Book Title: Vastupal Tejpalni Janeta Kumardevina Punarlagna Pachalno Itihas
Author(s): Subodhchandra Jain
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 3
________________ હo dese -dsAlse - Me. .રd Ms. Ma..Messessed...Med. કેઈ શ્રાવક છે. તે સમયમાં, મુનિઓના ઉપાશ્રયમાં દીપક વગેરેને લેશ પણ પ્રચાર ન હતે, એટલે અંધકાર હોવાથી કઈ મકાનમાં હોય તે પણ દેખાવાની શક્યતા ન હતી. તે સમયે, કે જ્યારે રાત્રિને લગભગ દોઢ પ્રહર વીતી ગયો હતો. આચાર્યની ઉપાસના કરતા તેમના એક વિનીત શિષ્ય આચાર્યશ્રીને પૂછયું : “ભગવન્! જિનેન્દ્ર શાસનને પ્રભાવ ઝાંખો થઈ રહ્યો છે. પૂર્વકાળમાં જે ઉદ્યોત જિન શાસન હતું, તે ઉદ્યોત શું આ કાળમાં જેવા નહિ જ મળે?” - ગુરુએ કહ્યું: “વત્સ! ચિંતા ન કર. તારા જે જ પ્રશ્ન મારા મનમાં પણ ઊઠયો હતું અને તેથી મેં મારા ધ્યાન બળથી શાસનદેવીને બોલાવી હતી અને આ પ્રશ્ન પૂછે હતું. ત્યારે તેણે મને કહ્યું હતું: ‘કુમારદેવીના નંદન શાસનના સુભટ થશે.” - શિષ્ય પૂછયું : “ગુરુદેવ! મને બધી વાત માંડીને કહો. એ કુમારદેવી કેણ કે જેની કુક્ષિએ જિનશાસનના સુભટ પાકશે?” ગુરુએ કહ્યું: “વત્સ ! આવી વાતે રાતના કરવી ન જોઈએ. કયારેક એનાથી અનર્થ થાય.” પણ શિષ્યને આગ્રહ ચાલુ જ રહ્યો. તેણે કહ્યું: “અહીં કોણ છે કે અનર્થ થાય?” છેવટે, શિષ્યના અતિ આગ્રહને વશ થઈ ગુરુને તે વાત કહેવી પડી. ગુરુને પણ થયું કે, અત્યારે કોણ સાંભળનાર છે? હંમેશ, ભવિષ્યના ગર્ભમાં જે છૂપાયેલું હોય છે તે બનીને જ રહે છે, તે ન્યાયે જે બનવાનું નિર્માણ થયેલું હતું, તેને કોણ ટાળી શકે ? ગુરુએ કહ્યું: “વત્સ ! સાંભળ: આ જ ગામમાં શ્રેષ્ઠિ આભૂ અને શેઠાણી લાછલદેની પુત્રી કુમારદેવી જે રૂપ, યૌવન અને ચતુરાઈમાં નિપુણ હતી. ચેસઠ કળા શીખેલી હતી. ચંપકવણું તેની કાયા. જ્યારે તે પિતાના રૂપને મઠારતી અને સોળ શણગાર સજીને નીકળતી, ત્યારે લાગે કે, આ વિદ્યાધરી છે કે દેવકુમારી છે! એના જેવી સ્ત્રીઓ સંસારમાં ઓછી હશે, એવી તે રૂપસુંદર હતી. માતાપિતાએ તેને સારું ઘર અને સારો વર જોઈને પરણાવી. પણ કમ કેઈન પીછો છોડતું નથી. આ કન્યા પણ પરણીને સાસરે ગઈ અને થોડા જ દિવસોમાં વિધવા બની. આખું કુટુંબ, માતા-પિતા ચોધાર આંસુએ રડડ્યા. દીકરીના દુઃખની કોઈ સીમા નથી. થોડા સમય બાદ પિતા તેને પોતાને ઘેર તેડી લાવ્યા. અને આજે પણ કુમારદેવીના દુઃખે તે સદા સંતપ્ત રહે છે. આ કુમારદેવીની કુક્ષિથી ભવિષ્યમાં બે રત્નો પાકશે અને તે જિન શાસનને ઉદ્યોત કરશે. આ પ્રમાણે મને શાસનદેવીએ કહ્યું છે.” શિષ્યના આશ્ચર્ય પાર નથી. આમ કેમ બને ! તેને કેયડો ઉકેલાતું નથી. પણ ગુરુનું રાએ ન શીઆÁકલ્યાણ ગૌતમસ્મૃતિગ્રંથ ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8