________________
૨૨ ]
[संपादकीय અને શુદ્ધિકરણપૂર્વકનો તૈયાર થાય તે બદલ પૂરતો પ્રયત્ન કરેલ છે. આમ છતાં અનાભોગથી કે દૃષ્ટિદોષના કારણે કે મુદ્રણાદિ દોષના કારણે જે કોઈ ક્ષતિઓ રહેલ હોય તે વિદ્વજનો સુધારીને વાંચે અને તે બદલ મિચ્છા મિ દુક્કડું માંગું છું.
પ્રાંત અંતરની એક જ શુભભાવના વ્યક્ત કરું છું કે અરિહંતાદિ ચારના શરણોનો સ્વીકાર કરીને, મહાપુરુષોના જીવનમાં રહેલા ગુણોની અનુમોદના-સંસ્તવના કરીને સ્વદુષ્કતોની ગહ કરીને જેમ પૂર્વના મહાપુરુષોએ આત્મહિત સાધ્યું તેમ આપણે પણ આત્મહિત સાધવા કટિબદ્ધ બની બાર ભાવનાઓથી ભાવિત બની સમાધિને આત્મસાત કરી અપૂર્વકરણ, ક્ષપકશ્રેણિ, કેવલજ્ઞાનને પામી યોગનિરોધ દ્વારા સર્વ કર્મનો ક્ષય કરીને આપણે સૌ કોઈ ભવ્યાત્માઓ સાદિ અનંતકાળ સુધી શાશ્વત સુખમાં હાલીએ એ જ શુભકામના !!
- સાધ્વી ચંદનબાલાશ્રી
એફ-૨, જેઠાભાઈ પાર્ક, નારાયણનગર રોડ, પાલડી, અમદાવાદ-૭ ચૈત્ર સુદ-૧૩, વિ.સં.૨૦૬૬ રવિવાર, તા. ૨૯-૩-૨૦૧૦