Book Title: Vicharkanika Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 7
________________ ૨૦૬ ] દર્શન અને ચિંતન વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે ભેદ દેખાતા હોય છતાં, તે દરેક વ્યક્તિ કઈ એવા એક જીવનસૂત્રથી ઓતપ્રોત છે કે તે દ્વારા તે બધી વ્યક્તિએ આસપાસ સંકળાયેલી જ છે. જે આમ હોય તે કર્મફળને નિયમ પણ આ દષ્ટિએ જ વિચાર અને ઘટાવવો જોઈએ. અત્યાર લગી આધ્યાત્મિક શ્રેય વિચાર પણ દરેક સંપ્રદાયે વૈયક્તિક દૃષ્ટિએ જ કર્યો છે. વ્યાવહારિક લાભાલાભ વિચાર પણ એ જ દષ્ટિ પ્રમાણે થયો છે. આને લીધે જે સામૂહિક જીવન જીવ્યા વિના ચાલતું નથી તેને લક્ષી શ્રેય કે પ્રેયન મૂળગત વિચાર કે આચાર થવા પામ્યો જ નથી. ડગલે ને પગલે સામૂહિક કલ્યાણની ઘડાતી જનાઓ એ જ કારણને લીધે કાં તે પડી ભાગે છે અને કાં તે નબળી પડી નિરાશામાં પરિણમે છે. વિશ્વશાંતિનો સિદ્ધાંત નકકી થાય છે, પણ તેની હિમાયત કરનાર દરેક રાષ્ટ્ર પાછું વૈયક્તિક દૃષ્ટિએ જ વિચારે છે. તેથી નથી વિશ્વશાંતિ સિદ્ધ થતી કે નથી રાષ્ટ્રીય આબાદી સ્થિરતા પામતી. આ જ ન્યાય દરેક સમાજમાં પણ લાગુ પડે છે. હવે જે સામૂહિક જીવનની વિશાળ અને અખંડ દૃષ્ટિને ઉન્મેષ કરવામાં આવે અને તે દૃષ્ટિ પ્રમાણે જ પ્રત્યેક વ્યકિત પિતાની જવાબદારીની મર્યાદા વિકસાવે તે તેનાં હિતાહિતે અન્યનાં હિતાહિત સાથે અથડામણમાં ન આવે, અને જ્યાં વૈયક્તિક ગેરલાભ દેખાતું હોય ત્યાં પણ સામૂહિક જીવનના લાભની દૃષ્ટિ તેને સતિષ આપે. તેનું કર્તવ્ય ક્ષેત્ર વિસ્તૃત બને અને તેના સંબંધે વધારે વ્યાપક બનતાં તે પિતામાં એક મૂમા નિહાળે. ૩. દુઃખથી મુક્ત થવાના વિચારમાંથી જ તેના કારણ મનાયેલ કર્મથી મુક્તિ પામવાને વિચાર આવ્યો. એમ મનાયું કે કર્મ, પ્રવૃતિ કે જીવનવ્યવહારની જવાબદારી એ પોતે જ સ્વતઃ બંધનરૂપ છે. એનું અસ્તિત્વ હોય ત્યાં લગી પૂર્ણ મુક્તિ સંભવી જ ન શકે. આ ધારણામાંથી કર્મમાત્રની નિવૃત્તિને વિચારે શ્રમણ પરંપરાને અનગારમાર્ગ અને સંન્યાસપરંપરાને વર્ણન કર્મધર્મસંન્યાસ માર્ગ અસ્તિત્વમાં આણ્યું. પણ એ વિચારમાં જે દોષ હતો તે ધીરે ધીરે જ સામુહિક જીવનની નિર્બળતા અને બેજવાબદારી વાટે પ્રગટ થયે. જેઓ અનગાર થાય કે વર્ણકર્મધર્મ છેડે તેઓને પણ જીવવું તે હતું જ. બન્યું એમ કે તે જીવન વધારે પ્રમાણમાં પરાવલંબી અને કૃત્રિમ થયું. સામૂહિક જીવનની કડીઓ તૂટવા અને અસ્તવ્યસ્ત થવા લાગી. આ અનુભવે સુઝાડવું કે માત્ર કર્મ એ બંધન નથી, પણ તેની પાછળ રહેલ તૃષ્ણાવૃત્તિ અગર દષ્ટિની સંકુચિતતા અને ચિત્તની અશુદ્ધિ જ બંધનરૂપ છે. માત્ર એ જ દુઃખ આપે છે. આ જ અનુભવ અનાસક્ત કર્મવાદ દ્વારા પ્રતિપાદન થયે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10