Book Title: Vicharkanika Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 3
________________ ૨૦૨] દર્શન અને ચિંતન એમ તે આ સંગ્રહમાન પ્રત્યેક લેખ ગહન છે. પણ કેટલાક લેખે તો એવા છે કે ભારેમાં ભારે વિદ્વાન કે વિચારકની બુદ્ધિ અને સમજણની પૂરેપૂરી કસોટી કરે. વિષયે વિવિધ છે. દષ્ટિબિંદુઓ અનેકવિધ છે. સમલેચના મૂલગામી છે. તેથી આખા પુસ્તકનું રહસ્ય તો તે લેખ વાંચીવિચારીને જ પામી શકાય. છતાંયે બંને લેખકેના પ્રત્યક્ષ પરિચય અને આ પુસ્તકના. વાચનથી હું તેમની જે વિચારસરણી સમજ્યો છું અને જેણે મારા મન ઉપર ઊંડી છાપ પાડી છે તેને લગતા કેટલાક મુદ્દાની મારી સમજ પ્રમાણે અહીં ચર્ચા કરું છું. આ મુદ્દાઓ તેમનાં લખાણોમાં પણ એક અથવા બીજી રીતે ચર્ચાયેલા જ છે. તે મુદ્દા આ છેઃ ૧. ધર્મ અને તત્વચિંતનની દિશા એક હેય તો જ બંને સાર્થક બને. - ૨. કર્મ અને તેના કુલને નિયમ માત્ર વૈયક્તિક ન હોઈ સામૂહિક પણ છે. ૩. મુક્તિ, કર્મના વિચ્છેદમાં કે ચિત્તના વિલયમાં નથી, પણ બંનેની ઉત્તરોતર શુદ્ધિમાં છે. ૪. માનવતાના સગુણોની રક્ષા, પુષ્ટિ અને વૃદ્ધિ એ જ પરમ ધ્યેય છે. ૧. તત્વજ્ઞાન એટલે સત્યશોધનના પ્રયત્નમાંથી ફલિત થયેલા અને ફલિત થતા સિદ્ધાંત. ધર્મ એટલે એવા સિદ્ધતિને અનુસરીને જ નિર્માણ થયેલ. વૈયક્તિક તેમ જ સામૂહિક જીવનવ્યવહાર. એ ખરું છે કે એક જ વ્યક્તિ કે સમૂહની ગ્યતા તેમ જ શક્તિ સદા એકસરખી નથી હોતી. તેથી ભૂમિકા અને અધિકારભેદ પ્રમાણે ધર્મમાં અંતર હેવાનું. એટલું જ નહિ, પણ. ધર્માચરણું વધારે પુરુષાર્થની અપેક્ષા રાખતું હોવાથી તે ગતિમાં તત્વજ્ઞાનથી પાછળ પણ રહેવાનું. છતાં જો આ બંનેની દિશા જ મૂળમાં જુદી હોય છે. તત્વજ્ઞાન ગમે તેટલું ઊંડું અને ગમે તેવું સાચું હોય છતાં ધર્મ એના પ્રકાશથી વંચિત જ રહે અને પરિણામે માનવતાને વિકાસ અટકે. તરવજ્ઞાનની શુદ્ધિ, વૃદ્ધિ અને પરિપાક જીવનમાં ધર્મને ઉતાર્યા સિવાય સંભવી જ ન શકે. એ જ રીતે તત્ત્વજ્ઞાનના આલંબન વિનાને ધર્મ, જડતા તેમ જ વહેમથી મુકત થઈન શકે. એટલા માટે બંનેમાં દિશાભેદ હૈ ઘાતક છે. આ વસ્તુને એકાદ ઐતિહાસિક દાખલાથી સમજવી સહેલી પડશે. ભારતીય તત્વજ્ઞાનના ત્રણ યુગ સ્પષ્ટ છે. પહેલે યુગ આત્મવૈષમ્યના સિદ્ધાન્તને, બીજે આત્મસમાનતાના સિદ્ધાંતને અને ત્રીજે આત્માદ્વૈતના સિદ્ધાન્તને. પહેલા સિદ્ધાન્ત પ્રમાણે એમ મનાતું કે દરેક જીવ મૂળમાં સમાન નથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10