Book Title: Vicharkanika
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 1
________________ વિચારકણિકા [૩૦] ગુજરાતમાં શ્રી. કિશોરલાલભાઈને ન જાણે એ સમજદાર કાઈ ભાગ્યે જ હેય. ગુજરાત બહાર પણ બધા જ પ્રાન્તોમાં તેમનું નામ છે. વત્તે અંશે જાણીતું છે. એનું મૂળ કારણ તેમના અનેક ભાષાઓમાં લખાયેલાં અને અનુવાદિત થયેલાં લખાણોનું વાચન છે અને કેટલાકે કરેલ તેમને પ્રત્યક્ષ સમાગમ પણ છે. પૂ. નાથજીને જાણનાર વર્ગ પ્રમાણમાં નાનો છે, કારણ કે તેમણે બહુ ઓછું લખ્યું છે અને લખ્યું હોય તે પણ પૂરેપૂરું પ્રસિદ્ધિમાં આવ્યું નથી. છતાં જે વર્ગ તેમને જાણે છે તે પણ કાંઈ નાનોસૂનો કે સાધારણ કટિને નથી. પૂ. નાથજીના પ્રત્યક્ષ પરિચયમાં જે આવ્યો ન હોય તેને એમના સૂમ, સ્પષ્ટ, સયુતિક અને માનવતાપૂર્ણ વિચારોની કલ્પના જ આવી ન શકે. તત્ત્વનું તલસ્પર્શી ચિંતન, જીવનનું સ્વ-પરલક્ષી શેાધન અને માનવતાની સેવા એવા એક જ રંગથી રંગાયેલ ગુરુશિષ્યની આ જોડી જે કાંઈ લખે ને બેલે છે તે અનુભવસિદ્ધ હાઈ પ્રત્યક્ષ કેટિનું છે. આની પ્રતીતિ આ સંગ્રહમાંના લેખે વાંચનારને થયા વિના કદી નહિ રહે. મેં પ્રસ્તુત લેખેને એકથી વધારે વાર એકાગ્રતાથી સાંભળ્યા છે અને ઘણું અન્ય સુપ્રસિદ્ધ ભારતીય તત્વચિંતકનાં લખાણે પણ સાંભળ્યાં છે. હું જ્યારે તટસ્થભાવે આવાં ચિંતનપ્રધાન લખાણોની તુલના કરું છું ત્યારે મને નિઃશંકપણે એમ લાગે છે કે આટલે અને આવા ક્રાન્તિકારી, સચેટ અને મૌલિક વિચાર કરનાર કદાચ ભારતમાં વિરલ જ છે. આ સંગ્રહ સાંભળતાં અને તે ઉપર જુદી જુદી દષ્ટિએ વિચાર કરતાં મને આની અનેકવિધ ઉપયોગિતા સમજાઈ છે. જ્યાં જુઓ ત્યાં સાંપ્રદાયિક-અસાંપ્રદાયિક ભાનસવાળા બધા જ સમજદાર લેકેની એવી માગણી છે કે ઊગતી પ્રજાને તત્વ અને ધર્મના સાચા અને સારા સંસ્કારો મળે એવું કઈ પુસ્તક શિક્ષણક્રમમાં હોવું જોઈએ, જે નવયુગના ઘડતરને સ્પેશતું હાય અને સાથે સાથે પ્રાચીન પ્રણાલિકાઓનું રહસ્ય પણ સમજાવતું હેય. હું જાણું છું ત્યાં લગી માત્ર ગુજરાતમાં જ નહિ પણ ગુજરાત બહાર પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10