ્યાસુ તથા જિજ્ઞાસુઓને ઉપયોગી નિવડશે. પ્રસ્તુત નવીન સંસ્કરણનું સંપાદન પૂ. સાધ્વી શ્રી ચંદનબાળાશ્રીજીએ કર્યું છે. પૂ.સાધ્વીજી શરીરથી અસ્વસ્થ ઉપરાંત અનેક પ્રકારની શારીરિક તકલીફ હોવા છતાં સદા ય જ્ઞાનમગ્ન રહે છે અને સતત સંપાદનકાર્યમાં વ્યસ્ત રહે છે. તેમણે આ ગ્રંથને સંપાદન કરવામાં તથા પરિશિષ્ટો તૈયાર કરવામાં અથાગ મહેનત કરી છે. તેમજ ગ્રંથમાં આવતા અવતરણોના મૂળ સ્થાનો પણ શોધી આ ગ્રંથમાં તે તે સ્થળોએ રજૂ કર્યા છે. ગ્રંથ નિભૂલ પ્રગટ થાય તે માટે તેમણે ખૂબ જ ચીવટ રાખી છે. આ કામ કરવા બદલ અને આવો ઉત્તમ ગ્રંથ તૈયાર કરવી આપવા બદલ અમે તેમના અત્યંત ઋણી છીએ. આ ગ્રંથ આત્માર્થી જીવોને તથા જિજ્ઞાસુઓને ઉપયોગી થશે. ગ્રંથપ્રકાશનમાં આર્થિક સહયોગ કરનાર સંસ્થા / સંઘની સાભાર નોંધ લઈએ છીએ તથા પ્રકાશનકાર્યમાં સહયોગ કરનાર તમામનો આભાર માનીએ છીએ. ૨૦૧૦, અમદાવાદ. જિતેન્દ્ર બાબુલાલ શાહ

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 370