Book Title: Vishvajyoti Vibhu Vardhaman Mahavir
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Vijaydevsuri Sangh

View full book text
Previous | Next

Page 166
________________ વિભુ વધમાન [૧૫૫] વિરમણ વ્રતને જાળવી ચારિત્રને ઉજવળ કરવાનું છે અને નિર્મળ ચરિત્ર પાળી છેવટે મેક્ષપ્રાપ્તિ થાય છે. નારક, તિર્યંચ અને મનુષ્યગતિમાંથી પ્રબળ પૂયોગે, દેવગતિને પ્રાપ્ત થયેલ જીવાત્મા ! દેવગતિમાં ઓછામાં ઓછું દશ હજાર વર્ષનું પૂણ્યફળ ભેગવી, તેને ફરીથી સંસારની જુદી જુદી ગતિઓમાં કેવી રીતે ભ્રમણ કરવું પડે છે, એનું પણ દિગદર્શન પ્રભુએ કરાવ્યું. ત્યાર બાદ ભવભ્રમણમાંથી જીવાત્માન કઈ રીતે ઉદ્ધાર થાય છે તેની પણ સમજ આપતા પ્રભુએ જણાવ્યું કે“ધમ શ્રવણ, સત્ય, શ્રદ્ધા, સંયમવીર્ય એ ચારે બહુમૂલ્ય પદાર્થો મહામુશ્કેલીઓ પ્રાપ્ત થાય છે અને તે ચારે એક્ષપ્રાતિમાં સહાયક બને છે. એને યથેચિત લાભ ઉઠાવો એ દરેક વ્યકિતને સ્વાભાવિક ધમ છે આ પ્રમાણેના નિત્ય નિયમોનું પાલન કરવાવાળો શ્રમણે પાસક, અનુક્રમે આત્મશુદ્ધિ કરતે મુકિત નજદીક જઈ પહેરે છે અને ભવાંતરે માં શ્રમણ ધર્મની પ્રાપ્તિ કરી મોક્ષગામી બને છે. ૭. “જે મનુષ્યમાં બમણુ તથા શ્રમણોપાસક ધર્મને પાલન કરવાનું સામર્થ્ય નથી, તેઓએ પણ પોતાની ચિત્તભૂમિમાં સદુદેવ, સદ્ગુરુ અને સદુધર્મ પર શ્રદ્ધા રાખવી જોઇએ જેનાથી પણ આત્મકલ્યાણ સાધી ઉચ્ચગતિના આરાધક બની શકાય છે. આ પ્રમાણે પ્રભુનું પ્રવચન ધર્મસભા તેમજ તેની ચારે દિશાએ પ્રભુના અતિશય યોગે એક જન ભૂમિમાં એટલે ચાર ગાઉ સુધી (રેડીઓ માફક) સપષ્ટ સમજાતું હોવાથી અપાપાપુરીના સોમિલ વિપ્રને ત્યાં સુયજ્ઞાથે પધારેલ હજારે વિદ્વાન વિપ્ર શાસ્ત્રીઓ પર તેની સચોટ અસર થઈ અને યજ્ઞમંડપમાં બિરાજિત માનવસમુદાય એકચિતે પ્રવચન શ્રવણમાં લીન બન્યું. મિલ બ્રાહ્મણને ત્યાં ચાકિયાકાંડ અર્થે પધારેલ વિદ્વાન વિપ્ર સમુદાયમાં ૧૧ પંડિત શાસ્ત્રીએ, ચૌદ વિદાના પારંગત હતા. જેમનું વર્ણન શ્રી સ્થાનાંગ સૂત્રમાં નીચે પ્રમાણે છે. આ અગિયાર (ગણધરે) બ્રાહ્મણ જાતિના, વજsષભનારાચ સંઘયણવાલા, યમચતુરસ સંસ્થાનવાળા, સ્વર્ણમય કાંતિવાળા અને આહારક શરીરથી અધિક રૂ૫સંપદાવાળા હતા. તેઓ ગૃહસ્થપણે ૧૪ વિદ્યાના પારગામી હતા. તે દરેકે વૈશાખ સુદ ૧૧ ના પહેલા અને બીજા પ્રહરે ભગવાન મહાવીર સ્વામી પાસે દીક્ષા અંગીકાર કરી ગણધરપદ પ્રાપ્ત કર્યું હતું. મુનિપણે દ્વાદશાંગી ગણિ-પિટકના ધારક-નિર્માતા બન્યા હતા અને અંતે કેવળજ્ઞાનીપણું પ્રાપ્ત કરી સિદ્ધગતિ પ્રાપ્ત કરી હતી. આ દરેક ગણધરે રાજગૃહીના વૈભારગિરિ પર માસક્ષમણનું અનશન કરી નિર્વાણ પામ્યા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198