Book Title: Vishvajyoti Vibhu Vardhaman Mahavir
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Vijaydevsuri Sangh

View full book text
Previous | Next

Page 124
________________ વિભુ વધમાન • | [૧૧૭] છે? તારા મનની બધીએ મૂંઝવણ મને જ્ઞાનભળે સમજાણી છે, માટે હવે આ ક્ષણથી દીવાનાપણું મૂકી દે અને મારા કહેવા મુજબ કર. સાંભળ, તારે આવતી કાલે બીજા પ્રહરે રાત વીત્યે મનોજના મંદિરે આવવું. ત્યાં તારે હસ્તમેળાપ કનકવતી સાથે કરાવી આપીશ. આમાં તારી મનોકામના જરૂર પરિપૂર્ણ થશે. પણ આ કામમાં હીંમત રાખી, તારે અવશ્ય ચકોરતાથી વર્તવું પડશે. આ પ્રમાણે આશ્વાસન આપી શ્રીદત્તને ભગવતીએ શાંત પાડ્યો અને શ્રીદત માજના મંદિરે આવવાનું કબૂલ કર્યું.. એક ઘડી પહેલને ચિત્તભ્રમવાળો શ્રી દત્ત ભગવતીના સમજાવવાથી અને માર્ગ દર્શનથી પહેલાંના જેવો આનંદિત અને વિકસ્વર બન્યું. તેના કુટુંબીજનેએ આમાં ભગવતીની દેવી શક્તિને પ્રભાવ માન્ય અને તેને ઊંચ કેટીને શિરપાવ આપી વિદાય કરી. જાણે મહાન ઈડરી ગઢ જીતવાનું કામ ન કરી આવી હોય તેમ તે ભગવતી કનકવતીને ત્યાં આવી અને તેને કહ્યું: કનકવતી ! તારું ધાર્યું કાર્ય પાર પાડયું છે. આવતી કાલે રાતના બીજા પ્રહરે તારે મનમાનીતે શ્રીદત્ત તને મળશે તેની સાથે ગાંધર્વ લગ્નથી જોડાઈ તું તારું જીવન સુખી કરજે. આ પ્રમાણે જણાવી ભગવતીએ તેને આશ્વાસન આપ્યું. માણસો પિતાની કલ્પના પ્રમાણે શેતરંજના સેગઠા ગોઠવે છે અને તેમાં તે સફળ થશે તેમ માને છે, પણ કુદરતને શું ગમે છે તેની તેને જાણ થતી નથી. તેવું જ કંઈક, કનકવતી અને શ્રીદત્તના સંબંધમાં પણ બન્યું. પિતાની પત્ની સાથેના કલેશથી કંટાળી, બીજી પત્નીની શોધમાં નીકળેલ ચારુદત્ત જે વણિક સંબંધીને ત્યાં ઉતરેલ હતું તેનાથી આ કાર્ય થઈ શકશે નહિ, એવું માની ચારુદત્ત બીજે ગામ જવા નીકળે તે ખરે પણ આ સમયે તેના હૃદયમાં થયું કે-શુકન કદાપિ નિષ્ફળ ન થાય માટે હું આજે તે આ ગામમાં જ રાત્રિવાસ રહે. આવા વિચારમાં ને વિચારમાં તે મનોજના મંદિરે આવે. અહીં કુદરતી સંજોગવશાત તેનું દિલ મનેજની પ્રાર્થનામાં લીન બન્યું. તેણે રાત્રિ પણ તે જ મંદિરમાં વીતાવવાનો નિર્ણય કર્યો અને તે જ સ્થળે મંદિરના ચોગાનમાં એક બાજુએ સૂતે અને નિદ્રાધીન થઈ ગયો. બીજી બાજુ કનકવતી રાત્રિના પ્રથમ પ્રહરે જ ઘેરથી નીકળી ભગવતીને ત્યાં આવી અને ભગવતી પરિવ્રાજિકા સાથે ધીમે પગલે ડરતા ડરતી, લગ્નની એગ્ય સામગ્રી સાથે રાત્રિના પ્રથમ પ્રહરે મંદિરે આવી પહોંચી. કેટલી રાત વ્યતીત થઈ હશે તે અધિરીયા સ્વભાવવાળી કનકવતીના સમજવામાં ન આવવાથી તેણે ભગવતીને કહ્યું: પૂજ્ય! મધ્યરાત્રિ થઈ ગએલ દેખાય છે, માટે શ્રી દત્ત આપણું વાટ જોતો એકાંતે નિદ્રાધીન તો નહિ બન્યું હોય ને? મંદિરમાં જઈ તપાસ તે કરે. પિતાના મનમાન્યા પ્રેમીને મળવાની અને તેની સાથે લગ્ન કરવાની ધૂનમાં ઘેલી બનેલ કનકવતી ભગવતી સાથે મંદિરના અંદરના ભાગમાં ગઈ, જ્યાં ભગવતીને મંદિરના ખૂણામાં કોઈ સૂતેલ દેખાયું. તે જ શ્રીદત છે, એમ ભ્રમથી માની લઈ ભગવતીએ ચારુદત્તને ઉઠાડ્યો અને લગ્નકાળ વહી જાય છે એમ કહી તેને જાગ્રત કર્યો. આ સમયે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198