________________
संपादकीय]
[ ૨૨ ઉદુભવી અને એકવાર તેઓ મારી નાદુરસ્ત રહેતી તબિયતમાં સુખશાતા પૃચ્છા માટે આવેલ, ત્યારે વાત કરી કે “વિવેકમંજરી' ગ્રંથના પુન:સંપાદનની ભાવનાને સાકાર કરવા માટે આપશ્રીજીનો સહયોગ મળે તો આ ગ્રંથનું પુનઃસંપાદન કાર્ય અતિ ઉપકારક થાય તેવું છે. તેમની ભાવનાને સહર્ષ વધાવી તેમના આ સંપાદનકાર્યમાં સ્વસ્વાધ્યાયના ઉદ્દેશથી સહયોગ આપવાનું થયેલ છે અને આ ગ્રંથનો સ્વાધ્યાય કરતાં જે સંવેગગર્ભિત શુભભાવો ઉલ્લસિત થયા છે, તે માટે તેમની ખાસ ઋણી છું.
આ નવીન સંસ્કરણ સંપાદનમાં ઉદ્ધરણો બધા બોલ્ડ ફોન્ટમાં આપેલ છે. ઉદ્ધરણોના સ્થાનો જેટલા ઉપલબ્ધ સામગ્રીના આધારે અમને મળ્યા છે, તે ચોરસ કાંઉસમાં આપેલ છે. તેમજ પરિશિષ્ટો – ૯ નવા તૈયાર કરેલ છે.
પ્રસ્તુત પુસ્તકાકારે વિવેકમંજરી ભાગ-૧માં ચતુ શરણપ્રતિપત્તિદ્વારનું વર્ણન તથા ગુણાનુમોદનાદ્વારમાં મહાપુરુષોના ચરિત્રોનું વર્ણન આપવામાં આવેલ છે. ત્યાર પછી વિવેકમંજરી ભાગ-૨માં મહાસતીઓના ચરિત્રોનું વર્ણન, દુષ્કૃતગર્ણોદ્ધારનું વર્ણન અને ભાવનાદ્વારનું વર્ણન આપવામાં આવેલ છે. ઉપકારસ્મરણ:
મારી સંયમસાધના અને શ્રુતપાસનામાં સહાયક બનનાર સૌ કોઈનું કૃતજ્ઞભાવે સ્મરણ કરું છું. વિશેષમાં આ ગ્રંથના પ્રકાશન કાર્યમાં પરમપૂજ્ય પરમોપકારી રામચંદ્રભદ્રકર-કુંદકુંદસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પરમપૂજય પંન્યાસપ્રવરશ્રી વજસેનવિજય મહારાજના શુભાશીર્વાદ પ્રાપ્ત થયેલ છે તથા તેઓશ્રીના ગુરુબંધુવર્ય વદ્ધમાનતપોનિધિ પરમપૂજય ગણિવર્યશ્રી નયભદ્રવિજય મહારાજની શુભ પ્રેરણાથી આ ગ્રંથપ્રકાશનનો સંપૂર્ણ લાભ નેમિનાથનગર-નવાડીસા શ્રાવિકા સંઘની બહેનોના જ્ઞાનખાતાની ઉપજમાંથી લીધેલ હોવાથી આ ગ્રંથ પ્રકાશનના સુઅવસરે કૃતજ્ઞભાવે તેમનું સ્મરણ કરું છું તથા આ ગ્રંથના નવીન સંસ્કરણના સંપાદન કાર્ય માટે જિતુભાઈએ મને શ્રુતભક્તિનો જે લાભ આપ્યો તે બદલ તેમની ઋણી છું.
આ “વિવેકમંજરી' ગ્રંથનું નવીનસંસ્કરણ પરમપૂજય, પરમોપકારી, પરમકૃતોપાસક, આગમસંશોધક, શ્રુતસ્થવિર, પ્રવર્તક શ્રીજંબૂવિજય મહારાજની પુણ્યસ્મૃતિને સાદર અર્પણ કરી કૃતાર્થતા અનુભવું છું.
મારી નાદુરસ્ત રહેતી તબિયતમાં પણ ઘણો પરિશ્રમ કરીને યથાશક્ય ગ્રંથ સુવાચ્ય