________________
બાલચંદ્રસૂરિએ આ તત્ત્વોને સમજાવવા સરળ સંસ્કૃત ભાષામાં સુંદર શાસ્ત્રીય દષ્ટાંતો વર્ણવ્યા છે, તેથી આ ગ્રંથની મહત્તા અનેકગણી વધી છે. પ્રત્યેક આત્માર્થી માટે આ ગ્રંથ અવશ્ય વાંચવા લાયક છે.
આ ગ્રંથનું પ્રકાશન પૂર્વે હરગોવિંદદાસ પંડિતે કર્યું હતું પરંતુ તે અપ્રાપ્ય હતો અને પોથી આકારમાં નાના ટાઈપમાં છપાયો હતો તેથી વાંચનારને ઉપયોગી થયો ન હતો. તે જ ગ્રંથને આધુનિક શૈલીથી પુનઃ સંપાદન કરી પ્રકાશિત કરવામાં આવી રહ્યો છે. અમને આશા છે કે આ પ્રકાશન વાચકોને | અભ્યાસુ તથા જિજ્ઞાસુઓને ઉપયોગી નિવડશે.
પ્રસ્તુત નવીન સંસ્કરણનું સંપાદન પૂ. સાધ્વી શ્રી ચંદનબાળાશ્રીજીએ કર્યું છે. પૂ.સાધ્વીજી શરીરથી અસ્વસ્થ ઉપરાંત અનેક પ્રકારની શારીરિક તકલીફ હોવા છતાં સદા ય જ્ઞાનમગ્ન રહે છે અને સતત સંપાદનકાર્યમાં વ્યસ્ત રહે છે. તેમણે આ ગ્રંથને સંપાદન કરવામાં તથા પરિશિષ્ટો તૈયાર કરવામાં અથાગ મહેનત કરી છે. તેમજ ગ્રંથમાં આવતા અવતરણોના મૂળ સ્થાનો પણ શોધી આ ગ્રંથમાં તે તે સ્થળોએ રજૂ કર્યા છે. ગ્રંથ નિભૂલ પ્રગટ થાય તે માટે તેમણે ખૂબ જ ચીવટ રાખી છે. આ કામ કરવા બદલ અને આવો ઉત્તમ ગ્રંથ તૈયાર કરવી આપવા બદલ અમે તેમના અત્યંત ઋણી છીએ.
આ ગ્રંથ આત્માર્થી જીવોને તથા જિજ્ઞાસુઓને ઉપયોગી થશે. ગ્રંથપ્રકાશનમાં આર્થિક સહયોગ કરનાર સંસ્થા / સંઘની સાભાર નોંધ લઈએ છીએ તથા પ્રકાશનકાર્યમાં સહયોગ કરનાર તમામનો આભાર માનીએ છીએ. ૨૦૧૦, અમદાવાદ.
જિતેન્દ્ર બાબુલાલ શાહ