________________
૨૦૮ ]
દર્શન અને ચિંતન એ મુક્તિ નથી, પણ ચિત્તશુદ્ધિ એ જ મુક્તિ છે. બંને લેખકનું વક્તવ્ય એ છે કે ચિત્તશુદ્ધિ એ જ શાંતિનો એકમેવ માગ હોવાથી તે મુક્તિ અવશ્ય છે; પણ માત્ર વૈયક્તિક ચિત્તની શુદ્ધિમાં પૂર્ણ મુક્તિ માની લેવી એ વિચાર અધૂરે છે. સામૂહિક ચિત્તની શુદ્ધિ વધારતા જવી એ જ વૈયક્તિક ચિત્તશુદ્ધિને આદર્શ હોવો જોઈએ અને એ હોય છે કેઈ સ્થાનાન્તરમાં કે લેકાન્તરમાં મુકિતધામ માનવા કે કપવાની જરાય જરૂર નથી. એવું ધામ તે સામુહિક ચિત્તની શુદ્ધિમાં પિતાની શુદ્ધિને ફાળે આપ એ જ છે.
૪. દરેક સંપ્રદાયમાં સર્વભૂતહિત ઉપર ભાર અપાય છે, પણ વ્યવહારમાં માનવસમાજના હિતને પણ પૂર્ણપણે અમલ ભાગ્યે જ જોવામાં આવે છે. તેથી પ્રશ્ન એ છે કે પ્રથમ મુખ્ય લક્ષ્ય કઈ દિશામાં અને ક્યા. ધ્યેય તરફ આપવું. અને લેખકોની વિચારસરણી સ્પષ્ટપણે પ્રથમ માનવતાના. વિકાસ ભણું લક્ષ્ય આપવા અને તે અનુસાર જીવન જીવવા કહે છે. માનવતાને વિકાસ એટલે તેણે આજ સુધી જે જે સદ્દગુણે જેટલા પ્રમાણમાં સાધ્યા હોય તેની પૂર્ણપણે રક્ષા કરવી અને તેની મદદથી તે જ સદ્ગોમાં વધારે શુદ્ધિ કેળવવી અને નવા સગુણ ખિલવવા, જેથી માનવ-માનવ વચ્ચે દૂધ અને શત્રુતાનાં તામસ બળે પ્રગટવા ન પામે. જેટલા પ્રમાણમાં આ રીતે માનવતા વિકાસનું ધયેય સધાતું જશે તેટલા પ્રમાણમાં સમાજજીવન, સંવાદી અને સૂરીલું બનતું જવાનું. તેનું પ્રાસંગિક ફળ સર્વભૂતહિતમાં જ આવવાનું. તેથી દરેક સાધકના પ્રયત્નની મુખ્ય દિશા તે માનવતાના સ ગુણના વિકાસની જ રહેવી જોઈએ. આ સિદ્ધાન્ત પણ સામૂહિક જીવનની દૃષ્ટિએ જ કર્મફલને નિયમ ઘટાવવાના વિચારમાંથી જ ફલિત થાય છે.
ઉપરની વિચારસરણું ગૃહસ્થાશ્રમને કેન્દ્રમાં રાખીને જ સામુદાયિક જીવન સાથે વૈયક્તિક જીવનને સુમેળ રાખવાનું સૂચન કરે છે. ગૃહસ્થાશ્રમમાં જ બાકીના બધા આશ્રમના સદ્ગણો સાધવાની તક મળી રહે એવું એ સૂચન છે, કેમકે તેમાં ગૃહસ્થાશ્રમને આદર્શ જ એવો બદલાઈ જાય છે કે તે કેવળ ભેગનું ધામ ન રહેતાં ભોગ અને એગના સુમેળનું ધામ બની જાય છે. એથી ગૃહસ્થાશ્રમથી વિછિન્નપણે અન્ય આશ્રમને વિચાર કરવાપણું રહેતું નથી. ગૃહસ્થાશ્રમ જ ચતુરામના સમગ્ર જીવનનું પ્રતીક બની જાય છે. તે કેવળ નૈસર્ગિક પણ છે.
શ્રી. મશરૂવાળાનું એક નિરાળું વ્યક્તિત્વ એમનાં લખાણોથી સુચિત થાય છે. એ લખાણ વાંચી-વિચારીને મારી ખાતરી થઈ છે કે એમનામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org