Page #1
--------------------------------------------------------------------------
________________
વિચારકણિકા
[૩૦] ગુજરાતમાં શ્રી. કિશોરલાલભાઈને ન જાણે એ સમજદાર કાઈ ભાગ્યે જ હેય. ગુજરાત બહાર પણ બધા જ પ્રાન્તોમાં તેમનું નામ છે. વત્તે અંશે જાણીતું છે. એનું મૂળ કારણ તેમના અનેક ભાષાઓમાં લખાયેલાં અને અનુવાદિત થયેલાં લખાણોનું વાચન છે અને કેટલાકે કરેલ તેમને પ્રત્યક્ષ સમાગમ પણ છે. પૂ. નાથજીને જાણનાર વર્ગ પ્રમાણમાં નાનો છે, કારણ કે તેમણે બહુ ઓછું લખ્યું છે અને લખ્યું હોય તે પણ પૂરેપૂરું પ્રસિદ્ધિમાં આવ્યું નથી. છતાં જે વર્ગ તેમને જાણે છે તે પણ કાંઈ નાનોસૂનો કે સાધારણ કટિને નથી. પૂ. નાથજીના પ્રત્યક્ષ પરિચયમાં જે આવ્યો ન હોય તેને એમના સૂમ, સ્પષ્ટ, સયુતિક અને માનવતાપૂર્ણ વિચારોની કલ્પના જ આવી ન શકે.
તત્ત્વનું તલસ્પર્શી ચિંતન, જીવનનું સ્વ-પરલક્ષી શેાધન અને માનવતાની સેવા એવા એક જ રંગથી રંગાયેલ ગુરુશિષ્યની આ જોડી જે કાંઈ લખે ને બેલે છે તે અનુભવસિદ્ધ હાઈ પ્રત્યક્ષ કેટિનું છે. આની પ્રતીતિ આ સંગ્રહમાંના લેખે વાંચનારને થયા વિના કદી નહિ રહે. મેં પ્રસ્તુત લેખેને એકથી વધારે વાર એકાગ્રતાથી સાંભળ્યા છે અને ઘણું અન્ય સુપ્રસિદ્ધ ભારતીય તત્વચિંતકનાં લખાણે પણ સાંભળ્યાં છે. હું જ્યારે તટસ્થભાવે આવાં ચિંતનપ્રધાન લખાણોની તુલના કરું છું ત્યારે મને નિઃશંકપણે એમ લાગે છે કે આટલે અને આવા ક્રાન્તિકારી, સચેટ અને મૌલિક વિચાર કરનાર કદાચ ભારતમાં વિરલ જ છે.
આ સંગ્રહ સાંભળતાં અને તે ઉપર જુદી જુદી દષ્ટિએ વિચાર કરતાં મને આની અનેકવિધ ઉપયોગિતા સમજાઈ છે. જ્યાં જુઓ ત્યાં સાંપ્રદાયિક-અસાંપ્રદાયિક ભાનસવાળા બધા જ સમજદાર લેકેની એવી માગણી છે કે ઊગતી પ્રજાને તત્વ અને ધર્મના સાચા અને સારા સંસ્કારો મળે એવું કઈ પુસ્તક શિક્ષણક્રમમાં હોવું જોઈએ, જે નવયુગના ઘડતરને સ્પેશતું હાય અને સાથે સાથે પ્રાચીન પ્રણાલિકાઓનું રહસ્ય પણ સમજાવતું હેય. હું જાણું છું ત્યાં લગી માત્ર ગુજરાતમાં જ નહિ પણ ગુજરાત બહાર પણ
Page #2
--------------------------------------------------------------------------
________________
વિચારકણિકા
[ ૨૦'
આ માગણીને યથાવત્ સાથે એવું આના જેવું કાઈ પુસ્તક નથી. કાઈ પણ સંપ્રદાયનું વિદ્યાલય હોય કે છાત્રાલય હોય અગર અસાંપ્રદાયિક કહી શકાય એવા આશ્રમે હાય, સરકારી કે ગૅસરકારી શિક્ષણસંસ્થાએ હોય ત્યાં સત્ર ઉચ્ચકક્ષાના વિદ્યાર્થીઓને તેમની યાગ્યતા ધ્યાનમાં રાખી આ સંગ્રહ પૈકી તે તે લેખ સમજાવવામાં આવે તે હું માનું છું કે તેમની જ માતૃભાષામાં તત્ત્વ અને ધર્મ વિશેની સાચી વ્યાપક સમજણુ મળી રહે અને વારસાગત જમાનાનૂની પ્રન્થિને ભેદ પણ થવા પામે. વિદ્યાર્થીઓ ઉપરાંત શિક્ષકા અને અધ્યાપકા માટે પણ આ સંગ્રહમાં એટલી બધી વિચારપ્રેરક અને જીવનપ્રદ સામગ્રી છે કે તે આ પુસ્તક વાંચીને પેતાના સાક્ષરજ્વનની માત્ર કૃતાર્થતા જ નહિ અનુભવે પણ વ્યાવહારિક, ધાર્મિક અને તાત્ત્વિક અનેક પ્રશ્નો પરત્વે તે નવેસર વિચાર કરતા થશે, તેમ જ સાક્ષરજીવનની પેલી પાર પણ કાંઈક પ્રજ્ઞાગમ્ય વિશ્વ છે એવી પ્રતીતિથી વધારે વિનમ્ર અને વધારે શેાધક થવા મથશે. વિદ્યાર્થી અને અધ્યાપક સિવાય પણ એવા બહુ મેટા વગ છે, કે જે હમણાં તત્ત્વ અને ધર્મના પ્રશ્નો સમજવાના ઊંડા રસ ધરાવતે હાય છે. આવા લે!કો તત્ત્વ અને ધર્મને નામે મળતા ભળતા જ રૂઢિગત શિક્ષણ અને પ્રવાહમાં તણાતા રહે છે અને તેટલા માત્રથી સંતોષ અનુભવી પોતાની સમજણમાં કર્યાં ભૂલ છે, કાં કાં ગૂંચ છે અને કયાં કયાં વહેમનુ રાજ્ય છે તે સમજવા પામતા નથી. તેવાને તો આ લેખે નેત્રાંજનશલાકાનુ કામ આપો . એમ હું ચેકસ માનુ .... જુદી જુદી ભાષાઓમાં એક તેમ જ અનેક ધર્મોનુ અને એક સંપ્રદાય કે અનેક સપ્રદાયના તત્ત્વજ્ઞાનનું શિક્ષણ આપવામાં મદદ કરે એવાં અનેક પુસ્તકા છે, પણ મોટે ભાગે તે બધાં પ્રણાલિકા અને માન્યતાનુ વર્ણન કરતાં હાય છે. એવું ભાગ્યે જ કેાઈ પુસ્તક જોવામાં આવશે, જેમાં આટલાં ઊંડાણ અને આટલી નિર્ભયતા તેમ જ સત્યનિયાથી તત્ત્વ અને ધર્મનાં પ્રશ્નો વિશે આવું પરીક્ષણ અને સશોધન થયું હોય. જેમાં એક કાઈ પણ પથ, કાઈ પણ પરંપરા કે કાઈ પણ શાસ્ત્રવિશેષ વિશે અવિચારી આગ્રહ નથી અને જેમાં ખીજી બાજુથી જૂના કે નવા આચારવિચારના પ્રવાહેામાંથી વનસ્પર્શી સત્ય તારવવામાં આવ્યું હેાય એવું મારી જાણ પ્રમાણે આ પહેલું જ પુસ્તક છે. તેથી ગમે ક્ષેત્રના યોગ્ય અધિકારીને હું આ પુસ્તક વારવાર વાંચી જવા ભલામણ કરું રસ ધરાવનારાઓને સૂચવું છુ કે તેઓ ગમે આમાં ખતાવેલી વિચારસણીને સમજી પોતાની પરીક્ષણ કરે.
તે
તે
છું, તેમ જ શિક્ષણકાર્યમાં સપ્રદાય કે પંચના હોય તેય માન્યતા અને સંસ્કારોનુ
Page #3
--------------------------------------------------------------------------
________________
૨૦૨]
દર્શન અને ચિંતન એમ તે આ સંગ્રહમાન પ્રત્યેક લેખ ગહન છે. પણ કેટલાક લેખે તો એવા છે કે ભારેમાં ભારે વિદ્વાન કે વિચારકની બુદ્ધિ અને સમજણની પૂરેપૂરી કસોટી કરે. વિષયે વિવિધ છે. દષ્ટિબિંદુઓ અનેકવિધ છે. સમલેચના મૂલગામી છે. તેથી આખા પુસ્તકનું રહસ્ય તો તે લેખ વાંચીવિચારીને જ પામી શકાય. છતાંયે બંને લેખકેના પ્રત્યક્ષ પરિચય અને આ પુસ્તકના. વાચનથી હું તેમની જે વિચારસરણી સમજ્યો છું અને જેણે મારા મન ઉપર ઊંડી છાપ પાડી છે તેને લગતા કેટલાક મુદ્દાની મારી સમજ પ્રમાણે અહીં ચર્ચા કરું છું. આ મુદ્દાઓ તેમનાં લખાણોમાં પણ એક અથવા બીજી રીતે ચર્ચાયેલા જ છે. તે મુદ્દા આ છેઃ
૧. ધર્મ અને તત્વચિંતનની દિશા એક હેય તો જ બંને સાર્થક બને. - ૨. કર્મ અને તેના કુલને નિયમ માત્ર વૈયક્તિક ન હોઈ સામૂહિક પણ છે.
૩. મુક્તિ, કર્મના વિચ્છેદમાં કે ચિત્તના વિલયમાં નથી, પણ બંનેની ઉત્તરોતર શુદ્ધિમાં છે.
૪. માનવતાના સગુણોની રક્ષા, પુષ્ટિ અને વૃદ્ધિ એ જ પરમ ધ્યેય છે.
૧. તત્વજ્ઞાન એટલે સત્યશોધનના પ્રયત્નમાંથી ફલિત થયેલા અને ફલિત થતા સિદ્ધાંત. ધર્મ એટલે એવા સિદ્ધતિને અનુસરીને જ નિર્માણ થયેલ. વૈયક્તિક તેમ જ સામૂહિક જીવનવ્યવહાર. એ ખરું છે કે એક જ વ્યક્તિ કે સમૂહની ગ્યતા તેમ જ શક્તિ સદા એકસરખી નથી હોતી. તેથી ભૂમિકા અને અધિકારભેદ પ્રમાણે ધર્મમાં અંતર હેવાનું. એટલું જ નહિ, પણ. ધર્માચરણું વધારે પુરુષાર્થની અપેક્ષા રાખતું હોવાથી તે ગતિમાં તત્વજ્ઞાનથી પાછળ પણ રહેવાનું. છતાં જો આ બંનેની દિશા જ મૂળમાં જુદી હોય છે. તત્વજ્ઞાન ગમે તેટલું ઊંડું અને ગમે તેવું સાચું હોય છતાં ધર્મ એના પ્રકાશથી વંચિત જ રહે અને પરિણામે માનવતાને વિકાસ અટકે. તરવજ્ઞાનની શુદ્ધિ, વૃદ્ધિ અને પરિપાક જીવનમાં ધર્મને ઉતાર્યા સિવાય સંભવી જ ન શકે. એ જ રીતે તત્ત્વજ્ઞાનના આલંબન વિનાને ધર્મ, જડતા તેમ જ વહેમથી મુકત થઈન શકે. એટલા માટે બંનેમાં દિશાભેદ હૈ ઘાતક છે. આ વસ્તુને એકાદ ઐતિહાસિક દાખલાથી સમજવી સહેલી પડશે. ભારતીય તત્વજ્ઞાનના ત્રણ યુગ સ્પષ્ટ છે. પહેલે યુગ આત્મવૈષમ્યના સિદ્ધાન્તને, બીજે આત્મસમાનતાના સિદ્ધાંતને અને ત્રીજે આત્માદ્વૈતના સિદ્ધાન્તને. પહેલા સિદ્ધાન્ત પ્રમાણે એમ મનાતું કે દરેક જીવ મૂળમાં સમાન નથી,
Page #4
--------------------------------------------------------------------------
________________
વિચારકણિકા
[ ૨૦૩
પ્રત્યેક સ્વકર્માંધીન છે અને દરેકના કર્મ વિષમ અને ધણીવાર વિરુદ્ધ હોઈ તે પ્રમાણે જ જીવની સ્થિતિ અને તેને વિકાસ હાઈ શકે. આવી માન્યતાને લીધે બ્રાહ્મણુકાળના જન્મસિદ્ધ ધમ્મ અને સંસ્કારા નક્કી થયેલા છે, એમાં કાઈ એક વર્ગોના અધિકારી પાતાની કક્ષામાં રહીને જ વિકાસ કરી શકે, પણ તે કક્ષા બહાર જઈ વર્ણાશ્રમધર્મનું આચરણ કરી ન શકે. ઇન્દ્રપદ કે રાજ્યપદ મેળવવા માટે અમુક ધમ આચ જોઈ એ, પણ તે ધમ હરકા આચરી ન શકે અને હરકાઈ તેને આચરાવી પણ ન શકે. આનો અર્થ એ જ થયા કે કકૃત વૈષમ્ય સ્વાભાવિક છે અને વગત સમાનતા હાય તાય તે વ્યવહાં તે નથી જ. આત્મસમાનતાના ખીજા સિદ્ધાન્ત પ્રમાણે ધડાયેલા આચાર આયી સાવ ઊલટા છે. એમાં ગમે તે અધિકારી અને જિજ્ઞાસુને ગમે તેવા કર્માંસસ્કાર દ્વારા વિકાસ કરવાની છૂટ છે. એમાં આત્મૌપમ્યમૂલક અહિંસાપ્રધાન યમનિયમોના આચરણ ઉપર જ ભાર અપાય છે. એમાં કકૃત વૈષમ્યની અવગણના નથી, પણ સમાનતાસિદ્ધિના પ્રયત્નથી તેને નિવારવા ઉપર જ ભાર અપાય છે. આત્માદ્વૈતના સિદ્ધાન્ત તે સમાનતાના સિદ્ધાન્તથી પણ આગળ જાય છે, તેમાં વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે કાઈ વાસ્તવિક ભેદ છે જ નહિ. તે અદ્વૈતમાં તે સમાનતાના વ્યક્તિભેદ પણ ગળી જાય છે. એટલે તે સિદ્ધાન્તમાં ક્રમ્સ'સ્કારજન્ય વૈષમ્ય માત્ર નિવારવા યોગ્ય જ નથી મનાતું, પણ તે તદ્દન કાલ્પનિક મનાય છે. પણ આપણે જોઈ એ છીએ કે આત્મસમાનતા અને આત્માદ્વૈતના સિદ્ધાન્તને કટ્ટરપણે માનનારા સુધ્ધાં જીવનમાં ફર્મવેધમ્યને જ સાહજિક અને અનિવાય માની વતે છે. તેથી જ તો આત્મસમાનતાના અનન્ય પક્ષપાત ધરાવનાર જૈન કે તેવા બીજા પંચા જાતિગત ઊંચનીચભાવને જાણે શાશ્ર્વત માનીને જ વતા હોય એમ લાગે છે. તેને લીધે સ્પર્શોપનું ભરણાન્તક ઝેર સમાજમાં ભ્રમથી મુક્ત નથી થતા. તેમને સિદ્ધાન્ત એક દિશામાં છે જીવનવ્યવહારનું ગાડુ ખીજી દિશામાં છે. એ જ સ્થિતિ અદ્વૈત સિદ્ધાન્તને માનનારની છે. તે દૂતને જરા પણ નમતું આપ્યા સિવાય વાતે અદ્વૈતની કરે અને આચરણ તા સન્યાસી સુધ્ધાં પણુ દ્વૈત તેમ જ કર્મ વૈષમ્ય પ્રમાણે કરે છે. પરિણામે આપણે જોઈ એ છીએ કે તત્ત્વજ્ઞાનનો અદ્ભૂત સુધી વિકાસ થયા છતાં તેનાથી ભારતીય જીવનને કશા લાભ થયેા નથી. ઊલટ્ટુ તે આચરણની દુનિયામાં કસાઈ છિન્નભિન્ન થઈ ગયું છે. આ એક જ દાખલો તત્ત્વજ્ઞાન અને ધની દિશા એક હાવાની જરૂરિયાત સિદ્ધ કરવા માટે
પૂરતો છે.
વ્યાપ્યા છતાં તે અને મ
Page #5
--------------------------------------------------------------------------
________________
૨૪]
દન અને ચિત્તન
.
*
૨. સારીનરસી સ્થિતિ, ચડતીપડતી કલા અને સુખદુઃખની સાર્વત્રિક વિષમતાના પૂર્ણપણે ખુલાસા કેવળ શ્વરવાદ કે ધ્રહ્મવાદમાંથી મળી શકે તેમ હતું જ નહિ. એટલે સ્વાભાવિક રીતે જ પરાપૂર્વથી ચાલ્યો આવતા વૈયક્તિક કમલના સિદ્ધાન્ત, ગમે તે પ્રúતશીલ વાદ સ્વીકાર્યો છતાં, વધારે ને વધારે દૃઢ થતો જ ગયો, જે કરે તેજ ભાગવે, • દરેકનું નસીબ જુદું,’ ‘વાવે તે લણે,’ ‘ લણનાર ને ફલ ચાખનાર એક અને વાવનાર બીજે તે અસંભવ’--આવા આવા પ્યાલા કેવળ વૈયક્તિક કમલના સિફ્રાન્ત ઉપર રૂઢ થયા અને સામાન્ય રીતે પ્રજાજીવનના એકેએક પાસામાં એટલાં ઊંડાં મૂળ બાલી ખેડા છે કે કાઈ એક વ્યક્તિનું રકમ માત્ર તેનામાં જ ફૂલ કે પરિણામ ઉત્પન્ન નથી કરતું પણ તેની અસર તે કર્મ કરનાર વ્યક્તિ ઉપરાંત સામૂહિક જીવનમાં જ્ઞાત-અજ્ઞાત રીતે પ્રસરે છે એમ જે કાઈ કહે તે તે સમજદાર ગણાતા વર્ગોને પણ ચોંકાવી મૂકે છે, અને દરેક સંપ્રદાયના વિદ્વાને કે વિચારકા એની વિરુદ્ધ પેાતાના શાસ્ત્રીય પુરાવાઓના ઢગલા રજૂ કરે છે. આને લીધે ક લા નિયમ વૈયક્તિક હોવા ઉપરાંત સામૂહિક પણ છે કે નહિ અને ન હોય તેા કઈ કઈ જાતતી અસતિ અને અનુષ પત્તિએ ઊભી થાય છે અને હોય તો તે દૃષ્ટિએ જ સમગ્ર માનવજીવનને વ્યવહાર ગાવવા જોઈ એ, એ બાબત ઉપર ાઈ ઊંડા વિચાર કરવા થાભતું નથી. સામૂહિક કલના નિયમની દૃષ્ટિ વિનાના કર્રલના નિયમે ભાનવજીવનના ઈતિહાસમાં આજ લગી કઈ કઈ મુશ્કેલીઓ ઊભી કરી છે અને તેનું નિવારણ કઈ દષ્ટિએ ફલના નિયમ સ્વીકારી જીવનવ્યવહાર ઘડવામાં છે, એ બાબત ઉપર કાઈ ખીજાએ આટલા ઊંડા વિચાર કર્યો હાય તે તે હું નથી જાણતો. કોઈ એક પણ પ્રાણી દુઃખી હોય ન શકું, જ્યાં લગી જગત દુ:ખમુક્ત ન હોય ત્યાં શે! લાલ ? એવા વિચારની મહાયાન ભાવના ખૌદ્ધ પરંપરામાં ઉદ્ય પામેલી. એ જ રીતે દરેક સૌંપ્રદાય સ` જગતના ક્ષેમ-કલ્યાણની પ્રાર્થના કરે છે અને આખા જગત સાથે મૈત્રી બાંધવાની બ્રહ્મવાર્તા પણ કરે છે; પરંતુ એ મહાયાન ભાવના કે બ્રહ્મવાર્તા છેવટે વૈયક્તિક કલવાદના દૃઢ સરકાર સાથે અકળાઈ જીવન જીવવામાં વધારે ઉપયોગી સાબિત થઈ નથી. પૂ. નાથજી અને મશરૂવાળા અને કલના નિયમને સામૂહિક જીવનની દૃષ્ટિએ વિચારે છે. મારા જન્મગત અને શાસ્ત્રીય સંસ્કાર વૈયક્તિક કર્મ-નિયમના હોવાથી હું પણ એ જ રીતે વિચાર કરતા, પરંતુ જેમ જેમ તે ઉપર ઊંડા વિચાર કરતા ગયા તેમ તેમ મને લાગ્યું કે ક*લને નિયમ સામૂહિક જીવનની
તો હું સુખી સંભવી જ લગી અરસિક મેક્ષથી
Page #6
--------------------------------------------------------------------------
________________
વિચારકણિકા
[ ૨૦૫ દૃષ્ટિએ જ વિચાર ઘટે અને સામૂહિક જીવનની જવાબદારીના ખ્યાલથી જ જીવનને પ્રત્યેક વ્યવહાર શેઠવા તેમ જ ચલાવો ઘટે. એક કાળે વૈયકિતક દૃષ્ટિ પ્રધાનપદ ભોગવતી હોય ત્યારે તે જ દષ્ટિએ તે કાળના ચિંતકે અમુક નિયમો બાંધે. તેથી તે નિયમોમાં અર્થવિસ્તાર સંભવિત જ નથી એમ માનવું તે દેશકાળની મર્યાદામાં સર્વથા જકડાઈ જવા જેવું છે. સામૂહિક દષ્ટિએ. કર્મફલન નિયમ વિચારીએ કે ઘટાવીએ ત્યારે પણ વૈયક્તિક દષ્ટિને લેપ તે થતું જ નથી; ઊલટું સામૂહિક જીવનમાં વૈયક્તિક જીવન પૂર્ણપણે સમાઈ જતું હોવાથી વૈયક્તિક દૃષ્ટિ સામૂહિક દૃષ્ટિ સુધી વિસ્તરે છે અને વધારે શુદ્ધ બને છે. કર્મફલના કાયદાને સાચા આત્મા તે એ જ છે કે કોઈ પણ કમ નિષ્ફળ જતું નથી અને કેઈ પણ પરિણામ કારણ વિના ઉત્પન્ન થતું નથી. જેનું પરિણામ તેવું જ તેનું કારણ હોવું જોઈએ. સારું પરિણામ ઈચ્છનાર સારું કામ ન કરે તે તે તેવું પરિણામ પામી શકે નહિ. કર્મફલ– નિયમને આ આત્મા સામૂહિક દૃષ્ટિએ કર્મફલને વિચાર કરતાં લેશ પણ લોપાત નથી. માત્ર તે વૈયક્તિક સીમાના બંધનથી મુક્ત થઈ જીવનવ્યવહાર ઘડવામાં સહાયક બને છે. આત્મસમાનતાના સિદ્ધાન્ત પ્રમાણે કે આત્માદૈતના સિદ્ધાન્ત પ્રમાણે ગમે તે રીતે વિચાર કરીએ તોય એક વાત સુનિશ્ચિત છે કે કોઈ વ્યક્તિ સમૂહથી સાવ અળગી છે જ નહિ, અને રહી શકે પણ નહિ. એક વ્યક્તિના જીવનઇતિહાસના લાંબા પટ ઉપર નજર નાખી વિચાર કરીએ તો આપણને તરત દેખાશે કે તેના ઉપર પડેલ અને પડતા સંસ્કારોમાં સીધી કે આડકતરી રીતે બીજી અસંખ્ય વ્યકિતઓના સંસ્કારને હાથ છે, અને તે વ્યક્તિ જે સંસ્કાર નિર્માણ કરે છે તે પણ માત્ર તેનામાં જ મર્યાદિત ન રહેતાં સમૂહગત અન્ય વ્યક્તિઓમાં સાક્ષાત કે પરંપરાથી સંક્રમણ પાપે જ જાય છે. ખરી રીતે સમૂહ યા સમષ્ટિ એટલે વ્યક્તિ કે વ્યષ્ટિનો પૂર્ણ સરવાળે.
જે પ્રત્યેક વ્યક્તિ પિતાનાં કર્મ અને ફલ માટે પૂર્ણપણે જવાબદાર હોય અને અન્ય વ્યક્તિઓથી તદ્દન સ્વતંત્ર હેઈ તેના શ્રેય–અશ્રેયનો વિચાર માત્ર તેની જ સાથે સંકળાતે હોય તે સામૂહિક જીવનને શો અર્થ ? કારણ કે, સાવ નિરાળ, સ્વતંત્ર અને પરસ્પર અસરથી મુક્ત એવી વ્યક્તિ એને સામૂહિક જીવનમાં પ્રવેશ એ તે માત્ર આકસ્મિક જ હોઈ શકે. જે સામૂહિક જીવનથી વૈયક્તિક જીવન સાવ અલગ રીતે છવાતું નથી, એ અનુભવ થત હોય તત્ત્વજ્ઞાન પણ એ જ અનુભવને આધારે કહે છે કે ગમે તેટલે
Page #7
--------------------------------------------------------------------------
________________
૨૦૬ ]
દર્શન અને ચિંતન વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે ભેદ દેખાતા હોય છતાં, તે દરેક વ્યક્તિ કઈ એવા એક જીવનસૂત્રથી ઓતપ્રોત છે કે તે દ્વારા તે બધી વ્યક્તિએ આસપાસ સંકળાયેલી જ છે. જે આમ હોય તે કર્મફળને નિયમ પણ આ દષ્ટિએ જ વિચાર અને ઘટાવવો જોઈએ. અત્યાર લગી આધ્યાત્મિક શ્રેય વિચાર પણ દરેક સંપ્રદાયે વૈયક્તિક દૃષ્ટિએ જ કર્યો છે. વ્યાવહારિક લાભાલાભ વિચાર પણ એ જ દષ્ટિ પ્રમાણે થયો છે. આને લીધે જે સામૂહિક જીવન જીવ્યા વિના ચાલતું નથી તેને લક્ષી શ્રેય કે પ્રેયન મૂળગત વિચાર કે આચાર થવા પામ્યો જ નથી. ડગલે ને પગલે સામૂહિક કલ્યાણની ઘડાતી
જનાઓ એ જ કારણને લીધે કાં તે પડી ભાગે છે અને કાં તે નબળી પડી નિરાશામાં પરિણમે છે. વિશ્વશાંતિનો સિદ્ધાંત નકકી થાય છે, પણ તેની હિમાયત કરનાર દરેક રાષ્ટ્ર પાછું વૈયક્તિક દૃષ્ટિએ જ વિચારે છે. તેથી નથી વિશ્વશાંતિ સિદ્ધ થતી કે નથી રાષ્ટ્રીય આબાદી સ્થિરતા પામતી. આ જ ન્યાય દરેક સમાજમાં પણ લાગુ પડે છે. હવે જે સામૂહિક જીવનની વિશાળ અને અખંડ દૃષ્ટિને ઉન્મેષ કરવામાં આવે અને તે દૃષ્ટિ પ્રમાણે જ પ્રત્યેક વ્યકિત પિતાની જવાબદારીની મર્યાદા વિકસાવે તે તેનાં હિતાહિતે અન્યનાં હિતાહિત સાથે અથડામણમાં ન આવે, અને જ્યાં વૈયક્તિક ગેરલાભ દેખાતું હોય ત્યાં પણ સામૂહિક જીવનના લાભની દૃષ્ટિ તેને સતિષ આપે. તેનું કર્તવ્ય ક્ષેત્ર વિસ્તૃત બને અને તેના સંબંધે વધારે વ્યાપક બનતાં તે પિતામાં એક મૂમા નિહાળે.
૩. દુઃખથી મુક્ત થવાના વિચારમાંથી જ તેના કારણ મનાયેલ કર્મથી મુક્તિ પામવાને વિચાર આવ્યો. એમ મનાયું કે કર્મ, પ્રવૃતિ કે જીવનવ્યવહારની જવાબદારી એ પોતે જ સ્વતઃ બંધનરૂપ છે. એનું અસ્તિત્વ હોય ત્યાં લગી પૂર્ણ મુક્તિ સંભવી જ ન શકે. આ ધારણામાંથી કર્મમાત્રની નિવૃત્તિને વિચારે શ્રમણ પરંપરાને અનગારમાર્ગ અને સંન્યાસપરંપરાને વર્ણન કર્મધર્મસંન્યાસ માર્ગ અસ્તિત્વમાં આણ્યું. પણ એ વિચારમાં જે દોષ હતો તે ધીરે ધીરે જ સામુહિક જીવનની નિર્બળતા અને બેજવાબદારી વાટે પ્રગટ થયે. જેઓ અનગાર થાય કે વર્ણકર્મધર્મ છેડે તેઓને પણ જીવવું તે હતું જ. બન્યું એમ કે તે જીવન વધારે પ્રમાણમાં પરાવલંબી અને કૃત્રિમ થયું. સામૂહિક જીવનની કડીઓ તૂટવા અને અસ્તવ્યસ્ત થવા લાગી. આ અનુભવે સુઝાડવું કે માત્ર કર્મ એ બંધન નથી, પણ તેની પાછળ રહેલ તૃષ્ણાવૃત્તિ અગર દષ્ટિની સંકુચિતતા અને ચિત્તની અશુદ્ધિ જ બંધનરૂપ છે. માત્ર એ જ દુઃખ આપે છે. આ જ અનુભવ અનાસક્ત કર્મવાદ દ્વારા પ્રતિપાદન થયે
Page #8
--------------------------------------------------------------------------
________________
વિચારકણિકા
[ ર૭ છે. આ પુસ્તકના લેખકોએ એમાં સંશોધન કરી કર્મશુદ્ધિને ઉત્તરોત્તર પ્રકર્ષ સાધવા માટે જ ભાર આપ્યું છે, અને તેમાં જ મુક્તિને અનુભવ કરવાનું તેમનું પ્રતિપાદન છે. પગમાં સેય વાગે અને પછી તેને કેઈ બહાર કાઢી ફેંકી દે તે સામાન્ય રીતે એને કઈ ખોટું ન કહે; પણ જ્યારે ય ફેંકનાર પાછો સીવવા અને બીજા કામ માટે નવી ય શોધે અને ન મળતાં અધીરે થઈ દુઃખ અનુભવે ત્યારે સમજદાર માણસ એને જરૂર કહે કે તે ભૂલ કરી. પગમાંથી સમય કાઢવી એ તે બરાબર છે, કેમકે તે અસ્થાને હતી, પણ જે તેના વિના જીવન ચાલતું જ નથી તો તેને ફેંકી દેવામાં ભૂલ અવશ્ય છે. તેને યથાવત્ ઉપગ કરવા માટે ગ્ય રીતે તેને સંગ્રહ કરવો એ જ પગમાંથી સેય કાઢવાને સાચે અર્થ છે. જે ન્યાય સેય માટે તે જ ન્યાય સામૂહિક કર્મ માટે છે. માત્ર વૈયક્તિક દૃષ્ટિએ જીવન જીવવું એ સામૂહિક જીવનની દૃષ્ટિમાં સેય ભકવા બરાબર છે. એ સમયને કાઢી તેને યથાવત ઉપયોગ કરવો એટલે સામૂહિક જીવનની જવાબદારી સમજપૂર્વક સ્વીકારી જીવન જીવવું છે. આવું જીવન વ્યક્તિની જીવનમુક્તિ છે. જેમ જેમ પ્રત્યેક વ્યક્તિ પોતાની વાસના શુદ્ધિ દ્વારા સામૂહિક જીવનને મેલ ઓછો કરતી જાય તેમ તેમ સામૂહિક જીવન દુ:ખમુકિત વિશેષ અનુભવતું જ જવાનું. આ રીતે વિચારીએ એટલે કર્મ એ જ ધર્મ બની જાય છે. અમુક ફળ એટલે રસ ઉપલંત છાલ પણ. છાલ ન હોય તે રસ કે કેમ ? અને રસ વિનાની છાલ એ પણ ફળ તે નહિ જ. તે જ રીતે ધર્મ એ તે કર્મને રસ છે, અને કર્મ એ માત્ર ધર્મની છાલ છે. બંને યથાવત્ સંમિશ્રિત હોય તે જ એ જીવનફળ પ્રગટાવે. કર્મના આલંબન વિના વૈયક્તિક તેમ જ સામૂહિક જીવનની શુદ્ધિરૂપ ધર્મ રહી જ ક્યાં શકે ? અને એવી શુદ્ધિ ન હોય તે તે કર્મનું છાલથી વધારે મૂલ્ય પણ શું? આ જાતને કર્મધર્મવિચાર એમનાં લખાણોમાં ઓતપ્રેત છે. સાથે વિશેષતા એ છે કે મુક્તિની ભાવના પણ તેમણે સામુદાયિક જીવનની દૃષ્ટિએ જ વિચારી અને વટાવી છે.
કર્મ–પ્રવૃત્તિઓ અનેક જાતની છે, પણ તેનું મૂળ ચિત્તમાં છે. ક્યારેક યોગીઓએ વિચાર કર્યો કે જ્યાં લગી ચિત્ત હોય ત્યાં લગી વિક ઊઠવાના, વિકલ્પ ઊઠે તે શાંતિ ન જ અનુભવાય, તેથી “જૂરો કાર:” ન્યાયે ચિત્તને વિલય કરવા તરફ જ મૂક્યા, અને ઘણાએ માની લીધું કે ચિત્તવિલય એ જ મુક્તિ છે અને એ જ પરમ સાધ્ય છે. માનવતાના વિકાસનો વિચાર જ બાજુ ઉપર રહી ગયે. આ પણ બંધન લેખે કમ ત્યાગવાના વિચારની પેઠે ભૂલ જ હતી. એ વિચારમાં બીજા અનુભવીઓએ સુધારે કર્યો કે ચિત્તવિલય
Page #9
--------------------------------------------------------------------------
________________
૨૦૮ ]
દર્શન અને ચિંતન એ મુક્તિ નથી, પણ ચિત્તશુદ્ધિ એ જ મુક્તિ છે. બંને લેખકનું વક્તવ્ય એ છે કે ચિત્તશુદ્ધિ એ જ શાંતિનો એકમેવ માગ હોવાથી તે મુક્તિ અવશ્ય છે; પણ માત્ર વૈયક્તિક ચિત્તની શુદ્ધિમાં પૂર્ણ મુક્તિ માની લેવી એ વિચાર અધૂરે છે. સામૂહિક ચિત્તની શુદ્ધિ વધારતા જવી એ જ વૈયક્તિક ચિત્તશુદ્ધિને આદર્શ હોવો જોઈએ અને એ હોય છે કેઈ સ્થાનાન્તરમાં કે લેકાન્તરમાં મુકિતધામ માનવા કે કપવાની જરાય જરૂર નથી. એવું ધામ તે સામુહિક ચિત્તની શુદ્ધિમાં પિતાની શુદ્ધિને ફાળે આપ એ જ છે.
૪. દરેક સંપ્રદાયમાં સર્વભૂતહિત ઉપર ભાર અપાય છે, પણ વ્યવહારમાં માનવસમાજના હિતને પણ પૂર્ણપણે અમલ ભાગ્યે જ જોવામાં આવે છે. તેથી પ્રશ્ન એ છે કે પ્રથમ મુખ્ય લક્ષ્ય કઈ દિશામાં અને ક્યા. ધ્યેય તરફ આપવું. અને લેખકોની વિચારસરણી સ્પષ્ટપણે પ્રથમ માનવતાના. વિકાસ ભણું લક્ષ્ય આપવા અને તે અનુસાર જીવન જીવવા કહે છે. માનવતાને વિકાસ એટલે તેણે આજ સુધી જે જે સદ્દગુણે જેટલા પ્રમાણમાં સાધ્યા હોય તેની પૂર્ણપણે રક્ષા કરવી અને તેની મદદથી તે જ સદ્ગોમાં વધારે શુદ્ધિ કેળવવી અને નવા સગુણ ખિલવવા, જેથી માનવ-માનવ વચ્ચે દૂધ અને શત્રુતાનાં તામસ બળે પ્રગટવા ન પામે. જેટલા પ્રમાણમાં આ રીતે માનવતા વિકાસનું ધયેય સધાતું જશે તેટલા પ્રમાણમાં સમાજજીવન, સંવાદી અને સૂરીલું બનતું જવાનું. તેનું પ્રાસંગિક ફળ સર્વભૂતહિતમાં જ આવવાનું. તેથી દરેક સાધકના પ્રયત્નની મુખ્ય દિશા તે માનવતાના સ ગુણના વિકાસની જ રહેવી જોઈએ. આ સિદ્ધાન્ત પણ સામૂહિક જીવનની દૃષ્ટિએ જ કર્મફલને નિયમ ઘટાવવાના વિચારમાંથી જ ફલિત થાય છે.
ઉપરની વિચારસરણું ગૃહસ્થાશ્રમને કેન્દ્રમાં રાખીને જ સામુદાયિક જીવન સાથે વૈયક્તિક જીવનને સુમેળ રાખવાનું સૂચન કરે છે. ગૃહસ્થાશ્રમમાં જ બાકીના બધા આશ્રમના સદ્ગણો સાધવાની તક મળી રહે એવું એ સૂચન છે, કેમકે તેમાં ગૃહસ્થાશ્રમને આદર્શ જ એવો બદલાઈ જાય છે કે તે કેવળ ભેગનું ધામ ન રહેતાં ભોગ અને એગના સુમેળનું ધામ બની જાય છે. એથી ગૃહસ્થાશ્રમથી વિછિન્નપણે અન્ય આશ્રમને વિચાર કરવાપણું રહેતું નથી. ગૃહસ્થાશ્રમ જ ચતુરામના સમગ્ર જીવનનું પ્રતીક બની જાય છે. તે કેવળ નૈસર્ગિક પણ છે.
શ્રી. મશરૂવાળાનું એક નિરાળું વ્યક્તિત્વ એમનાં લખાણોથી સુચિત થાય છે. એ લખાણ વાંચી-વિચારીને મારી ખાતરી થઈ છે કે એમનામાં
Page #10
--------------------------------------------------------------------------
________________ વિચારકણિકા [ 29 કઈ અન્ત:પ્રજ્ઞાની અખંડ સેર વહ્યા કરે છે. ચિત્તશુદ્ધિની સાધનાની અમુક ભૂમિકામાં પ્રગટ થતે એ સત્યમુખી પ્રણોય છે. એમની કેટલીક લાક્ષણિકતા તે આંજી નાખે તેવી છે. જ્યારે તેઓ તત્ત્વચિંતનના ઊંડા પ્રદેશમાં ઊતરી પોતાના વકતવ્યને સ્કુટ કરવા કેઈ ઉપમા વાપરે છે ત્યારે તે પૂર્ણપભાની કેટિની હેય છે અને તે સ્થળનું લખાણ ગંભીર તત્વચિંતનપ્રધાન હોવા છતાં સુંદર અને સરળ સાહિત્યિક નમૂન પણ બની જાય છે. આના બેએક દાખલા સૂચવું. પૃ. 37 પર ગંગાના પ્રવાહને અખંડ રાખવા માટે પિતાના જીવનનું બલિદાન આપનાર જલકણનું દૃષ્ટાન્ત, અને ચિત્તસ્થિતિને 'ચિતાર આપવા પ્રસંગે વાપરેલ જંગલમાં ઊગી આવેલ ઝાડીઝાંખરાંનું દૃષ્ટાન્ત (પૃ. 126) આવાં તે અનેક દષ્ટાન્ત વાચકને મળશે અને તે ચિંતનનો ભાર હળ કરી ચિત્તને પ્રસન્નતા પણ આપશે. જ્યારે તેઓ કોઈ પદ્ય રચે છે ત્યારે એમ લાગે છે કે જાણે તે માર્મિક કવિ હેય. આને દાખલે પૃ.૫૬માં મળી આવશે. ગયા વીના રે વિના” એ બ્રહ્માનંદની કડીનું કટાક્ષપૂર્વક રહસ્ય ખોલતાં જે નવું ભજન તેમણે રચ્યું છે તેને ભાવ અને ભાષા જે જેશે તે મારા કથનની યથાર્થતા સમજી શકશે. પ્રાચીન ભક્તિ કે પ્રાચીન શાસ્ત્રોના ઉગાને ઊંડે મમ તેઓ કેવી રીતે દર્શાવે છે એને નમૂનો પૃ. 35 પર મળશે. એમાં “હંસલે નાનો ને દેવળ જૂનું તે થયું” એ મીરાંની ઉક્તિનું એટલું બધું ગંભીર રહસ્ય પ્રગટ કર્યું છે અને તેને ગીતાના પૂર્વનામ વરિષ્ઠ " એ શ્લેકના રહસ્ય સાથે સંવાદી બનાવ્યું છે કે વાંચતાં અને વિચારતાં તૃપ્તિ જ થતી નથી. ફરી ફરી એના સંવાદો રણકાર ચિત્ત ઉપર ઊઠ્યા જ કરે છે. શ્રી મશરૂવાળાનાં બધાં લખાણમાં નજરે ચડે એવી નીરક્ષીરવિકી લાક્ષણિકતા એ છે કે તેઓ વારસાગત કે બીજી કઈ પણ પરંપરામાંથી સારઅસારને બહુ ખૂબીથી તારવી કાઢે છે અને સાર ભાગને જેટલી સરળતાથી અપનાવી લે છે તેટલી કઠોરતાથી અસાર ભાગના મૂળ ઉપર કુઠારાઘાત આવું તો અત્રે ઘણું દર્શાવી શકાય, પણ છેવટે તે વિરામ લીધે 1. શ્રી. કિશોરલાલ ઘ. મશરૂવાળાના પુસ્તક “સંસાર અને ઘમ” ની ભૂમિકા