Book Title: Vicharkanika Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 8
________________ વિચારકણિકા [ ર૭ છે. આ પુસ્તકના લેખકોએ એમાં સંશોધન કરી કર્મશુદ્ધિને ઉત્તરોત્તર પ્રકર્ષ સાધવા માટે જ ભાર આપ્યું છે, અને તેમાં જ મુક્તિને અનુભવ કરવાનું તેમનું પ્રતિપાદન છે. પગમાં સેય વાગે અને પછી તેને કેઈ બહાર કાઢી ફેંકી દે તે સામાન્ય રીતે એને કઈ ખોટું ન કહે; પણ જ્યારે ય ફેંકનાર પાછો સીવવા અને બીજા કામ માટે નવી ય શોધે અને ન મળતાં અધીરે થઈ દુઃખ અનુભવે ત્યારે સમજદાર માણસ એને જરૂર કહે કે તે ભૂલ કરી. પગમાંથી સમય કાઢવી એ તે બરાબર છે, કેમકે તે અસ્થાને હતી, પણ જે તેના વિના જીવન ચાલતું જ નથી તો તેને ફેંકી દેવામાં ભૂલ અવશ્ય છે. તેને યથાવત્ ઉપગ કરવા માટે ગ્ય રીતે તેને સંગ્રહ કરવો એ જ પગમાંથી સેય કાઢવાને સાચે અર્થ છે. જે ન્યાય સેય માટે તે જ ન્યાય સામૂહિક કર્મ માટે છે. માત્ર વૈયક્તિક દૃષ્ટિએ જીવન જીવવું એ સામૂહિક જીવનની દૃષ્ટિમાં સેય ભકવા બરાબર છે. એ સમયને કાઢી તેને યથાવત ઉપયોગ કરવો એટલે સામૂહિક જીવનની જવાબદારી સમજપૂર્વક સ્વીકારી જીવન જીવવું છે. આવું જીવન વ્યક્તિની જીવનમુક્તિ છે. જેમ જેમ પ્રત્યેક વ્યક્તિ પોતાની વાસના શુદ્ધિ દ્વારા સામૂહિક જીવનને મેલ ઓછો કરતી જાય તેમ તેમ સામૂહિક જીવન દુ:ખમુકિત વિશેષ અનુભવતું જ જવાનું. આ રીતે વિચારીએ એટલે કર્મ એ જ ધર્મ બની જાય છે. અમુક ફળ એટલે રસ ઉપલંત છાલ પણ. છાલ ન હોય તે રસ કે કેમ ? અને રસ વિનાની છાલ એ પણ ફળ તે નહિ જ. તે જ રીતે ધર્મ એ તે કર્મને રસ છે, અને કર્મ એ માત્ર ધર્મની છાલ છે. બંને યથાવત્ સંમિશ્રિત હોય તે જ એ જીવનફળ પ્રગટાવે. કર્મના આલંબન વિના વૈયક્તિક તેમ જ સામૂહિક જીવનની શુદ્ધિરૂપ ધર્મ રહી જ ક્યાં શકે ? અને એવી શુદ્ધિ ન હોય તે તે કર્મનું છાલથી વધારે મૂલ્ય પણ શું? આ જાતને કર્મધર્મવિચાર એમનાં લખાણોમાં ઓતપ્રેત છે. સાથે વિશેષતા એ છે કે મુક્તિની ભાવના પણ તેમણે સામુદાયિક જીવનની દૃષ્ટિએ જ વિચારી અને વટાવી છે. કર્મ–પ્રવૃત્તિઓ અનેક જાતની છે, પણ તેનું મૂળ ચિત્તમાં છે. ક્યારેક યોગીઓએ વિચાર કર્યો કે જ્યાં લગી ચિત્ત હોય ત્યાં લગી વિક ઊઠવાના, વિકલ્પ ઊઠે તે શાંતિ ન જ અનુભવાય, તેથી “જૂરો કાર:” ન્યાયે ચિત્તને વિલય કરવા તરફ જ મૂક્યા, અને ઘણાએ માની લીધું કે ચિત્તવિલય એ જ મુક્તિ છે અને એ જ પરમ સાધ્ય છે. માનવતાના વિકાસનો વિચાર જ બાજુ ઉપર રહી ગયે. આ પણ બંધન લેખે કમ ત્યાગવાના વિચારની પેઠે ભૂલ જ હતી. એ વિચારમાં બીજા અનુભવીઓએ સુધારે કર્યો કે ચિત્તવિલય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10