________________
વિચારકણિકા
[ ૨૦૫ દૃષ્ટિએ જ વિચાર ઘટે અને સામૂહિક જીવનની જવાબદારીના ખ્યાલથી જ જીવનને પ્રત્યેક વ્યવહાર શેઠવા તેમ જ ચલાવો ઘટે. એક કાળે વૈયકિતક દૃષ્ટિ પ્રધાનપદ ભોગવતી હોય ત્યારે તે જ દષ્ટિએ તે કાળના ચિંતકે અમુક નિયમો બાંધે. તેથી તે નિયમોમાં અર્થવિસ્તાર સંભવિત જ નથી એમ માનવું તે દેશકાળની મર્યાદામાં સર્વથા જકડાઈ જવા જેવું છે. સામૂહિક દષ્ટિએ. કર્મફલન નિયમ વિચારીએ કે ઘટાવીએ ત્યારે પણ વૈયક્તિક દષ્ટિને લેપ તે થતું જ નથી; ઊલટું સામૂહિક જીવનમાં વૈયક્તિક જીવન પૂર્ણપણે સમાઈ જતું હોવાથી વૈયક્તિક દૃષ્ટિ સામૂહિક દૃષ્ટિ સુધી વિસ્તરે છે અને વધારે શુદ્ધ બને છે. કર્મફલના કાયદાને સાચા આત્મા તે એ જ છે કે કોઈ પણ કમ નિષ્ફળ જતું નથી અને કેઈ પણ પરિણામ કારણ વિના ઉત્પન્ન થતું નથી. જેનું પરિણામ તેવું જ તેનું કારણ હોવું જોઈએ. સારું પરિણામ ઈચ્છનાર સારું કામ ન કરે તે તે તેવું પરિણામ પામી શકે નહિ. કર્મફલ– નિયમને આ આત્મા સામૂહિક દૃષ્ટિએ કર્મફલને વિચાર કરતાં લેશ પણ લોપાત નથી. માત્ર તે વૈયક્તિક સીમાના બંધનથી મુક્ત થઈ જીવનવ્યવહાર ઘડવામાં સહાયક બને છે. આત્મસમાનતાના સિદ્ધાન્ત પ્રમાણે કે આત્માદૈતના સિદ્ધાન્ત પ્રમાણે ગમે તે રીતે વિચાર કરીએ તોય એક વાત સુનિશ્ચિત છે કે કોઈ વ્યક્તિ સમૂહથી સાવ અળગી છે જ નહિ, અને રહી શકે પણ નહિ. એક વ્યક્તિના જીવનઇતિહાસના લાંબા પટ ઉપર નજર નાખી વિચાર કરીએ તો આપણને તરત દેખાશે કે તેના ઉપર પડેલ અને પડતા સંસ્કારોમાં સીધી કે આડકતરી રીતે બીજી અસંખ્ય વ્યકિતઓના સંસ્કારને હાથ છે, અને તે વ્યક્તિ જે સંસ્કાર નિર્માણ કરે છે તે પણ માત્ર તેનામાં જ મર્યાદિત ન રહેતાં સમૂહગત અન્ય વ્યક્તિઓમાં સાક્ષાત કે પરંપરાથી સંક્રમણ પાપે જ જાય છે. ખરી રીતે સમૂહ યા સમષ્ટિ એટલે વ્યક્તિ કે વ્યષ્ટિનો પૂર્ણ સરવાળે.
જે પ્રત્યેક વ્યક્તિ પિતાનાં કર્મ અને ફલ માટે પૂર્ણપણે જવાબદાર હોય અને અન્ય વ્યક્તિઓથી તદ્દન સ્વતંત્ર હેઈ તેના શ્રેય–અશ્રેયનો વિચાર માત્ર તેની જ સાથે સંકળાતે હોય તે સામૂહિક જીવનને શો અર્થ ? કારણ કે, સાવ નિરાળ, સ્વતંત્ર અને પરસ્પર અસરથી મુક્ત એવી વ્યક્તિ એને સામૂહિક જીવનમાં પ્રવેશ એ તે માત્ર આકસ્મિક જ હોઈ શકે. જે સામૂહિક જીવનથી વૈયક્તિક જીવન સાવ અલગ રીતે છવાતું નથી, એ અનુભવ થત હોય તત્ત્વજ્ઞાન પણ એ જ અનુભવને આધારે કહે છે કે ગમે તેટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org