________________
મહત્ત્વપૂર્ણ આ ગ્રંથ છે. શ્રવિચારરત્નાકર ગ્રંથમાં અનેક ઉત્તમ રત્નો-મણિઓ જેવા અનેક વિચારો રજૂ કરીને એના સમાધાનો આગમગ્રંથોના પાઠોની સાક્ષી પૂર્વક આપવામાં આવેલ છે. આ શ્રવિચારરત્નાકર ગ્રંથમાં ડૂબકી લગાવવાથી અનેક જિજ્ઞાસાઓ અને અનેક પ્રશ્નોના સમાધાન થવાથી સમ્યજ્ઞાનરૂપ શ્રેષ્ઠરત્નોની પ્રાપ્તિ થાય છે.
શ્રવિચારરત્નાકગ્રંથની વિ.સં. ૧૯૮૩માં શ્રેષ્ઠિદેવચંદ્ર લાલભાઈ જૈનપુસ્તકોદ્ધાર સંસ્થાથી ગ્રંથાંક-૭ર તરીકે પ્રકાશિત થયેલ પ્રત જીર્ણ થઈ ગયેલ હોવાથી આ ગ્રંથનું પુનઃ પ્રકાશન થાય તો આ ગ્રંથ ઘણો ઉપયોગી થાય એ પ્રમાણે વર્ધ્વમાનતપોનિધિ મુનિશ્રી નયભવાણિવર્યશ્રીએ શ્રતોપાસિકા સાધ્વી ચંદનબાલાશ્રીને પ્રેરણા કરી અને એમની શુભપ્રેરણાને ઝીલીને મારા શુભાશીર્વાદપૂર્વક સાધ્વી ચંદનબાલાશ્રીએ ઘણો પરિશ્રમ કરીને આ ગ્રંથનું નવીનસંસ્કરણ પુસ્તકાકારે વિસ્તૃત વિષયાનુક્રમ, દશ પરિશિષ્ટો વગેરે સહિત તૈયાર કરેલ છે અને આવો વિશિષ્ટ આગમપાઠોથી ભરપૂર આ ગ્રંથ ભદ્રંકર પ્રકાશની પ્રકાશિત થાય છે તે મારા માટે અત્યંત આનંદનો વિષય બનેલ છે.
આ ગ્રંથના વાચન દ્વારા અનેક પદાર્થોનો સચોટ બોધ થાય તેમ હોવાથી આ ગ્રંથ સૌ કોઈ જિજ્ઞાસુ વાંચે એવી પ્રેરણા કરું છું અને આગમના અર્ક સમાન આ ગ્રંથના વાચન માટે ક્ષમતા કેળવી અધિકારી વર્ગ આગમગ્રંથોના વાચનમાં પ્રવેશ કરે અને તેના દ્વારા નિર્મળ બોધ પ્રાપ્ત કરી રત્નત્રયીની વિશેષ આરાધના-સાધના કરી સૌ કોઈ ભવ્યાત્માઓ મુક્તિમંજિલના માર્ગે આગળ વધી શાશ્વત સુખના ભાગી બને એ જ શુભકામના !!
- પંન્યાસ વજસેનવિજય
ratan-t.pm5 2nd proof