________________
અમે સમર્થ બન્યા, તેથી તેઓશ્રીના નામના સંકીર્તન દ્વારા અમે અમારી રસનાને પવિત્ર કરીએ છીએ અને તેઓના પ્રભાવથી આ ગ્રંથના અધ્યેતાઓ સકલરહસ્યાર્થસમુદાયને પ્રાપ્ત કરીને મોક્ષસુખના સુખભાગી બને એવી અમે અભિલાષા રાખીએ છીએ. શ્રીવિચારરત્નાકરગ્રંથનવીનસંસ્કરણઅંગે :
વિચારરત્નાકગ્રંથની ઉપરોક્ત પ્રતાકારે પ્રકાશિત થયેલ પ્રત જીર્ણ થઈ ગયેલ જોવામાં આવી અને આ ગ્રંથ આગમાદિ પાઠો દ્વારા અનેક જિજ્ઞાસાઓની, અનેક પ્રશ્નોની તૃપ્તિના સમાધાનને કરનાર હોવાથી, અસીમોપકારક હોવાથી પરમપૂજય વ્યાખ્યાનવાચસ્પતિ આચાર્યભગવંત શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજીમહારાજના શિષ્યરત્ન પરમપૂજ્ય અધ્યાત્મયોગી પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયમહારાજના શિષ્યરત્ન હાલારદેશે સદ્ધર્મરક્ષક પરમપૂજ્યઆચાર્યભગવંત શ્રીમદ્વિજયકુંદકુંદસૂરીશ્વરમહારાજના શિષ્યરત્નો પરમપૂજ્ય પંન્યાસપ્રવરશ્રી વજસેનવિજયમહારાજના શુભાશીર્વાદથી અને પરમપૂજય વર્ધ્વમાનતપોનિધિ ગણિવર્યશ્રી નયમદ્રવિજ્યમહારાજની શુભપ્રેરણાથી આ ગ્રંથનું નવીનસંસ્કરણ આગમાદિપાઠોના વિસ્તૃતવિષયાનુક્રમ અને નવપરિશિષ્ટો સાથે તૈયાર કરેલછે .
પૂર્વના પ્રતાકાર પ્રકાશનમાં તે તે વિષયના પાઠો આપ્યા પછી પ્રતનંબર તથા પત્ર નંબર આપેલ છે તે અમે આ નવીનસંસ્કરણમાં તે મુજબ જ રાખ્યા છે, કેમકે પ્રાચીનપ્રતોમાં એ પાઠ ક્યાં છે તે જોનારને જોવું હોય તો ખ્યાલ આવી શકે. વિશેષમાં અમે તે તે આગમાદિ-પ્રકરણાદિગ્રંથોના તે તે સ્થાનોના સૂત્રનંબર, ગાથાનંબર વિ. તથા આગમાદિપ્રકરણાદિ પાઠો અંતર્ગત ઉદ્ભતસ્થાનો ના ગાથાનં બર વિ. અમારી પાસે જે આગમાદિગ્રંથોની સામગ્રી ઉપલબ્ધ હતી તેના આધારે કેટલાક પાઠોમાં તે સ્થાનમાં [ ] ચોરસ કાંઉસમાં અને કેટલાક પાઠોમાં ટિપ્પણીમાં સ્થાનનિર્દેશ કરેલ છે. તે જોનારને સૂત્રનંબર કે ગાથાનંબર ર૪િ આગળ-પાછળ કોઈ પ્રત વિ.માં જોવામાં આવે તો તે મુજબ સુધારીને વાંચે. મારા અલ્પક્ષયોપશમ અનુસાર આવિચારરત્નાકર ગ્રંથનું નવીનસંસ્કરણ યથાશક્ય શુદ્ધિકરણપૂર્વકનું અને વાંચવામાં સરળતા રહે તે મુજબ તૈયાર કરવાનો પ્રયત્ન કરેલ છે. આમ છતાં અનેક ગંભીર એવા આગમાદિપાઠોથી પરિપૂર્ણ આ ગ્રંથ હોવાથી વિશેષ આગમપ્રજ્ઞ અને તજજ્ઞ વિદ્વાનો આ ગ્રંથના ભાષાંતર પૂર્વક આ ગ્રંથને પ્રકાશિત કરે તો વર્તમાનકાળ ઉદ્ભવતી અનેક સમસ્યાઓ, અનેક પ્રશ્નોના સમાધાનો આ ગ્રંથમાંથી પ્રાપ્ત થઈ શકે તેમ છે અને ઉપકારક થઈ શકે તેમ છે.
૩. આગમાદિગ્રંથોમાં ઉદ્ધતપાઠના મૂળસ્થાનો તો આગમાદિગ્રંથોમાંથી પ્રાપ્ત થઈ શકે, આમ છતાં
તે તે ઉદ્ધતપાઠો જે આગમાદિગ્રંથોમાં છે અને બીજા પણ ગ્રંથોમાં અત્યાર ઉપલબ્ધ છે તે સ્થાનો [ ] ચોરસ કાઉસમાં અમે આપેલ છે.
ratan-t.pm5 2nd proof