Book Title: Vivek Manjari Part 02
Author(s): Chandranbalashreeji, Pandit Hargovinddas
Publisher: Jain Vividh Sahitya Shastramala

View full book text
Previous | Next

Page 10
________________ સંપાદકીય જૈન મહારાષ્ટ્રીમાં રચાયેલા ૧૪૪ પઘોની આ કૃતિ આસડકવિએ વિ.સં.૧૨૪૮માં લખેલ છે. પ્રસ્તુત “વિવેકમંજરી' ગ્રંથના પહેલા પદ્યમાં મહાવીર પરમાત્માને વંદન કરેલ છે, ત્યાર પછી વિવેકનો મહિમા સમજાવ્યો છે અને તેના ભૂષણરૂપ મનની શુદ્ધિનો ઉલ્લેખ કર્યો છે. આ શુદ્ધિના ચાર કારણો જણાવી તેમનું વિસ્તારથી નિરૂપણ કર્યું છે. એ ચાર કારણો આ પ્રમાણે છે : (૧) ચાર શરણોની પ્રતિપત્તિ અર્થાત્ તેમનો સ્વીકાર, (૨) ગુણોની સાચી અનુમોદના, (૩) દુષ્કર્મોનીપાપોની નિંદા અને (૪) બાર ભાવનાઓ. તીર્થંકર, સિદ્ધ, સાધુ અને ધર્મ – આ ચારેને મંગલ કહીને તેમનું શરણ લેવા કહ્યું છે. વર્તમાન ચોવીસીના નામ આપી તેમને તથા અતીત ચોવીસી વગેરેના તીર્થકરોને નમસ્કાર કર્યા છે. પ્રસંગોપાત્ત દષ્ટાન્તોનો પણ નિર્દેશ કર્યો છે. ગાથા-૫૦પ૩માં ભિન્ન ભિન્ન મુનિઓના તથા ગાથા-પ૬-૫૮માં સીતા વગેરે મહાસતીઓનાં નામો આવે છે. પ્રારંભની સાત ગાથાઓમાંથી છ ગાથાઓ તીર્થકરોની સ્તુતિપરક છે. પ્રસ્તુત “વિવેકમંજરી” ગ્રંથ ઉપર પરમપૂજય આચાર્યભગવંત બાલચંદ્રસૂરિ મહારાજે વૃત્તિની રચના કરેલ છે. મૂળમાં સૂચિત દૃષ્ટાંતોના સ્પષ્ટીકરણ માટે સંસ્કૃત શ્લોકોમાં નાની-મોટી કથાઓ વૃત્તિમાં આપવામાં આવેલ છે. તે કથાઓના નામો આ પ્રમાણે છે : (૧) ભરત-બાહુબલી કથા, (૨) સનકુમાર કથા, (૩) ગજસુકુમાર કથા, (૪) ઢંઢણકુમાર કથા, (૫) સ્થૂલભદ્રમુનિ કથા, (૬) દઢપ્રહારી કથા, (૭) જીંદકાચાર્ય કથા, (૮) ચિલાતીપુત્ર કથા, (૯) અવન્તીસુકુમાર કથા, (૧૦) સુકોશલમુનિ કથા, (૧૧) શાલિભદ્રમુનિ કથા, (૧૨) વજસ્વામી કથા, (૧૩) મેતાર્યમુનિ કથા, (૧૪) ૧. સંપાદકીય લખાણમાં “જૈન સાહિત્યનો બૃહત્ ઇતિહાસ ગુજરાતી આવૃત્તિમાંથી ગ્રંથ અંગેનો પરિચય સાભાર લીધેલ છે.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 370