SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ વિચારકણિકા [ 29 કઈ અન્ત:પ્રજ્ઞાની અખંડ સેર વહ્યા કરે છે. ચિત્તશુદ્ધિની સાધનાની અમુક ભૂમિકામાં પ્રગટ થતે એ સત્યમુખી પ્રણોય છે. એમની કેટલીક લાક્ષણિકતા તે આંજી નાખે તેવી છે. જ્યારે તેઓ તત્ત્વચિંતનના ઊંડા પ્રદેશમાં ઊતરી પોતાના વકતવ્યને સ્કુટ કરવા કેઈ ઉપમા વાપરે છે ત્યારે તે પૂર્ણપભાની કેટિની હેય છે અને તે સ્થળનું લખાણ ગંભીર તત્વચિંતનપ્રધાન હોવા છતાં સુંદર અને સરળ સાહિત્યિક નમૂન પણ બની જાય છે. આના બેએક દાખલા સૂચવું. પૃ. 37 પર ગંગાના પ્રવાહને અખંડ રાખવા માટે પિતાના જીવનનું બલિદાન આપનાર જલકણનું દૃષ્ટાન્ત, અને ચિત્તસ્થિતિને 'ચિતાર આપવા પ્રસંગે વાપરેલ જંગલમાં ઊગી આવેલ ઝાડીઝાંખરાંનું દૃષ્ટાન્ત (પૃ. 126) આવાં તે અનેક દષ્ટાન્ત વાચકને મળશે અને તે ચિંતનનો ભાર હળ કરી ચિત્તને પ્રસન્નતા પણ આપશે. જ્યારે તેઓ કોઈ પદ્ય રચે છે ત્યારે એમ લાગે છે કે જાણે તે માર્મિક કવિ હેય. આને દાખલે પૃ.૫૬માં મળી આવશે. ગયા વીના રે વિના” એ બ્રહ્માનંદની કડીનું કટાક્ષપૂર્વક રહસ્ય ખોલતાં જે નવું ભજન તેમણે રચ્યું છે તેને ભાવ અને ભાષા જે જેશે તે મારા કથનની યથાર્થતા સમજી શકશે. પ્રાચીન ભક્તિ કે પ્રાચીન શાસ્ત્રોના ઉગાને ઊંડે મમ તેઓ કેવી રીતે દર્શાવે છે એને નમૂનો પૃ. 35 પર મળશે. એમાં “હંસલે નાનો ને દેવળ જૂનું તે થયું” એ મીરાંની ઉક્તિનું એટલું બધું ગંભીર રહસ્ય પ્રગટ કર્યું છે અને તેને ગીતાના પૂર્વનામ વરિષ્ઠ " એ શ્લેકના રહસ્ય સાથે સંવાદી બનાવ્યું છે કે વાંચતાં અને વિચારતાં તૃપ્તિ જ થતી નથી. ફરી ફરી એના સંવાદો રણકાર ચિત્ત ઉપર ઊઠ્યા જ કરે છે. શ્રી મશરૂવાળાનાં બધાં લખાણમાં નજરે ચડે એવી નીરક્ષીરવિકી લાક્ષણિકતા એ છે કે તેઓ વારસાગત કે બીજી કઈ પણ પરંપરામાંથી સારઅસારને બહુ ખૂબીથી તારવી કાઢે છે અને સાર ભાગને જેટલી સરળતાથી અપનાવી લે છે તેટલી કઠોરતાથી અસાર ભાગના મૂળ ઉપર કુઠારાઘાત આવું તો અત્રે ઘણું દર્શાવી શકાય, પણ છેવટે તે વિરામ લીધે 1. શ્રી. કિશોરલાલ ઘ. મશરૂવાળાના પુસ્તક “સંસાર અને ઘમ” ની ભૂમિકા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249181
Book TitleVicharkanika
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages10
LanguageGujarati
ClassificationArticle & Society
File Size62 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy