Book Title: Vishvajyoti Vibhu Vardhaman Mahavir
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Vijaydevsuri Sangh

View full book text
Previous | Next

Page 169
________________ ( ૧૫૮] વિશ્વતિ ઈન્દ્રભૂતિ હા, મહારાજ ! મને એ વિષયમાં શંકા જેવું રહે છે કારણ કે *વિજ્ઞાનઘર પવૈતે મૂતઓઃ સમુથાય તાજોવાનું નિરૂતિ ન સંસારિત વગેરે વેદવાકય પણ આ વાતનું સમર્થન કરતાં કહે છે કે, “ભૂત સમુદાયથી ચેતન પદાથ ઉતપન્ન થાય છે અને એમાં લીન થઈ જાય છે. પાકની કઈ સંજ્ઞા નથી, ભૂતસમુદાયથી જ વિજ્ઞાનમય આત્માની ઉત્પત્તિને અર્થ તે એ થાય છે કે, ભૂતસમુદાયથી અતિરિત (જુદા) પુરુષનું અસ્તિત્વ જ નથી. મહાવીર-તે પણ તમો જાણે છે કે, વેદથી પુરુષનું અસ્તિત્વ પણ સિદ્ધ થાય છે. ઈન્દુભૂતિ-જી હા, “સ હૈ નયનરમા જ્ઞાનમઃ”+ વિગેરે ઋતિવા પણ આત્માનું અસ્તિત્વ બતાવી રહ્યાં છે, છતાં, એમાં શંકા હેવી સવાભાવિક છે કારણ “વિજ્ઞાનઘર” વિગેરે મૃતિવાકયને પ્રમાણ માનીને ભૂતશકિતને જ આત્મા માન જોઈએ અથવા આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ માનવું જોઈએ. મહાવીર-મહાનુભાવ ઇન્દ્રભૂતિ! “વિજ્ઞાનઘર” વિગેરે પદનો જેવી રીતે તમે અર્થ સમજી શક્યા છો તે, વસ્તુસ્થિતિએ એવું નથી. અથવા આ કૃતિવાક્યને વાસ્તવિક અર્થ સમજાઈ જાય છે, તમારા જેવા વિદ્વાન માટે શંકાનું સ્થાન રહે નહિ. ઇન્દ્રભૂતિ-એને વાસ્તવિક અર્થ શું છે? મહાવીર-“વિજ્ઞાન ન આ શ્રુતિને વાસ્તવિક અર્થ જુદો છે. તમે “વિજ્ઞાનગ"ને અર્થ પૃથિવ્યાદિ ભૂત સમુદાયથી ઉત્પન્ન થએલ “ચેતનાપિંડ” એ કરે છે પરંતુ વસ્તુસ્થિતિએ “વિજ્ઞાન પન” નું તાત્પર્ય વિવિધ જ્ઞાનપર્યાયોનું એકીકરણ એવું થાય છે. “આત્મામાં પ્રત્યેક ક્ષણે નવીન જ્ઞાનપયોની ઉત્પત્તિ અને પૂર્વકાલીન જ્ઞાનપર્યાનું તિરહિતપણું થયા કરે છે. જ્યારે એક પુરુષ; ઘટને જોતાં એનું ચિન્તન કરે છે તે, તે સમયે તેના આત્મામાં ઘટવિષયક જ્ઞાનપગ ઉત્પન્ન થાય છે, જેને આપણે ઘટવિષયક જ્ઞાનપર્યાય કહીએ છીએ. જ્યારે તે જ વ્યક્તિ, ઘટ પછી પટને જોતાં તેને પટવિષયક જ્ઞાન ઉત્પન્ન થતાં તેનું પૂર્વકાલીન ઘટવિષયક જ્ઞાન તિરહિત થઈ જશે. અન્ય પદાર્થ વિષયક જ્ઞાનનો પર્યાય જ “ વિનયન” (વિવિધ પર્યાને પિંડ) છે, જે ભૂતેથી ઉત્પન્ન થવાવાળો હોય છે. છે. આ વેદવાક્ય આવશ્યક ટીકાઓમાંથી લીધું છે. બૃહદારણ્યકેપનિષતમાં આ વાકય નીચેના સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે. "विज्ञानघन एवैतेभ्यो भूतेभ्यः समुत्थाय तान्येवानु विनश्यति न प्रेत्यऽसंज्ञास्तीत्वरे ब्रवीति होवाच याज्ञवल्क्यः " बृहदारण्यकोपनिषत् १२-५-३८ + આવશ્યક ટીકાઓ અનુસાર અવ વિકાનમઃ પુલ. વાક્ય બહદારણ્યકેપનિષમાં મળે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198